________________
(૭)
લગભગ બાલ્યાવસ્થાથી જ તેઓ હંમેશાં નિયમિત સામાયિક કરતા અને પોતાના નિવાસસ્થાનની અગાશીમાં આ કાર્ય માટે એક અલાયદે રૂમ પણ રાખ્યો હતો. ગમે ત્યાં જાય પણ સામાયિક કર્યા વિના કદી ન રહે. આ રીતે શ્રાવકનાં બાર વ્રત પૈકી ચોથા (બ્રહ્મચર્ય), નવમા (સામાયિક) અને બારમા (અતિથિ સંવિભાગ) વ્રતને શ્રી. વીરજીબાપાએ પોતાના જીવનમાં વણી લીધાં હતાં. પોતાના ધંધામ વ્યવસાયમાં મદદરૂપ થતા કારીગરો પ્રત્યે તેમને અત્યંત લાગણી હતી અને શુભ અવસરના પ્રસંગે તેના માટે જુદો ભેજનસમારંભ ગોઠવી અપૂર્વ પ્રેમથી ભોજન કરાવતા. - ઈ. સ. ૧૯૬૫માં એટલે કે મૃત્યુ અગાઉ ચારેક વરસ પહેલાં તેમને લકવાને નરમ હુમલે થયો હતો. શરીરના અન્ય અંગો પર તેની નવી અસર થયેલી પણ જીભ પર વધુ અસર થઈ હતી. તેથી તેમનું બોલવાનું લગભગ બંધ થઈ ગયું. મૌન વ્રત ફરજિયાત બની ગયું. મૌનથી ચિત્તમાં નિરવ શાંતિ ઉત્પન્ન થાય છે અને અંદર કલેશ ઉત્પન્ન થવા પામતા નથી. તેમની છેલ્લી માંદગી દરમ્યાન
જ્યારે જ્યારે તેમની પાસે જવાનું બનતું ત્યારે ત્યારે હું તેમને રમુજમાં કહેત કે મૌનવ્રતના કારણે કુદરતે તમારા માટે ઉત્પન્ન કરેલે ઉપાધિયોગ પણ તમને તો સમાધિયોગ રૂપે પરિણમ્યો છે. પાટીમાં પેનથી લખી પ્રથમ માફક જ સૌને હસાવતા અને નિર્દોષ આનંદ પ્રાપ્ત કરી અન્ય સૌને પણ આનંદ પમાડતા.
- ઈ. સ. ૧૯૬૬ ના મે માસમાં તેમના સુપુત્ર શ્રી. મનુભાઈએ પિતાના બંધુઓ સાથે મળી સાવરકુંડલાથી શત્રુંજ્ય તીર્થનો સંધ અત્યંત ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક બસ રસ્તે કાવ્યો હતો. શ્રી. મનુભાઈ અને તેમનાં પત્ની સૌ. શાંતાબહેને તે વખતે પાલીતાણું તલાટી બાબુના દેરાસરમાં ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠા મહોત્સવને અપૂર્વ લાભ લીધો હતો અને શ્રી. વીરજીબાપાએ નાદુરસ્ત તબિયત હોવા છતાં સિદ્ધગિરિની છેલ્લી યાત્રાને અપૂર્વ લહાવો લઈ શત્રુજ્ય પર સંઘપતિની માળા પહેરી હતી. સાવરકુંડલા-પાલીતાણા તીર્થયાત્રા સંધના યાત્રિકોએ, એ પ્રસંગે શ્રી. વનમાળીદાસ ઝવેરચંદ મહેતાના પ્રમુખપદે એક ભવ્ય સમારંભ યેજી, સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org