________________
૧૮. પરિવર્તન
સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું, અને સ્વામી વિવેકાનંદના નામથી જાહેર થયા પહેલાં તેઓ. નરેન્દ્ર અગર નરેનના ટૂંકા નામથી ઓળખાતા હતા.
નરેન્દ્રમાં બાલ્યવયથી જ ભેગીમાં જે ગુણો હોવા જોઈએ તેવા ગુણો હતા. સામાન્ય રીતે સ્થળ અને વાતાવરણની અસર માનવી પર થાય છે, તેમ બીભત્સ દો, ઉત્તેજિત કરે તેવા પ્રકારનું સંગીત અને સિનેમા-નાટકના દશ્ય પણ માનવી પર ખરાબ અસર ઉત્પન્ન કરે છે. એથી યેગીજને આવાં દૃશ્યથી હંમેશાં દૂર ભાગે છે. વીસ વર્ષની ઉંમરે પણ કલકત્તામાં જ્યારે તેઓ કોઈ સિનેમા થિયેટર પાસેથી પસાર થતા ત્યારે, તેની ફૂટપાથ પર ચાલવાને બદલે સામી બાજુએ જઈ ચાલતા હતા.
ઈ. સ. ૧૮૯૩માં જ્યારે તેઓ અમેરિકા ગયા તે વખતે જયપુરની નજીક આવેલા ખેતરીના મહારાજાએ તેમને “વિવેકાનંદ”નું નામ સૂચવ્યું, ને ત્યારથી જ નરેન્દ્ર વિવેકાનંદ ના નામથી ઓળખાવા લાગ્યા. ખેતરીના રાજાએ આ નામ સૂચવ્યું તેની પાછળ પણ એક નાનકડે રમૂજી ઇતિહાસ છે. ઈ. સ. ૧૮૯૧માં સ્વામી વિવેકાનંદ ખેતરી રાજ્યના મહેમાન બન્યા હતા. ખેતરીને રાજાને સ્વામીજી પ્રત્યે અપૂર્વ માન અને પ્રીતિ હતાં. એક રાતે રાજમહેલમાં જ્યારે સ્વામીજી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org