SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ २१ त्वमेव भर्ती न च विप्रयोगः ] [ ૯૫ ભરવામાં આવી છે. વળી મરનાર સાધન સંપન્ન માણસ હતો અને વરસોથી તે નિયમિત ઇન્કમટેક્ષ પણ ભરે છે. મને લાગ્યું કે મરનારની તરફેણમાં આ એક મહત્ત્વનો મુદ્દો હતો અને ન્યાય કોર્ટમાં કંપનીને કેસ ઊભું રહી શકે તેમ ન હતું. પરંતુ આમ છતાં બનતા પ્રયત્ન કરી ઓછી રકમથી પતાવટ થતી હોય તો સારું એમ માની એ દિશામાં મેં પ્રયત્ન શરૂ કર્યા. અમે મીનાબાઈ પાસે કોર્ટમાં એક કબૂલાતનામું કરાવ્યું કે મરનાર ગુરુસ્વામી તેના પતિની માફક તેની સાથે રહેતો હતું અને તેનાથી તે એક પુત્રની માતા પણ બનેલી છે. મરનારનું મૃત્યુ પણ તેના જ ઘરમાં થયું હતું. મરનારના વલની શરત મુજબ પૅલીસીની રકમ પર તેને જ હક લાગે છે અને તે રકમ કંપનીએ તેને જ આપવી જોઈએ વગેરે. મી. બાલકણને આ બધી વ્યવસ્થા તો કરી, પણ મીનાબાઈની ભાષા ન જાણવા છતાં તેના દેદાર અને મોઢાના હાવભાવ પરથી મને લાગ્યું કે એ બાઈ સદંતર જુઠ્ઠી અને લુચી છે, તેમજ મરનારની પત્નીની બદનક્ષી કરી પિોલીસીની રકમ હજમ કરવાને એક તાગડો રચ્યો છે. મરનારે વિમાની અરજીમાં વારસદાર તરીકે પોતાની પત્નીનું નામ લખ્યું હતું, એટલે કાયદાની પરિસ્થિતિ અનુસાર પણ મીનાબાઈને દાવો પિકળ અને જો જ હતો. પણ અમારે તે સમાધાન કરવાની સામેની પાર્ટીને ફરજ પડે તેવું કઈ સાધન જોઈતું હતું, અને આ પ્રકારના કબૂલાતનામાથી અમને તે પ્રાપ્ત થઈ ગયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy