________________
૧૧૨ ]
[ જાણ્યું અને જોયું રિદ્ધિ સિદ્ધિ અને અપરિમિત સુખ મળ્યાં છતાં, એમના અધિકારીઓએ એ બધામાં ન રાચતાં, તેને છોડી ત્યાગ-તપસંયમનો માર્ગ સ્વીકાર્યો હતો. સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોવા છતાં, અને તે માટે દરેક દિવાળીએ માગણી કરવા છતાં શા માટે હંમેશાં આપણને દુઃખ, ચિંતા, ઉદ્વેગ અને અશાંતિ અનુભવવાં પડે છે? ચોપડાના સરવૈયામાંથી આ હકીકત ન સમજી શકાય. ધર્મ સંબંધમાં મોટી મોટી વાતો કરતા હવા. છતાં આપણે દિવસે દિવસે ધર્મથી વિમૂખ થતા જઈએ છીએ અને આ કારણે જ દુઃખ, ચિંતા, ઉદ્વેગ અને વ્યાકુળતા આપણે અનુભવવાં પડે છે. આ બધું આપણા જ કૃત્યનું પરિણામ છે અન્ય કાંઈ નથી.
આ રીતે દિવાળી વખતે આવક જાવકનું સરવૈયું કરી ચોપડા પૂજન કરનાર વેપારી પિતાની જીવન પદ્ધતિનું પણ સરવૈયું કાઢે અને આ દ્રષ્ટિને ખ્યાલ રાખી અન્ય જનોને સાલ મુબારક” કરે એ જરૂરનું છે.
(સેવાસમાજ, તા. ૧-૧૧-૭૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org