________________
૧૨ ]
[ જાણ્યું અને જોયું અને ધ્યાનસ્થ થઈ ઊભા રહ્યા. ચંડકૌશિકે એ જોયું અને ફૂંફાડા મારી ભગવાનના પગ પર દંશ માર્યો.
અમૃત અને વિષ–પ્રેમ અને શ્રેષનું મિલન થતાં વિષનું -અમૃતમાં પરિવર્તન થયું; દ્રષનું પ્રેમમાં રૂપાંતર થયું. ચંડકૌશિકના ઝેરની અસર ભગવાન મહાવીર પર થવાને બદલે પ્રેમરૂપી અમૃત જેવા રૂધિરના સ્પર્શ ચંડકૌશિકના શરીરમાં વ્યાપી રહેલા હળાહળ ઝેરનું અમૃતમાં રૂપાંતર થયું, અને તરત જ તેને પિતાના પૂર્વજન્મનું જ્ઞાન થયું. પ્રેમમાં કેવી અદ્ભુત શક્તિ રહેલી છે, અને પ્રેમના જાદુથી કેવા ક્રૂર-હિંસક પ્રાણીઓ પણ પિતાનો સ્વભાવ છેડી સમતા અને સંયમને ધારણ કરવા પ્રેરાય છે, એ હકિકતને સમજાવતું આ સુંદર ભાવવાહી ચિત્ર જોઈ કેઈપણ માનવીને આનંદ થયા સિવાય ન રહે.
મારા મિત્ર આ ચિત્રની કથાને સાર મને કહી સંભળાવતા હતા ત્યાં તેમને રસો અમારા માટે ચાની ટે અને બીસ્કીટ લઈ આવ્યું. ચામાં ખાંડ સહેજ ઓછી લાગી, એટલે મારા મિત્રને મિજાજ ગયે અને રસોયા પર ગુસ્સે થતાં બોલ્યા “તમે ચામાં ધાંધિયા કરે છે, અને રસોઈ પણ દમ વિનાની થાય છે. તમને માસિક રૂપિયા પચાસને પગાર શું આવી ચા પીવા માટે આપીએ છીએ? ચા તૈયાર કરવાની કળા પણ જાણવી જોઈએ, સમજ્યા કે?'
એ આગળ બોલવા જતા હતા, પણ મેં એમને શાંત પાડ્યા અને કહ્યું મને પિતાને મીઠી પેશાબનું દરદ છે, એટલે મારા પૂરતી તે આ ચા કળાયુક્ત તૈયાર થયેલી ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org