________________
૬૪]
[ જાણ્યું અને જોયું - સદ્ગત દેવકરણ શેઠે તુરત જ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની ઈચ્છાનુસાર વલમાં ફેરફાર કર્યો. હોસ્પીટલ માટે માત્ર બે લાખ રૂપિયાની રકમ જુદી રાખી અને સસ્તા ભાડાની ચાલ માટે એક લાખને બદલે ચાર લાખ રૂપિયાની રકમ જુદી રાખવામાં આવી. વીલની શરતો મુજબ બધી રકમે અપાઈ ગયા પછી બાકીની તમામ સ્થાવર-જંગમ મિલકત મહાવીર વિદ્યાલયને મળે એવી વ્યવસ્થા કરવામાં આવી અને તઅનુસાર પ્રિન્સેસ સ્ટ્રીટ પરનું મોટું મકાન “દેવકરણ મેન્શન” જેની વાર્ષિક આવક રૂપિયા સવા લાખથી પણ વધુ છે તે મહાવીર વિદ્યાલયને મળ્યું. સસ્તા ભાડાની ચાલ ટ્રસ્ટની વ્યવસ્થા અનુસાર માટુંગાની દેવકરણ શેઠની ચાલીઓમાં આજે પચાસથી પણ વધુ કુટુઓ લાભ લે છે અને મુલુન્ડમાં પણ આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જૈન દેરાસર સામે ચાર હજાર વારને પ્લેટ ચાલી બંધાવવા અર્થે લીધે છે.
આચાર્ય મહારાજશ્રીએ આ રીતે પિતાની દીર્ઘ દ્રષ્ટિ વાપરી જૈન સમાજના હિતાર્થે એક મહાન કામ કર્યું. આપણું મુનિ મહારાજે અને સાધ્વીઓ પણ શ્રી વિજયવલ્લભસૂરિજીને પગલે ચાલી સમાજનું કલ્યાણ થાય એવાં રચનાત્મક કાર્યોમાં વિશાળ દ્રષ્ટિ રાખી દેરવણી આપે એજ અભ્યર્થના !
(સેવાસમાજ તા. ૯-૧૦-૬૬ )
* આ જગ્યામાં ૪૦ કુટુઓ રહી શકે તેવા બે મકાન “દેવકરણ ભવન” અને “પૂતળીબાઈ ભવન” નામે ટ્રસ્ટીઓએ બંધાવેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org