SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પર ] [ જાણ્યું અને જોયુ દેશમાં જવાનું થયું ત્યારે પેલા વડીલ સ્નેહીજનના ગામે ગયા અને તેને મહેમાન બન્યા. રાતે અમે એક જ રૂમમાં સૂતા હતા એટલે મેં મુંબઈમાં તેના પુત્રની કઢ’ગી આર્થિક પરિસ્થિતિ અંગે ચર્ચા કરી તેથી તેમણે કહ્યું : મારા દ્વિતીય લગ્ન પછી ત્રણેક વરસે મારા પુત્રના લગ્ન કર્યાં. મારી મૃત પત્નીનાં સ્મરણુ રૂપે તે એક જ પુત્ર હતા એટલે તેના પ્રત્યે મને ઘણા પ્રેમ હતા. પણ સુનંદા (તેમની પુત્રવધૂ ) ને તેની સાસુ સાથે ન બન્યુ. દરરાજ ઝઘડા થવા લાગ્યા અને પરિણામે અમારા–પિતાપુત્રનાં મન પણ ઊંચાં રહેવા લાગ્યાં. સુનંદા તેની સાસુની સ્પર્ધા કરતી અને જે વસ્તુ તેની પાસે હાય તે વસ્તુ તેની પાસે પણ હાવી જ જોઇએ એવા આગ્રહ ધરાવતી. તેની આવી વર્તણૂકથી ઘરની શાંતિ લુપ્ત થઈ અને પુત્રને મારી મિલકતના અમુક હિસ્સા આપી ફારગતી લખાથી છૂટા કર્યાં. ત્યાં ધધામાં મારી આપેલી સઘળી રકમ તેણે ગુમાવી અને ભીખ માગતા થયા તેમાં મારા શે। દ્વેષ ? પુત્ર પ્રત્યેના ધર્મની માફક પત્ની પ્રત્યેના પણ ધ હોવા જોઇએ. મારા ધન મિલકત પર હવે તેને કશે। કાયદેસર હુ રહેતા નથી. પુત્રવધૂના દોષને આગળ કરતા અને પત્નીના પક્ષ ખેચતા માણસ પ્રત્યે મને નફરત થઈ, અને તેની બધી વાતે સાંભળી હું મનમાં સમસમી રહ્યો. વહેલી સવારમાં શેઠ ઊઠીને પ્રાથના કરતા મેલી રહ્યા હતાઃ હું પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારા મેક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. મારામાં વિવેક શક્તિ નથી, હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા ! હવે હું તમારૂ, તમારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy