________________
રૂ બધી જ્ઞાનવતા જત: ” ]
[ ૮૯ હરિભદ્રસૂરિજીએ બૌભિક્ષુઓ સાથે વાદવિવાદ કરવાની વ્યવસ્થા ગોઠવી, અને એક રાજવીની રાજસભામાં આ વાદવિવાદમાં જેની હાર થાય તે ધગધગતા તેલના કડાયામાં પડે એવી શરત નક્કી થઈ, અને વાદવિવાદમાં બૌદ્ધભિક્ષુઓ હારી ગયા. બૌદ્ધવિદ્યાપીઠના કુલપતિ ઉકળતા તેલના કડાયામાં પડતાં જ ભડથું થઈ ગયા. પછી તો શરત મુજબ એક પછી એક બધા જ બૌદ્ધભિક્ષુઓને તેલની ઉકળતી કડાયમાં પડવાનું હતું. આ વાત હરિભદ્રસૂરિ ગુરુ શ્રી જિનદત્તસૂરિજીના જાણવામાં આવતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા.
ગુરુદેવે હરિભદ્રસૂરિજીના ક્રોધના ઉપશાંત અર્થે સુલે નિરમા તેમજ ૩વરમેન રુઝહું ઈ. ની ગાથાઓ મોકલાવી. પછી તો હરિભદ્રસૂરિજીને કોપ શપે અને બૌદ્ધભિક્ષુઓને જીવતદાન મળ્યું. આ બનાવમાંથી જ “સમરાઈથ્ય કહાની મહાન કથાને જન્મ થયે. હજારથી પણ વધુ વર્ષો આ કથા લખાયાને થયા છતાં તેની મહત્ત્વતા અને લોકપ્રિયતા એવી ને એવી જ રહી છે.
યોગીઓ અને મહામુનિઓ પણ ધના આવેશમાંથી નથી બચી શક્યા, એવા અનેક દાખલાઓ ધર્મશાસ્ત્રોમાં જોવામાં આવે છે. ગૌતમ ઋષિની પત્ની અહલ્યા ઘણી સુંદર હતી, અને એક વખત ઇન્દ્રદેવે છળકપટ કરી ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરી તેની સાથે મિથુન ક્રિયા સેવી. ન્યાય દષ્ટિએ આમાં અહલ્યાને દોષિત ગણી શકાય તેમ ન હતું, છતાં ક્રોધના આવેશને વશ થઈ ગૌતમ ઋષિએ અહલ્યાન શાપ આપી શિલા (પથ્થર) બનાવી દીધી. જે વ્યક્તિના શીલ, સદાચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org