SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. માનવ અને દેવ ઈ. સ. ૧૯૫૨ ના ૨૩મી ઓગસ્ટ અને શનિવારના દિવસની આ વાત છે. પર્યુષણ પર્વને સાતમો દિવસ હતો અને તે દિવસે મારે અઠ્ઠમને બીજે ઉપવાસ હતો. હું મારા નિવાસસ્થાનના પહેલા માળના અલાયદા રૂમમાં સવારના નવ વાગે વાંચી રહ્યો હતો ત્યાં મારી નાની પુત્રી ગભરાયેલી સ્થિતિમાં મારી પાસે આવી અને ગળગળા અવાજે કહ્યું: “બાપુજી! જલદી ઉપર ચાલે, શશીકાંતભાઈને કાંઈક થઈ ગયું છે. તરત જ તેની સાથે ઉપર ચોથા માળે જ્યાં અમારું રહેઠાણ છે ત્યાં ગયે અને જોયું તો મારા મોટા પુત્ર શશીકાંત જેની ઉંમર તે વખતે પચીસ વર્ષની હતી, તેના અંગે અંગે ખેંચાતાં હતાં અને પથારીમાં સુતો સુતો સખત રીતે પ્રજતો હતો. તાવ પણ સારા પ્રમાણમાં હતું. અમારી બાજુમાં જ ડે. હરિલાલ શાહ રહે એટલે તેમને તરત જ દવાખાનેથી લાવ્યા. તેણે આવીને પેનીસીલીન અને સ્ટ્રેપ્ટોમાઈસીનનું ઇજેક્ષન આપ્યું. ડોકટરે કહ્યું કે સખત શરદીના અંગે આમ એકાએક થઈ ગયું લાગે છે, પણ કશું ભય જેવું અત્યારે તે નથી. વળી અગિયાર વાગે તેને છાતીમાં સખત શૂળ નીકળવા લાગ્યું અને પરિસ્થિતિ બગડતી લાગી એટલે ડો. હરિભાઈની સલાહ લઈ એબ્યુલન્સ બોલાવી તેને તરત જ બોમ્બે હોસ્પિટલમાં ડે. કહિયારના વોર્ડમાં દાખલ કરી દીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy