SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] [ જાણ્યું અને જોયું પૂજા કરવી છે એમ કહ્યું, એટલે તરત જ તેમણે મારા માટે ગરમ પાણીની વ્યવસ્થા કરી આપી. મંદિરમાં મુખ્ય પ્રતિમા મહાવીર સ્વામી ભગવાનની છે, અને તે ધાતુની છે. આ સિવાય આરસની પણ બીજી બે પ્રતિમાઓ છે. કેશર, સુખડ ઘસવા માટે આપણા મંદિરે માફક ત્યાં પુજારીઓ રાખવામાં આવતા નથી, પણ પૂજા કરનારાઓ પોતાના હાથે જ ઘસી લે છે. ભગવાનની પ્રતિમાની મારે કઈ રીતે પૂજા કરવી એ વસ્તુ મને મૂંઝવતી હતી, કારણ કે હું જાણતો હતો કે દિગમ્બર સંપ્રદાયમાં આપણે માફક ન અંગે પર પૂજા કરવામાં આવતી નથી. મેં નમ્રતા પૂર્વક ત્યાંની વ્યવસ્થા કરતા ભાઈને પૂછ્યું: મારે તમારી પદ્ધતિ મુજબ પૂજા કરવી જોઈએ, તે આપની રીત મને બતાવશો? કારણ કે ઘણા દિગમ્બર તીર્થો અને મંદિર જોયા છતાં કોઈ પ્રતિમાની પૂજા કરવાને લહાવે હજુ સુધી મને માન્ય નથી. પેલા વ્યવસ્થાપક ભાઈ મારી મૂંઝવણ સમજી ગયા પણ ભારે ઉદારતા બતાવી તેમણે મને કહ્યું. આપણે બધા ભગવાન મહાવીરના ભક્તો છીએ, અને તમને રૂચે, અનુકુળતા રહે, તે રીતે તમે પૂજા કરી શકે છે. અમારી પદ્ધતિ મુજબ પૂજા કરવી જોઈએ એવું બંધન શા માટે હેવું જોઈએ ? તેમની વાત સાંભળી મારૂં મસ્તક તેમને નમી પડ્યું, અને તેમના સભાવને અત્યંત આભાર માનતાં, પ્રફુલ્લ અને સ્વસ્થ ચિત્તે નવે અંગે પૂજા કરી. આવો જ બીજો સુખદ અનુભવ શ્રમણ બેગિળના ચંદ્રગિરિ પહાડ પરના દિગમ્બર મંદિર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy