________________
૬. નિઃસ્પૃહી વૈદ્યરાજ ]
[ ૨૯ બીજા દિવસે એમના આશીર્વાદ લઈ અમે મુંબઈ આવવા માટે પહેગામ છેડયું. વૈદ્યરાજની આ વાત યાદ કરું છું ત્યારે એમ લાગે છે કે આવા વિષમકાળમાં પણ દેવે સ્વર્ગ માંથી માનવરૂપે આ અવનિ પર આવી માનવતાના મધુર. પુષ્પની સુગંધ ફેલાવી જાય છે. કેવી નિઃસ્પૃહતા જ
(“અખંડઆનંદ” સપ્ટેમ્બર, ૧૯૬૩),
*પચ્છેગામના આ સુપ્રસિદ્ધ વૈદ્યરાજ શ્રી. નાગરદાસ બાપા હવે સ્વર્ગવાસ પામ્યા છે. મુંબઈમાં અનેક વૈદ્યરાજે છે અને બહારગામથી પણ ધંધાકિય દષ્ટિએ મુંબઈમાં અનેક વૈદ્યરાજો આવતા જતા હોય છે. પણ હવે તો વૈદ્યરાજોએ પણ કનસલટીંગ ચાર્જ–ફીના રૂપિયા લેવાનું શરૂ કર્યું છે અને એ દવાના પડીકાઓની કિંમત પણ એલોપથી દવાના કરતાં ઓછી હોતી નથી. આ માટે વૈદ્યરાજે પણ દોષિત નથી, કારણ કે લોકોને જે કાંઈ સસ્તુ મળતું હોય તેની કિંમત નથી અને તેમાં શ્રદ્ધા પણ નથી. આજે તો જ્યાં જુઓ ત્યાં અર્થની પ્રધાનતા છે એટલે જેના ભાવ વધુ તેને ત્યાં ગ્રાહકોની સંખ્યા પણ વધારે. તેથી હવે આ યુગમાં નાગરદાસ બાપા જેવા વૈદ્યરાજે ભાગ્યે જ જેવાના મળે છે.
–લેખક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org