SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. “કોશો જ્ઞાનવતા પુતઃ ”] [ ૮૭ મને વિશ્લેષણશાસ્ત્રના અભ્યાસીઓ કહે છે કે આપણે કોઈ પ્રત્યે કશાથી કંધે ભરાઈએ છીએ, ત્યારે એવા વખતે જે કારણે ક્રોધ ચડ્યો હોય, તેના જેવું જ આચરણ કરવા આપણે અજ્ઞાત મને વ્યાપાર પ્રવૃત્ત થાય છે. મહાન સિદ્ધાંતકાર અને પ્રખર દાર્શનિક વિચારક જેણે જૈન યુગ સાહિત્યમાં એક નવો જ યુગ સ્થાપિત કર્યો છે, એવા શ્રી હરિભદ્રસૂરિજીના જીવનમાં બની ગયેલી એક વાત પરથી આ હકીકત સરસ રીતે સમજી શકાશે. હંસ અને પરમહંસ બંને હરિભદ્રસૂરિજીના પ્રખર વિદ્વાન શિષ્ય હતા. સંસારી સંબંધની દષ્ટિએ તે બંને ભાઈએ હરિભદ્રસૂરિજીના ભાણેજે હતા. બંને શિષ્ય યુવાન હતા, અને બૌદ્ધ વિદ્યાપીઠની કીતિ સાંભળી બૌદ્ધ શાના અભ્યાસ અર્થે આચાર્ય ભગવંતની મનાઈ છતાં ચાલી નીકળ્યા. હંસ અને પરમહંસ ડા સમય માટે મુનિમાંથી બૌધભિક્ષુ બન્યા અને વિદ્યાપીઠમાં દાખલ થઈ કુલપતિ પાસે બૌદ્ધ શાન અભ્યાસ કર્યો. બુદ્ધિમાં બંને ભાઈઓ ભારે તેજસ્વી હતા. ટૂંક વખતમાં તેઓએ અભ્યાસ પૂર્ણ કર્યો અને સાથોસાથ બૌદ્ધ શાસ્ત્રોમાં આવેલા જૈન મતના પ્રતિવાદનો પણ પ્રતિવાદ લખી તૈયાર કર્યો. આ લખાણ તો તેઓએ અત્યંત ગુપ્ત રીતે રાખ્યું હતું, પણ દુર્ભાગ્યે તે કુલપતિના હાથમાં ગયું. કુલપતિને શંકા પડી કે આ ભિક્ષુઓ બૌદ્ધ નથી પણ જેન છે, અને વેશપલટો કરી આવ્યા છે. આ બાબતની ચકાસણી અર્થે બંને ભાઈઓની ઓરડી બહાર શ્રી જિન પ્રતિમા આલેખાવી, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy