________________
૨૫. જીવનઘડતરમાં સાહિત્યનું સ્થાન ]
[ ૧૨૫. છે, તેના વિશ્વાસને ઘેર દ્રોહ કરનારું છે. અસત્ય અને બેટા માર્ગે જઈ કોઈ પણ વ્યક્તિ કાયમ માટે સુખી રહી શકે નહીં, આ વાત મેડી મેડી પણ મને બરાબર સમજાઈ ગઈ છે. આપણી વચ્ચે જે બની ગયું છે તે ભૂલી જઈ સંપૂર્ણ રીતે નિષ્પાપ જીવન જીવવાને મેં નિશ્ચય કરી લીધું છે. તે યુવાન ઘડી બે ઘડી તો નિરાશ અને હતાશ બની શૂન્યચિત્ત ઊભા રહ્યા, પરંતુ અંતે તો તેને પણ મારો નિર્ણય સાચો લાગ્યો અને મને વંદન કરી ચાલી ગયો. તે પછી, હું મારી વિધવા બહેન સાથે અહીં જ રહું છું. તે દિવસે જે આપની
ચારિત્રહીને'ની કિતાબ મને ન મળી હેત, અને પિલા. છોકરા સાથે નાસી ગઈ હેત તો આજે મારી શી સ્થિતિ હત, તેની કલ્પના કરતાં પણ કંપી ઊઠું છું. પ્રત્યક્ષ રીતે નહિ, પણ પરોક્ષ રીતે મારા જીવન પર તમારો જે અપૂર્વ ઉપકાર થયું છે, તે માટે આ રીતે આજે તમારો આભાર માનવાની મને જે તક મળી છે તેને પણ પરમકૃપાળુ પરમાત્માની હું પ્રસાદી જ માનું છું !”
યુવાન વિધવા બહેનની આવી વાત સાંભળી શરદબાબુ વિમિત થયા અને તેને આનંદ થયે કે તેની “ચારિત્રહીન” નવલકથાએ એક સ્ત્રીને અધઃપતનના માર્ગે જતી બચાવી લીધી.
માનવ અને પશુ વચ્ચે મૂળભૂત ભેદ એ છે કે, પશુઓ પિતાની વૃત્તિ મુજબ જીવે છે જ્યારે માનવને વિચાર કરવાની અદ્ભુત શક્તિ પ્રાપ્ત થયેલી છે જે દ્વારા, એ પિતાની વૃત્તિ એનું શુદ્ધિકરણ કરી મુક્તિપદ પામવાનો અધિકારી પણ બની શકે છે. પરંતુ ધંધાના મેટા સોદામાં જેમ મોટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org