________________
૬૬ ]
[ જાણ્યું અને જોયું એજ મોટામાં મોટી સિદ્ધિ છે. ચિત્તના મેલ અનેક પ્રકારના હોય છે. સફેદ કપડાં પર કાળા ડાઘ પડે તો તે જેમ મેલું કહેવાશે, તેમ, લાલ પીળા-ગુલાબી ડાઘ પડે તો પણ તે વસ્ત્ર મેલું જ ગણાશે. જીવનમાં આવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવી તે એક રીતે ચિત્તને મેલું બનાવવાની ક્રિયા છે. મન અને ચિત્તને મેલ રહિત બનાવવા અર્થે સાધકે કામ ક્રોધાદિ વિકાર ન ઉઠે તે સ્થિતિએ પહોંચવું જોઈએ. સાધક આ સ્થિતિ પ્રાપ્ત કરે તો તેજ મોટામાં મોટી સિદ્ધિ છે અને તેમાં જ માનવજીવનની સાર્થક્તા છે. અલબત્ત, ગીજનો માટે પણ આ એક અત્યંત મુશ્કેલ પ્રક્રિયા છે, કારણ કે એમ ન હોત તે તારા ગુરુદેવને આ સુવર્ણ સિદ્ધિની માથાકૂટમાં પડવાનું મન ન થયું હેત. તારા ગુરુદેવને મારા વતી કહેજે કે ચિત્તને સ્થિર કરે. જ્યાં સુધી ચિત્ત સ્થિર નથી થતું ત્યાં સુધી જ સાધકનું મન આવી ત૭ બાબતને વશ થાય છે. પણ ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કર્યા વિના સાચી શાંતિ કદાપિ પ્રાપ્ત થઈ શકતી નથી.
શ્રીમદ્ આનંદઘનજીની આવી વાત સાંભળી પેલા શિષ્યને મિજાજ ગયે અને આવેશમાં આવી જઈ બોલ્યો: ફિલસૂફીની આવી વાત કરતાં તો મને પણ આવડે છે, પણ આવા રસાચણનું એક જ ટીપું માત્ર તૈિયાર કરી બતાવે તે આપની વાતને મને પરચે થાય. શિષ્યની આવી વાત સાંભળી આનંદઘન મુક્ત મને હસ્યા અને થોડે દૂર જઈ પથ્થરની એક શિલા પર લઘુ શંકા કરી. શિષ્ય દૂરથી જોયું કે એ આખી શિલા સુવર્ણની બની ગઈ હતી. પછી તો પેલા શિષ્યની અજાયબીને પાર ન રહ્યો અને આનંદઘનજીના ચરણે પડી તેની માફી માગી પિતાના ગુરુદેવ પાસે જવા પાછો ફર્યો.
(જૈન સેવક ૨૫–૮–૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org