________________
પ્રકાશકનું નિવેદન - શ્રી જૈન આત્માનંદ સભાનો એક ઉદ્દેશ એ છે કે જેને -સમાજમાં ધાર્મિક, નૈતિક, વ્યાવહારિક જ્ઞાનને પ્રચાર કરવો અને
આ ઉદ્દેશ લક્ષમાં રાખી છેલ્લાં સિત્તેર ઉપરાંત વર્ષોથી આ સભા વિવિધ પ્રકારનાં પુસ્તકો પ્રકાશન કરતી આવી છે. (૧) શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાળા (૨) શ્રી આત્માનંદ જૈન ગ્રંથ રત્નમાલા (૩) શ્રી આત્માનંદ જન્મ શતાબ્દી સીરીઝ (૪) પ્રવર્તક કાંતિ વિજયજી ઐતિહાસિક ગ્રંથમાળા ઈત્યાદિ ગ્રંથમાળાઓ દ્વારા ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત–-અર્ધમાગધી, અંગ્રેજી વગેરે ભાષાઓમાં લગભગ ૨૧૦ જેટલાં પુસ્તક પ્રગટ કર્યા છે, જેમાંનાં કેટલાંક પૂજ્ય સાધુ-સાધ્વી મહારાજેને તથા સભાના પેટ્રને, લાઈફ મેમ્બરે અને અન્ય સભ્યોને ભેટ આપવામાં આવ્યાં છે. અને આ રીતે સભાએ પિતાને ઉદ્દેશ સિદ્ધ કરવા પુર્ણ કરેલ છે.
સાવરકુંડલા નિવાસી જૈન સમાજના એક કુશળ વ્યાપારી ધર્મનિષ્ઠ શેઠ શ્રી વીરજી ગોપાલજી સંઘવી સ્વર્ગવાસી થતાં તેમના -સુપુત્ર શેઠ શ્રી કપુરચંદભાઈએ પોતાના સ્વર્ગસ્થ પિતાના પુણ્ય
મરણ નિમિત્તે કાંઈક જ્ઞાનસાધના થાય તેવી શુભ ભાવનાથી આ સભાને રૂ. ૧૦૦૦ એક હજાર આપવા ઇછા દર્શાવી. સભાએ તે દરખાસ્ત આભાર સહિત સ્વીકારી અને શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાળાના ૯૮ મા પુષ્પ તરીકે એક પુસ્તક છપાવી પ્રસિદ્ધ કરવાનું ઠરાવ્યું. ( આ પુસ્તક શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાના લેખોને સંગ્રહ
છે. શ્રી મનસુખલાલભાઈ એક સિદ્ધહસ્ત લેખક છે. તેમની લેખનશિલી સીધી અને સરળ છે. પિતાને જે કાંઈ કહેવું છે તે કઈ પણ
પ્રકારના અલંકાર કે ચમત્કૃતિને ઓપ આપ્યા સિવાય તદન સાદી લ ગ્ય શૈલીમાં તેઓ કહી જાય છે. આમ છતાં તેઓ પ્રસંગોને
માનસશાસ્ત્રની દૃષ્ટિએ માપે છે અને તેનાં જુદાં જુદાં પાસાંની નિષ્પક્ષપાત ચર્ચા કરી આપણને વિષયનું સ્પષ્ટ દર્શન કરાવે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org