Book Title: Jain Dharma
Author(s): Bhadrabahuvijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
Catalog link: https://jainqq.org/explore/004537/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન દેર્સ ) [ - રાજાનારા ના lfil જન ના કાક ભટબાહવિજય For Private & Personal use www.jaire library org Page #2 -------------------------------------------------------------------------- ________________ 022 See WA w www COWO 2002 MASA B WA DO N www M SMS ASA SAN ANAS98 WOX RA URSA was 2x NA SA પૂજનીયા “બા મહારાજ' ને [ સાધ્વીજી શીલપૂર્ણાશ્રીજી મહારાજ] THE MOST BEAUTIFUL WORD OF THE WORLD ON THE LIPS OF MANKIND IS MOTHER' - THE MOST BEAUTIFUL CALL ON THE LIPS OF MANKIND IS 'MY MOTHER' (KAHLIL GIBRAN ] Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈનધન ન કર, , અહિંસા, ભદ્રબાહુવિજય Page #5 -------------------------------------------------------------------------- ________________ આશીર્વાદ તથા માર્ગદર્શન : આચાર્યદેવ શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ પ્રકાશક : શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ કંબોઈનગર પાસે મહેસાણા - 384002 (ગુજરાત) પુનર્મુદ્રણ માર્ચ ૧૯૦ કિંમત ૧૫ / રૂા. મુક : હેમાંગ પ્રિન્ટર્સ, મુંબઈ-૧ર. આ પુસ્તક ગુજરાતી ઉપરાંત હિન્દી-અંગ્રેજી તથા મરાઠી ભાષામાં પણ ઉપલબ્ધ છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય જૈન જૈનેતર ભાઇ-બહેનો અકસર એક માંગણી કરતા હોય છે... જૈન ધર્મ અંગેનું પ્રારંભિક પણ સર્વાંગીણ જ્ઞાન-સમજણ આપતું પુસ્તક અમને આપો... એવું પુસ્તક કે જે વાંચીને સામાન્ય બુદ્ધિ ધરાવતો મનુષ્ય પણ સમજી શકે... સ્વીકારી શકે. જોકે અવારનવાર આવા પ્રયત્નો થયા છે. જૈન ધર્મ અંગે પુસ્તકો · પરિચય પત્રો - પેમ્પ્લેટો વગેરે છપાવવાના પણ કાંતો એ તીવ્ર બુદ્ધિ ધરાવતા વિદ્વાનો માટે જ સીમિત બન્યા છે... અથવા તો સરળતાના અભાવે આમ આદમીના પહોંચની બહાર રહ્યા છે... અમારા ટ્રસ્ટના પ્રેરક પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજના માર્ગદર્શન હેઠળ એક નમ્ર પ્રયત્ન અમે પણ કર્યો છે... અને અમને ગૌરવ છે કે જૈન ધર્મ” નામના પ્રસ્તુત પુસ્તકને સામાન્યથી માંડીને વિશેષ વર્ગના માણસોએ એ પુસ્તકને વધાવ્યું... અપનાવ્યું. અને ઉપયોગી માન્યું. ગુજરાતી ભાષામાં પ્રસ્તુત પુસ્તક બીજી આવૃત્તિ ધારણ કરે છે. જ્યારે હિન્દીમાં ત્રીજી આવૃત્તિ તૈયાર થઇ રહી છે. અંગ્રેજી તથા મરાઠી ભાષામાં પણ પુસ્તક તૈયાર છે. ૧૩૧ જેટલા વિષયો (Subjects)ને આવરી લેતું આ પુસ્તક ગાગરમાં સાગરને સમાવવાની નાનકડી કોશિશ છે. અમારી કોશિશ કેટલી સફ્ળ છે એનો નિર્ણય વાચકો/ચાહકો કરે એજ ઉચિત છે. સામૂહિક પ્રભાવના કે વ્યક્તિગત ભેટ-સૌગાદના પ્રસંગોએ આવા પુસ્તકોને પસંદગી આપવાથી ધર્મપ્રચારમાં સહયોગી બનવાનું પુણ્ય સાંપડી રહે છે. ટ્રસ્ટી ગણ શ્રી વિશ્વકપ્ર. ટ્રસ્ટ Page #7 -------------------------------------------------------------------------- ________________ અનું નં. ૧. મંગલાચરણ ૨. ધર્મ એટલે શું ? ૩. જૈન ધર્મ એટલે શું? ૪. જિન' ની ઓળખ ૫. જૈન ધર્મનો વિકાસક્ર્મ વિષય નિર્દેશ શું છે ? ૬. કાળના વિભાગ ૭. ‘આરા’ની વ્યવસ્થા ૮. તીર્થ અને તીર્થંકર ૯. ભગવાન મહાવીર ૧૦. સાધનાનો રાજમાર્ગ ૧૧. સર્વવિરતિ ધર્મ [સાધુ ધર્મ] ૧૨. પાંચ મહાવ્રત ૧૩. વિશિષ્ટ નિયમો ૧૪. ગોચરી [ભિક્ષાચર્યા ૧૫. જીવનયાત્રા ૧૬. સ્થાપનાચાર્યજી ૧૭. ૫૬ પ્રદાન ૧૮. પંન્યાસ અને ગણીપદ ૧૯. ઉપાધ્યાય પદ ૨૦. આચાર્ય પદ ૨૧. સાધ્વીંગણ માટે પદ ૨૨. દેશવિરતિ ધર્મ [ગૃહસ્થ ધર્મ ક્યાં છે? ર ૫ ૫ . ૧૦ ૧૦ ૧૧ ૧૪ ૧૪ ૧૪ ૧૫ ૧૫ ૧૫ ૧૬ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૩. શ્રાવક જીવનનાં બાર વ્રત ૨૪. ૫ અણુવ્રત અને તેના અતિચાર ૨૫. ૩ ગુણવ્રત અને તેના અતિચાર ૨૬, ૪ શિક્ષાવ્રત અને તેના અતિચાર ૨૭. ચૌદ નિયમો ૨૮. ૬ આવશ્યક ૨૯. અન્ય કર્તવ્યો ૩૦. પ્રાર્થના [સવાર-સાંજની ૩૧. જાપ અને ધ્યાન ૩૨. અઢાર પાપસ્થાનક ૩૩. શ્રાવકના ૨૧ ગુણ ૩૪. ૩૫ માર્ગાનુસારી ગુણો [નૈતિક જીવન] ૩૫. તપ અને આહારસંહિતા ૩૬. બાહ્ય તપ [૬ પ્રકાર] ૩૭. આત્યંતર તપ [૬ પ્રકાર] ૩૮. નાની મોટી તપશ્ચર્યાઓ ૩૯. ઉપવાસ શા માટે ? ૪૦. વિશિષ્ટ તપશ્ચર્યાઓ ૪૧. ૧૧ પ્રતિમા ૪૨. ઉકાળેલું પાણી શા માટે ? ૪૩. પાણી ગળીને વાપરવું. ૪૪. આહાર સંહિતા. ૪૫. રાત્રિભોજન ત્યાગ. ૪૬. દ્વિદળ તથા વિરૂદ્ધ આહાર ત્યાગ ૪૭ વાસી ભોજન ત્યાગ ૪૮ ૫ર્વતિથિએ લીલોતરી શા માટે નહીં ? ૧૬ ૧૮ ૨૦ ૨૩ ૨૫ ૨૬ ૨૯ ૨૯ ૩૨ ૩ર 33 ૩૪ ૩૭ ૩૭ ૪૦ ૪૧ ૪૨ ૪૪ ૪૬ ૪૭ ૪૮ ૪૮ ૪૯ * ઠ ઠ Page #9 -------------------------------------------------------------------------- ________________ S ૬૩ ૬૪ ૬૫ S9 ૪૯. કંદમૂળ ગણાતા પદાર્થો. ૫૦. માંસાહાર ત્યાજ્ય કેમ ? ૫૧. શરાબ ત્યાજ્ય છે! પર. જૈન સંઘની વ્યવસ્થા ૫૩. સાધુ-સાધ્વી ૫૪. શ્રાવક-શ્રાવિકા ૫૫. જેન દેરાસર પદ. જૈન ઉપાશ્રય ૫૭. જૈન જ્ઞાનમંદિર ૫૮. જૈન પાઠશાળા ૫૯. આયંબિલ શાળા ૬૦. જૈન પાંજરાપોળ ૬૧. જૈન ધર્મશાળા અને ભોજનશાળા દર. જૈન તીર્થો ૬૩. સાત ક્ષેત્રોની વ્યવસ્થા ૬૪. જૈન પર્વો ૬૫. પર્યુષણ પર્વ ૬૬. નવપદ ઓળી ૭. મહાવીર જન્મદિવસ ૬૮. દીપોત્સવી પર્વ-નૂતન વર્ષ ૬૯. ભાઈબીજ ૭. જ્ઞાનપંચમી ૭૧. આષાઢી ચતુદર્શી ૭. કાર્તિક પૂર્ણિમા ૭૩ મૌન એકાદશી ૭૪. પૌષ દશમી ६८ ૬૯ કરે ૭૩ ૭૩ ૧૩. ७४ ૭૪ ઉપ ૭પ ૭૫ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ૭૮ ૭૫. જૈન ઉત્સવો ૭૬. સ્નાત્ર મહોત્સવ ૭૭. અઠ્ઠઈ મહોત્સવ * ૭૮. શાંતિસ્નાત્ર ૭૯. સિદ્ધચક્ર મહાપૂજન ૮૦. અઢાર અભિષેક ૮૧. અંજનશલાકા ૨. પ્રતિષ્ઠા મહોત્સવ ૮૩. ધ્વજારોપણ ૪. રથયાત્રા ૮૫. સંઘયાત્રા ૮૬ માળારોપણ ૭. ઉદ્યાપન [ઉજમણું ૮૮. સાધર્મિક વાત્સલ્ય ૯. જૈન તત્વજ્ઞાન ૯૦. ત્રિપદી . વિશ્વવ્યવસ્થા ૨. નવતત્વ ૯૩. જીવ-જીવના પ્રકાર ૯૪. ત્રસ જીવો ૯૫. જન્મના પ્રકાર ૯૬. જીવના ૫૬૩ ભેદ ૭. ૬ પર્યાપ્તિ ૧૦ પ્રાણ ૯૮. અજીવ, ૯. અસ્તિકાય ૧૦૦. કાળ [સમય ગણના $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ૯૮ ૯૮ ૧00 ૧૦૩ ૧૦૬ ૧/૯ ૧૦૧. પુણ્યતત્વ ૧0૨. પાપ તત્વ ૧૦૩. આશ્રવતત્વ ૧૦૪. સંવર તત્વ ૧૦પ. બંધ તત્વ ૧૦૬. નિર્જરા તત્વ ૧૦૭. મોક્ષતત્વ ૧૦૮. કર્મ ૧૦૯ આઠ કર્મોનું વિવરણ ૧૧૦. કર્મબંધ અને મુક્તિની પ્રક્રિયા ૧૧૧. વેશ્યા [રંગવિજ્ઞાન ૧૧. પુનર્જન્મ ૧૧૩. સંજ્ઞાઓ ૧૧૪. કષાય ૧૧૫. પાંચ સમવાય ૧૧૬. પ્રમાણ ૧૧૭. નય ૧૧૮. સ્યાદવાદ ૧૧૯. સંલેખના ૧૨૦. સમ્યકત્વ ૧ર૧. જ્ઞાન ૧૨. ધ્યાન ૧૨૩. નવપદ અને રત્નત્રયી ૧૨૪. સમિતિ-ગુપ્તિ , ૧૨૫. ૧૬ ભાવનાઓ ૧૨૬. અધ્યાત્મારોહણ [૧૪ ગુણસ્થાનકો ૧૨૭. જેન સાહિત્ય ૧૨૮. શ્રી તત્વાર્થસૂત્ર [પ્રતિનિધિ જૈન ગ્રંથ ૧૨૯. જૈન જયોતિર્ધરો મહાપુરુષો ૧૩૦. મુખ્ય જૈન સંપ્રદાયો. ૧૩૧. માહિતિ-ગ્રંથનિર્દેશ ૧૧૧ ૧૧ર ૧૧૨ ૧૧૪ ૧૧૬ ૧૧૭ ૧૧૯ ૧૨૧ ૧૨ ૧૨૩ ૧૨૪ ૧૨૭ ૧૨૮ ૧૩૩ ૧૩૬ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૬ Page #12 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ નમો અરિહંતાણં. નમો સિદ્ધાણં. નમો આયરિયાણં. નમો ઉવજ્ઝાયાણં. નમો લોએ સવ્વસાહૂણં. એસો પંચ નમુક્કારો. સવ્વ પાવપ્પણાસણો. મંગલાણં ચ સવ્વેર્સિ, પઢમં હવઇ મંગલં અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ. આચાર્ય ભગવંતોને નમસ્કાર થાઓ. ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ ભગવંતોને કરેલો નમસ્કાર તમામ પાપોનો નાશ કરનાર છે અને સઘળા ય મંગલોમાં સર્વોત્તમ મંગલ છે. જૈનોની આ નિત્ય પ્રાર્થના છે. આ લોકના, પરલોકના અને મોક્ષના સુખને આપનાર આ મહામંત્ર છે. જૈન માત્ર આ નવકાર મંત્રનું રટણ કરે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ર ધર્મ એટલે શું? ન ધર્મને સાચી રીતે, સારી રીતે સમજી લેવાની જરૂર છે. કારણ કે ધર્મની બાબતમાં વધારેમાં વધારે ખોટી ધારણાઓ કે માન્યતાઓના જાળાં વરસોથી રચાઇ ગયા છે. ધર્મ ન તો સંપ્રદાયનું રૂપ છે... ન કોઈ પંથ-પોથી કે પયગંબરની પોતાની મિલ્કત છે... ન કોઈ નાતજાત કે વિશેષ વર્ગ માટે આરક્ષિત વ્યવસ્થા છે. ધર્મ ક્યારેય કોઇ વ્યક્તિવિશેષ કે સમાજ-સમૂહથી અથવા તો સ્થાનવિશેષથી પૂર્ણરૂપેણ આબદ્ધ નથી. ધર્મ તો છે વ્યક્તિ કે વસ્તુનું મૂળભૂત રૂપ! ધર્મના અનેકવિધ અર્થ છે. તેની અનેકાનેક વ્યાખ્યા છે. શ્રમણ ભગવાન મહાવીરે ધર્મની વ્યાખ્યા આ શબ્દોમાં આપી છે : વત્યુ સહાવો ધમ્મો-વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે.' દા.ત., અગ્નિનો સ્વભાવ ઝાડવાનો છે. પાણીનો સ્વભાવ ઠંડક આપવાનો છે. એજ પ્રમાણે આત્માનો મૂળ સ્વભાવ છે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. ઃ ધર્મની સરળમાં સરળ વ્યાખ્યા આ છે : જીવનને ઉન્નત અને ઉજમાળ બનાવે, આત્માને શુદ્ધ અને બુદ્ધ બનાવે, તેવી આચારસંહિતા અને વિચારધારાનું એક નામ એટલે ધર્મ. જૈન ધર્મ એટલે શું? જૈનધર્મ બે શબ્દ છે : જૈન અને ધર્મ. વિષ્ણુના ભક્તો વૈષ્ણવ કહેવાય છે. શિવ-શંકરના ભક્તો શૈવ કહેવાય છે. બુદ્ધના ભક્તો બૌદ્ધ, ઇસુના ભક્તો ઇસાઇ/ખ્રિસ્તી હેવાય છે, તે પ્રમાણે જેઓ શ્રી જિનેશ્વરના ભક્તો છે તેમને જૈન કહેવાય છે. જૈનો જે ધર્મની આરાધના કરે છે, તેને જૈન ધર્મ' કહેવાય છે. શ્રી જિનેશ્વર ભગવંતોએ જીવનને અજવાળવા, આત્માને શુદ્ધ અને બુદ્ધ બનાવવા જે આચાર-વિચારનું નિરૂપણ કર્યું તેને જૈન ધર્મ કહેવાય છે. આ સિવાય તે અન્ય નામોથી પણ ઓળખાય છે. આ પ્રમાણે : Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ સૂર આ ધર્મ: અરિહંતોનો ધર્મ ૪ અનેકાન્ત દર્શન : એકથી વધુ દષ્ટિકોણથી જોવા-વિચારવાની ચિંતનધારા. વીતરાગ ધર્મ: સગ અને ડેષ વિનાના પરમાત્માનો ધર્મ. જિનની ઓળખ જૈન ધર્મના આદ્ય પ્રરૂપક છે, જિન. જિન એટલે વિજેતા. માનવ જીવનનું ચરમ અને પરમ લક્ષ્ય/ધ્યેય છે મોક્ષ. મોક્ષની સાધનામાં રાગ અને દ્વેષ પ્રચંડ બાધક અને અવરોધક છે. આત્માને અનંતીવાર જનમ-મરણની ઘમ્મર ઘૂમરડીમાં ઘુમાવતા આ બે-રાગ અને દ્વેષ ભયંકર આંતરિક શત્રુઓ છે. રાગ અને દ્વેષ વ્યક્તિ વિશેષ નથી. તે બંને મનોભાવ છે. વિચાર અને વૃત્તિ છે. અંતર સાથે તેનો સંબંધ હોવાથી તેને આંતરિક કહ્યા છે. રાગના વિચાર અને દ્વેષના વિચાર આત્માને દૂષિત અને દોષિત બનાવે છે. શત્રુનું તે કામ કરતા હોવાથી તેને શત્રુ ગણવામાં આવ્યા છે. કામ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે પણ આંતરિક શત્રુઓ છે. પરંતુ એ બધા જ શત્રુઓ રાગ અને દ્વેષનો વંશ-વિસ્તાર છે. આ બધા જ આંતરિક શત્રુઓ પર જેમણે સંપૂર્ણ અને સર્વથા વિજય મેળવ્યો છે, તેમને “જિન” કહેવાય છે. તે અન્ય નામોથી પણ ઓળખાય છે. આ પ્રમાણે * અરિહંત : આંતરિક શત્રુઓને હણનાર. ક અહઃ પૂજ્યાતિપૂજ્ય. 3; વીતરાગ રાગ અને દ્વેષથી રહિત. ફક સર્વજ્ઞ : તમામ પદાર્થ અને પર્યાયને, વિચાર અને વૃત્તિને જાણનાર કેવળજ્ઞાની. પરમેષ્ઠિ: પરમપદ મોક્ષને ઉપલબ્ધ. Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ** સર્વદર્શી : તમામ પદાર્થ અને પર્યાયને, વિચાર અને વૃત્તિને જોનાર કેવળદર્શી ܡ જિનેશ્વરોએ સ્વયં જીવીને આત્મસાધનાનો જે માર્ગ બતાવ્યો, તે માર્ગ આત્મસાધકો માટે આરાધ્ય ધર્મ બની ગયો. જિનો જિનેશ્ર્વરોએ એ ધર્મની પ્રરૂપણા કરી, તેથી તેનું નામ પડયું જિન ધર્મ. જિનેશ્વરોના ભક્તો અને અનુયાયીઓ તેમના ધર્મનું પાલન કરે છે, એથી તે આજ જૈન ધર્મ'ના નામે પ્રચલિત અને પ્રતિષ્ઠિત છે. આ ધર્મનું આરાધન અને પાલન હર કોઇ કરી શકે છે. જ્ઞાતિ, જાતિ, ધર્મ, પંથ, દેશ, વેષનું તેમાં કોઇ બંધન નથી. તેની સાધનાનાં દ્વાર સૌ માટે સદાય ખુલ્લાં રહે છે. * જૈન ધર્મનો વિકાસક્રમ જૈનધર્મ વિશ્વના તમામ ધર્મોમાં એકદમ સ્વતંત્ર અને અલગ તરી આવે છે... જૈનધર્મ પાસે પોતાની મૌલિક વિચારધારા છે.... મૌલિક તત્ત્વજ્ઞાન છે... ઉછી, ઉધારાનું નહીં ! વરસો જુની પરંપરામાં સાયેલી, સચવાયેલી આચાર, વ્યવસ્થા છે. આ ધર્મની નિરાળી વિચાર-વ્યવસ્થા છે. સમજણ છે.,અનેકાન્તવાદની એક એવી અનોખી દૃષ્ટિ છે કે જેના માધ્યમથી વિશ્વના પ્રત્યેક પદાર્થને તદ્દન નવા જ છતાંયે બિલકુલ સાચા આયામમાં જોઇ-જાણી શકાય છે ! જૈન ધર્મના પ્રારંભની કોઇ ચોક્કસ તિથિ કે તારીખ નથી. તેના આદ્ય પ્રવર્તક તરીકે કોઇ એક વિશેષ વિભૂતિ પણ નથી. કાળનું મૂળ કહી શકાય તો જૈન ધર્મનું મૂળ બતાવી શકાય. જૈન ધર્મ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. કાળની અપેક્ષાએ જે સામુહિક પરિવર્તન થાય છે, તેને ક્ર્મ-વિનાશવાદ કે ક્રમ-વિકાસવાદ કહે છે. કાળના પરિવર્તન સાથે ક્યારેક ચડતી થાય છે, ક્યારેક પડતી થાય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ * કાળનો વિભાગ ચડતી અને પડતી, વિકાસ અને વિનાશની અપેક્ષાએ કાળના બે મુખ્ય ભાગ છે ઃ ૧. અવસર્પિણી અને ૨. ઉત્સર્પિણી.. અવસર્પિણી કાળ એટલે પડતીનો કાળ. આ કાળમાં આયુષ્ય, શરીર, બળ, સુખ વગેરેની ક્રમશઃ પડતી થાય છે. ઉત્સર્પિણી કાળ એટલે ચડતીનો કાળ. શરીર, બળ, સુખ વગેરેની ક્રમશઃ ચડતી થાય છે. આ કાળમાં આયુષ્ય, આ ચડતી-પડતી સમુહની અપેક્ષાએ થાય છે, વ્યક્તિની અપેક્ષાએ નહિ. અવસર્પિણી કાળ ચરમ કક્ષાએ પહોંચે છે ત્યારે ઉત્સર્પિણી કાળનો પ્રારંભ થાય છે. અને ઉત્સર્પિણી કાળનો અંત એ અવસર્પિણી કાળનો પ્રારંભ છે. આ કાળચક્ર (Wheel of Time) ક્મશઃ ઘૂમતું રહે છે. * ‘આરા’ની વ્યવસ્થા ઉપર્યુક્ત કાળચક્રના દરેકના છ છ ભાગ ખંડ હોય છે. તેને આરા' કહે છે ૧. એકદમ સુખદ [સુષમ સુષમા કાળ] ૨. સુખદ [સુષમા કાળ] ૩. સુખદ-દુઃખદ [સુષમ-ષમા કાળ ૪. દુઃખદસુખદ [દુષમ-સુષમા કાળ] ૫. દુઃખદ [દુષમ કાળ] ૬. દુઃખદ જ દુઃખદ [દુષમ-ષમા કાળ] આજે આપણે સૌ અવસર્પિણી-પડતી-કાળના દુઃખદ નામના પાંચમા કાળખંડ/આામાં જીવી રહ્યા છીએ. * તીર્થ અને તીર્થંકર. જૈનોના પૂજ્ય, શ્રદ્ધેય, આસધ્ય અને દેવાધિદેવ તીર્થંકર છે. તીર્થંકર એટલે તીર્થની સ્થાપના કરનાર તીર્થનો વિશિષ્ટ અર્થ છે. સંઘ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ સંયુક્ત ચારને સંઘ કહે છે. આ Page #17 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ચારેયની સાધના-માર્ગની વ્યવસ્થાનું નિર્માણ કરનાર તીર્થકર કહેવાય છે. તીર્થંકર જ્યારે દેહભાવથી મુક્ત બની જાય છે, વિદેહ બને છે, મોક્ષમાં ચાલ્યા જાય છે ત્યાર બાદ ફરી એમનો આત્મા સંસારમાં આવીને દેહ ધારણ નથી કરતો કે અવતરતો નથી. જૈન ધર્મ અવતારવાદનો નમ્રતાપૂર્વક ઈન્કાર કરે છે. પણ આ જ સંસારના અન્ય વિશિષ્ટ આત્માઓ સાધના-આત્મસાધના કરીને તીર્થંકર પદ સુધી પહોંચે છે. તીર્થકર બને છે. એકવાર આત્મા કર્મોના બંધનથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયા પછી ફરી કયારેય કર્મોથી બંધાઈ ના શકે. માટે ન તો એ સંસારી બને કે ન સંસારમાં ફરી આવે. દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં ર૪-૨૪ તીર્થંકર થાય છે. આ કાળચક્રમાં ર૪ તીર્થક્સે થયા છે. શ્રી ઋષભદેવે સર્વપ્રથમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આ અવસર્પિણી કાળના તે પ્રથમ તીર્થંકર છે. વર્તમાન કાળચના ચરમ-ચોવીસમા તીર્થંકરનું નામ છે. શ્રમણ ભગવાન મહાવીર ચોવીસેય તીર્થકરોએ પોતપોતાના સમયમાં તીર્થની સ્થાપના કરી અને ધર્મ-સાધના માટે સુરેખ અને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિક-આ ચારે માટેની આચાર-સંહિતાનું તેમજ અનેકાન્તમયી વિચારધારાનું નિરૂપણ અને પ્રતિપાદન કર્યું જૈન ધર્મનું મૌલિક રૂપ- સ્વરૂપ ભગવાન શ્રી ઋષભદેવથી માંડીને ભગવાન શ્રી મહાવીર સુધી એક સરખું રહ્યું છે. ધર્મનું અંતિમ સાધ્ય મુક્તિ/મોક્ષનિર્વાણ છે. મુક્તિ પ્રાપ્ત કરવાના સાધન છે : અહિંસા, સત્ય ઇત્યાદિનું આચરણ આ આચરણમાં માતાભેદ જરૂર થયો છેપરંતુ સ્વરૂપ ભેદ કોઈપણ તીર્થકરના કાળમાં થયો નથી. ભગવાન શ્રી ઋષભદેવે શાશ્વત સત્યનો જે ઉપદેશ આપ્યો તે જ ઉપદેશ શ્રમણ ભગવાન મહાવીર આપ્યો. તીર્થકરોનો આ સનાતન સત્યનો ઉપદેશ વિવિધ સમયે નિર્ગસ્થપ્રવચન, જિન-વાણી, આહંત ધર્મ, વીતરાગ ધર્મ અને જૈન ધર્મ વગેરે નામાભિધાન પામ્યો. તીર્થંકર ઉપદિષ્ટ ધર્મ આજે જૈન ધર્મ નામે લોક વિખ્યાત છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ભગવાન મહાવીર આ અવસર્પિણી કાળના અંતિમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરના ગૌતમ બુદ્ધ, સોક્રેટીસ, લાઓત્સ, કયુસ આદિ દાર્શનિકો મકાલીન હતા. ભગવાન મહાવીરનો જન્મ ભારતીય તિથિ મુજબ ચૈત્ર સુદ તેરસના રોજ સોમવારે, દિનાંક ર૭મી માર્ચ ૫૯ ઈ.સ. પૂર્વે, આજના બહાર રાજયના ક્ષત્રિય કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ બને માતાનું નામ ત્રિશલા હતું. તેમનું સંસારી નામ વર્ધમાન હતું. 20 વરસની ઉમરે તેમણે ઘરસંસાર અને રાજપાટનો ત્યાગ કરીને કારતક ૧દ ૧૦ના સોમવારે, દિનાંક ૨૯ ડિસેમ્બર ૫૯ ઈ.સ. પૂર્વે દીક્ષા લીધી. સાડા બારની વરસની ઉગ્ર આત્માસાધનાના ફળ સ્વરૂપે તેમને વૈશાખ સુદ ૧૦ ના રવિવારે દિનાંક ૨૩ મી એપ્રિલ પપ૭ ઈ.પૂર્વે કેવળજ્ઞાનપરિપૂર્ણ જ્ઞાન ઉપલબ્ધ થયું. તે કેવળજ્ઞાની અને વીતરાગ બન્યા. કેવળજ્ઞાન પ્રાપ્તિના બીજે દિવસે વૈશાખ સુદ ૧૧ ના રોજ સોમવારે ૨૪ મી એપ્રિલ ૧૫૭ ઈ.પૂર્વે ધર્મતીર્થના-ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આમ કરીને તેમણે સમસ્ત વિશ્વને આત્મ-સાધનાનો બહુઆયામી અને પ્રશસ્ત રાહ બતાવ્યો. એ સંઘવ્યસ્થા આજે પણ ચાલુ છે. આસો વદ અમાસના રોજ મંગળવારે દિનાંક ૧૫ મી ઓકટોબર પર૭ ઈ. પૂર્વે ભગવાન મહાવીર મહાનિર્વાણ પામ્યા. સિદ્ધ, બુદ્ધ અને સકળ કર્મબંધનોથી સર્વથા મુક્ત થયા. જ સાધનાનો રાજમાર્ગ શ્રી જિનેશ્વર ભગવંતોએ બતાવેલ સાધનામાર્ગ વ્યકિતની શકિત. અને ક્ષમતાની અપેક્ષાએ બે ભાગમાં વિભકત છે. એક છે સાધુ બનીને સંપૂર્ણપણે આત્મસાધના કરવાનો માર્ગ. બીજો છે, ગૃહસ્થ જીવનમાં રહીને યથાશકય આત્મસાધના કરવાનો માર્ગ. પ્રથમ માર્ગને સર્વવિરતિ [સાધુ ધર્મ કહે છે. બીજા માર્ગને દેશવિરતિ [ગૃહસ્થ ધર્મ કહે છે. સર્વવિરતિ એટલે તમામ પ્રકારના પાપોનો મન, વચન અને Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ કાયાથી સદાય, સર્વત્ર અને સર્વથા ત્યાગ. પાપ પોતે તો કરવાનું નહિ જ બીજા પાસે કરાવવાનું નહિ અને બીજો કોઇ પાપ કરતો હોય તો તેનું સમર્થન પણ કરવાનું નહિ. દેશવિરતિ એટલે પાપોનો મર્યાદિત, શકિત પ્રમાણે ત્યાગ. અહીં ધર્મ એટલે ચોકકસ આચારસંહિતા. સાધુ અને સાધ્વી માટે સાધનાની આચાર-સંહિતા એટલે સર્વવિરતિ ધર્મ. શ્રાવક અને શ્રાવિકા માટે સાધનાની આચારસંહિતા એટલે દેશવિરતિ ધર્મ. ગૃહસ્થ અને સાધુ માટે ધર્મ સાધનાની ભૂમિકા દ્વારા આ બે ભેદ કરવામાં આવ્યા છે. * સર્વવિરતિ ધર્મ [સાધુ ધર્મ સ્ત્રી કે પુરુષ ઘરસંસારનો ત્યાગ કરીને જૈન ધર્મની દીક્ષા લે છે ત્યારે એ પુરુષ સાધુ, શ્રમણ કે મુનિ ક્લેવાય છે. અને સ્ત્રી દીક્ષા લે છે ત્યારે તેને સાધ્વી, શ્રમણી કે આર્યા કહેવાય છે. જૈન સાધુ કે જૈન સાધ્વી બનવા માટે પાંચ મહાવ્રત [વિશિષ્ટ પાંચ પ્રતિજ્ઞાઓ] અંગીકાર કરવાં અનિવાર્ય હોય છે. * પાંચ મહાવ્રત ૧. પ્રાણાતિપાત વિરમણ [અહિંસા] ૨. મૃષાવાદ વિરમણ [સત્ય] ૩. અદત્તાદાન વિરમણ [અચાર્ય-ચોરીનો ત્યાગ] ૪. મૈથુન વિરમણ [બ્રહ્મચર્ય ૫. પરિગ્રહ વિરમણ [અપરિગ્રહ] મુમુક્ષ દીક્ષા લેતા સમયે આ મહાવ્રતોને અંગીકાર કરતાં કહે છેઃ હે ભગવંત! હું સર્વપ્રકારની હિંસાનો ત્યાગ કરવાનો નિયમ લઉ છું. હું સર્વ પ્રકારના અસત્યનો ત્યાગ કરવાનો નિયમ લઉ છું. હું તમામ પ્રકારની ચોરી નહિ કરવાનો નિયમ લઉં છું. હું તમામ પ્રકારના ભોગોનો ત્યાગ કરવાનો નિયમ લઉં છું. હું બધા જ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરવાનો નિયમ લઉં છું.' Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ હે ભગવંત! હું મનથી, વચનથી કે કાયાથી હિંસા, અસત્ય, ચોરી, ભોગવિલાસ તેમજ પરિગ્રહનું સેવન જાતે કરીશ નહિ, બીજા પાસે કરાવીશ નહિ, તેવું જે કોઇ કરતું હશે તેનું સમર્થન પણ કરીશ નહિ. હે ભગવંત! આ પાંચેય મહાવ્રતનું આજીવન પાલન કરવાની હું પ્રતિજ્ઞા લઉં છું. આ પાંચ મહાવ્રતનો સ્વીકાર કરનાર પુરુષને સાધુ-શ્રમણ-મુનિ કહે છે અને સ્ત્રીને સાધ્વી-શ્રમણી-આર્યા કહે છે. જૈન સાધુ-સાધ્વીએ આ પાંચ મહાવ્રતનું કડક પાલન કરવાનું હોય છે. * જૈન સાધુ-સાધ્વી ક્યારે પણ કોઇ જીવની હિંસા નથી કરતા, નથી કરાવતા અને હિંસાના કૃત્યોની અનુમોદના પણ કરતા નથી. કોઇ પણ જીવને દુઃખ ન પહોંચે તેવી ઢબે તેઓ પોતાનું જીવન જીવે છે. 4 ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેઓ જઠું નથી બોલતાં. હસી-મજાકમાં, ડરથી, લાલચથી, ગુસ્સાથી કે છળકપટથી પણ અસત્ય બોલતા નથી. * માલિકની મંજુરી વિના તણખલું કે સળી સુદ્ધાં પણ નથી લેતાં. - બ્રહ્મચર્ય-વ્રતના પાલન માટે તેમને નાના-મોટાં એક થી વધુ નિયમોનું ચોકસાઇ અને ચુસ્તતાથી પાલન કરવાનું હોય છે. સાધુઓ માટે સ્ત્રીનો સ્પર્શ અને સાધ્વી માટે પુરૂષનો સ્પર્શ ત્યાજય છે. નાનો બાબો હોય કે નાની બેબી હોય, પણ તેમના માટે વિજાતીય સ્પર્શનો નિષેધ છે. મનની વૃત્તિ અને વિકારોને દેખીતી રીતે ઓળખી શકાતા નથી. વિજાતીય સ્પર્શ પાછળ લોલુપ વૃત્તિ હોય પણ ખરી અને ન પણ હોય. વિજાતીય સ્પર્શમાં એ વૃત્તિને સંકોરવાની પૂરી સંભાવના રહેલી છે. આથી મનોવિજ્ઞાનને લક્ષ્યમાં રાખીને નાની વયના બાબા-બેબીના સ્પર્શની પણ મનાઈ મૂકવામાં આવી છે. અજાણતા એવો સ્પર્શ થઇ જાય તો એના માટે એમણે પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. આ સખ્તાઇભર્યા નિયમો પાછળ ચંચળ મનને જરીયે છૂટ નહી આપવાનું લક્ષ્ય રહેલું છે. મનને જો જરીક છૂટ આપી તો પછી એ વધુને વધુ છૂટછાટ લેશે. આમ મર્યાદાને ઓળંગી જશે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈનધર્મ - જૈન સાધુ-સાધ્વીઓ આત્માસાધના માટે અનિવાર્ય જરૂર જેટલાં જ વસ્ત્ર અને પાત્ર રાખે છે. પાસે પૈસા રાખતા નથી. સ્થાવર કે જંગમ કોઈપણ પ્રકારની મિલ્કત તેઓ રાખતા નથી.. પાંચ મહાવ્રત ઉપરાંત અન્ય કેટલીક વિશિષ્ટ જીવનચર્યા અને નિયમોથી જૈન સાધુ-સાધ્વીઓ અન્ય ધર્મ-સંપ્રદાયના સાધુ-સાધ્વીઓથી અલગ અને આગવાં તરી આવે છે. કેટલીક મુખ્ય વિશિખાઓ આ પ્રમાણે છેઃ # વિશિષ્ટ નિયમો જૈન સાધુ-સાધ્વી સૂર્યાસ્ત થયા પછી ન તો પાણી પીએ છે, ન તો ભોજન લે છે. સવારે ઊઠીને તરત પણ ભોજન-પાણી લેતાં નથી. સૂર્યોદય થયા પછી અડતાલીસ મિનિટ વીતી ગયા બાદ જ પાણી કે ભોજન લે છે. જીવનભર તેઓ રાત્રિભોજનનો ત્યાગ કરે છે. રાતે પાણી પણ પીતા નથી. જ ગોચરી [ભિક્ષાચર્યા કે જૈન સાધુ-સાધ્વી ખાવા-પીવા માટે પોતે રાંધતા નથી, બીજા પાસે રંધાવતા પણ નથી. ભોજન-પાણી માટે તેઓ ઘરે ઘરે જઈને ભિક્ષા લે છે. ગાય જેમ ઠેક ઠેકાણે ફરીને ચારો ચરે છે. તેમ તેઓ એકથી વધુ ઘરેથી ભિક્ષા લે છે. આથી તેમની ભિક્ષાને ગોચરી કહે છે. છે જૈન સાધુ-સાધ્વીઓ દરેક ઘરેથી થોડાક પ્રમાણમાં જ ભિક્ષા લે છે. આ ભિક્ષા પણ તેઓ ઠેઠ રસોડામાં કે રસોઈ મૂકવાના સ્થળ પાસે જઇને ગ્રહણ કરે છે. આમ કરવાનો હેતુ આ છે કે એક જ ઘરેથી જોઈતી બધી ભોજન-સામગ્રી ગ્રહણ કરે તો સામી વ્યકિતને નવેસરથી રસોઈ બનાવવાનો વારો આવે. આમ પોતાના નિમિત્તે સામી વ્યકિતને ચૂલો સળગાવવા વગેરેની જીવહિંસા કરવી પડે. પોતે કોઈના પાપના નિમિત્ત ન બને તેથી તેઓ દરેક ઘરેથી થોડાક પ્રમાણમાં ભિક્ષા ગ્રહણ કરે છે. તેઓ ઘરની બહાર ઉભા રહીને ભિક્ષા નથી લેતા પણ જયાં રસોઈ બનતી હોય Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૧૧ કે પડી હોય ત્યાં સુધી જઈને સ્વયં નિરીક્ષણ કરીને ભિક્ષા ગ્રહણ કરે છે, જેથી પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે. વળી એઓ આપનારની ઈચ્છા ઉપરાંત પણ નથી લેતાં. દરેક ઘરમાંથી શું ખાન-પાન લેવાં? કેટલાં લેવાં? કયારે લેવાં? વગેરેની તેમના માટે એક ચોકકસ પ્રકારની આચાર સંહિતા છે. ગોચરી લેવા જતા સમયે ૪ર અને ગોચરી કરતા સમયે ૫-એમ કુલ ૭ બાબતોની તેમને સાવધાની-કાળજી રાખવાની હોય છે. આ ગોચરી તેઓ લાકડાના બનેલાં પાત્રમાં લે છે અને તેમાં જ તેઓ ભોજન-પાણી કરે છે. કાષ્ઠ-પાત્રને “પાત કહેવાય છે. તેઓ હંમેશા જીવનભર ઉકાળેલા પાણીનો ઉપયોગ કરે છે. કાચું પાણી કદી વાપરતાં નથી. કે એનો સ્પર્શ પણ કરતાં નથી. કે કેટલાક સાધુ-સાધ્વીઓ તો વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરતા હોય છે. કેટલાક તો દિવસોના દિવસો સુધી, મહિના મહિનાના પણ ઉપવાસ કે આયંબિલ આદિ તપ કરતા હોય છે. મસાલા-મિષ્ટાન્ન વિનાનું લુખ્ખ-સુકું એક ટંકનું ભોજન કરતા હોય છે. એવા એક ટૂંકી ભોજનને આયંબિલ' કહે છે. તેઓ દિવસમાં એકવાર એક જ સ્થાને બેસીને ભોજન કરે છે. આજે પણ આવા લાગલગાટ મહિનાઓ સુધી આયંબિલ કરનારા સાધુ સાધ્વીજી મોટી સંખ્યામાં છે. જ જીવનયાત્રા જૈન સાધુ-સાધ્વી માથે છત્ર કે છત્રી નથી રાખતા. તેમનું માથું અને પગ ઉઘાડા હોય છે. બૂટ-ચંપલ કયારેય પહેરતાં નથી. કોઈપણ પ્રકાસ્નો વાહનનો ઉપયોગ કરતા નથી. એક સ્થળેથી બીજા સ્થળે તેઓ ઊઘાડા પગે જ ચાલીને જાય છે. ઉનાળો હોય કે શિયાળો, રસ્તો સરળ, હોય કે કાંટાળો પણ જીવનભર તેઓ પદયાત્રા કરતા જ પ્રવાસ કરે છે. તેમના પ્રવાસને વિહાર કહે છે. કે ચોમાસાના ચાર મહિના ભારતીય પંચાંગ પ્રમાણે અષાઢ સુદ ૧૪થી કારતક સુદ ૧૪ સુધી એક સ્થાને સ્થિરવાસ કરે છે. ચોમાસામાં Page #23 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ કયાંય વિહાર કરતા નથી. બાકીના આઠ મહિના તેઓ ધર્મોપદેશ આપતા ગામાનુગામ વિહાર કરે છે. - જૈન સાધુ-સાધ્વી દીક્ષા લીધા પછી એમના શાસ્ત્રીય નિયમ પ્રમાણે જાતે કે હજામ પાસે વાળ કપાવતા નથી કે દાઢી કરાવતા નથી. વરસમાં બે વખત અથવા એક વખત અચૂક, પર્યુષણ પર્વની પૂર્વ સંધ્યાએ પોતાના માથાના અને દાઢીના વાળ પોતાના હાથથી ખેંચી કાઢે છે અથવા બીજાઓ પાસે ખેચી કઢાવે છે. આ ક્રિયાને ‘કેશલંચન' કે લોચ' કહેવાય છે. જૈન સાધ્વીઓ પણ વરસમાં એકવાર કે બે વાર પોતાના માથાના વાળનો ‘લોચ’ કરે છે અથવા કરાવે છે. ૧૨ * જૈન સાધુ-સાધ્વી સિલાઈ વિનાના શ્વેત વસ્ત્રો પહેરે છે. [કેટલાક પીળાં વસ્ત્રો પણ પહેરે છે.] ચોલપટ્ટક, પાંગરણી, કપડો, કામળી વગેરે તેમનાં પહેરવાનાં વસ્ત્રો છે. આસન, સંથારો, ઉત્તરપટ્ટો વગેરે તેમનાં પાથરવાનાં વસ્ત્રો તરીકે ઓળખાય છે. ♦ જૈન સાધુ-સાધ્વી સ્થાનમાં હોય કે સ્થાનની બહાર હોય, વિહારમાં હોય કે સ્થિરવાસમાં હોય, તેઓ હરહંમેશ પોતાની પાસે ઓઘો (રજોહરણ) અને મુહપત્તિ [ચોકકસ માપનો કપડાનો ટૂકડો] રાખે છે. સ્થાન બહાર જવાનું હોય ત્યારે ઓધો અને મુહપત્તિ ઉપરાંત એક દાંડો પણ રાખે છે. આ ત્રણેય જૈન સાધુ-સાધ્વીને ઓળખવાનાં ચિહ્નો છે. ♦ જૈન સાધુ-સાધ્વી જયાં રહે છે એ સ્થાનને ઉપાશ્રય કે પાષધશાળા કહે છે. પોતાની આચારસંહિતાનું સુપેરે પાલન થઇ શકતું હોય તેવા, ઉપાશ્રય સિવાયના અન્ય સ્થળે પણ તેઓ રહી શકે છે, રહે છે. સૂર્યાસ્ત થયા પછી અપવાદ પ્રસંગ સિવાય ઉપાશ્રયની બહાર તેઓ જતા નથી. → પોતાની પાસે આવનાર સહુ કોઇને નાત, જાત, પંથ, રંગ, વેષ, લિંગભેદ વિના ધર્મલાભ’ શબ્દ બોલીને આશીર્વાદ આપે છે. ‘ધર્મલાભ’ એટલે ‘તમને ધર્મની પ્રાપ્તિ થાઓ. તમે ધર્મનું આરાધન કરો’. શ્રદ્ધાળુ ભકતજનોના મસ્તકે વાસક્ષેપ (ચંદનનું અભિમંત્રિત સુગંધી ચૂર્ણ) નાંખીને નિત્થારગ પારગાહોહ’નો આશીર્વાદ આપે છે. એટલે કે Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ તમે સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિથી મુકત બનો.' * તેઓ વાર્તાલાપ, પ્રવચન, જ્ઞાનગોષ્ઠિ, સંસ્કારશિબિર આદિ માધ્યમોથી સહુ કોઇને સમ્યક્ જીવન જીવવાનું, ધર્મમય જીવન જીવવાનું માર્ગદર્શન આપે છે. * જૈન સાધુ-સાધ્વીજીનું સમગ્ર જીવન આત્માભિમુખ હોય છે. પોતાના આત્માને ઉન્નત અને ઉજમાળ કરવા, આત્માને શુદ્ધ અને બુદ્ધ કરવા તેઓ સજાગપણે પ્રયત્નશીલ રહે છે. આ માટે રોજની તેમની નિશ્ચિત યિાઓ છે. ૧૩ * પ્રતિક્રમણ [થઇ ગયેલા પાપોનું પ્રાયશ્ચિત્ત] * પડિલેહણ વપરાશમાં આવતા વસ્ત્ર-પાત્રનું ઝીણવટભર્યું અવલોકન] આ બે નિત્ય ક્રિયાઓ ઉપરાંત પરમાત્મ-દર્શન, વંદન, પોતાના ગુરૂજનોની સેવા, સ્વાધ્યાય, ધ્યાન, અધ્યયન-અધ્યાપન વગેરે પણ કરતા હોય છે. ♦ જૈન સાધુ-સાધ્વી બિમારીના પ્રસંગે ન છૂટકે સારવાર કરાવે છે. સહન થાય ત્યાં સુધી તો બિમારીની વેદનાને પ્રસન્ન ચિત્તે સહન કરી લે છે. પરંતુ વેદના અસહ્ય બનતાં મન એકદમ અસ્વસ્થ બની જાય, આત્મસાધના વિચલિત બને તેવા પ્રસંગે અહિંસક દવાઓનો ઉપયોગ કરે છે. કોઇ બિમારીમાં ઓપરેશન કરાવવાની અનિવાર્ય જરૂર ઊભી થાય ત્યારે ઓપરેશન કરાવે છે. પરંતુ સ્વસ્થ થયા બાદ તેનું પ્રાયશ્ચિત કરી લે છે. • જૈન સાધુ-સાધ્વી સ્વાશ્રયી હોય છે. પોતાનાં વસ્ત્રો પોતે જ ધુએ છે. વિહારમાં પોતાનો સામાન મોટે ભાગે પોતે જ ઉચકી લે છે. વસ્ત્રો ધોવામાં ઉકાળેલા પાણીનો જ ઉપયોગ કરે છે. અલબત્ત, સાબુ વગેરેનો ઉપયોગ કરે છે પણ એ માટેય એમના કેટલાક વિશેષ નિયમો હોય છે. એઓ ક્યારેય સ્નાન વગેરે પણ કરતા નથી. કારણ કે એમને નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. શરીરને સજાવવું-શ્રૃંગારવું કે Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈનધર્મ દેહભાવમાં આસક્ત બનવું એમની સાધના માટે અવરોધક નીવડે છે. જૈન સાધુ-સાધ્વી અરસપર્સ મળે છે ત્યારે “મFણ વંદામિ’ કહી એકબીજાનું અભિવાદન કરે છે. “મથએણ વંદામિ' એટલે હું આપને પ્રણામ કરું છું.' શ સ્થાપનાચાર્યજી - જૈન સાધુ-સાધ્વી પોતાની તમામ ધર્મપ્રક્રિયાઓ સ્થાપનાચાર્યજીની સમક્ષ કરતા હોય છે. શંખના નીચેના ભાગને વિશેષ આકૃતિ આપીને એમાં વિધિવત્ મંત્રોચ્ચારપૂર્વક પંચપરમેષ્ઠિ ભગવંતોની સ્થાપના કરવામાં આવે છે. એને પ્રતિષ્ઠિત કરાય છે. ત્યારબાદ રૂમાલ લપેટીને ચંદનની ૪ દાંડીઓના બનેલા એક વિશેષ સ્ટેન્ડ (ઠવણી પર એને રાખવામાં આવે છે. આને ભગવાન અથવા સ્થાપનાચાર્યજીના નામે ઓળખાય છે. પ્રવચન વગેરેમાં આ સ્થાપનાચાર્યજીને સામે રાખવામાં આવે છે. દરેક સાધુ-સાધ્વીના સમૂહમાં આનું હોવું અનિવાર્ય મનાયું છે. જયારે કેટલાક ઉપાશ્રયોમાં પણ આ રાખવામાં આવે છે. જે પદ-પ્રદાન જૈન સાધુ સાધ્વી નિરંતર સંયમ-સાધનામાં રત રહે છે. તપ-ત્યાગની સાથે જ્ઞાન-ધ્યાનમાં પ્રવૃત રહે છે. આ બધી સાધનામાં તેઓ સાધનાની વિવિધ ઊંચાઈઓ સર કરે છે. ત્યારે તેમના ગુરુભગવંતો શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ તેમને યોગ્યતા અનુસાર વિવિધ પદવીઓ પ્રદાન કરે છે. આજકાલ જે પદવી પ્રદાન કરાય છે તે ક્રમશઃ આ પ્રમાણે છેઃ પન્યાસ અને ગણિપદ વિશિષ્ટ અધ્યયન સાધના અને ઉપાસનાથી વ્યકિતત્વ વધુ વિમળ અને ગંભીર બને છે ત્યારે સાધુને આ પદ આપવામાં આવે છે. આ પદ પ્રાપ્તિ માટે જૈન આગમોનું તલસ્પર્શી જ્ઞાન હોવું અનિવાર્ય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ગણિપદ માટે ભગવતી સૂત્ર'નું યોગોહન [વિધિપૂર્વક તપયુકત શાનસાધના અને પંન્યાસ પદ માટે તમામ ૪૫ આગમોનું અધ્યયન જરૂરી છે. ઉપાધ્યાય પદ ૧૫ સાધુ અને સાધ્વીંગણને અભ્યાસ કરાવવામાં જે સક્ષમ હોય છે, એ માટે જેમણે આગમો અને શાસ્ત્રોનું તલસ્પર્શી અધ્યયન કર્યું હોય છે તેવા મુનિને આ પદ અર્પણ કરાય છે. દીક્ષિત જીવનના અમુક વરસો બાદ યોગ્ય અને અધિકારી મુનિને જ આ પદ અપાય છે. * આચાર્ય પદ શ્રમણ જીવનનું આ સૌથી સર્વોચ્ચ અને ખૂબ જ જવાબદારી ભર્યું પદ છે. સમસ્ત સંઘ, સમુદાય અને શાસનના યોગક્ષેમની જવાબદારી આચાર્યે સંભાળવાની હોય છે. આ પદ મેળવતા અગાઉ સઘળાં જૈન આગમોનું ઊંડું અને તલસ્પર્શી જ્ઞાન મેળવવું જરૂરી હોય છે. ષદર્શનનો અભ્યાસ પણ હોવો જરૂરી હોય છે. ધૈર્ય, ગંભીરતા, પ્રવચનશૈલી, મંત્રવિદ્યાસિદ્ધિ આદિ ગુણો પણ હોવા જરૂરી છે. ખૂબ જ યોગ્ય મુનિને આ પદવી અર્પણ કરાય છે. આ બધી પદવીઓ પ્રાપ્ત કરવા પૂર્વે મહિનાના મહિનાઓ સુધી વિશિષ્ટ અને નિયત યૌગિક ક્રિયાઓ, આયંબિલ આદિ તપ સાથે કરવાની હોય છે. આવી સાધનાને યોગોહન કહે છે. * સાધ્વીગણ માટે પદ તપ,ત્યાગ, સંયમ, જ્ઞાન-સાધના આદિમાં જે વિશિષ્ટ અને વિલક્ષણ હોય છે તેમજ શાસન પ્રત્યે ખૂબ જ નિષ્ઠાવાન અને જવાબદાર હોય તેવા સાધ્વીજીને ‘મહત્તરા’ ‘ પ્રવર્તિની’ જેવાં પદ અર્પણ કરાય છે. પરંતુ આજકાલ આવાં પદ-પ્રદાનનું પ્રચલન નહિવત્ છે. આ વિશિષ્ટ પદો ઉપરાંત સેવા અને વિશિષ્ટ કાર્યલક્ષી પદવીઓ Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ પણ આપવામાં આવે છે. નોંધપાત્ર સેવાઓ અને સિદ્ધિઓના ઉપલક્ષ્યમાં આપતી પદવીઓ માટે કોઇ પૈાગિક ક્રિયા કરવાની નથી ોતી. એ બધી. પદવીઓ સંબંધિત સાધુ-સાધ્વીની શક્તિઓના અભિનંદન અને અભિવાદન માટે હોય છે. ૧૬ જૈન સાધુ-સાધ્વીની આચારસંહિતાનું પાલન કરવું એ તલવારની ધાર પર ચાલવા બરાબર છે. એ જીવન જીવવાનું દરેક માટે શક્ય નથી હોતું.એ જીવન જીવવાની શકિત અને ક્ષમતા ન આવે ત્યાં સુધી શ્રમણ ભગવાન મહાવીરે દેશવિરતિ ધર્મ [ગૃહસ્થ ધર્મ]નું યથાશકય પાલન કરવાનું ફરમાન કર્યું છે. * દેશવિરતિ ધર્મ [ગૃહસ્થ ધર્મ] જિનેશ્વર-ભગવંતોના જીવન અને કવન પ્રત્યે જેમને પ્રેમ અને આદર છે, જિનેશ્વરોએ ઉપદેશેલ મુકિતમાર્ગે ચાલવા માટે જેમના હૈયે રસ અને રૂચિ છે, તેમજ એ માર્ગે જીવવાનો જેઓ યથાશકય નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે છે, તેમને ‘શ્રાવક’ અને ‘શ્રાવિકા’ કહે છે. સાધુ અને સાધ્વીની જેમ શ્રાવક અને શ્રાવિકા જીવનભર માટે હિંસા, અસત્ય, ચોરી, ભોગવિલાસ અને પરિગ્રહનો સંપૂર્ણ ત્યાગ કરવા માટે સમર્થ નથી હોતાં. ઘરસંસાર ચલાવવા માટે અને ધંધો-રોજગાર કરવા માટે આ પાંચેય મહાવ્રતોનું સર્વથા પાલન શકય જ નથી. આથી જિનેશ્વર ભગવંતોએ તેમના માટે દેશિવરત ધર્મ'નું પાલન કરવાનું સૂચવ્યું છે. દેશવિરતિ એટલે પાપપ્રવૃત્તિઓનો મર્યાદિત ત્યાગ. * શ્રાવકજીવનનાં બાર વ્રત તીર્થંકર પરમાત્માએ શ્રાવકના બાર વ્રતોનું નિરૂપણ કરીને રાષ્ટ્રીય ચારિત્ર્યનો, સામાજિક સ્વાસ્થ્યનો તેમજ આત્મોત્થાનનો એક સુરેખ નકશો દોરી આપ્યો છે. વ્યકિતનું ચારિત્ર્ય જેટલું શ્રેષ્ઠ હશે તેટલું જ સામાજીક અને રાષ્ટ્રીય ચારિત્ર્ય શ્રેષ્ઠ રહેવાનું . ચારિત્ર્યની શ્રેષ્ઠતા માટે શ્રી જિનેશ્ર્વર Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ભગવંતોએ બાર વ્રત અને તે દરેક વ્રતની અતિચારમંડિત વિલક્ષણ આચારસંહિતા ઘડી આપી છે. આ આચારસંહિતા પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતની બનેલી છે. હિંસા, અસત્ય, ચોરી, ભોગવિલાસ અને પરિગ્રહ આ પાંચ પાપ, પાપની દ્રષ્ટિએ નિતાન્ત પાપ છે. કારણની દ્રષ્ટિએ તે બે પ્રકારના છે. ૧. કારણવશાત્ કરાતા પા૫ અને ૨. અકારણ કરાતા પાપ. જૈન સાધુ-સાધ્વી આ પાંચેય પાપ કોઈ પણ કારણે કરતા નથી, કરાવતા નથી, કરે તેને સમર્થન આપતા નથી. આથી આ પાપના ત્યાગને તેમના મહાવ્રત કહેવાય છે. જયારે ગૃહસ્થોને કારણવશાત્ જાણ્યું કે અજાણ્ય, મને કે કમને એ પાપ કરવા પડે છે. તેવા સંજોગોમાં મુકિતમાર્ગે ગતિ-પ્રગતિ કરવામાં અકારણ કરાતાં પાપોનો ત્યાગ કરવાનાં વ્રત લે છે. આથી તેમના વતને સ્થૂલ વ્રત કહ્યાં છે. તેને “અણુવત' પણ કહે છે. શ્રાવક અને શ્રાવિકા માટેના બાર વ્રતો ત્રણ ભાગમાં વિભકત છેઃ કે અણુવ્રતઃ મૂિળભૂત નાના વ્રતો-નિયમો કે ગુણવતઃ [મૂળભૂત વ્રતોને બળ આપનાર ગુણરૂપ વ્રતો કે શિક્ષાવતઃ [સંસારમાં સાધુજીવનની ઝાંખી કરાવતા અભ્યાસમૂલક વ્રતો અણુવ્રત પાંચ, ગુણવ્રત ત્રણ અને શિક્ષાવ્રત ચાર છે. આ વ્રતો દ્વારા ગૃહસ્થોએ શું ન કરવું જોઈએ તેની વિશદ્ છણાવટ કરવામાં આવી આ દરેક વ્રતના પાંચ-પાંચ અતિચાર છે. અતિચાર એટલે ભૂલ-શરતચૂક. ગૃહસ્થોએ બાર વ્રતના પાલનની સાથોસાથ દરેક વ્રતના અતિચારનો પણ ત્યાગ કરવાનો છે. હવે પાંચ અણુવ્રત અને તેના અતિચાર બતાવાય છેઃ For Private.& Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ કે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત કોઈ પણ નાનાં-મોડ્યું જીવની ઇરાદાપૂર્વક તેમજ બિનજરૂરી હિંસા ન કરવાનો નિયમ. ક અતિચાર ૧. કોઈપણ જીવાત્માને કોઈપણ પ્રકારે બાંધવો. ૨. તેને મારવો-પીટવો. ૩. તેનાં અંગોપાંગને છોલવાંકાપવાં. ૪. જીવાત્માની શકિતથી વિશેષ ભાર તેમની પાસે ઉપડાવવો. ૫. તેમને ભૂખ્યા-તરસ્યાં સખવાં. પ્રથમ અણુવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. વક સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત કોઈપણ પ્રસંગે તેમજ કોઈપણ નિમિત્તે ઇરાદાપૂર્વક તેમજ બિનજરૂરી જાડું-અસત્ય નહિ બોલવાનો નિયમ. ફક અતિચાર ૧. કોઈપણ આધાર કે સાબિતી વિના કોઈના પર આળ મૂકવું, આક્ષેપ કરવો. ૨. બે જણાને ખાનગી વાત કરતાં જોઈ જાણીને તેમના પર દોષારોપણ કરવું ૩. પોતાના અંગત માણસોની ખાનગી વાત જાહેર કરી દેવી. ૪. ખોટી સલાહનશિખામણ આપવી. ૫. ખોટા દસ્તાવેજ કરવા, બે નંબરના ચોપડા લખવા. બીજા અણુવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. કે સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રત ઈરાદાપૂર્વક તેમજ બિનજરૂરી રીતે કોઈની, કોઈ વસ્તુ નહિ Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ચોરવાનો નિયમ. ફક અતિચાર ૧. ચોરીનો માલ ખરીદવો. ૨. ચોરી કરવી-કરાવવી. ૩. રાજયના આયાત-નિકાસ તેમજ જકાત આદિ નિયમોનો ભંગ કરવો, દાણચોરી કરવી. ૪. ખોટાં તોલમાપ રાખવાં. ૫. ભેળસેળ કરવી. કે સ્થૂલ મૈથુનવિરમણ વ્રત ત્રીજા અણુવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. પરસ્ત્રી તેમજ પરપુરુષ સાથે જાતીય સંબંધ નહિ રાખવાનો નિયમ. કામોત્તેજક વાર્તાલાપ, વાંચન, ચિત્રદર્શન આદિ નિમિત્તોનો ત્યાગ કરવાનો નિયમ. - અતિચાર ૧. કુંવારી, અપરિણીતા તેમજ વિધવા સ્ત્રી સાથે સ્ત્રીએ કુંવારા, પરિણીત તેમજ વિધુર પુરુષ સાથે) વિષયભોગ ભોગવવા. ૨. રખાત રાખવી, વેશ્યાગમન કરવું [સ્ત્રીએ પુરુષ રાખવો, પુરુષ-વેશ્યાગમન કરવું ૩. બીજાઓ સાથે કે સામે કામોત્તેજક ચેષ્ટાઓ કે હાવભાવ કરવા. ૪. પોતાના સંતાનો સિવાય અન્યના સંતાનોના વિવાહ, લગ્ન આદિ કરાવવા. ૫. મર્યાદહીન સાજ-શણગાર કરવા, કામોત્તેજક દવાઓ લેવી. ચોથા અણુવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦. જૈનધર્મ સ્થૂલ પરિગ્રહપરિમાણ વ્રત ચીજ-વસ્તુઓના સંગ્રહ અને વપરાશની મર્યાદા અને પ્રમાણ બાંધવાનો નિયમ. ૧. ધન અને ધાન્ય નિયમ કરતાં વધુ રાખવા. ૨. ખેતર, મકાન જમીન વગેરે નિયમથી વધુ સખવા. ૩. જર-ઝવેરાત નિયમથી વધુ રાખવા. ૪. ઘરવખરીનો સામાન નિયમથી વધુ રાખવો. ૫. નોકર-ચાકર, પશુપંખીઓ નિયમથી વધુ રાખવાં. પાંચમા અણુવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. હવે ત્રણ ગુણવ્રત અને તેના અતિચાર બતાવવામાં આવે છે. કદિપરિમાણ વ્રત જવા-આવવાના અર્થાત હરવા-ફરવા, પ્રવાસ-પર્યટન વગેરે માટેના વિસ્તાર અને દૂરવની મર્યાદા બાંધવાનો નિયમ. અતિચાર ૧. વિમાની પ્રવાસની મર્યાદાનું ઉલ્લંઘન. ૨. દરિયાઈ સફર્ની મર્યાદાનું ઉલ્લંઘન, ભેંયરામાં કે કુવામાં જવાની મર્યાદાનું ઉલ્લંઘન. ૩. આગળ-પાછળ, આજુ-બાજુની દિશામાં જવાની મર્યાદાનું ઉલ્લંઘન. ૪. ઉપર-નીચે તેમજ ચારેય દિશામાં જવાની મર્યાદાનું ઉલ્લંઘન કરી વધુ આગળ જવું. ૫. હરફેરની પ્રમાણ-મર્યાદા ભૂલીને આગળ ચાલ્યા જવું. પ્રથમ ગુણવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ભોગોપભોગ વિરમણ વ્રત આ ગુણવ્રતમાં બે શબ્દ છે. ભોગ અને ઉપભોગ. ભોગ એટલે કે ચીજ-વસ્તુનો ઉપયોગ એક જ વખત કરી શકાય તે ભોગ. દા.ત. અનાજ, પાણી વગેરે. ઉપભોગ એટલે જે ચીજ-વસ્તુ એકથી વધુ વખત વારંવાર ઉપયોગ કરી શકાય તે દાત. અલંકાર, કપડાં વગેરે. ભોગ અને ઉપભોગ બંનેનું પ્રમાણ નક્કી કરવાનો નિયમ. * અતિચાર ૧. સજીવ વનસ્પતિનો આહાર કરવો [દારૂ અને માંસાહાર ૨. સજીવ વસ્તુને સાથે લાગેલ અજીવ પદાર્થોનો આહાર કરવો. અિભક્ષ્ય ભક્ષણ ૩. ચણીબોર, જાંબુ જેવાં તુચ્છ ફળો ખાવાં. ૪. રાંધ્યા વિનાનાં કાચાં શાકભાજી ખાવાં. ૫. કાચો-પાકો આહાર કરવો. બીજા ગુણવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. કે અનર્થદંડ વિરમણ વ્રત જે કાર્યો અને વ્યવહાર ન કરવાથી જીવનમાં ચાલે તેમ હોય તેવાં બિનજરૂરી ફાલતુ કાર્યો અને વ્યવહાર ત્યાગ કરવાનો નિયમ. ર અતિચાર ૧. વૃત્તિ અને વિકારોને ઉત્તેજે અને ઉશ્કેરે તેવું વાંચવું-જોવું. ૨. શરીરની વિવિધ ને વિચિત્ર ચેષ્ટાઓ દ્વારા હસવું-હસાવવું મજાક કરવી, ચાળા પાડવા. ૩. બિનજરૂરી બડબડ કરવું, ટોળટપ્પાં કરવાં, લબાડી હાંકવી. ૪. હિંસા કરવા માટે સાધનો અને શસ્ત્રો સુસજ્જ રાખવાં. ૫. ભોગોપભોગની વસ્તુઓનો જરૂરિયાતથી વધુ સંગ્રહ કરવો. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ત્રીજા ગુણવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. આ વ્રતના અન્તર્ગત પંદર પ્રકારના કર્માદાનનો પણ શ્રાવક-શ્રાવિકાએ ત્યાગ કરવાનો છે. કર્માદાન એટલે જે કાર્યો કરવાથી કર્મ બંધાય તેવા ધંધા-રોજગાર. ૧. અંગાર કર્મ: જેમાં અગ્નિનો વધુ ઉપયોગ થતો હોય તેવા ધંધા-રોજગાર. દા.ત. ઈંટો બનાવવાનો ધંધો, સાબુ બનાવવાનું કારખાનું, દીવાસળી, ફટાકડા બનાવવાનાં કારખાનાં, રસાયણો, ક્ષાર ભસ્મ વગેરે બનાવવાના ધંધા. જૈનધર્મ ૨. વનકર્મ: જેમાં વનસ્પિતિનું છેદન-ભેદન મુખ્ય હોય તેવા ધંધા- રોજગાર. દા.ત.જંગલો કપાવવા, ફળની છાલો-ગુંદર વેચવાનો ધંધો, ઘાસના બીડ રાખવાનો ધંધો વગેરે. ૩. શકટ કર્મ: ગાડાં, ટાંગાં, મોટરો, સ્કુટરો, મેટાડોર, બસ, સાયકલ વગેરે વાહનો બનાવવાનો, વેચવાનો કે ભાડે આપવાનો ધંધો. ૪. ભાટક કર્મ: વાહનો તેમજ જાનવરો ભાડે આપવાનો ધંધો. ૫. સ્ફેટક કર્મઃ તળાવ, કુવા, બોરિંગ, બોગદાં વગેરે ખોદી આપવાં, પથ્થરો ફોડાવવા વગેરે ખોદકામના ધંધા. ૬. દંત વાણિજ્ય: હાથી દાંતનો વેપાર. કસ્તુરીનો વેપાર, પશુ-પંખીઓનાં ચામડાં અને પીછાંનો વેપાર. ૭. લાક્ષા-વાણિજ્ય: ઘણા ત્રસ જીવોની હિંસા થાય તેવાં લાખ અને વિવિધિ ક્ષારોનો વેપાર, દા.ત. લાખ, સાબુ, સાજીખાર વગેરે બનાવવાનો ધંધો. ૮. રસ-વાણિજ્યઃ મધ, માખણ, દારૂ, ઘી, તેલ વગેરેનો ધંધો. ૯. કેશ-વાણિજ્ય: માણસ તેમજ પશુ-પંખીઓના વાળ અને રુંવાટીનો વેપાર અથવા સ્ત્રી-પુરુષને વેચવાનો [લોહીનો વેપાર] તેમજ ઢોરઢાંખર વેચવાનો વેપાર. ૧૦. વિષ-વાણિજ્ય: વિવિધ પ્રકારનાં ઝેર અને ઝેરી પદાર્થો તેમજ હિંસક શસ્ત્રો બનાવવાનો અને વેચવાનો વેપાર. ૧૧. યંત્ર-પીલણ કર્મ: વિવિધ પ્રકારના યંત્રો ચલાવવાનો, Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વેચવાનો કે ભાડે આપવાનો વેપાર. ૧૨. નિર્ધાંછન કર્મ: પશુ-પંખીઓ તેમજ માણસોના અવયવો વીંધવાનો તેમજ તેમને નપુંસક બનાવવાનો ધંધો. ૧૩. દવ-ધનવ કર્મ: દુશ્મનાવટથી કે ધંધા નિમિત્તે જંગલો કે ઘરોને અથવા અન્ય માલ-મિલ્કતને આગ લગાડવાનો ધંધો. ૧૪. લ-શોષણ કર્મઃ તળાવ, નદી, કુવા, નહેર વગેરે જળાશયોને ખાલી કરાવી આપવાનો ધંધો. ૧૫. અસતીપોષણ કર્મ: આજીવિકા માટે કુટણખાના [વેશ્યાલય] ચલાવવા, પશુ-પંખીઓ રાખીને તેમની પાસે ખેલ-તમાશા કરાવવા, માંસ-ઈંડા આદિનો વેપાર. હવે ચાર શિક્ષાવ્રત અને તેના અતિચાર બતાવવામાં આવે છે. * સામાયિક વ્રત ઘરસંસાર ચલાવતા આત્મસાધક શ્રાવકે ઉપર્યુકત પંદર પ્રકારના વ્યવસાયનો ત્યાગ કરવાનો હોય છે. 33 ૧. મનથી સંકલ્પ-વિલ્પ કરવા, ખરાબ વિચાર કરવા. ૨. વાણીથી અસત્ય, અપ્રિય, કે અયોગ્ય બોલવું. ૩. શરીરથી અનુચિત ને નિંઘ પ્રવૃત્તિ કરવી. ૪. સામાયિકની સમય-મર્યાદા ભુલી જવી. ૫. અવિધિથી સામાયિક લેવું-પાળવું. પ્રથમ શિક્ષાવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. ૩ અડતાલીસ મિનિટ સુધી મન, વચન અને કાયાથી થતાં પાપોનો ત્યાગ કરીને, નિર્દોષ ને નિર્મળ એક આસને બેસીને સ્વાધ્યાય, ધ્યાન, જપ આદિ કરવાનું વ્રત/અનુષ્ઠાન. * અતિચાર ૨. દેશાવગાસિક વ્રત પ્રથમનાં આઠ વ્રત આજીવન પર્યન્તના છે. પરંતુ એ વ્રતોમાં Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ રાખેલી છૂટછાટોને એક દિવસથી માંડી વધુ દિવસ માટે નિયંત્રિત કે મર્યાદિત કરવાનું વ્રત. અથવા, અડતાલીસ મિનિટથી વધુ સમય માટે પાપની વૃત્તિ અને પ્રવૃત્તિનો ત્યાગ કરીને એક નિર્દોષ આસને બેસીને સ્વાધ્યાય, ધ્યાન, જપ આદિ કરવાનું વ્રત. * અતિચાર ૨૪ ૧. સંદેશા કે ઇશારાથી મર્યાદિત ક્ષેત્રની બહારથી કોઇ ચીજ-વસ્તુ મંગાવવી. ૨. મર્યાદિત ક્ષેત્રની બહાર કોઇ માણસ દ્વારા કંઇ બહાર મોકલવું. ૩. ખોખારા આદિ ચેષ્ટા/હાવભાવથી પોતાના મનોભાવ જણાવવા. ૪. ડોકિયાં કરીને કે ઇશારા કરીને મર્યાદિત ક્ષેત્રની બહાર પોતાના મનની વાત જણાવવી. ૫. ચીજ-વસ્તુ ફેંકીને ઇશાસ કરવા, સંકેત કરવો. બીજા શિક્ષાવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. * ૩. પૌષધોપવાસ વ્રત જે ક્રિયા કરવાથી આત્મસાધનાને પુષ્ટિ અને પ્રોત્સાહન મળે તેને ‘પાષધ’ કહે છે. ઉપવાસ એટલે આત્મચિંતન સાથે આખો દિવસ નિરાહાર રહેવું. સાંસારિક કાર્યો અને વ્યવહારોથી નિવૃત્ત થઇને ૧૨ કે ૨૪ ક્લાક માટે કે તેથી વધુ દિવસો માટે પ્રતિજ્ઞાપૂર્વક કેટલીક વિશિષ્ટ ક્રિયાઓ કરવાનું વ્રત. * અતિચાર ૧. સાધનાના સ્થળ, પહેરવાના-વાપરવાના વસ્ત્રોનું આંખો વડે બરાબર નિરીક્ષણ ન કરવું અથવા બેદરકારી પૂર્વક નિરીક્ષણ કરવું. ૨. હેવાના સ્થળ અને કામળી આદિ વસ્તુઓનું ચરવળા Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વગેરેથી પ્રમાર્જન ન કરવું અથવા બેદરકારીથી પ્રમાર્જન કરવું. ૩. આવવા જવાનો રસ્તો અને એ જગ્યાનું પ્રમાર્જનનિરીક્ષણ ન કરવું અથવા બેદરકારીપૂર્વક પ્રમાજન કરવું. ૪. મળ-મૂત્ર વિસર્જનની જગ્યાનું નિરીક્ષણ ન કરવું અથવા બેદરકારીપૂર્વક નિરીક્ષણ કરવું. ૫. વિધિપૂર્વક પૌષધ ન કરવો અથવા અવિધિથી પૌષધ કરવો. ત્રીજા શિક્ષાવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. * ૪. અતિથિસંવિભાગ વ્રત સાધુ-સાધ્વીઓને તેમજ સાધર્મિકોને યથાશય આહાર-પાણી તેમજ જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓ પ્રમ અને આદરપૂર્વક નિરપેક્ષ અને નિઃસ્વાર્થભાવે આપવાનું વ્રત. * અતિચાર ૧. સાધુ-સાધ્વી અને સુપાત્રને આપવા યોગ્ય આહારાદિ પર સજીવ વનસ્પતિ આદિ મૂકા [જેથી તેઓ તેનો સ્વીકાર ન કરે.] ૨. આહારાદિને સચિત્ત વસ્તુથી ઢાંકી દેવા. ૩. ‘આ વસ્તુ બીજાની છે.’ એમ કહેવું. ૪. ભિક્ષાનો સમય વીતી ગયા બાદ ભિક્ષા માટે નિમંત્રણ આપવું. ૨૫ ૫. છણકો કરીને, કમને અથવા ઇર્ષ્યાથી આપવું. ત્રીજા શિક્ષાવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. નાત, જાત, પંથ, રંગ, દેશ આદિના ભેદભાવ વિના કોઇપણ સ્ત્રી કે પુરુષ આ બાર વ્રતો યાવજજીવ કે અમુક સમય મર્યાદા માટે લઇ શકે છે. ** ચૌદ નિયમો ગૃહસ્થ જીવનને સાદું, સરળ અને સંયમી બનાવવા માટે Page #37 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ જૈનધર્મમાં જે આચારમર્યાદા બતાવી છે તેમાં ચૈાદ નિયમોના પાલનનું પણ મહત્વપૂર્ણ સ્થાન છે. એ નિયમો આ પ્રમાણે છે: ૧. સચિત્ત: જીવવાળા દ્રવ્યો-પદાર્થોના વપરાશ અને ઉપયોગની મર્યાદા બાંધવી. ૨૬ ૨. દ્રવ્ય: ખાદ્ય વસ્તુઓની સંખ્યા નક્કી કરવી. ૩. વિગઇઃ દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલા પદાર્થ- આ છ દ્રવ્યોનું નિયમન કરવું. ૪. વાણહ: બૂટ-ચંપલ વગેરે પગરખાં પહેરવાની સંખ્યા નિયત કરવી. ૫. તંબોલઃ પાન-સોપારી વગેરે મુખવાસની સંખ્યા નક્કી કરવી. ૬. વસ્ત્ર: પહેરવા-ઓઢવાનાં વસ્ત્રોની મર્યાદા બાંધવી. ૭. પુષ્પઃ ફૂલ-ફૂલમાળાની સંખ્યા બાંધવી. ૮. વાહન: વાહનના વપરાશની સંખ્યા નક્કી કરવીં. ૯. શયનઃ સુવાના સાધનોની સંખ્યા નિશ્ચિત કરવી. ૧૦. વિલેપન: શ્રૃંગારના સાધનોની મર્યાદા બાંધવી. ૧૧. બ્રહ્મચર્ય: જાતીય વ્યવહારનું નિયમન કરવું. ૧૨. દિશા: આવાગમનના અંતર અને દિશાનું નિયમન કરવું. ૧૩. સ્નાન: નહાવા-ધોવાનું નિયમન કરવું. ૧૪, ભોજન-પાણી: જમવાના ટૂંક તથા પાણીના વપરાશની મર્યાદા બાંધવી. * છ આવશ્યક આવશ્યક એટલે અચૂક કરવા યોગ્ય કર્તવ્ય કે આરાધના. આત્મશુદ્ધિ માટે અચૂક કરવા યોગ્યક્રિયાને આવશ્યક કહે છે. શ્રાવક-શ્રાવિકાએ દિવસ દરમિયાન છ આવશ્યક પણ કરવાના હોય છે. તે આ પ્રમાણેઃ Page #38 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૧ સામાયિક પાપની વૃત્તિ, વિચાર અને ક્રિયાનો ત્યાગ કરીને નિષ્ઠાપૂર્વક ધર્મધ્યાન કરવાની, આત્મચિંતન કરવાની ક્રિયાને સામાયિક કહે છે. જે ક્રિયાથી સમભાવ અને સમતાનો વિકાસ થાય તેને સામાયિક કહે છે. શરીરથી શુદ્ધ થઈને, શુદ્ધ અને સ્વેત વસ્ત્ર પહેરીને કટાસણું ગિરમ વસ્ત્રનું આસન પાથરી, પાસે ચરવાળો [ઊનના રેસાવાળું એક પ્રકારનું સાધન અને હાથમાં મુહપત્તિ બિત્રીસ આંગળનો સમચોરસ સફેદ કાપડનો ટૂકડો] રાખીને, અડતાલીસ મિનિટ સુધી સ્વસ્થપણે બેસીને સ્વાધ્યાય, ધ્યાન, જપ વગેરે કરવાં. આ પ્રકારે વિધિપૂર્વક સામયિક કરવાથી આત્માને શાંતિ અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. દિવસમાં એકવાર સામાયિક અવશ્ય કરવું જોઈએ. ૨. ચતુર્વિશતિ સ્તવન ચોવીસ તીર્થંકરોનો નામજપ, તેમનું ગુણ-કીર્તન તેમજ તેમના સ્વરૂપનાં ધ્યાનને “વંદનક' કહે છે. અર્થાત્ જિનમંદિરે જઈને તીર્થંકર પરમાત્માની પૂજા-ભકિત કરવી. ૧. રોજ સવારે દેરાસરમાં જઈને શ્રી વીતરાગ ભગવંતનાં દર્શન કરવાં. ભકિતભર્યા હૈયે અને કંઠે તેમની સ્તુતિ કરવી. - ૨. રોજ પ્રભુ-પ્રતિમાજીની વિધિપૂર્વક પૂજા કરવી. જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેધ, ફળ વગેથી અપ્રકારી પૂજા કરવી. ૩. દરરોજ સાંજે દેશસરમાં જઈને પરમાત્મા સમક્ષ આરતી અને મંગળદીવો કરવાં. આરતી કરવાથી અંતરનો અવસાદ-વિષાદ દૂર થઈ જાય છે. ૩. વંદનક પૂજય સાધુ-સાધ્વી આદિ ગુરૂજનોનો વિધિપૂર્વક વિનય કરવો. તેમનું બહુમાન કરવું. ઉલ્લસિત હૈયે તેમને વંદન કરવું. આત્મસાધનામાં Page #39 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ સહાયક જરૂરી ચીજ-વસ્તુઓ આપવી. વસ્ત્ર-પાત્ર અને આહાર-પાણી આદિ આપીને તેમની ભકિત કરવી. તેમની સેવા-સુશ્રુષા કરવી. તેમના પાસેથી ધર્મોપદેશ સાંભળવો અને આત્મસાધના માટે માર્ગદર્શન મેળવવું. ૨૮ ૪. પ્રતિક્રમણ દિવસ કે રાત દરમિયાન જાણતાં કે અજાણતાં જે કંઇ ભૂલો થઈ હોય, પાપનું સેવન થયું હોય તેની નિંદા આલોચના કરવી અને બાહ્ય વૃત્તિ અને પ્રવૃત્તિમાં પરોવાયેલા આત્માને ભીતર પરમાત્મા તરફ વાળવો ને સ્થિર કરવો. આમ પાપથી પાછા હટવાની ક્રિયાને પ્રતિક્રમણ કહે છે. ૧. સવારમાં કરાતા પ્રતિક્રમણને રાત્રિક પ્રતિક્રમણ, ૨. સાંજે કરાતા પ્રતિક્રમણને દૈવસિક પ્રતિક્રમણ, ૩. પંદર દિવસે કરાતા પ્રતિક્રમણને પાક્ષિક પ્રતિક્રમણ, ૪. ચાર મહિને કરાતા પ્રતિક્રમણને ચોમાસી પ્રતિક્રમણ, ૫. અને દર વરસે સંવત્સરીના દિવસે કરાતા પ્રતિક્રમણને સંવત્સરી પ્રતિક્રમણ કહે છે. ૫. કાયોત્સર્ગ શરીરને સુસ્થિર કરીને એકાગ્ર ચિત્તે, મૈાનપણે આત્માનું ધ્યાન ધરવું તેને કાયોત્સર્ગ કહે છે. દેહની આસકિત અને મમત્વ છોડવા માટે, દેહભાવના દ્વંદ્વોમાંથી મુકત થઇને આત્મભાવમાં સ્થિર થવા માટે કાયોત્સર્ગ ધ્યાન ઉપયોગી અને અવશ્યકરણીય છે. દરરોજ નિયત સ્થાને અને નિયત સમયે, અમુક સમય માટે કાયોત્સર્ગ કરવો જોઇએ. આ ઉપરાંત જાતજાતની આંતર- બાહ્ય આફ્તો અને મુશ્કેલીઓ વચ્ચે મનોબળને મજબૂત બનાવવા, ટકાવી રાખવા માટે પણ કેટલાક વિશિષ્ટ કાયોત્સર્ગ બતાવવામા આવ્યા છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૬. પ્રત્યાખ્યાન કંઈક ત્યાગ કરવાનો નિયમ લેવો તેને પ્રત્યાખ્યાન કહે છે. પ્રત્યાખ્યાન માટે પચ્ચકખાણ” શબ્દ વપરાય છે. પ્રતિજ્ઞા દ્વારા જીવનને સંયમિત બનાવવું. વ્યકિતની શકિત અને ક્ષમતા, રસ અને રૂચિ તેમજ પરિસ્થિતિ અનુસાર પ્રત્યાખ્યાન-પ્રતિજ્ઞા કરી શકાય છે. આને પચ્ચકખાણ કરવું પણ કહેવાય છે. જ દયા અનુકંપા. દુઃખી જીવો પ્રત્યે દયા દાખવીને તેમનાં દુઃખોને દૂર કરવાનો પ્રયત્ન કરવો. જીવન-જરૂરિયાતવાળા માણસોને યથાશકય સહયોગ આપીને તેમના દુઃખો હળવાં કે દૂર કરવાં. પશુઓને ચારો નીરવો, પંખીઓને ચણ નાંખવી, પાણી પીવડાવવું. જીવદયા એ તો ઘર્મનો પાયો છે. દયાવિહોણો ધર્મ એ ધર્મ નથી. દયાવિહીન હૈયાની કઠોર ધરતી પર ધર્મનાં કોમળ ફૂલો ખીલવાં સંભવ નથી. ફક સ્વાધ્યાય દરરોજ સમયની અનુકુળતા મુજબ ધર્મગ્રન્થોનું વાંચન કરવું. ધર્મના તત્વો પર ચિંતન-મનન કરવું. પોતાના આત્માની ઓળખ થાય, આત્મા વિમળ અને વિશુદ્ધ બને, જીવન ઉર્ધ્વગામી થાય તેવાં પુસ્તકો, ગ્રન્થોનું વાંચન કરવું. અલબત્ત પુસ્તક કે ગ્રન્થોના સ્વાધ્યાયના માધ્યમથી ખરેખર તો આપણે સ્વ-અધ્યાય. આત્માને સમજવાની યાત્રા કરવાની ક પ્રાર્થના કે સવારની પ્રાર્થના દરરોજ સવારે ઊઠતાંની સાથે જ ઓછામાં ઓછા ૧ર અને વધુમાં વધુ ૧૦૮ નવકાર ગણવા જોઈએ . અને વિશ્વકલ્યાણની કામના માટે Page #41 -------------------------------------------------------------------------- ________________ 30 જૈનધર્મ નીચેની પ્રાર્થના કરીને દિવસની રોજિંદી પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવો જોઈએ: શિવમસ્તુ સર્વજગત; પરહિતનિરતા ભવનું ભૂતગણા: દોષા: પ્રયાજુ નાશ; સર્વત્ર સુખીભવતુ લોક સમસ્ત વિશ્વનું કલ્યાણ થાઓ! બધા જીવો કલ્યાણમાં પ્રવૃત્ત બનો! બધાના ઘેષો દૂર થઈ જાઓ! સર્વે જીવો સુખી બનો! કે સાંજની પ્રાર્થના દરરોજ રાતે સૂતાં અગાઉ નવકાર મંત્રનું સ્મરણ કરવું જોઇએ. અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ-આ ચાર મંગળનું શરણ સ્વીકારવું જોઈએ. અને તમામ જીવોની ક્ષમા માગવી જોઈએ અને મૈત્રીભાવની બાંહેધરી આપવી જોઈએ. આમ સ્મરણ, શરણ અને ક્ષમા સાથે ઊંઘવું જોઇએ. આ ભાવનાઓને વણી લેતી સાયંકાલીન પ્રાર્થનાઓ આ મુજબ ચત્તાકર મંગલ. અરિહંતા મંગલે. સિદ્ધા મંગલ. સાહુ મંગલું. કેવલિપન્નતો ધખો મંગલ. ચાર મંગલરૂપ છે. અરિહંત મંગલરૂપ છે. સિદ્ધ મંગલરૂપ છે. સાધુ પુરુષ મંગલરૂપ છે. કેવલિપ્રરૂપિત ધર્મ મંગલરૂપ છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ચત્તારિ લોગુત્તમા. અરિહેતા લોગુત્તમા. સિદ્ધ લોગુત્તમા. સાહુ લોગુત્તમા. કેવલિપત્નત્તો ધખો લોગુત્તમો. લોકમાં ચાર ઉત્તમ છે. લોકમાં અરિહંત ઉત્તમ છે. લોકમાં સિદ્ધ ઉત્તમ છે. લોકમાં સાધુપુરુષ ઉત્તમ છે. લોકમાં કેવલિરૂપિત ધર્મ ઉત્તમ છે. ચારિ સરણે પવામિ. અરિહંતે સરણે પવશ્વામિ. સિદ્ધ સરણે પવન્જામિ. સાહૂ સરણે પવન્જામિ. કેવલિપન્નાં ધર્મો સરણે પવશ્વામિ. હું ચાર શરણનો સ્વીકાર કરું છું હું અરિહંતનું શરણ સ્વીકાર કરું છું. હું સિદ્ધોનું શરણ સ્વીકાર કરું છું. હું સાધુ પુરુષોનું શરણ સ્વીકાર કરું છું. હું કેવલિપ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકાર કરું છું. અરિહંતો મહદેવો, જાવજીવ સુસાહૂણો ગુણો; જિણપનાં તત્ત, ઈય સમ્મત્ત મએ ગહિય. જીવનના છેલ્લા શ્વાસ સુધી અરિહંત મારા દેવ છે. સુસાધુ પુરુષ મારા ગુરુ છે. જિનેશ્વરકથિત તત્ત્વોમાં મારી શ્રદ્ધા છે, - આ સમ્યત્વનો મેં સ્વીકાર કર્યો છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૨ * ક્ષમાયાચના ખામેમિ સવ્વજીવે, સવ્વ જીવા ખરંતુ મે; મિત્તી મે સવ્વભૂએસુ, વેરું મખ્ખું ન ણઇ. તમામ જીવોને હું માફ કરું છું. તમામ જીવો મને માફ કરે; તમામ જીવો સાથે મારે મૈત્રી છે, કોઇની પણ સાથે મને વૈર નથી. જાપ અને ધ્યાન દરરોજ નવકાર મંત્રનો તેમજ આત્માને વિશુદ્ધ અને વિબુદ્ધ બનાવતા વિશિષ્ઠ મંત્રોનો જાપ કરવો જોઇએ. તેમજ નિયમિત આત્મસ્વરૂપનું ધ્યાન ધરવું જોઇએ. ચિત્તની શાંતિ અને પ્રસન્નતા તેમજ સ્થિરતા માટે મંત્ર-જાપ અને આત્મધ્યાન ખૂબ જ સહાયક બને છે. જીવનમાં બાર વ્રતો, છ આવશ્યક, નિત્ય જાપ અને ધ્યાનને સમુચિત સ્થાન આપવાથી જ જૈનત્વ સાર્થક થાય છે. * અઢાર પાપસ્થાનક સ્થાનક એટલે ઘર. પાપના મુખ્ય અઢાર ઘર છે. માનવહૈયે એમાંથી એકાદ પણ પાપ પોતાનું ઘર માંડે છે, તો માણસનો આલોક-પરલોક બંને બગડે છે. આત્મસાધકે આ અઢાર પાપોનો ત્યાગ કરવાનો છે. અઢાર પાપ આ પ્રમાણે છે ઃ ૧. પ્રાણાતિપાત ૨. મૃષાવાદ ૩. અદત્તાદાન ૪. મૈથુન ૫. પરિગ્રહ જૈનધર્મ : હિંસા કરવી. : અસત્ય-જઠ બોલવું. : ચોરી કરવી : જાતીયજીવન ઃ વસ્તુ વ્યક્તિ અને વિચાર પ્રત્યે આસક્તિ મમતા રાખવા. Page #44 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૬. ક્રોધ : ગુસ્સો કરવો. ૭. માન : અભિમાનધિમંડ કરવો. ૮. માયા ફૂડ-કપટ કવાં, દંભ રાખવો. ૯. લોભ : લાલચુ બનવું. ૧૦. અગ : મમતાથી મૂઢ બનવું. ૧૧. ઠેષ : ઇર્ષા કરવી, કિન્નાખોરી રાખવી, ૧૨. કલહ : ઝગડો-કચવાટ કરવાં. ૧૩. અભ્યાખ્યાન : આક્ષેપ કરવો, આળ મૂકવું. ૧૪. પશુન્ય : ચાડી-ચુગલી કરવી. ૧૫. તિ-અરતિ :નાની નાની વાતમાં રાજી થવું. નારાજ થવું. ૧૬. પરપરિવાદ : નિંદા કરવી. ૧૭. માયા મૃષાવાદ : કપટ કરીને અક્વા ફેલાવવી. ૧૮. મિથ્યાત્વશલ્ય : સાચું જાણવાન્સમજવા છતાંય તેને સાચું માનવું નહિ. આત્મસાધકે આ બધાં પાપોથી બચવાનું છે. જેઓ આમાંથી એક કે એકથી વધુ પાપનું આચરણ કરે છે તે ખૂદ પોતાના હાથે જ દુર્ગતિની વસિયત લખે છે. વિશ્રાવકના એકવીસ ગુણ ધર્મની આરાધના-સાધના કરવા માટે કેટલીક જરૂરી યોગ્યતા પાત્રતા જૈનધર્મે બતાવી છે. યોગ્યતા વિના ધર્મની સાધનાનું જોઈએ તેવું ફળ પ્રાપ્ત થતું નથી. જૈન ધર્મમાં ધર્મની આરાધના કરવા માટે તેઓ જ યોગ્ય અને પાત્ર છે કે જેઓના જીવનમાં ર૧ ગુણો છે. તે આ પ્રમાણે છે: ૧. ગંભીરઃ ઉદાર અને વિશાળ હૈયું. ૨. રૂપઃ સ્વસ્થ, સ્કૂર્તિલું અને નિરોગી સ્વસ્થ શરીર ૩. સૌમ્ય : શાંત અને પ્રસન્ન સ્વભાવ ૪. લોકપ્રિય સમાજમાં આદરણીય અને શ્રદ્ધેય સ્થાન ૫. અક્રૂર દયાળુ. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૬. ભીરુ : પાપથી ડરનાર. ૭. અશઠ : સાલસ અને નિખાલસ. ૮. સુદાક્ષિણ્ય : પરગજુ. ૯. લજ્જાળુ : મર્યાદાશીલ. ૧૦. દયાળુ : દયા અને અનુકંપા રાખનાર, ૧૧. મધ્યસ્થ : તટસ્થ. ૧૨. ગુણાનુરાગી : બીજાના સદ્ગુણોનો પ્રશંસક. ૧૩. સક્શક : સત્ય, પ્રિય, હિત અને પરિમિત બોલનાર. ૧૪. સુદીર્ધદષ્ટિ : ભવિષ્યનો વિચાર કરીને પગલું ભરનાર. ૧૫. સુપક્ષયુક્ત : હમેશા સત્યના પક્ષે રહેનાર. ૧૬. વિશેષજ્ઞ : વસ્તુ અને પ્રસંગને અનેક દૃષ્ટિકોણથી સમજનાર અને મૂલવનાર. ૧૭. વૃદ્ધાનુગ ઃ સંત-સાધુઓ અને જ્ઞાનીજનોએ ચીંધેલા માર્ગે ચાલનાર. જૈનધર્મ ૧૮. વિનીત : વિનયી અને વિનમ્ર. ૧૯. કૃતજ્ઞ : ઉપકારીના ઉપકારને યાદ રાખનાર. ૨૦. પરહિતરત : સેવાપરાયણ, બીજાઓનું હિત કરનાર. ૨૧. લબ્ધલક્ષ્ય : નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા નિષ્ઠાવાન અને પ્રયત્નશીલ. * માર્ગાનુસારી ગુણો માણસનું મૂલ્ય અને માન તેના ચારિત્રી છે. ચાયિહીન માણસનું સમાજમાં કોઇ સ્થાન નથી. ચારિત્ર્યવાન વ્યક્તિ મોક્ષનો પંથ ઝડપથી પાર કરી શકે છે. આથી જૈન મહર્ષિઓએ ચારિત્ર્યના નિર્માણ માટે સુસ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. આ માટે તેઓએ ૩૫ ગુણો સૂચવ્યા છે. તે ગુણોના ધારણ અને વિકાસથી માણસ ચારિત્ર્યવાન બને છે. માણસને સજ્જન અને સદાચારી બનાવતા ૩૫ ગુણો આ પ્રમાણે છેઃ ૧. ન્યાયોપાર્જિત ધન : ન્યાય, નીતિ અને પ્રામાણિકતાથી આજીવિકા રળવી. Page #46 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૩પ ૨. ઉચિત વિવાહ : પોતાના કુળ-જાતિ, સંસ્કાર, સ્વભાવ, તેમજ ધર્મ વગેરેને સાનુકૂળ પાત્ર સાથે લગ્ન કરવાં. ૩. શિષ્ટપ્રશંસા : સજ્જન, સંસ્કારી, સદાચારી જનોના ગુણોનું અભિવાદન કરૂં પ્રશંસા કરવી. ૪. શત્રુત્યાગ : કોઈની પણ સાથે વૈરભાવ કે દુશ્મનાવટ કે કિન્નાખોરી ન રાખવાં. ૫. ઈન્દ્રિયવિજય : ઇન્દ્રિયોની વૃતિ અને પ્રવૃત્તિઓ પર સંયમ રાખવો. ૬, અનિષ્ટ સ્થાનત્યાગ: જાન-માલ જ્યાં ભયમાં મૂકાય, ધર્મસાધના જ્યાં ડહોળાય તેવા સ્થાનનો ત્યાગ કરવો. ૭. ઉચિત ગૃહ: ધર્મ સાધનામાં સહાયક થાય તેવા પાડોશ અને વાતાવરણવાળા વિસ્તારમાં ઘર રાખવું બનાવવું. ૮. પાપભય : નાનું-મોટું કોઇપણ પ્રકારનું પાપ કરતાં ડરવું, પાપથી બચવું. ૯. દેશાચારપાલન : સમાજ અને રાષ્ટ્રના ઉચિત વ્યવહારો, પ્રથાઓ વગેરેનું પાલન કરવું. ૧૦. લોકપ્રિયતા સત્કાર્યો અને સેવાભાવથી સહુ કોઈના દિલ જીતી લેવા. ૧૧. ઉચિત વ્યયઃ આવક અનુસાર ખર્ચ કરવો, દેવું કરવું નહિ. ૧૨. ઉચિત વ્યવહાર : સમય અને સંજોગો મુજબ વર્તન-વ્યવહાર રાખવાં. ૧૩. માતા-પિતા પૂજન : મા-બાપની સેવા કરવી. ૧૪. સત્સંગ : સંતો, સાધુઓ, સદાચારી વ્યક્તિઓ અને સજ્જનોની સોબત કરવી. ૧૫. કૃતજ્ઞતા : ઉપકારીના ઉપકારને યાદ રાખવા અને સમયે તેનો સમુચિત બદલો વાળી આપવા તત્પર રહેવું. ૧૬. અજીર્ણમાં ભોજનત્યાગ : પેટ બગડેલું હોય ત્યારે ખાવું Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ નહિ તેવા સમયે ઉપવાસ કરવો. ૧૭. ઉચિત ભોજન : તન, મન અને આત્માનું આરોગ્ય જળવાઈ રહે તેવું સાદું અને સાત્વિક ભોજન કરવું. ૧૮. જ્ઞાનીપૂજન : જ્ઞાનીજનોવિદ્વાનો, કલાકારોનું સન્માન કરવું, યથાયોગ્ય તેમને સહકાર આપવો. ૧૯. નિધાર્ય-ત્યાગ : લોકો નિંદા કરે, સમાજમાં આબરૂ જાય તેવાં અયોગ્ય કાર્યો ન કરવાં. ર૦. ભરણ-પોષણ : પોતાના આશ્રયે રહેલાં સ્વજનોની યથાયોગ્ય સારસંભાળ લેવી. ૨૧. દીર્ધદષ્ટિ : ભવિષ્યનાં પરિણામોનો વિચાર કરીને કોઈપણ કાર્ય કરવું. ૨૨. ધર્મશ્રવણ : જીવનને ઉન્નત અને ઉમદા બનાવે તેવી વાતો સાંભળવી, તેવું વાંચન કરવું. - ર૩. દયા: જીવ માત્ર પર કરુણા ચિતવવી અને તેમનાં દુઃખોને દૂર કે હળવા કરવા પ્રયત્નશીલ બનવું. ૨૪. બુદ્ધિઃ દરેક બાબતનો સમગ્રતયા વિચાર કરીને નિર્ણય અને અમલ કરવો. ૨૫. ગુણપક્ષપાત: ગુણાનુરાગી બનવું. ર૬. દુરાગ્રહ ત્યાગ: હઠ, જીદ, કદાગ્રહ કરવા નહિ. ર૭. જ્ઞાનાર્જન: દરરોજ કંઈક ને કંઈક નવું જ્ઞાન મેળવવા પ્રયત્નો કરવા. ૨૮ સેવાભક્તિઃ ઉપકારીઓની તેમજ દીન-દુઃખી જનોની સેવા કરવી. ૨૯. ત્રિવર્ગ-બાધા : ધર્મ, અર્થ અને કામ-આ ત્રણ પુરુષાર્થોનું સમુચિત ને સંતુલિત સેવન કરવું. ૩૦. દેશકાળનું જ્ઞાન સમય અને સંજોગોને સુપેરે ઓળખવા, ભવિષ્યનો વિચાર કરવો. Page #48 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૩૭ ૩૧. બલાબલવિચારણા : પોતાની શક્તિ અને ક્ષમતા તેમજ મર્યાદાનો વિચાર કરવો. ૩૨. લાક્યાત્રા: સમાજ, ધર્મ અને રાષ્ટ્રની ઉન્નતિમાં સહભાગી થવું. ૩૩. પરોપકાર-પરાયણતા દીન-દુઃખી જનોની સેવા કરવી. ૩૪. લજજા : વડીલો, ગુરુજનો આદિની અદબ રાખવી, મર્યાદાઓનું પાલન કરવું. ૩પ. સૌમ્યતા: હર હાલતમાં ખુશહાલ રહેવું. ધીરજ અને શાંતિ રાખવા. તપ અને આહારસંહિતા જીવન જીવવા માટે આહાર આવશ્યક અને અનિવાર્ય છે. તન, મન અને આત્મા પર આહારનો નિર્ણયાત્મક પ્રભાવ પડે છે. આથી જ તો કહ્યું છે : “અન્ન તેવું મન. “આહાર તેવો ઓડકાર.” આત્મસાધનામાં આહાર સાધક અને બાધક બને છે. આથી શ્રી જિનેશ્વર ભગવંતોએ આહારની માત્રા, આહાર લેવાનો સમય, તેમજ આહારની યોગ્યતા અંગે વિશદ્ અને વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે. * કર્મનો ક્ષય કરવા માટે ઘર્મની આરાધના કરવાની છે. કર્મનો ક્ષય કરવા તપનું આયોજન કર્યું છે તેમજ નિષિદ્ધ આહારનું પણ વિધાન કર્યું જૈન ધર્મમાં તપ મુખ્યત્વે બાર પ્રકારનો બતાવ્યો છે. તેમાં છ પ્રકારનો બાહ્ય તપ અને છ પ્રકારનો અત્યંતર તપ છે. બાહ્ય તપ એટલે સ્પષ્ટ જોઈ શકાય તેવો તપ. આત્યંતર તપ એટલે અદીઠ તપ. ૧ બાહ્ય તપ ૧. અનશન : એક દિવસ માટે કે વધુ દિવસો માટે કે અંતિમ શ્વાસ સુધી આહાર-પાણીનો ત્યાગ કરવો તેને અનશન કે અણસણ કહે છે. તેનો સરળ અર્થ છે, ઉપવાસ. નિરાહાર રહેવું તે. સમાધિભાવે મૃત્યુને Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈનધર્મ સ્વેચ્છાએ વધાવવા માટે, જીવનના અંતિમ દિવસોમાં અનશન કરવામાં આવે છે. શૂરવીરો અનશન કરીને મૃત્યુને ભેટે છે. ૨. ઉણોદરી : બે શબ્દ છે : ઉણ અને ઉદર ઉણ એટલે સ્ટેજ ખાલી. ઉદર એટલે પેટ. જેટલી ભૂખ હોય તેનાથી થોડુંક ઓછું ખાવું, ભરપેટ ન જમતાં પેટ થોડુંક ખાલી રાખવું તેને ઉણોદરી કહે છે. સામાન્ય રીતે સ્વસ્થ શરીરના માટે દિવસભરમાં ૨૫00 કેલરીનું ભોજન પર્યાપ્ત મનાય છે. જૈનધર્મ આ બાબતમાં ૩ર કોળિયાના ભોજનનો નિર્દેશ કરે છે. ટૂંકમાં ઠાંસીઠાંસીને કયારેય ખાવું ના જોઈએ. અકસંતિયાની જેમ તૂટી ના પડવું જોઈએ. ૩. વૃત્તિ સંક્ષેપ : જીવનની જરૂરિયાતો અલ્પાતિઅલ્પ રાખવી. ભોગવવાની વૃત્તિ પર કાપ મૂકવો. એક ચીજથી ચાલતું હોય તો બીજી ચીજનો ઉપયોગ ન કરવો. વપરાશના સાધનો હોય કે ભોજનની વાનગીઓ હોય, તે દરેકનો ઉપયોગ ન કરતાં તેમાંથી ઘટાડો કરવો. વૃત્તિઓનો ક્ષય કરવામાં આ તપ વધુ સહાયક બને છે. ૪. રસત્યાગ : વૃત્તિઓ અને વિકારોને ઉત્તેજે, વિકૃત બનાવે, આવેશ અને આવેગને ભડકાવે તેવાં ખાનપાનનો ત્યાગ કરવો. ચિત્તને બેહોશ અને બધિર બનાવે તેવાં ખાન-પાનનો ત્યાગ કરવો. આમ્સ અને ઊંઘ લાવે, બેચેન અને બેદિલ બનાવે તેવાં ખાન-પાનનો ત્યાગ કરવો. તળેલાં, મસાલેદાર,ગળ્યાં તેમજ સ્ટાર્ચવાળા ભોજનપદાર્થો ખાવાથી ચિત્તની શાંતિ, સમતા અને પ્રસન્નતા ડહોળાય છે. આથી તેવાં આહાર-પાણીનો ત્યાગ કરવો. તન, મન અને આત્માને સરળ, સ્કૂર્ત અને સાત્ત્વિક રાખવા માટે રસાળ પદાર્થોનો ત્યાગ જરૂરી છે. જીવનભર માટે ઘી, દૂધ, તેલ, ગોળ મિઠાઇ વગેરેનો ત્યાગ કરી શકાય તો ઉત્તમ. તેમ ન થઈ શકે તો રોજ અમુક પદાર્થોનો ત્યાગ કરવો. ક્યારેક દુધનો ત્યાગ કરવો, ક્યારેક તેલનો ત્યાગ કરવો, ક્યારેક દૂધજન્ય વાનગીઓનો ત્યાગ કરવો. આમ રસત્યાગનો ઉત્તરોત્તર વધારો કરી Page #50 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ શકાય. વિગઈનો ત્યાગ બે રીતે કરવામાં આવે છે. એક તો મૂળથી એટલે કે દૂધનો જો ત્યાગ કરો તો પછી દૂધની બનેલી કે જેમાં દૂધ આવતું હોય એવી કોઈ જ વસ્તુ ના લેવી. અને માત્ર વિગઈનો જ ત્યાગ હોય તો દૂધ ના લેવાય.. એનાથી બનેલી વસ્તુ લઈ શકાય. આવું જ અન્ય વિગઈઓ માટે સમજી લેવું. આમ તો ગરિષ્ઠ અને વધારે શર્કરાયુકત પદાર્થો ખાવાનો મોહ છોડવા જેવો જ છે. કારણ, આ પદાર્થોની અસર શરીર પર તીવ્રતાથી પડે છે.. ધીર ધરિ મનના વિચારો અને આચરણ પર પણ આ અસર ફ્લાય જૈન ધર્મ પણ વિગઈના ભોજન માટે ના જ પાડે છે. અમેરિકામાં અમુક શહેરોમાં ગુંડાતત્વોના ભોજનનું જયારે વર્ગીકરણ કરીને વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યાં. તેઓ બધા જ હાઈપર ગ્લાઈસિમીયા લોહીમાં શર્કરાના સેગોથી ગ્રસિત હતા. જેના કારણે એમના સ્વભાવમાં ચીડિયાપણું, ગુસ્સો, રોષ. શંકાળુ માનસ, યૌન અપરાધ, ચોરી-લૂંટફાટ, મારપીટ, દંગા-ક્સાદ અને કાનૂનને પડકારવાની મનોવૃત્તિ વધારે પ્રમાણમાં હતી. આ લોકોના ખાવા પીવામાંથી જયારે ગળ્યા પદાર્થો, તળેલી ચીજો. સ્ટાર્ચવાળા પદાર્થો ઘટાડવામાં આવ્યા ત્યારે આશાતીત પરિવર્તનના એંધાણ દેખાયા. ખાવાપીવાના પદાર્થોની અસર મન પર ચોક્કસ પ્રમાણમાં પડે છે. આ સ્પષ્ટ દીવા જેવી વાત છે. આપણે કદાચ આ પદાર્થોને સંપૂર્ણતયા ન છોડી શકીએ તો એના પર અંકુશ તો રાખવો જ જોઈએ! માટે તો આયંબિલ નીવી જેવા તપો કરવાનું કહ્યું છે. ૫. કાયફલેશ : શરીરને સ્વેચ્છાએ કષ્ટ આપવું. પોતાની ઇચ્છાથી શરીરને ત્રાસ અને વેદના આપવાથી કષ્ટ-સહિષ્ણુતાનો વિકાસ થાય છે. દેહની મમતા પાતળી પડે છે. આ માટે વિવિધ યોગસાનોથી ધ્યાન ધરવું. ઉઘાડા પગે ચાલવું. ઠંડીમાં ઉઘાડા શરીર રહેવું. આમ સમજપૂર્વક કષ્ટ આપવાથી મન અડગ અને સબળ બને છે અને તેથી ધર્મધ્યાન પ્રસન્નતાથી થઈ શકે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જૈનધર્મ ૬. સંલીનતા મનની વૃત્તિઓ અને કાયાની પ્રવૃત્તિઓને અશુભ ભાવમાં જતી વાળીને તેને શુભ અને શુદ્ધ ભાવમાં સ્થિર કરવી. એકાંત અને પવિત્ર સ્થાનમાં સ્થિરપણે બેસીને કે ઉભા રહીને આત્મધ્યાનમાં લયલીન બનવું. : આત્યંતર તપ મનના ભાવો સાથે તપનો મુખ્ય સંબંધ હોવાથી તેને આત્યંતર કે ભીતરનો તપ કહે છે. તેના છ પ્રકાર છે. તે આ પ્રમાણે ૧. પ્રાયશ્ચિત : જાણતાં કે અજાણતાં થઈ ગયેલા પાપો કે દોષોની જાણ સટ્ટને કરીને, તેમની પાસે તે પાપોની સજાની પ્રેમપૂર્વક માગણી કરવી અને ભવિષ્યમાં એના એ દોષોનું સેવન ન થાય તે માટે સ્વેચ્છાએ પ્રતિજ્ઞા કરવી. જરા અમથી પણ ભૂલ થઈ જાય તો એના માટે હાર્દિક “ મિચ્છામિ દુક્કડ કહી દેવું. - ૨. વિનય : પોતાનાથી જેઓ વયમાં, જ્ઞાનમાં, ગુણમાં મોટાં હોય તેવાં મોટેરાંઓનો-વડીલોનો આદર-સત્કાર કરવો, તેમનું બહુમાન કરવું. તેમની સાથે વિનમ્રતાથી વ્યવહાર કરવો. ૩. વૈયાવચ્ચ : આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, જ્ઞાની ગુણી, સંતો-સાધુઓ, સાધર્મિકો, બિમાર અને અશકતોની સેવા-ચાકરી કરવી. ભકિત કરવી. દીન-દુઃખી-પીડિતોની સેવા કરવી. આ ગુણ તપના રૂપે ખૂબ જ મહાન છે. સ્વયં તીર્થકર પણ આ ગુણને મહત્વ આપે છે. શાસ્ત્રોમાં તીર્થકને એમ કહેતા ટાંક્યા છે કે “જો પિતા ડિવM તો માં પરિવર્ડ “એટલે કે જે ગ્લાન-બીમારની સેવા કરે છે. તે ખરેખર મારી સેવા કરે છે. કેટલી મહત્વપૂર્ણ વાત છે આ? - ૪. સ્વાધ્યાય : આત્માની શુદ્ધિમાં સહાયક અને પ્રેરક બને તેવા ગ્રંથો-પુસ્તકોનું વાંચન-મનન-ચિંતન કરવું. * વ્યુત્સર્ગ : શારીરિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને, શરીરનું હલનચલન બંધ કરીને, સ્થિર શરીર અને સ્થિર ચિત્તે યથાશકય સમય સુધી પરમાત્માના સ્વરૂપનું ધ્યાન ધરવું, તેમનાં નામનો જાપ કરવો. આ Page #52 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૪૧ તપને કાયોત્સર્ગ ધ્યાન” પણ કહે છે. ધ્યાન એકચિત્તે અને એકાગ્રભાવે પરમાત્માના સ્વરૂપમાં તલ્લીન બનવું. આ બાર પ્રકારના તપ ઉપરાંત રોજબરોજની પણ નાની મોટી તપશ્ચર્યાઓનું નિરૂપણ કરાયું છે. તે આ પ્રમાણે દરરોજની નાની-મોટી તપશ્ચર્યાઓ જૈન ધર્મ તો ત્યાગપ્રધાન ધર્મ છે. શરીરથી પણ વધુ મનના વિકાસ માટે, આત્માના વિકાસ માટે એ વજન મૂકે છે. અલબત્ત તપ કરવાથી શરીર થોડું દુબળું પડે છે... સુકાઈ જાય છે. નબળાઈ આવે છે.. પણ મનની તાજગી વધે છે. આત્માનું સૌંદર્ય વધુને વધુ નિખરવા માંડે છે માટે તો તન-મનને તપાવીને તન-મનની બધી અશુદ્ધિઓને બાળી નાખે તેને તપ કહે છે. શરીર અને મનને નિરોગી રાખવા માટે તપ અકસીર ઇલાજ છે. જૈન ધર્મમાં નાની-મોટી અનેક તપશ્ચર્યાનું સુનિયોજન છે. દરેક વ્યકિતએ તન-મન અને આત્માના આરોગ્ય માટે, પોતાના રસ અને રૂચિ પ્રમાણે તેમજ પોતાની શકિત અને ક્ષમતા અનુસાર તપ કરવો જોઈએ. કે નવકારશી : સૂર્યોદય થયા પછી ૪૮ મિનિટ બાદ દાતણ-પાણી કરવા. કંઈપણ ખાવું કે પીવું. કે પોરસી : સૂર્યોદય થયા પછી ત્રણ કલાક થયા પછી ભોજન-પાણી લેવાં. સાઢપોરસી સૂર્યોદય થયા પછી સાડા ચાર કલાક વીત્યા બાદ ભોજન-પાણી લેવાં. પુરિમુઢઃ સૂર્યોદય બાદ છ કલાક વીતે ભોજન-પાણી લેવાં. કે અવઢઃ સૂર્યોદય બાદ નવ કલાક વીતે ભોજન-પાણી લેવાં. કે બેસણું : બે ટંક જ જમવાનું. એક જ જગ્યાએ એક આસન પર બેસીને જમવાનું. સૂર્યોદય થયા પછી ૪૮ મિનિટ વીતે તેમજ સૂર્યાસ્ત પહેલાં કોઈપણ અનુકુળ સમયે બે ટંક જમવાનું. એ બે ટંક સિવાય Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૨ જૈનધર્મ કોઈપણ સમયે કંઈ ખાવાનું નહિ. ચા, દૂધ વગેરે પણ પીવાના નહિ. પાણી ઉકાળેલું પીવાનું. સૂર્યાસ્ત પછી પાણી પણ બંધ. કે એકાસણું એક જગ્યાએ, એક આસને બેસીને માત્ર એક જ ટંક જમવાનું ઉકાળેલું પાણી પીવાનું. સૂર્યાસ્ત પછી પાણી નહિ પીવાનું કે આયંબિલ ઘી-તેલ વગરની લુખ્ખી-સૂકી, મસાલા વગરની બાફેલી કે રાંધેલી રસોઈ એક જ જગાએ એક આસને બેસીને જમવાની. રસોઈમાં લીલાં શાકભાજી નહિ ખાવાનાં. દૂધ, ઘી, ગોળ પણ નહિ ખાવાનાં. નોંધઃ બેસણું, એકાસણું કરતા સમયે કોઈપણ સચિત્ત વસ્તુનો કે અભક્ષ્ય ખાન-પાનનો ઉપયોગ કરતો નથી. રાતે પાણી પણ પીવાનું નહિ. કે ઉપવાસ : આખા દિવસ દરમિયાન કશું જ ખાવાનું નહિ. નિરાહાર રહેવાનું. દિવસ દરમિયાન મોટા ભાગે સવારના ૧૦ થી ૬ ના સમય સુધી ઉકાળેલું પાણી એક જગાએ બેસીને પીવાનું પાણી પીધા વિના પણ નિરાહાર રહેવામાં આવે છે. માત્ર પાણી પીને કરાતા ઉપવાસને તિવિહાર ઉપવાસ કહે છે. અને નિર્જળા ઉપવાસને ચવિહાર ઉપવાસ કહે છે. આ ઉપવાસ માત્ર ધાર્મિક અનુષ્ઠાન નથી. આરોગ્યનું એ અકસીર ઔષધ પણ છે. આજના ચિકિત્સકો પણ તાવ, લોહીનું દબાણ, દમ વગેરે બિમારીમાં ઉપવાસ કરવાની ભલામણ કરે છે. ઉપવાસ શા માટે જરૂરી છે? અલબત્ત, ઉપવાસ કરવાથી, ભૂખ્યા રહેવાથી શરીરમાં કમજોરી કે નબળાઈ જરૂર વર્તાય છે. પણ એ ભોજનના અભાવની નથી હોતી. શરીરમાં ભેગો થયેલો જે કચરો બળી જાય છે. તેની છે. શરીરની શુદ્ધિ થયા પછી શરીરમાં પાછી તાજગી વર્તાવા લાગે છે. શક્તિનો અનુભવ થાય છે. આ કંઈ ચમત્કાર નથી પણ શરીરમાં રહેલા વિજાતીય દ્રવ્યોનો નાશ થતાં સહજપણે ઉદ્ભવતું સ્વાચ્ય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ સામાન્ય રીતે શરીરમાં સ્વાભાવિકપણે જ્વલન કિયા થતી રહે છે. આનાથી શરીર અમુક તાપમાન સુધી ઉષ્ણ રહે છે. જૈન ધર્મની પરિભાષામાં આને તૈજસ શરીર અથવા તેજસ નામકર્મની સંજ્ઞા આપી શકાય. આ જ્વલન ક્રિયાને ચાલુ રાખવા માટે ઇઘણની આવશ્યકતા તો વરતાય છે જ. આ આવશ્યકતા પૂરી કરે છે ભોજનમાંથી મળતું કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબી. પણ ઉપવાસ દરમ્યાન ભોજનની ઉર્જા મળવાની બંધ થવાથી શરીરમાં સંગ્રહિત ભોજન આવી આવીને આ અગ્નિમાં બળે છે. માટે ઉપવાસમાં ચરબી બહુ જલ્દી ઘટી જાય છે. ચરબી ૭%, જિગર ૬ર%, બરોળ પ૭%, માંસપેશિઓ ૩૧% ઘટવા માંડે છે. પણ ઉપવાસમાં દિમાગ-મગજને જરી પણ ક્ષતિ પહોંચતી નથી કે નબળાઈ પરેશાન નથી કરતી. માટે ઉપવાસ દરમ્યાન પણ ઉંઘ પૂરતી અને સારી આવે છે. વિચારો સ્વચ્છ અને સ્વસ્થ રહે છે. શરૂ શરૂના દિવસોમાં ભીતર ભેગો થયેલો કચરો જીભ ઉપર મેલ જામવુ થુંક આવવું. મોળ આવવી. વગેરે રૂપે બહાર નીકળે છે.... પણ ધીમે ધીમે બધું ગોઠવાતું જાય છે. તાવ, શીતળા, દમ, બ્લડપ્રેશર, બવાસીર, એકિઝમા જેવા રોગોમાં ઉપવાસ લાભદાયી છે એ વાત હવે ડૉકટરો પણ સ્વીકારે છે. અમેરિકાના ડૉ.એડવર્ડ એ પોતાના પુસ્તક “The Nonbreakfast Plan and Fasting Cure માં લખ્યું છે કે બીમારી દરમ્યાન પરાણે ખા-ખા કરવું કે દવાના ડોઝ લીધે રાખવા કરતાં ઉપવાસ કરવા બહેતર છે જેથી સ્વાથ્ય જી. સાંપડી શકે કે પાણહાર આ પચ્ચકખાણ ઉપવાસ, આયંબિલ, એકાસણા, બેસણા દરમ્યાન સાંજે આપવામાં આવે છે. છે ચઉવિહાર : સૂર્યાસ્ત થયા પછી ભોજન-પાણીનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા. તિવિહાર : સૂર્યાસ્ત થયા પછી માત્ર પાણી સિવાય કશું જ નહિ ખાવા-પીવાની પ્રતિજ્ઞા. પાણી પણ અમુક નિયત સમય સુધી જ લેવાનું. પલાંઠી વાળી બેસીને નવકાર ગણીને પાણી પીવું. પાણી પીધા Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પછી ફરી નવકાર ગણવા. ઊભાઊભા પાણી પીવું નહી. * વિશિષ્ટ તપશ્ચર્યાઓ અઠ્ઠમ : સળંગ ત્રણ દિવસ સુધી લગાતાર ઉપવાસ કરીને પરમાત્માનો જાપ કરવો. પરમાત્માનું ધ્યાન ધરવું. ખાસ મંત્ર-સાધના માટે અઠ્ઠમ તપનું પ્રચલન છે. વિશેષ કરીને ભગવાન શ્રી પાર્શ્વનાથના જાપ માટે આ આરાધના કરવામાં આવે છે. ચંદનબાળાનો અમ પણ પ્રચલિત છે. પર્યુષણ પર્વેના છેલ્લા દિવસોમાં મોટી સંખ્યામાં આરાધકો મ તપ કરે છે. આ તપ સાથે નાગકેતુ, શ્રીકૃષ્ણ વગેરેના કથાનકો જોડાયેલા છે. જૈનધર્મ * અઠ્ઠાઇ : સળંગ આઠ દિવસના એકધારા ઉપવાસ કરવા. આ તપમાં જિનભકિત, જપ-ધ્યાન, સત્સંગ, વ્યાખ્યાનશ્રવણ આદિ કરવામાં આવે છે. મુખ્યત્વે પર્યુષણ પર્વના આઠ દિવસ હજારો ભાવિકો અઇની આરાધના કરે છે. * માસક્ષમણ : પૂરા એક મહિનાના, સળંગ ત્રીસ દિવસના લગાતાર ઉપવાસ કરવા. માત્ર ઉકાળેલા પાણી ઉપર જ આખો મહિનો રહેવું. ઘણાં ભાવિકો આ કઠિન તપ આજે પણ કરે છે. કેટલાંક તો મહિનાથી ય વધુ દિવસોના ઉપવાસ કરે છે. * વર્ધમાન તપ : ક્રમશઃ તપને વધારતા જવું. પ્રારંભમાં એક દિવસ આયંબિલ, પછી એક દિવસ ઉપવાસ, બે દિવસ આયંબિલ, એક દિવસ ઉપવાસ, આમ ક્રમસર પાંચ દિવસ આયંબિલ અને એક દિવસ ઉપવાસ- આ પ્રમાણે સતત ૨૦ દિવસની તપસ્યાથી તપનો પાયો નાંખવામાં આવે છે. ત્યારબાદ પોતાની અનુકુળતા અનુસાર ૬ આયંબિલ અને ૧ ઉપવાસ એમ વધતાં વધતાં વધતાં ૧૦૦ આયંબિલ અને ૧ ઉપવાસ કરીને આ સુદીર્ઘ તપની પૂર્ણાહુતિ થાય છે. તપ-સાધનામાં દરરોજ આગળ ને આગળ વધવાનું હોવાથી તેને ‘વર્ધમાન તપ’ કહે છે. આ તપ સાથે સાધ્વી કૃષ્ણા અને ચંદ્રર્ષિ કેવલી વગેરેના દ્રષ્ટાંતો જોડાયેલા છે. * નવપદની ઓળી : દર વરસે ચૈત્ર માસ અને આસો માસના ૯-૯ દિવસ સળંગ આયંબિલ કરવા. સળંગ નવ દિવસની આ તપસ્યામાં Page #56 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૪૫ અરિહંત, સિદ્ધ આદિ નવપદની વિશિષ્ટ આરાધના કરવામાં આવે છે. લગાતાર દર વરસે નવ-નવ દિવસ (કુલ ૮૧ દિવસ) આયંબિલ કરીને તપ પૂરો કરવામાં આવે છે. આ ઓળી દરમ્યાન ઘણા લોકો એક જ દ્રવ્ય (મગ, અડદ, ચોખા, ઘઉં કે ચણામાંથી ગમે તે એક)ની વાનગી લઈને પણ નવે નવ આયંબિલ કરતા હોય છે. ઘણા લોકો જે દિવસે જે પદ હોય એ પદના ધ્યાન માટેના નિશ્ચિત રંગના દ્રવ્યથી આયંબિલ કરે છે. કેટલાક માત્ર ભાત પાણી લઈને પણ આયંબિલ કરે છે. આ તપ સાથે શ્રીપાલ-મયણાસુંદરીની કથા જોડાયેલી છે. વરસી તપ : ફાગણ વદ ૮ થી શરૂ કરીને બીજા વરસના વૈશાખ સુદ ત્રીજ સુધી એકાંતરે ઉપવાસ કરવાના હોય છે. એકાંતરે ઉપવાસ એટલે એક દિવસ ઉપવાસ કરવાનો અને બીજે દિવસે બેસણું કરવાનું. વરસ દરમિયાન વચમાં સળંગ બે ઉપવાસ પણ કયારેય કરવાના હોય છે. સળંગ એક વરસ સુધી આ તપ ચાલુ રહેતો હોવાથી તેને વરસી તપ કહે છે. આ તપનું પારણું શેરડીના રસથી કરવામાં આવે છે. આ તપ સાથે ભગવાન ઋષભદેવ અને એમના પ્રપૌત્ર રાજકુમાર શ્રેયાંસનું કથાનક જોડાયેલું છે. સુપ્રસિદ્ધ જૈનતીર્થ પાલીતાણામાં આ દિવસે મોટો મેળો ભરાય છે. હજારોની સંખ્યામાં ભાવિકો અહી આવે છે. સમુહ પારણાનો કાર્યક્રમ યોજાય છે. જ વિસસ્થાનક તપ અલગ અલગ ૨૨૦ ઉપવાસ કરીને વીસ સ્થાનો વિશિષ્ટ આરાધના કરવા માટેના નિયત પદની આરાધના કરવાની હોય છે. વચમાં એક પદની આરાધના માટે ૨૦ છઠ્ઠ (સળંગ બે ઉપવાસ પણ કરવાના હોય છે. દરેક તીર્થંકરનો જીવ આ વિશિષ્ટ તપની ઉત્કૃષ્ટ આરાધના જુદી જુદી રીતે કરે છે. * ઉપધાન તપ : શ્રાવક જીવનની સર્વોત્તમ ઉપાસના અને સાધના એટલે ઉપધાન. આ તપ ૪૭ દિવસ, ૩૫ દિવસ અને ૨૮ દિવસ એમ ત્રણ તબક્કે પૂરો કરવામાં આવે છે. આ તમામ દિવસો દરમિયાન એક દિવસ ઉપવાસ બીજા દિવસે નીવિ (વિશિષ્ટ નિયમોવાળું Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જૈનધર્મ એકાસણું અથવા આયંબિલ કરવામાં આવે છે. પૌષધ વ્રત લઈને ઉપર્યુકત તપ સાથે રોજ ૨૦ માળા ગણવાની, ૧oo ખમાસમણ [વિશિષ્ટ પ્રકારના વંદન-પ્રણામ, ૧૦૦ વખત લોગસ્સ સૂત્રનો કાયોત્સર્ગ [ધ્યાન કરવાના હોય છે. આ સાથોસાથ કેટલાંક મહત્વના જૈન સૂત્રોનું અધ્યયન પણ કરવાનું હોય છે. છે પ્રતિમા : શ્રાવક જીવનને વધુ વિશુદ્ધ ને વિશુદ્ધતર બનાવવા માટે પ્રતિમા વહન વિશિષ્ટ જીવનચર્યા કરવામાં આવે છે. આવી ૧૧ પ્રતિમાઓ છે. પ્રતિમા એટલે મૂર્તિ કે પૂતળું નહિ. જૈન પરિભાષાના આ શબ્દનો અર્થ છે પ્રતિજ્ઞા. અથવા અભિગ્રહ. શાસ્ત્ર નિર્દિષ્ટ ૧૧ પ્રતિજ્ઞાઓમાં દર્શન [શ્રદ્ધા અને ચારિત્ર બંનેની સવિશેષ શુદ્ધિ-વિશુદ્ધિ માટે પ્રયત્ન કરવામાં આવે છે. પ્રતિમાઓની સંક્ષિપ્ત સમજ આ પ્રમાણે છે: ૧. સમ્યકત્વદર્શન-પ્રતિમા : એક મહિના સુધી સુધર્મમાં રસ, રૂચિ રાખવા, સમ્યત્વની [આત્મભાવ વિશુદ્ધિ કરવી અને સભ્યત્વના દોષોનો ત્યાગ કરવો. ૨. વ્રત-પ્રતિમા : બે મહિના સુધી શ્રાવકના બાર વ્રતનું પાલન કરવું. ૩. સામાયિક-પ્રતિમા : ત્રણ માસ સુધી સામાયિક અને દેશાવકાસિક વ્રતનું પાલન કરવું. ૪. પૌષધ-પ્રતિમા : ચાર મહિના સુધી દરેક આઠમ, ચૌદસ, પૂનમ અને અમાસે આખા દિવસનું પૌષધવ્રત લેવું. ( ૫. કાયોત્સર્ગ-પ્રતિમા : પાંચ મહિના સુધી ૧. સ્નાન કરવું નહિ, ૨. રાત્રિભોજન કરવું નહિ. ૩. ધોતિયાનો કછોટે બાંધવો નહિ, ૪. દિવસમાં પૂર્ણ બ્રહ્મચર્ય પાળવું, અને ૫. રાતે મૈથુનની મર્યાદા બાંધવી. ૬. બ્રહ્મચર્ય-પ્રતિમા છ મહિના સુધી મન, વચન અને કાયાથી મૈથુનનો ત્યાગ કરી શીલ પાળવું. ૭. સચિત્તાવાર વજન-પ્રતિમા : સાત મહિના સુધી સજીવ આહારનો ત્યાગ કરવો. Page #58 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ સ્વયં આરંભવર્જન-પ્રતિમા : આઠ મહિના સુધી પોતે જાતે આરંભ-સમારંભ [જે કરવાથી જીવોની હિંસા થાય તેવી પ્રવૃત્તિ કરવા નહિ. ૪૭ ૯. પ્રેષારંભ વર્જન-પ્રતિમા : નવ માસ સુધી બીજાઓ દ્વારા આરંભ-સમારંભ કરાવવો નહિ. ૧૦. ઉદિષ્ટભક્ત વર્જન-પ્રતિમા : દસ મહિના સુધી પોતાના નિમિત્તે બનાવેલા ભોજનનો ત્યાગ કરવો, માથે મુંડન કરાવવું, ઘરસંસાર અને ધંધારોજગારના પ્રશ્ન પ્રસંગે હા કે ના માં પરિમિત જવાબ આપવો. ૧૧. શ્રમણભૂત-પ્રતિમા ઃ અગિયાર મહિના સુધી સાધુ-મુનિનું જીવન જીવવું. સાધુના જેવો વેષ પહેરવો અને તેમની જેમ ભિક્ષા લાવીને ખાવું-પીવું. જૈન સાધુ-સાધ્વીનું જીવન જીવવું કઠિન અને કઠોર છે. ઉપર્યુકત ૧૧ પ્રતિમા-પ્રતિજ્ઞાઓનો અભ્યાસ કરવાથી શ્રમણજીવનની સુંદર તાલીમ મળે છે. આ પ્રતિજ્ઞાઓથી પસાર થયેલ શ્રાવક શ્રમણજીવનનું યથારૂપેણ પાલન કરી શકે છે. આ બધા તપ સિવાય બીજા પણ નાનાં-મોટાં તપોનો ઉલ્લેખ જૈન ગ્રંથોમાં જોવા મળે છે. એવાં લગભગ સો પ્રકારના તપ છે. કેટલાંક તપ વિલુપ્ત થઈ ગયા છે. અને કેટલાંક તપ આજે પણ પ્રચલિત છે. દરેક તપની સાથે જપ, ધ્યાન, કાયોત્સર્ગ, દેવવંદન વગેરે વિવિધ ક્રિયાઓ પણ કરવાની હોય છે. કોઇ પણ વ્યકિત પોતાની શકિત અનુસાર અને મનપસંદ તપ કરી શકે છે. એ માટે ગુરુ ભગવંતોનું માર્ગદર્શન લેવું જરૂરી રહે છે. * ઉકાળેલું પાણી શા માટે? પૂરતા પ્રમાણમાં ગરમ કરીને પછીથી ઠંડું કરાયેલા પાણીને ઉકાળેલું પાણી કહેવાય છે. જૈનોની નાની-મોટી દરેક તપશ્ચર્યામાં ઉકાળેલું પાણી જ પીવાનો નિયમ છે. અલબત્ત, સૂર્યાસ્ત પછી ઉકાળેલું પાણી પણ નથી પીવાતું. Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ બિનજરૂરી અને વધુ પ્રમાણની હિંસાથી બચવા માટે ઉકાળેલું પાણી પીવાનું હોય છે. જૈન મહર્ષિઓએ તો યુગો અગાઉ કહ્યું છે કે પાણીમાં અસંખ્ય સૂક્ષ્મ જીવો હોય છે. પ્રતિક્ષણે તેમાં અસંખ્ય જીવો જન્મે છે અને મરે છે. ૪૮ પાણીને ઉકાળવાથી એકવાર આ જીવો મરી જાય છે. તેથી જીવહિંસા જરૂર થાય છે. પરંતુ પાણીને ગરમ કરીને ઠાર્યા પછી તેમાં અમુક નિયત સમય સુધી નવા જીવો ઉત્પન્ન થતા નથી. કે મરતા નથી. એ ક્વિાથી પાણી અહિંસક બને છે. પાણી વગર માણસ જીવી શકતો નથી. કાચું પાણી પીવાથી અસંખ્યાતા જીવોની હિંસા થાય છે. ઉકાળેલું-ઠારેલું પાણી પીવાથીવાપરવાથી નવા ઉત્પન્ન થનાર જીવોની હિંસાથી બચી જવાય છે. થોડુંક નુકસાન અને વધુ લાભનું આમાં ગણિત છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ ઉકાળેલું પાણી પીવું હિતાવહ છે. કમળો, ફ્લુ વગેરેના રોગચાળામાં ઉકાળેલું પાણી પીવાનો સતત પ્રચાર કરવામાં આવે છે. આમ આરાધના અને આરોગ્ય બંને દ્રષ્ટિએ ઉકાળેલું પાણી પીવું જરૂરી બને છે. * પાણી ગાળીને વાપરવું. નળમાંથી, નદીમાંથી કે તળાવમાંથી સીધું પાણી ન પીતાં તેને ચોખ્ખાં કપડાંથી ગાળીને પાણી પીવું જોઇએ. પાણીમાં તો અસંખ્ય જીવો છે જ. ઉઘાડા પાણીમાં એથી વધુ જીવો પડવાના અને રહેવાની પૂરી શક્યતા છે. ઉઘાડા પાણીમાં સૂક્ષ્મ જીવો તો સતત પડે જ છે. વાંદાં, માખી, ગરોળી જેવાં જીવો પણ પડે છે. પાણીને ગાળીને પીવાથી જીવહિંસાથી બચી જવાય છે. આરોગ્યના નુકસાનને પણ ખાળી શકાય છે. નળમાંથી આવતા પાણીને પણ ગાળીને જ વાપરવું જોઇએ. * આહારસંહિતા જૈન ધર્મ જીવનના ચરમ અને પરમ લક્ષ્ય તરીકે આત્માને કર્મોના Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૪૯ તમામ બંધનોથી મુકત કરવાની પ્રક્રિયાને અપનાવે છે. ' કર્મોના કુટિલ અને જટિલ બંધનોને તોડવા માટે એક માણસજાત જ પૂરી રીતે સક્ષમ અને સમર્થ બની જાય છે. - બીજા કોઈ જીવનમાં આ પ્રક્રિયા પૂરી નથી થઈ શકતી. જો કે મુકત થવાની પ્રક્રિયામાં શરીરનો સહયોગ મહત્વનો ભાગ ભજવે છે. એ માટે શરીરની સારસંભાળ પણ જરૂરી બને છે. છતાંયે એ ના ભૂલવું જોઈએ કે આ શરીર જેમ ભૂખ-તસથી રીબાવીને સૂકવવા માટે નથી તેમ મનગમતા પદાર્થો ખવડાવીને હષ્ટપુષ્ટ કરવા માટે પણ નથી જ. ઈન્દ્રિયો અને મન સ્વચ્છ, સ્વસ્થ અને શાંત રહે એ રીતની આહારવ્યવસ્થા સ્વીકારવી જોઇએ. વાસના અને વિકારો પર નિયંત્રણ રાખી શકાય એ રીતે ખાવું-પીવું જોઈએ. શાંત અને પવિત્ર મનોભાવવાળું વાતાવરણ આત્માને પ્રસન્નતા, પ્રવિત્રતા અને પ્રેમની દુનિયામાં લઈ જાય છે. જયાં આપણે ઓછા-વત્તા અંશે આત્મભાવમાં ડૂબકી મારી શકીએ કે ડૂબી શકીએ આહાર અને આરોગ્યને; આહાર અને આત્માને ઘનિષ્ટ સંબંધ છે. આહાર આરોગ્યને બગાડે પણ છે. અને સુધારે પણ છે. આહાર આત્માને દૂષિત પણ કરે છે. અને વિશુદ્ધ પણ કરે છે. જીવન જીવવા માટે આહાર અનિવાર્ય છે.આહારથી શરીર ટકે છે. શરીર નિરોગી હોય તો આત્માની સાધના સુપેરે થઈ શકે છે. આહારનું એક આગવું વિજ્ઞાન અને શાસ્ત્ર છે. આહારની તન-મન અને આત્મા પર નિર્ણયાત્મક અસર પડે છે. આ બધી બાબતોનો તલસ્પર્શી વિચાર કરીને કેટલોક આહાર નિષિદ્ધ કર્યો છે. મતલબ કે તે પદાર્થો અને વાનગીઓ તો ન જ ખવાય. અખાદ્ય-ન ખાવા યોગ્ય આહાર આ મુજબ છેઃ - રાત્રિભોજન ત્યાગ : સૂર્યાસ્ત થયા પછી કશું જ ખાવું-પીવું ન જોઈએ. આ માત્ર ધાર્મિક નિયમ કે વિધિ નથી. આજના વિકસિત. વિજ્ઞાને પણ રાત્રિભોજનના ત્યાગનો એકસૂરે સ્વીકાર કર્યો છે. આધુનિક વિજ્ઞાન પ્રયોગોથી સિદ્ધ કર્યું છે કે સૂર્યના પ્રકાશથી કેટલાંય કૃમિ જીવો નષ્ટ થાય છે. નષ્ટ નથી થતાં તે કૃમિ જીવો પ્રકાશહીન જગામાં છુપાઈ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫ જૈનધર્મ જાય છે. અને રાતના અંધારામાં તે બહાર આવે છે. અને વાતાવરણમાં ફેલાઈ જાય છે. નરી આંખે ન દેખાતાં આ સૂક્ષ્મ જીવો ખોરાક સાથે પેટમાં જવાથી અજીર્ણ, અપચો, કબજીયાત, દાંતનો સડો વગેરે અનેકવિધ રોગો થાય છે. બીજું, સૂર્યનો પ્રકાશ ન મળવાથી તે પાચનતંત્ર તદ્દન નિષ્ક્રિય બની જાય છે. આથી રાતે ખાધેલું ભોજન બરાબર પચતું નથી. તેથી હોજરી બગડે છે. તેમાં સડો થાય છે. આમ આરોગ્ય અને અહિંસા બંને દ્રષ્ટિએ રાત્રિભોજનનો ત્યાગ કરવો હિતાવહ છે. દ્વિદળત્યાગ તથા વિરૂદ્ધઆહાર : કાચા દૂધ અથવા દહીં સાથે કઠોળ-અનાજ ભેળવીને ખાવું તેને દ્વિદળ કહે છે. આયુર્વેદ અને શરીરશાસ્ત્ર સ્પષ્ટપણે માને છે કે અલગ અલગ પદાર્થને મેળવવાથી તેમાં રાસાયણિક સંયોજનાત્મક દ્રવ્ય પેદા થાય છે. તે વિજાતીય દ્રવ્ય ઝેર બનીને શરીરમાં પ્રસરી જાય છે. પરસેવા કે અન્ય રૂપે એ દ્રવ્ય બહાર નથી નીકળતું તેથી લોહીમાં ભળી જઈને એ લોહીને બગાડે છે અને ધીમે ધીમે તે ચામડીના રોગરૂપે બહાર ફૂટી નીકળે છે. . આથી કાચા દૂધ અને દહીની સાથે મગ, અડદ, ચણા, ચોખા વગેરે કઠોળ સાથે ખાવા ન જોઈએ. આવા મિશ્ર ભોજનને જૈનધર્મ દ્વિદળ કહે છે. આવા દ્વિદળનું સેવન નહિ કરવું જોઈએ. આ ઉપરાંત સ્વાથ્ય માટે ફુટસલાડ, આઈસ્ક્રીમ, ફૂટ-શ્રીખંડ, દહીં-ફૂટ વગેરે તેમજ “એન્ટીબાયોટીક દવાઓ પણ વિજાતીય સંયોજનોથી બને છે. આથી તેનો પણ ત્યાગ કરવો જોઈએ. અલબત્ત એ બધામાં-ફૂટયુકત વાનગીઓમાં જીવોત્પત્તિની શકયતા નથી પરંતુ આરોગ્ય માટે તે વાનગીઓ હાનિકારક હોવાથી વિરુદ્ધ આહાર હોવાથી તેનો ત્યાગ કરવો જોઈએ. * વાસી ભોજન ત્યાગ : આજે રાંધેલું ભોજન બીજા દિવસે ખાવું તે વાસી ભોજન છે. રાંધવાની આળસે કે સમયના અભાવે ઘણાં ઘરોમાં ભોજનને રાખી મૂકવામાં આવે છે. અને એવું વાસી ભોજન બીજે કે Page #62 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ પ૧ ગુણવત્તા ગુમાવી બાર મનને વિકી બિમારી ત્રીજે દિવસે પણ ખાવાના ઉપયોગમાં લે છે. વાસી ભોજનમાં જીવોત્પત્તિ થાય છે. તેમજ બીજા દિવસે તે ભોજન પોતાની સાત્ત્વિકતા અને ગુણવત્તા ગુમાવી બેસે છે. આથી વાસી ભોજનનો ત્યાગ કરવો જોઇએ. ઉપર્યુકત આહાર મનને વિકૃત કરે છે. વૃત્તિઓને ચંચળ બનાવે છે. આવેશ અને આવેગ વધારે છે. શારીરિક બિમારીઓ પણ સર્જે છે. આથી શ્રી જિનેશ્વર ભગવંતોએ આહારનો ત્યાગ કરવાનો આદેશ આપ્યો છે. *પર્વતિથિએ લીલા શાકભાજીનો ત્યાગ શા માટે ? ચંદ્ર અને પૃથ્વી વચ્ચે આકર્ષણનો સારો એવો સંબંધ છે. પૃથ્વી પરના પાણી પર ચંદ્રની વિશેષ અસર પડે છે. ચંદ્રની વધ-ઘટ સાથે ભરતી અને ઓટનો સમય પણ બદલાતો રહે છે. ચંદ્રના પરિભ્રમણનો વિચાર કરીએ તો સુદ અને વદના પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ, પૂનમ અને અમાસના દિવસોએ ચંદ્ર, પૃથ્વી અને શરીર ત્રણેય સીધી હરોળ-હારમાં આવી જાય છે. એ સમયે દરિયાના પાણીમાં અને શરીરમાં રહેલાં પાણીમાં ફેરફાર થાય છે. શરીરમાં પાણીનું તત્ત્વ વધે છે, અગ્નિ-તત્ત્વ મંદ થાય છે. વાયુ તત્ત્વ વધે છે.અને તે મગજમાં ચડે છે. તેના લીધે શરદી, સળેખમ, સાયનસ, એલર્જી વગેરે થવાની પૂરી સંભાવના રહે છે. કયારેક કયારેક તો માણસની વૃત્તિઓ ઉન્માદની હદ સુધી વિફરે અને વકરે છે. શિકાગો (અમેરિકા)ના વિજ્ઞાનીઓએ પ્રયોગોથી સાબિત કર્યું છે કે મન-મગજની બિમારીઓ પર ચંદ્રની સીધી અસર હોય છે. આ વૈજ્ઞાનિક કારણોના લીધે પર્વ તિથિના દિવસોએ એકાસણું આદિ તપ કરવાનું ઓછું ખાવાનું કહ્યું છે. પર્વતિથિના દિવસોમાં જે લીલા શાકભાજીમાં ૯૦ ટકા પાણી-તત્ત્વ હોય તેવા શાકભાજી નહિ ખાવા જોઈએ. એથી શરીરમાં રહેલા જલ તત્ત્વને કાબૂમાં રાખી શકાય Page #63 -------------------------------------------------------------------------- ________________ પર. જૈનધર્મ આવું ચોમાસાના દિવસોમાં પણ બને છે. વરસાદની સાથે અગ્નિ-તત્ત્વ મંદ થવાથી શરીરમાં પાણીનો સંચય વધે છે. આથી એ દિવસોમાં પણ લીલા શાકભાજી નહિ ખાવા જોઈએ, એમ જૈનધર્મ સ્પષ્ટ કહે છે. જૈનધર્મ ખાનપાનની બાબતમાં ખૂબ જ ચોકસાઈ અને કાળજી ઉપર ભાર મૂકે છે. કારણ કે ખાનપાનની ચોક્કસ અસરો વિચારો પર પડે છે... વિચાર પછી વર્તનમાં-વ્યવહારમાં વગર કો ઉતરતા જાય છે... માણસનું મૂલ્યાંકન એના શરીરથી નહીં પણ મનથી-દિમાગથી કરવું જોઇએ. કિંદમૂળમાં ગણાતા પદાર્થો : બટાટા, કાંદા, લસણ, ગાજર, શક્કરકંદ, રતાળુ, સૂરણ, મૂળા, આદુ વગેરે કંદમૂળ તથા રીંગણા વગેરે પદાર્થો પણ ખાવાની જૈનધર્મમાં સખ્તાઈથી ના પાડવામાં આવી છે. આ બધા પદાર્થો, ધામિક દ્રષ્ટિકોણથી વિચારીએ જાતજાતના સૂક્ષ્મ જીવાણુંઓની હિંસાના કારણે ત્યાજય અને ખાવા માટે અનુપયુકત છે જ, પણ શરીરશાસ્ત્ર અને આરોગ્યશાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ પદાર્થો વ્યકિતની તામસવૃત્તિને ઉત્તેજનારા ગણાય છે. વિકાર, વાસના અને ઈન્દ્રિયજન્ય આવેગોને ઉછાળે છે. દબાયેલી વૃત્તિઓની આગને ઇંધણ પુરું પાડે છે. મન વધુ ચંચળ, વધુ ઉત્તેજિત બન્યું રહે છે. કોમળતા, મૃદુતા, કરૂણા, સ્વસ્થતા, સંતુલન જેવા ભાવો સૂકાઈ જાય છે. ખાદ્ય પદાર્થોના ઉપયોગ પાછળ શરીરની હૃષ્ટપુષ્ટતા કરતા યે વધુ મહત્વની વસ્તુ છે માનસિક સ્વસ્થતા અને માનસિક પવિત્રતા માસાંહાર ત્યાજય કેમ? દુનિયાના તમામ ધર્મો ખાસ કરીને ભારતીય તમામ ધર્મોએ મૂળભૂત સિદ્ધાંતના રૂપે માંસાહાર કરવાની સ્પષ્ટ અને સખ્ત મનાઈ કરી છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૫૩ ધાર્મિક દૃષ્ટિકોણને કદાચ બાજુએ રાખીએ તો પણ ન તો શરીરશાસ્ત્ર મુજબ માંસાહાર હિતકારી છે કે ન આરોગ્યશાસ્ત્રના નિયમો મુજબ માંસાહાર ઉપયોગી નીવડે છે. આર્થિક કારણોસર તો શાકાહારની અપેક્ષાએ સરવાળે માંસાહાર વધુ ખર્ચાળ નીવડે છે. માનવશાસ્ત્રીઓ-એન્થ્રોપોલોજીના કહેવા પ્રમાણે પ્રાણીઓ બે વિભાગમાં વહેંચાયેલા છે. * કારનીવોર Camivora-માંસાહારી પ્રાણીઓ * હરબીવોર Herbivorous-શાકાહારી પ્રાણીઓ આ બંનેની શરીરરચના જુદી છે. આદતો નોખી છે. આદમીની શરીરરચના હરબીવોર વર્ગની સાથે મળતી આવે છે. એટલે કે માણસ જન્મજાત શાકાહારી છે. માંસાહાર એના માટે એક યા બીજી રીતે નુકસાનકારક બની શકે. અલબત્ત પરંપરા.... વંશાનુગત રીતિરિવાજ કે આબોહવાની આડમાં માંસાહાર જેઓ સ્વીકારી લે છે. એઓને પણ અંતે વિચારવું જ પડે છે. શાકાહારમાં તંતુમય-રેશાવાળા પદાર્થો વિશેષ માત્રામાં હોય છે. જેના વડે ભોજનનું પાચન સારી રીતે થઈને પેટ સાફ આવે છે... માંસાહારમાં રેશાવાળા પદાર્થો અલ્પમાત્રામાં હોવાના કારણે ભોજનપાચનમાં પણ તકલીફ થાય છે. પેટના... આંતરડાના રોગોના શિકાર વધુ માત્રામાં થવું પડે છે. મોટા આંતરડાના કેન્સર થવાની શકયતાને પણ અવગણી ના શકાય. જે પશુઓને મારીને આહાર બનાવવામાં આવે છે.. એમને વખતોવખત એન્ટીબોડીઝ... અને જાતજાતની વિષાણુનાશક દવાઓ અપાય છે એ પદાર્થો પરિવર્તિત થઈને ઝેરરૂપે માંસાહાર કરવાવાળા લોકોના શરીરમાં પ્રવેશે છે. ગાય વગેરેને વધુ હષ્ટપુષ્ટ બનાવવા માટે B.E.S.નામની દવાઓ અપાય છે. આ પદાર્થ જો માંસાહારમાં મળી જાય તો કેન્સર થવાની પૂરી સંભાવના રહે છે. એક અંદાજ પ્રમાણે આજથી પચ્ચીસ વરસ પહેલા જે સ્ત્રીઓને B.E.S.ની દવાઓ આપવામાં આવેલી, આજે પણ Page #65 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ એ સ્ત્રીઓમાં અને એમની છોકરીઓમાં કેન્સરની માત્રા વધતી નજરે ચઢે છે. ૫૪ આમ પણ બધા જ પ્રાણીઓના શરીરમાં ઓછાવત્તા અંશમાં ઝેરી પદાર્થો રહેલા હોય છે.... જે મળ-મૂત્ર અને પરસેવારૂપે શરીરથી બહાર નીકળ્યા કરે છે. પણ મરેલા જાનવરોના શરીરમાં આ પદાર્થોના રહેવાની પૂરી સંભાવના રહે છે. હ્રદયની ક્રિયા બંધ થવાની સાથે જ બધા અવયવો નિષ્ક્રિય બની જાય છે. આ માંસનો જે ઉપયોગ કરે છે.. એઓ એક યા બીજારૂપે આ ઝેરના શિકાર થવાના જ. પ્રાણીઓની ચરબીમાં અને લોહીમાં કોલેસ્ટરોલની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. એનાથી આંતરડાની બીમારીઓ, સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયના રોગો તથા હ્રદય વિકાર થવાની શકયતા રહે છે. પ્રાણીઓના શરીરમાં પ્રોટીન અને ફોસ્ફોરસ વધુ પ્રમાણમાં હોવાના કારણે જયારે એ પદાર્થો મનુષ્યના શરીરમાં પ્રવેશે છે ત્યારે શરીરમાં રહેલા કેલ્શિયમની સાથે એનું સંતુલન બગડે છે. માંસાહારી લોકોનો પેશાબ મોટા ભાગે તેજાબયુકત હોય છે. જેના કારણે શરીરમાં રહેલા ક્ષાર કે મીઠું લોહીમાં જાય છે. આનાથી હાડકાં નબળાં પડે છે. આનાથી વિપરીત, શાકાહારીનો પેશાબ ક્ષારયુકત હોય છે. હાડકામાં રહેલ ક્ષાર લોહીમાં જતો નથી.. માટે એમના હાડકાં પણ મજબુત હોય છે. હાર્વર્ડ મેડિકલ સ્કુલના ૧૯૫૮ની રીપોર્ટ (પેજ નં. ૪૫૮) મુજબ માંસાહારી પોતાના પાચનસંસ્થાનને બગાડી મૂકે છે. કારણ કે મોઢામાં રહેલ લાર (Saliva)ની પ્રતિક્રિયાને ક્ષાર અમ્લતામાં બદલી નાંખે છે. આનાથી લાર પોતાનું નિયત કાર્ય નથી કરી શકતી. આર્થિક દ્રષ્ટિએ જો વિચારીએ તો પણ માંસાહાર કરતાં શાકાહાર વધારે સસ્તો પડે છે. એક બકરો સાત પાઉન્ડ અનાજ ખાય છે ત્યારે એના શરીરમાં એક પાઉન્ડ માંસ તૈયાર થાય છે. દૂધ અને અન્ન પર જીવનારા લગભગ ૧૦૦ Page #66 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ પપ માણસો (૨૦ કુટુંબ માટે જેટલી ફળદ્રુપ જમીન અને પાણી વગેરે જરૂરી હોય છે. એટલા ઉપર જો માંસ આપનારા પ્રાણીઓને પાળવામાં આવે તો માત્ર ૧૫ વ્યકિતઓ (૩ પરિવાર માટે જ માંસ મેળવી શકાય. ટોન્ડ મિલ્ક ૧૦૦ મિ.લિ. (૧ નાની વાટકી) પ્રવાહી દાળ ૩૦ ગ્રામ (૧ વાડકી) મગફળી ૧૫ ગ્રામ (૩૦ મોટા દાણા) આની કિમત થશે ૫૦ પૈસા. આમાંથી ૧૫ ગ્રામ પ્રોટીન, 300 કેલરીઝ મળી શકશે. જયારે બીજી બાજુ સામિષ આહાર માટે (૧૫ ગ્રામ પ્રોટીન યુકત) માંસ મછલી, ૪૦ ગ્રામ, ૧ ઇંડું-૫0 ગ્રામ.... એની કિંમત થશે દ0 પૈસા અને વળી કેલરીઝ તો માત્ર ૧૫૦ જ મળશે. બધી રીતે માંસાહાર ત્યાજય છે. ઈંડા પછી ભલે તે શાકાહારી કે નિર્જીવ ઈંડાનું રૂપાળું નામ ધરાવતા હોય, કોઈ પણ દ્રષ્ટિએ ખાદ્ય પદાર્થ નથી. અહિંસાને આવકારનારને કોઇ પણ વ્યકિત આનો સ્વીકાર કરી શકે નહી ઈંડા પણ ખતરનાક છે ! આજકાલ ઈંડાનો સવાલ ખૂબ જ ગુંચવાડાભર્યો બની ગયો છે. પક્ષ અને પ્રતિપક્ષમાં ધોધમાર દલીલો અને દાખલાઓની ભરમાર ઊભી કરી દેવાય છે. પણ જો ઉંડાણમાં ઉતરીને પૂર્વગ્રહો ખંખેરીને રવસ્થતાથી વિચારીએ તો જરૂર લાગશે કે કોઇ પણ દ્રષ્ટિકોણથી ઈંડા પછી તે નિષેચિત હોય કે અનિષેચિત હોય, ખાદ્યપદાર્થના રૂપમાં સ્વીકાર્ય નથી મોટાભાગે ઈંડાના પક્ષે તર્ક ધરવામાં આવે છે કે એમાં બધી જાતના પ્રોટીન અંશો “અમીનો એસિડસ” ઉપલબ્ધ હોય છે. પણ એ તો દૂધમાં પણ મળી રહે છે. અને ઉપરથી ઈંડાની જરદી (yellow of an egg માં કોલેસ્ટ્રોલની માત્રા વધુ પડતી હોવાના કારણે રક્તવાહીનીઓની કઠોરતા Arteriosclerosis, હાર્ટએટેક, મસ્તિષ્કનો લકવો, બેહોશી જેવા રોગો થવાની પૂરી ભીતિ રહે છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૬ જૈનધર્મ આજે તો વૈજ્ઞાનિકો એટલે સુધી કહી રહ્યા છે કે જેનામાં કોલેસ્ટ્રોલ વધુ પ્રમાણમાં હોય એવા પદાર્થોને ઉપયોગ ટાળવો જોઇએ. કરવો જ પડે તો બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત ઈંડામાં વિટામીન સી' તો હોતું જ નથી. એની પૂર્તિ માટે તો બીજા પદાર્થો લેવા જ પડે. વૈજ્ઞાનિકો તો ઈંડાના લૂણ (embryo) ના દિલના ધબકારનું અભિલેખન Recording પણ કરી શક્યા છે. [Reader's digest Aug 1963 p.p. 42] એટલે ઈંડામાં રહેલા ભૃણનું જીવત્વ પણ વિકાસશીલ હોય છે એ વાસ્તવિકતા છે. કહેવાતા શાકાહારી ઈંડા! જો કહેવાતા શાકાહારી ઈડાની વાત કરીએ તો... પહેલી વાત તો એ છે કે શાકાહારી' શબ્દ પ્રયોગ ઈંડા માટે કરવો એ નરી છલના છે. ઈંડા કેવળ માદા જાનવરથી જ મેળવી શકાય છે. એ કઈ ઝાડ કે વનસ્પતિ દ્વારા મેળવાતા નથી. પછી એને વેજીટેરીયન એગ” કહેવાય જ કેવી રીતે? આ ભ્રમણાભર્યા શબ્દપ્રયોગ માટે નથી તો જંતુશાસ્ત્રીઓ (Biologists) સહમત કે નથી વનસ્પતિ શાસ્ત્રીઓ (Botanists) સહમત. છતાંયે ઈંડાના પ્રચારકો આ શબ્દનો પ્રયોગ ખૂલ્લેઆમ કરી રહયા છે. આની પાછળ પ્રચારતંત્રની ઝાકઝમાળ જવાબદાર છે. જરા વિચારો તો ખરા કે ઈંડા આવે છે કયાંથી? એ ઉત્પન્ન કયાં થાય છે? ઈંડા માદાની ઓવરી (ડિંબગ્રંથિ) માંજ ઉત્પન્ન થાય છે. ઈંડાનું એક બીજાં સમાંતર રૂપ છે શુદ્ધણું [Spems]. શુક્રાણુ “મેલ”ના ટેસ્ટીલમાં ઉત્પન્ન થાય છે. શુક્રાણુઓને જ્યારે માઈક્રોસ્કોપની નીચે મૂકીને જોવામાં આવે છે ત્યારે જોવા મળે છે કે એઓ એક કોશિકિય Unicellular હોય છે. એનામાં એક ન્યૂકિલાસ હોય છે. આ શુક્રાણુ હરતાફરતા નજરમાં આવે છે. આ પુરવાર કરે છે કે શુક્રાણુમાં જીવતા હોય છે. આની જેમ ઈંડા પણ એક કોશિકિય હોય છે. એનામાં પણ એક Page #68 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ‘ન્યૂક્લિઅસ’ હોય છે. આ ઈંડા ઓવરીમાં ઉત્પન્ન થાય છે. ઓવરીમાંથી સરકીને ગર્ભાશય Uterus સુધી પહોંચે છે. જો એનામાં જીવન-અંશ ના હોય તો ચાલવાની શક્તિ કેમ સંભવી શકે! શુક્રાણુની રચના અને ઈંડાની રચના બહુ સમાન હોય છે. કહેવાતા અન-ફર્ટીલાઇઝડ એગ' પણ જીવન-અંશથી યુક્ત હોય છે. મરઘીના ન સેવવા માત્રથી ઈંડાને નિર્જીવ ન કહી શકાય. કારણ કે આજકાલ તો આર્ટીફિશીયલ મશીનો દ્વારા ફર્ટીલાઇઝડ એગ્સમાંથી બચ્ચાઓ મેળવી લેવાય છે. પરખનળી Test tubesના દ્વારા અનર્ટીલાઇઝડ એગ્સને આર્ટિફીસીયલ મેથડ'થી ફર્ટીલાઇઝડ કરીને પૂર્ણ જંતુરૂપે વિકસિત કરી શકાય છે. અનફર્ટાઇલ એગ્સ મેળવવાનો જે સ્ત્રોત છે, ફર્ટાઇલ એગ્સના સ્ત્રોતથી અલગ તો નથી જ. બંને મરઘી દ્વારા જ મેળવવામાં આવે છે. બંનેની રાસાયણિક પ્રક્રિયા પણ અલગ નથી. ૫૭ જો ગર્ભાધાનની પ્રક્રિયાને સમજવામાં આવે તો જણાઇ આવશે કે ગર્ભાધાન ઘણી વખતે માત્ર ઈંડાના શરીરવિકાસમાંજ સહાયક બને છે. parthenogenestsની પ્રક્રિયા દ્વારા પણ ક્યાંક ગર્ભ વધે છે. એના માટે શુક્ની જરૂરિયાત પણ નથી રહેતી. અમુક વૈજ્ઞાનિક પરીક્ષણ દરમ્યાન આ તત્વ પણ સામે આવ્યું છે કે અનિષેચિત ઈંડાની ભાવનાનું અભિલેખન Recording એમને જાદી જાદી રીતે ઉત્તેજિત કરીને કરવામાં આવ્યું તો એનામાં પણ સાધારણ નિષેચિત ઈંડા કે જીવતા પ્રાણીઓ જેવી જ લાગણીઓ જોવા જાણવા મળી હતી. [The Frontier of Science & Medicine by Carlson in 1975] શરાબ ત્યાજ્ય છે : ધાર્મિક દૃષ્ટિકોણથી શરાબ-દારૂ માનસિક વૃત્તિઓને ઉત્તેજે છે.... અને પ્રવૃત્તિઓ પર એના વિપરીત પરિણામો પડે છે.. આ તો (અનુસંધાન પેજ નં ૬૦) Page #69 -------------------------------------------------------------------------- ________________ પ૮ પ્રોટીનયુકત ખાદ્યોનું ટકાવારી પોષણ મૂલ્યાંકન નામ કેલરીઝ પ્રોટીન સ્નિગ્ધ પદાર્થસ્ટાર્ચ કે (શકિત (ગ્રામ) (ગ્રામ) સાકારી પદાર્થ દૂધ. માનવ દૂધ ૫ ૧ ૩.૫ ૭પ ગાયનું દૂધ ૬૫ ૩૪૪.૦ ૪.૫ ભેંસનું દૂધ ૧૦૦ ૭.૦ ૫.૦ ટોન્ડ મિલ્ક પ૫ ૩ ૩.૦ ૩.૦ દૂધનો પાવડર ૪૯૫ ર૭ ર૬.૦ ૩૮.૦ (મલાઈ સહિત) દૂધનો પાવડર. ૩પપ ૩૮ નહિવત્ પ૧.o (મલાઈ રહિત) પનીર. ૩૪૫ ૨૪ ૨૫.૦ ૬.૦ કઠોળ... અડદનદાળ ૩પ૦ ૨૪ ૧.૫ ચણા (આખા) ૩EO ૫.o ચોળા ૩૩) રપ 0.૫ તુવેરની દાળ ૩૩૫ ૧.૫ મગની દાળ ૩પ૦ ૨૪ ૧.૦ ૬૦ મઠ ૩૩ ૨૪ ૧.૦ વટાણા (સૂકા) ૩૧૫ ૨૦ ૧.૭. વાલ ૩પ૦ ૨૫, ૧.૦ ૬O સોયાબીન ૪૩૫ ૪૩ ૨૦.૦ ૨૧ fo ૧૭ રર તેલીબિયાં કોપરું ૪૪૫ પ૬૦ પપ0 ૪ ૧૮ તલ, ૪૨.૦ ૪૩.૦ ૪૦.0 ૧૩ ૨૫ ર0 મગફળી માંસ વગેરે નહિવત મત્સ્ય માંસ ઈંડા (નંગ ૨) ૧૧૦ ૧૪૦ ૧૭૫ ૧૯ ૨૧ ૧૩ ૩૦ FO ૧૩.૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ પ૯ પ્રત્યેક ખાદ્યપદાર્થના મહત્વના ગુણદોષોનો સારાંશ અતિ પૌષ્ટિક પ્રવાહી ખોરાક. સ્નિગ્ધ પદાર્થ: મધ્યમ પ્રમાણમાં હોઈ ઘણે સુપાચ્ય. તે વિપુલ પ્રમાણમાં હોઇ ઉમર થતાં પ્રતિકુળ. ઘણી રીતે ગાયના દૂધ જેવું. ચા-કોફી માટે ઉપયોગી. તાજા દૂધની “કવૉલિટી' અનિચત હોય તેવા સંજોગોમાં આ ભૂકી બાળઉછેર માટે અતિ ઉપયોગી. ઘઉ કે જુવારના લોટમાં ભેળવી તેને વધુ પૌષ્ટિક બનાવવા માટે આ ભૂકી અતિ લાભદાયી. દૂબળા-પાતળા કિશોરો માટે ઘણું જ અનુકૂળ. પચવામાં જડ, પરંતુ અતિ પૌષ્ટિક અને ગુણકારી. સ્નિગ્ધ પદાર્થ: ત્રણ ઘણું, છતાં કોલેસ્ટ્રોલ ઓછું કરનાર, પ્રોટીનઃ સારા પ્રમાણમાં પૂડલા કરવામાં ઉત્તમ. સર્વસામાન્ય, કારણ કે સસ્તામાં સસ્તું કઠોળ. પચવામાં ઘણું સહેલું ફણગાવેલમાં મગ વધુ પૌષ્ટિક. ઘણી રીતે મગના જેવું ફણગો લાવવાથી જડતા ઓછી થાય છે. અતિ મધુર એવા આ શાકની સુકવણી થયે પચવામાં જરા જડ. સેલ્યુલોઝ વિપુલ પ્રમાણમાં, તેથી વાયુકારક, પચવામાં અતિ જડ. પ્રોટીનની ‘ક્વૉલિટી તથા પ્રમાણ બંને ઉચ્ચતર પ્રોટીનનું પ્રમાણ ઘણું ઓછું, વળી સઘન ફેટી એસિડ વધારે પડતા પ્રમાણમાં. સુવાસિત અને અતિ રુચિકર, સ્નિગ્ધ પદાર્થ વિપુલ પ્રમાણમાં. માનવ ખાદ્ય તરીકે તથા ફેકટરીમાં બનતા ખોળ માટે અતિ ઉપયોગી. પ્રોટીનની દ્રષ્ટિએ અતિ પૌષ્ટિક, પરંતુ ખાદ્ય તરીકે ઘણી રીતે અપૂર્ણ. વિપુલ પ્રમાણમાં અમ્લતત્ત્વ ઉત્પન્ન કરનારામાં મોખરે, આ વર્ગના કોઈપણ ખાદ્યની આવશ્યકતા નીરોગિતા કે માંદગીની અવસ્થામાં પુરવાર થવી બાકી છે, લાંબે ગાળે લોહીમાં વિકાર, બગાડ થવાની શક્યતા ખરી. જીવશાસ્ત્રની દ્રષ્ટિએ આ માનવ ખાધો છે જ નહિ. Page #71 -------------------------------------------------------------------------- ________________ Fo જૈનધર્મ છે જ... પણ શારીરિક સ્તરે પણ શરાબ અત્યંત ખતરનાક ચીજ છે, એ આજે તો સ્વાસ્થ્યવિજ્ઞાને પણ સ્વીકાર્યું છે. પેટમાં જતાની સાથે જ શરાબમાં રહેલ આલ્કોહોલ તરત જ જિગર દ્વારા નાના આંતરડા દ્વાર અને નસો દ્વારા લોહીમાં પહોંચી જાય છે. અને પછી ધીમે ધીમે આખા શરીરમાં ફ્લાય છે. મોટા આંતરડાંમાં શરાબ ભાગ્યે જ પહોંચે છે. ખાલી પેટમાં આંતરડાં દ્વારા આલ્કોહોલ' ને અતિ તીવ્રતાથી ખેંચી લેવામાં આવે છે. માત્ર ૧૦ થી ૩૦ મિનિટમાં ‘આલ્કોહોલ’ લોહીમાં ઉપર સુધી પહોંચી જાય છે. જેટલા વધારે પ્રમાણમાં શરાબ લેવાય... એટલું વધારે નુકસાન થાય છે. પેટમાં સોજો, હ્રદય અને કિડનીને નુકસાન થાય છે. ‘આલ્કોહોલ'નું ઝેર લોહીને વધું ગાઢું બનાવી દે છે. લોહી જામી જાય છે. વધારે શરાબ પીવાથી હ્રદયની નસો અક્ષમ થઇ જવાની દહેશત પણ રહે છે. આંખો બળવા માંડે છે. ઉલ્ટી ઉબકાં થાય છે... ભૂખ મરી જાય છે... થાક વરતાય છે.... પરસેવો થાય છે. શરીરમાં ધ્રુજારી અનુભવાય છે. શરાબના કારણે ગુસ્સો, આવેગ, ચિંતા, ભય, શોક, ઉદાસી, સુસ્તી, આ બધાના શિકાર બનવું પડે છે. માનસિક તનાવ વધ્યા કરે છે. તનાવ વધવાના કારણે લોહી ગરમ રહે છે. પાચન-ક્રિયા મંદ પડી જાય છે... માંસપેશિયો અને નાડી સંસ્થાન જયાં ભેગાં મળે છે. ત્યાં એસિટલ કોલોન’” નામક પદાર્થ પેદા થાય છે. જો કે બીજા બીજા પદાર્થો સાથે મળીને કાર્બન અને કોગલ’ની ઉત્પત્તિ પણ થાય છે.... આ બધાના કારણે લેકિટક એસિડ' વધી જાય છે. આના લીધે શરીરની ચામડીની મુલાયમતા-મૃદુતા અસ્ત થવા માંડે છે. લોહીના પરિભ્રમણમાં અને પેશીઓના સંચાલનમાં અવરોધ ઊભા થાય છે. ઓહિયો વિશ્વવિદ્યાલય અમેરિકાના પ્રોફેસર ડો. વાલ્ટેયર સી. રેક્લેસ પોતાના પુસ્તક “ધ ક્રાઇમ પ્રોબ્લેમ’ નામના પુસ્તકમાં લખે છે કે અપરાધની પ્રવૃતિઓ કરવાવાળા વ્યકિતમાં શરાબ પીવાની, નશો કરવાની, માદક પદાર્થોનો ઉપયોગ કરવાની, અસ્વાભાવિક વિકૃત Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ યૌનભાવની તીવ્ર લાગણીઓ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. જૈન સંઘની વ્યવસ્થા દરેક તીર્થંકર પોતાના સમયમાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. ૧. સાધુ, ૨ સાધ્વી, ૩. શ્રાવક અને ૪. શ્રાવિકા- આ ચાર. સંઘનો કહેવાય છે. કામદારો, વેપારીઓ, વિદ્યાર્થીઓ આદિના સંઘથી આ સંઘ તદન નોખો અને અનોખો છે. જૈન સંઘની માંડણી તેની વિશિષ્ટ આચાર સંહિતા પર થયેલી છે. તેમાં સત્તાને કોઈ સ્થાન નથી. વગર બંધારણે, વગર ચૂંટણીએ, વ્યકિતગત સૂઝ-સમજ અને વિવેકથી સંઘ પોતાના ફાળે સ્વીકારેલી જવાબદારીઓનું પ્રસન્ન ચિત્તે વહન કરતો આવ્યો છે. વ્યકિતગત આત્મસાધના એ તેની મુખ્ય અને મહત્વની પ્રવૃત્તિ છે. તેના નાયક શ્રી તીર્થંકર પરમાત્મા છે. તેમણે આત્મસાધનાનો રાહ ચીંધ્યો છે તે રાહે સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા ચાલે છે. સાધુ-સાધ્વી જૈન સંઘમાં સાધુ-સાધ્વીનું વણલખ્યું માનવંતુ અને આદરણીય ઉચ્ચ સ્થાન છે. શ્રાવક અને શ્રાવિકાના તે આદર્શ અને આરાધ્ય છે. જે કોઈ સ્ત્રી કે પુરુષ ઘરસંસારનો, કંચન અને કામિનીનો ત્યાગ કરીને પાંચ મહાવ્રત અંગીકાર કરે છે. અને પોતાના માટેની નિયત આચારસંહિતાનું પાલન કરે છે તેઓ જૈન સાધુ અને જૈન સાધ્વી ગણાય છે. તેમના જીવનનું ચર અને પરમ ધ્યેય મોક્ષ પ્રાપ્તિનું હોય છે. આ ધ્યેયને પ્રાપ્ત કરવા તેઓ પ્રતિપળ સજાગપણે પ્રવૃત્ત રહે છે. વ્યકિતગત આત્મસાધનાની સાથોસાથ તેઓ ધર્મોપદેશ આપીને વિશાળ જનસમાજને સદાચાર તરફ વાળે છે. માનવહૈયે રહેલા શુભ ભાવોને તેઓ જાગ્રત કરે છે. માનવ મનની નબળાઇઓને ખંખેરી નાંખવા માટે પ્રેરણા કરે છે. તેમના બધા જ ભાવ અને પ્રયત્ન માણસને ધર્મમય અને સંસ્કારમય બનાવવાના હોય છે. સંક્ષેપમાં કહીએ તો જૈન સાધુ-સાધ્વી નૈતિક ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યોનો પ્રચાર અને પ્રસાર Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૨ જૈનધર્મ કરે છે. તેમનું પોતાનું જીવન સાદું સંસ્કારી અને સંયમી હોવાથી, સ્વયં નિઃસ્પૃહ અને નિરપેક્ષ હોવાથી તેમના ઉપદેશની અસર જનસમાજ ઉપર સચોટ હોય છે. પ્રવચન, વાર્તાલાપ, શિક્ષણ-શિબિર ધ્યાન-શિબિર, જાપ, અનુષ્ઠાન, મહોત્સવ આદિ માધ્યમોથી ધર્મ, સમાજ અને રાષ્ટ્રના ચારિત્ર્યનિર્માણનું પ્રશસ્ય કામ કરે છે. શ્રાવક શ્રાવિકા શ્રી તીર્થંકર પરમાત્માઓએ પ્રરૂપેલ બાર વ્રતનું પાલન કરનાર સ્ત્રી-પુરુષને શ્રાવક-શ્રાવિકા કહે છે. તેમની ભાવના પણ સકલ કર્મનો ક્ષય કરીને મુકિત પામવાની હોય છે. પરંતુ આ માટે ઘરસંસારનો ત્યાગ કરી સંપૂર્ણપણે આત્મભાવ અને આત્મધ્યાનમાં રહેવાની શકિત અને ક્ષમતા ન હોવાથી બાર વ્રતોનું યથાશકય પાલન કરે છે. તેઓ સાધુ-સાધ્વીની પ્રેમપૂર્વક અને આદરથી ભક્તિ કરે છે. સાધુ-સાધ્વીની જ્ઞાનસાધના તેમજ આત્મ-સાધના માટે જરૂરી સામગ્રીઓ ઉમળકાથી પૂરી પાડે છે.આ ઉપરાંત શ્રાવક-શ્રાવિકાઓ ધર્મની આરાધના માટેની સંસ્થાઓ જેવી કે દેરાસર, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, ગુરુમંદિર, પાઠશાળા, આયંબિલશાળા, પાંજરાપોળ વગેરેની વ્યવસ્થાઓ પણ સંભાળે છે. શ્રાવક-શ્રાવિકાઓ એક બીજાને સાધર્મિક માને છે. જે સાધર્મિકોની આર્થિક સ્થિતિ નબળી હોય તેવાઓને જરૂરી ચીજ-સામગ્રી સ્વમાનપૂર્વક આપીને તેમની ભકિત કરે છે. સાધર્મિક ભકિત કરીને તેઓ દુખી સાધર્મિકોને અશુભ ધ્યાનમાંથી બચાવી લે છે. પોતાના જૈન ધર્મના પ્રચાર માટે તેઓ શકય તમામ સભ્યફ પ્રવૃત્તિઓ જેવી કે પુસ્તક પ્રકાશન, શોભાયાત્રા, પ્રવચનો વગેરે કરે છે. કુદરતી આફતોના પ્રસંગે કરૂણાથી મન મૂકીને દાન આપે છે. કસાઈવાડે જતાં પશુઓને છોડાવીને જીવદયા પણ કરે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ જૈન દેરાસર દરેક ધર્મ-સંપ્રદાયના ભગવાનનું પોતાનું સ્થાનક હોય છે. એ દરેકને પોતાનું વિશિષ્ટ નામ હોય છે. હિન્દુઓનું મંદિર, મુસલમાનોની મજીદ, શીખોનું ગુરુદ્વારા, ખ્રિસ્તીઓનું ગિરજાઘર, વૈષ્ણવોની હવેલી હોય છે. તે જ પ્રમાણે જૈનોના ભગવાન તીર્થકર, જિનેશ્વર કે વીતરાગ માટેના મંદિરને દેરાસર કે જિનાલય કહે છે. આ દેરાસર શિખરવાળું, ઘુમ્મટવાળું કે ધાબાવાળું પણ હોય છે. શિલ્પશાસ્ત્રની દ્રષ્ટિએ વિશિષ્ટ બાંધણી અને માંડણીથી જૈન દેરાસર અન્ય મંદિરોથી તરત આગવું તરી આવે છે. દેરાસર મોટા ભાગે પત્થર કે આરસનું બનેલું હોય છે. દેરાસરમાં એકથી વધુ જિનપ્રતિમાઓ હોય છે. મુખ્ય પ્રતિમાના નામે દેરાસર ઓળખાય છે. એ મુખ્ય પ્રતિમાને મૂળનાયક કહે છે. દેરાસરમાંની મોટા ભાગની જિનપ્રતિમાઓ પદ્માસનમાં ધ્યાનસ્થ મુદ્રામાં હોય છે. દરેક દેરાસર ઓછી-વતી નકશીકામથી કલાત્મક હોય છે. વિશ્વભરમાં જૈન દેરાસરે તેની અનોખી અને અર્થાત તેમજ બારીક કલાકારીગરીથી મશહુર છે. આબુ દેલવાડાના દેરાસરોની કીર્તિ દિગદિગંત સુધી પ્રસરેલી છે. . દેરાસરમાં મુખ્યત્વે ગભારે અને રંગમંડપ હોય છે. ગભારામાં જિન-પ્રતિમાઓ હોય છે. ભાવિકો ત્યાં જઈને ભીના ચંદનથી ભગવાનની પૂજા કરે છે. અને રંગમંડપમાં બેસીને પ્રભુની સ્તુતિ-સ્તવના, મહોત્સવ આદિ કરે છે. પ્રભુ સામે જોઈને તેમનું ધ્યાન ધરે છે. તેમના નામનો જાપ કરે છે. વિશિષ્ટ વંદના કરે છે. સૂર્યાસ્ત પછી દરેક દેરાસરમાં વીતરાગ પરમાત્માની આરતી ઉતારવામાં આવે છે. અને મંગળદીવો કરવામાં આવે છે. દેરાસર બંધાઈ ગયા પછી તેમાં પરમાત્માની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની હોય છેઆ માટે વિશિષ્ટ મહોત્સવ કરાય છે. તેને “અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ' કહે છે. આ વિધિ આચાર્યભગવંતો Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સાધુભગવંતો કરે છે. જિન-પ્રતિમાજીને સોના-રૂપા-હીરાના અલંકારોથી સજાવવામાં આવે છે. તેને ‘આંગી’ કહે છે. આ આંગી ફૂલોથી પણ કરવામાં આવે છે. કેટલાક સુખી સમૃદ્ધ ભાવિકો પોતાની રહેવાની જગામાં દેરાસર બનાવે છે. તેને ઘર-દેરાસર' કહે છે. જૈનધર્મ ભારતભરમાં જૈનોના નાના મોટાં દેરાસર છે. અને તેમાં મનહર અને મનભર, આત્મભાવપ્રેરક અને પોષક હજારો જિન પ્રતિમાજીઓ છે. આ પ્રતિમાઓ આરસ ઉપરાંત ધાતુની પણ હોય છે. કેટલીક જગ્યાએ સ્ફટિક-પન્ના-માણેક જેવા કીમતી પથ્થરોની મૂર્તિઓ પણ દર્શન માટે રાખવામાં આવે છે. જૈન ઉપાશ્રય આરાધકોને ધર્મની આસધના કરવા માટેના તેમજ જૈન સાધુ-સાધ્વીઓને કામચલાઉ કે ચાર્તુમાસમાં સ્થિરવાસ કરવા માટેના મકાનને ઉપાશ્રય કહે છે. સાધુ અને સાધ્વી માટેના ઉપાશ્રય અલગ હોય છે. એક ઉપાશ્રયમાં સાધુ-સાધ્વી ને સાથે કે ઉપર-નીચે રહેવા પર શાસ્ત્રમાં પ્રતિબંધ છે. સાધુઓ માટેના ઉપાશ્રયમાં સાધ્વીઓ કે બહેનો અને સાધ્વીનો માટેના ઉપાશ્રયમાં પુરુષોની આવનજાવન પર પણ સમયની મર્યાદા મૂક્વામાં આવી છે. સૂર્યાસ્ત પછી સાધુઓના ઉપાશ્રયમાં સાધ્વીજીને તેમજ બહેનોને અને સાધ્વીઓના ઉપાશ્રયમાં સાધુએ તેમજ પુરૂષોને જવાની મનાઈ છે. ઉપાશ્રયમાં ઉતરવા માટે ઓછામાં ઓછા બે સાધુ કે બે સાધ્વીજી હોવા અનિવાર્ય છે. ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીજી વ્યાખ્યાન (પ્રવચન) આપે છે. તેમાં સામુદાયિક કે વ્યક્તિગત સામાયિક, પ્રતિક્ર્મણ આદિ વિવિધ ધર્મઆરાધના કરવામાં આવે છે. ઉપાશ્રયનું વાતાવરણ જ્ઞાનમય અને તપમય હોય છે. સાધુ-સાધ્વીઓ જ્ઞાનાભ્યાસમાં રત રહે છે. શ્રાવક-શ્રાવિકાઓ પણ Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૬૫ સાધુ-સાધ્વીઓ પાસે ધર્માભ્યાસ કરે છે. જ્ઞાનગોષ્ઠીઓ યોજાય છે. તત્વજ્ઞાનના વર્ગો ચાલે છે. ચાતુર્માસના સમયમાં ઉપાશ્રય આરાધકોની સતત આરાધનાથી ગૂંજતો અને ગાજતો રહે છે. સુખી અને સંપન્ન ભાવિકોના દાનથી ઉપાશ્રય બાંધવામાં આવે છે. સ્થાનિક સંઘ તેનો વહીવટ કરે છે. જૈન જ્ઞાનમંદિર પુસ્તકાલય, ગ્રંથાલય માટે જૈનો ‘જ્ઞાનમંદિર’ શબ્દનો ઉપયોગ કરે છે. ‘જ્ઞાનમંદિર’માં શબ્દની યથાર્થતાનો અનુભવ થાય છે. તેમાં સમય પસાર કરવા માટેના કે મનોરંજન માટેના પુસ્તકો નહિ, પરંતુ તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, સંસ્કૃતિ, જીવનચરિત્ર વગેરે જ્ઞાનની વિવિધ શાખાઓના પ્રાચીન ગ્રંથોનો સંગ્રહ હોય છે. પહેલાં પુસ્તકો તાડપત્રો પર લખાતા હતા. વિશિષ્ટ કાગળ પર વિશિષ્ટ શાહીથી પુસ્તકો લખાતા. આ જ્ઞાનમંદિરોમાં એવા તાડપત્રો અને હસ્તપ્રતોનો કાળજીપૂર્વકનો સંગ્રહ હોય છે. ખંભાત, લીંબડી, ડભોઇ, અમદાવાદ, પાટણ, જેસલમેર, બિકાનેર આદિ શહેરોમાં એકથી વધુ જ્ઞાનમંદિરો કે જ્ઞાનભંડારો છે. તે દરેકમાં પ્રાચીનતમ ગ્રંથો, તાડપત્રો, હસ્તપ્રતો ઉપલબ્ધ છે. તેમાં ઇસુના હજારેક વરસ પૂર્વેની પણ પ્રતો પ્રાપ્ત છે. જૈન સંસ્કૃતિના ગ્રંથો અને પ્રતો તો તેમાં છે જ, ઉપરાંત વેદ સંસ્કૃતિ અને બૌદ્ધ–સંસ્કૃતિના પણ અલભ્ય ગ્રંથો અને પ્રતોનો સંગ્રહ છે. સાધુ-સાધ્વીજીની પ્રેરણાથી, આવા જ્ઞાનમંદિરો ઊભા થયા છે અને થાય છે. સ્થાનિક સંઘ તેની સંભાળ રાખે છે. કેટલાંક વ્યક્તિગત માલિકીનાં પણ જ્ઞાનમંદિર કે જ્ઞાનભંડાર છે. જૈન સંસ્કૃતિને સમગ્રતયા જાણવા સમજવા માટે આ જ્ઞાનભંડારો મહત્ત્વની અને મબલખ સામગ્રી પૂરી પાડે છે. અમદાવાદ ખાતેનું લાલભાઈ દલપતભાઇ ભારતીય પ્રાચ્યવિદ્યામંદિર એક વિશિષ્ટ જ્ઞાનમંદિર છે. તેમાં સંશોધન અને પ્રકાશનનું કાર્ય પણ થાય છે. દેશ અને વિદેશના વિદ્વાનો આ જ્ઞાનભંડારોની મુલાકાત લે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ FE જૈન પાઠશાળા જયાં બાળકો, કિશોરો અને યુવાનોને ધર્મના જૈન શિક્ષણ અને સંસ્કાર આપવામાં આવે છે, એ સ્થળને જૈન પાઠશાળા કે જૈન જ્ઞાનશાળા કહે છે. ધામિક શિક્ષક-શિક્ષિકા અભ્યાસ કરાવે છે. જૈન સૂત્રો શીખવે છે. ધર્મની ક્રિયાઓની પ્રાયોગિક તાલીમ આપે છે. જૈન ઇતિહાસ પણ ભણાવે છે. જૈનધર્મ જૈન તત્ત્વજ્ઞાન વિશાળ છે. જૈનો માટે બે પ્રતિક્ર્મણ કે પાંચ પ્રતિક્ર્મણનું જ્ઞાન હોવું જરૂરી છે. પ્રતિક્રમણ એ જૈનોની રોજિંદી ધાર્મિક ક્રિયા છે. જિનપૂજા પણ નિત્યની ક્રિયા છે. પાઠશાળામાં મુખ્યત્વે એ ક્રિયા-સૂત્રોનો અભ્યાસ કરાવાય છે. બાળકો જૈન ધર્મનો અભ્યાસ કરવા પ્રોત્સાહિત બને તે માટે ઉદારદિલ જ્ઞાન પ્રેમીઓ તેમને વિવિધ ઇનામો પણ આપે છે. વરસમાં કયારેક ધાર્મિક પરીક્ષાઓ પણ લેવાય છે. ખંભાત, અમદાવાદ, મહેસાણા, મુંબઇ જેવાં મોટા શહેરોની પાઠશાળામાં વિદ્વાન પંડિતો પાસે સાધુ-સાધ્વીઓ પણ ઉચ્ચ અભ્યાસ કરે છે. આયંબિલ શાળા વિવિધ જૈન તપોમાં આયંબિલ તપનું આગવું સ્થાન છે. આ તપ માંગલિક અને પ્રભાવિક સાબિત થયેલું છે. ચૈત્ર અને આસો મહિનાના નવ દિવસ ઘણાં ભાવિકો નવ દિવસના આયંબિલ તપ સાથે નવપદની ઓળીની આરાધના કરે છે. ઘણાં ભાવિકો વર્ધમાન તપ પણ કરે છે. આ તપમાં પણ આયંબિલની મુખ્યતા છે. ઘણાં લોકો પર્વ તિથિએ પણ આયંબિલ કરે છે. આયંબિલ-તપનું પ્રચલન વિશેષ છે. આયંબિલનું તપ ઘરે કરવા માટે સુગમ અને સરળ નથી બનતું, કારણ આ તપમાં લુખ્ખું-સુક્કું મીઠાં મરચાં વિનાનું તેમજ તેલ-ઘી વગરનું ભોજન એક ટંક કરવાનું હોય છે. ઘરે આવી રસોઈ કરવાની દરેકને અનકૂળતા નથી હોતી. આથી સંઘે આ તપના આરાધકો માટે આયંબિલશાળાની Page #78 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વ્યવસ્થા કરી છે. તેમાં આયંબિલ તપમાં ખાઈ શકાય તેવી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. આરાધકો અહીં આવીને આયંબિલ કરે છે. આ તપ કઠિન છે. પરંતુ સમુહમાં અહી આરાધકો આયંબિલ કરતા હોવાથી આરાધકોને પ્રેરણા અને બળ મળી રહે છે. આયંબિલ ખાતામાં પીવા માટેના ગરમ પાણી (ઉકાળેલું પાણી) ની પણ અલગ વ્યવસ્થા રાખવામાં આવે છે. આયંબિલ નિઃશુલ્ક કરાવવામાં આવે છે. તેના સંચાલન માટે દાન સ્વીકારાય છે. ઘણાં ઉદારદિલ તપપ્રેમીઓ એક દિવસની તિથિ લખાવીને તપની અને તપસ્વીઓની અનુમોદના કરે છે. આવી આયંબિલ શાળાઓ મોટા શહેરોમાં કે જયાં પણ વધુ જૈનો વસતાં હોય ત્યાં હોય છે. જૈન પાંજરાપોળ નિરાધાર અને નિસહાય, અશકત અને અપંગ પશુપંખીઓની જયાં પ્રેમભરી માવજત કરવામાં આવે છે તે સંસ્થાને પાંજરાપોળ કહે છે. અહીં પશુઓને ઘાસચારો નીરવામાં આવે છે. પંખીઓને ચણ નાખવામાં આવે છે. બિમાર પશુ પંખીઓની તબીબી સારવાર કરવામાં આવે છે. કસાઈવાડે લઈ જવાતા પશુઓને છોડાવીને તેમને પાંજરાપોળમાં રાખવામાં અને સાચવવામાં આવે છે. સ્થાનિક સંઘો તેમજ જીવદયા મંડળી જેવી સંસ્થાઓ આવી પાંજરાપોળોનું સંચાલન કરે છે. દુકાળ અને પૂર જેવા કુદરતી આફતોના પ્રસંગે. આ બધી પાંજરાપોળો પશુ-પંખીઓ માટે આશીર્વાદ બને છે.. એવાં કરુણ પ્રસંગે પાંજરાપોળો ખાસ અને વિશિષ્ટ વ્યવસ્થા કરે છે. જૈન ધર્મશાળા અને ભોજનશાળા જૈનોના નાના-મોટાં તીર્થસ્થળોમાં તેમજ મોટાં શહેરોમાં યાત્રિકોને રહેવા – ઉતરવા અને જમવા માટે સ્થાનિક સંઘ કે સંસ્થા દ્વારા સંચાલિત ખાસ વ્યવસ્થા હોય છે. રહેવાના સ્થળને ધર્મશાળા કહેવામાં આવે છે. યાત્રિકોને ધર્મની આરાધનામાં સાનુકૂળતા રહે તે માટે ધર્મશાળાનું નિર્માણ કરાય છે. મોટા ભાગે તેમાં નિઃશુલ્ક ઉતારો અપાય છે. અથવા Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જૈનધર્મ નામનો-નજીવો દર લેવાય છે. ધર્મશાળામાં રહેવા ઉપરાંત સુવાનાં સાધનો પણ અપાય છે. ઘણી ધર્મશાળામાં રસોઈ બનાવવાની સગવડતા પણ અપાય છે. ધર્મશાળામાં ઉતરનારે જૈન નિયમોનું પાલન કરવાનું હોય છે. તેમાં કંદમૂળ ખાઇ શકાય નહિ. દારૂ પી શકાય નહિ.ગાર રમી શકાય નહિ. વગેર વગેરે. જૈન ભોજનશાળામાં યાત્રિકોને નજીવા દરેથી બે ટંકનું સાદું, સાત્ત્વિક અને શાકાહારી ભોજન અપાય છે. સૂર્યાસ્ત પછી ભોજનશાળામાં જમવાનું નથી અપાતું. દરેક જૈન ભોજનશાળા રાત્રિભોજન ત્યાગ, અભક્ષ્ય અને કંદમૂળ ત્યાગ તેમજ દ્વિદળ-ત્યાગનું ચોકસાઇ અને ચુસ્તતાથી પાલન કરે છે. અધિકાંશ જૈન તીર્થોમાં ધર્મશાળા અને ભોજનશાળાની સગવડતા ઉપલબ્ધ હોય છે કે જેથી ત્યાં આવતા જતા યાત્રિક ભાઇ બહેનોને આવાસ અને ભોજનની અસુવિધાના શિકાર ના થવું પડે હમણાં હમણાં તો નાના મોટા શહેરોમાં પણ ધર્મશાળા અને ભોજનશાળાઓ નિર્મિત થવા લાગી છે. કેટલીક ધર્મશાળાઓ તો આધુનિક સુવિધાઓથી સંપન્ન હોય છે. આ બંનેનું આર્થિક સંચાલન સ્વૈચ્છિક દાનથી ચાલે છે. યાત્રિકો નાની-મોટી રકમનું દાન કરે છે. તેની ખોટ પણ ઉદારદિલ જૈન શ્રીમંતો મોટા દાનથી પૂરી કરે છે. જૈન તીર્થો શ્રી તીર્થંકર પરમાત્માઓના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ દિન પરમ આરાધ્ય મનાય છે. તેને ‘કલ્યાણક’ કહે છે. ચ્યવન [છેલ્લાં દેવલોકના ભવમાંથી માનવલોકમાં આગમન] સહિત પાંચ કલ્યાણક જે ભૂમિમાં જે સ્થળે બન્યા હોય તેને જૈનો તીર્થ’ તરીકે માને છે. આ ઉપરાંત જયાં વિશિષ્ટ પ્રસંગ કે ચમત્કાર બન્યા હોય તેવા તેવા સ્થળને પણ તીર્થ' ગણવામાં આવે છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ તીર્થભૂમિ, તીર્થંકરો તેમજ સંયમશ્રેષ્ઠ જૈન મહર્ષિઓના પાદસ્પર્શથી પવિત્ર બનેલી હોય છે. ભાવિકો તેની યાત્રાએ જઈને ધન્યતા અનુભવે છે. જૈનોના તીર્થો મુખ્યત્વે ઉન્નત પર્વતો ઉપર આવેલા છે. કેટલાક તીર્થો ગાઢ જંગલમાં આવેલા છે. પ્રકૃતિનું રમ્ય, નિર્મળ અને પ્રસન્ન વાતાવરણ દરેક તીર્થમાં હોય છે. ત્યાં જઈને યાત્રિક ચિત્તની અદ્ભુત શાંતિ અને પ્રસન્નતા મેળવે છે. આવા એકાંતના સ્થળોએ તીર્થોના નિર્માણની પાછળ એક લક્ષ્ય એ પણ મુખ્યત્વે રહેલું છે કે માણસ થોડાક સમય માટે પણ દુનિયાદારીની પળોજણમાંથી અળગો થઈને ત્યાં જાય અને આત્માનુભવના ઊંડાણમાં ઉતરી શકે. એક બાજુ પર્વતીય કે જંગલનું રમ્ય સુરમ્ય લીલુંછમ વાતાવરણ, બીજી બાજુ, વાદળથી વાતો કરતા ઉન્નત દેરાસરોના શિખરો.... પ્રસન્નતા અને પવિત્રતાથી છલકતી પ્રતિમાઓ... આ બધાની વચ્ચે માણસ સ્વસ્થતા-સ્વચ્છતા સહજ રીતે મેળવી શકે છે! જૈન તીર્થો તેની પવિત્રતા તેમજ કલાકારીગરી માટે વિશ્વભરમાં મશહૂર છે. શત્રુજ્ય, ગિરનાર, આબુદેલવાડા, તારંગા, કુંભારિયાજી, સમેતશિખર, પાવાપુરી, રાજગૃહી, શંખેશ્વર મહુડી, મહેસાણા, ઉપરિયાળા, ભદ્રેશ્વર, નાકોડાજી, વગેરે સેંકડો જૈન તીર્થો રમણીય અને પ્રણમ્ય છે. આ બધા તીર્થધામો ભાવિકની ધર્મભાવનાને સબળ અને વર્ધમાન કરે છે. - આ તીર્થો આજે પણ લાખો માણસોને સુખ-શાંતિ અને પ્રસન્નતાનો રાહ ચીંધે છે. અલબત્ તીર્થોની યાત્રા કરતી વખતે ઉચિત નિયમો અને સમુચિત અનુશાસનનું પાવન આવશ્યક હોય છે. તી ના પવિત્રતા જોખમાય એવા આચાર કે વ્યવહારથી દૂર રહેવું જરૂરી છે. તીd તો સામુહિક સાધના માટેના સુરક્ષિત ક્ષેત્ર જેવા છે. સાત ક્ષેત્રો જૈન સંસ્કૃતિ વિશાળ અને વિષ્ટ છે. પરંતુ સરળતાથી સમજવા મને એમ કહી શકાય કે ન સંસ્કૃતિ મુખ્યત્વે સાત લોત્ર/વિના તો Page #81 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ બનેલી છે. તેનાં એ સાત ક્ષેત્ર જૈન સંસ્કૃતિના લગભગ બધા જ અંગોને સમાવી લે છે. તેની આર્થિક વ્યવસ્થાનું ચોક્કસ માળખું છે અને તેનું ચોક્કસ નામ છે. એ ક્ષેત્ર અને એના નામો આ પ્રમાણે છે. ૧. જિન ચૈત્ય અને ૨. જિનમૂર્તિ ૭૦ ચૈત્ય એટલે દેરાસર, દેરાસર અને મૂર્તિ અભિન્ન છે. દરેક દેરાસરમાં એક ભંડાર હોય છે. ભાવિકો દેરાસરમાં જઇને, પરમાત્માના દર્શન, સ્તુતિ, પૂજા કરીને ભંડારમાં યથાશક્તિ પૈસા નાંખે છે. પ્રભુજીને પ્રથમ પૂજા કરવા માટે, પ્રભુજીની આરતી ઉતારવા માટે ઘણી વખતે બોલી બોલવામાં આવે છે. સર્વોચ્ચ બોલી બોલનાર તેની નિયત રકમ ચૂકવે છે. પ્રભુજીને ભેટણાં રૂપે ધરાતી રકમ, બોલીની ચૂકવાતી રકમ તેમજ પ્રભુજીની ભક્તિના અન્ય નિમિત્તે અપાતી રકમ દેવદ્રવ્ય કહેવાય છે. દેવદ્રવ્ય એટલે દેવને અર્પણ કરેલું દ્રવ્ય. આ દેવદ્રવ્યનો ઉપયોગ દેરાસરના નવનિર્માણ માટે તેમજ દેરાસરના જિર્ણોદ્ધાર માટે જ કરી શકાય છે. દેરાસર અને મૂર્તિ સંબંધી કાર્યો માટે જ તેનો ઉપયોગ થઇ શકે છે. આ વ્યવસ્થાથી ઘણાં દેરાસરોનો જિર્ણોદ્ધાર થયો છે અને થાય છે. જે દેરાસમાં દેવદ્રવ્ય પૂરતા પ્રમાણમાં અને વધુ હોય છે તે દેરાસરના ટ્રસ્ટીઓ જિર્ણોદ્ધારના કામ માટે દેવદ્રવ્ય પોતાની મર્યાદામાં રહીને આપે છે. દેરાસરના નવનિર્માણમાં પણ અપાય છે. ૩. જિનાગમ જ્ઞાન પૂજનીય છે. જ્ઞાનના ઉપકરણો-પુસ્તક, ગ્રંથ વગેરે પણ પૂજનીય છે. ભાવિકો ઉપાશ્રયે જાય છે ત્યાં સાધુ-સાધ્વીને વંદન કરે છે. એ પ્રસંગે વાસક્ષેપથી જ્ઞાનની પુજા કરે છે. તેને જ્ઞાનપૂજન કહે છે. આ પૂજન નિમિત્તે ભાવિકો પૈસા અર્પણ કરે છે. જ્ઞાનપૂજનમાં મૂકાયેલ રકમને ‘જ્ઞાન-દ્રવ્ય’ કહેવાય છે. આ દ્રવ્યનો ઉપયોગ પ્રાચીન-અર્વાચીન Page #82 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૭૧ ધાર્મિક ગ્રંથોના પ્રકાશનમાં કરવામાં આવે છે, એ ગ્રંથોના સંરક્ષણના ઉપયોગમાં પણ લેવાય છે. જ્ઞાનભંડાર કે પુસ્તકાલય માટે આ વિભાગના દ્રવ્યનો ઉપયોગ થઈ શકે છે. તેનો ઉપયોગ સાધુ-સાધ્વીજીને ભણાવતા પંડિતોનો પગાર ચૂકવામાં પણ કરવામાં આવે છે. ૪-૫. સાધુ અને સાળી આ વિભાગ માટે નિયત દ્રવ્યને સાધુ-સાધ્વીની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. આ દ્રવ્યથી સાધુ-સાધ્વીની સમ્યક જીવન જરૂરિયાતો પણ પૂરી પાડવામાં આવે છે. આને “વૈયાવચ્ચ ખાતું પણ કહેવાય છે. ૬-૭. શ્રાવક અને શ્રાવિકા દીન અને દુઃખી, આર્થિક રીતે નબળાં શ્રાવક-શ્રાવિકાઓના દુઃખમાં સહભાગી બની તેમને અશુભ અને હિંસક મનોભાવોમાંથી આર્સ અને રૌદ્ર ધ્યાન] ઉગારી લઈને, ધર્મ ધ્યાનમાં સ્થિર કરવા સાધારણ ખાતાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખાતાના દ્રવ્યને સાધારણ દ્રવ્ય કહેવાય છે. આ ઉપરાંત “જીવદયાનો પણ એક વિભાગ રાખવામાં આવે છે. તે માટે મળેલા દ્રવ્યનો ઉપયોગ પશુ-પંખીઓની સારવાર માટે તેમજ જીવોને [ઢોરઢાંખન્ને કસાઈખાનેથી છોડાવવા માટે કરવામાં આવે છે. - આ સાતે ક્ષેત્રોના નિર્વાહ માટે જુદા જુદા દ્રવ્યોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે દ્રવ્ય (ધનરાશિ) જે ક્ષેત્ર માટે નિયત હોય તે દ્રવ્ય (ધનરાશિ) તે જ ક્ષેત્રોમાં વપરાય છે. અન્ય ક્ષેત્રમાં નહી. જો કે જરૂર પડે તો નીચેના ક્ષેત્રોના દ્રવ્યોનો ઉપયોગ ઉપર-ઉપરના ક્ષેત્રોમાં કરી શકાય પણ ઉપરના ક્ષેત્રના દ્રવ્યનો ઉપયોગ નીચેના ક્ષેત્રો માટે નથી કરાતો. આવી એક પારંપરિક વ્યવસ્થા કરવામાં આવેલ છે. “સાધારણ દ્રવ્યનો ઉપયોગ બધાજ કાર્યો માટે થઈ શકે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭ર જૈનધર્મ જૈન પર્વો તહેવાર શબ્દ અતિ પ્રચલિત છે. ધાર્મિક તહેવારને જૈન મહર્ષિઓએ પર્વનું વિશિષ્ટ નામ આપ્યું છે. તહેવારમાં મોજ અને મજા, ધાંધલ-ધમાલ અને ઘોંઘાટ મુખ્ય હોય છે. પર્વમાં હોય છે તપ, ત્યાગ, સંયમ અને આરાધના પર્વમાં તાપૂર્વક વિશિષ્ટ જાપ અને ક્રિયાઓ કરવાની હોય છે. જૈન પર્વ એક દિવસનું પણ છે અને બેથી વધુ દિવસોનું પર્વ પણ છે. વિશિષ્ટ જૈન પર્વ આ પ્રમાણે છે. પર્યુષણ પર્વ જૈનોનું આ મહાનમાં મહાન પર્વ છે. તે આઠ દિવસનું છે. દર વરસે ચાતુર્માસમાં શ્રાવણ વદ ૧૨ કે ૧૩થી તેનો પ્રારંભ થાય છે અને ભાદરવા સુદ ૪ના અથવા પના તેની પૂર્ણાહુતિ થાય છે. પર્વના અંતિમ દિવસને સંવત્સરી કહે છે. સાત દિવસ સાધનાના અને આઠમો છેલ્લો દિવસ સિદ્ધિનો. આઠમા દિવસનું નામ “સંવત્સરી છે. નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો સુધીના લોકોની ભરચક ભીડ આ આઠ દિવસોમાં દરેક ઉપાશ્રયે જામે છે. આ આઠ દિવસ ઘર અને ધંધાની પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને તપ-ત્યાગ કરવાના હોય છે. આ દિવસોમાં જૈનો યથાશક્ય ઉપવાસ કરે છે. પર્વમાં ઉપવાસનું ખાસ મહત્ત્વ અને પ્રવચન છે. નાના બાળકો અને વૃદ્ધો હોંશથી લગાતાર આઠ દિવસના સળંગ ઉપવાસ-અન્નઈ વિધિવત્ કરે છે. સાધુ ભગવંત આઠેય દિવસ “કલ્પસૂત્ર' નામના ગ્રંથનું કમશઃ સચોટ અને સવિસ્તર વાંચન કરે છે. ઘણાં શ્રાવક શ્રાવિકાઓ આઠેય દિવસ પૌષધ કરે છે. પૌષધ એટલે લગભગ સાધુના જેવું જીવન. સામાયિક અને પ્રતિક્રમણ આ આઠ દિવસની નિત્ય ક્રિયાઓ છે. આ દિવસોમાં એક દિવસ સહુ વાજતેગાજતે સ્થાનિક દેરાસરોની યાત્રા કરે છે. તેને ચૈત્યપરિપાટી' કહે છે. સંવત્સરીના દિવસે સાધુ મહારાજ કલ્પસૂત્રના મૂળ ૧૨૫૦ સૂત્રોનું વાંચન કરે છે. આખો સંઘ ભાવવિભોર બનીને સાંભળે છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૭૩ પર્યુષણ પર્વ “ક્ષમાપના પર્વ તરીકે જગતભરમાં ખ્યાત છે. સંવત્સરીનું પ્રતિક્ષ્મણ કરતા આરાધકો એક બીજાની ક્ષમાપના માંગે છે. થઈ ગયેલાં મનદુઃખો અને અપમાન વગેરે ભૂલી જઈને મૈત્રીનો હાથ પુનઃ લંબાવે છે. ક્ષમાનું આદાન-પ્રદાન આ સંવત્સરીનું મુખ્ય અંગ છે. અન્ય ધર્મોની જેમ જૈન ધર્મના પણ કેટલાંક સંપ્રદાયો છે. તેમાંથી કેટલાંક સંપ્રદાયો ભાદરવા સુદ પાંચમે સંવત્સરી પર્વની આરાધના કરે છે. નવપદ ઓળી જૈન ધર્મમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ-આ નવનું વિશિષ્ટ મહિમાવંતુ, સ્થાન છે. તેને નવપદ' કહેવાય છે. તેને સિદ્ધચક્ર પણ કહે છે. આ નવપદની આગળ આરાધનાના દિવસોને “નવપદ ઓળી' કહે છે. વરસમાં બે વખત તેવી આરાધના કરવામાં આવે છે. દર વરસે ચૈત્ર સુદી ૭ કે ૮ થી ચૈત્રી પૂનમ સુધી અને આસો સુદી ૭ કે ૮ થી આસો સુદી પૂનમ સુધી એમ નવનવ દિવસ સુધી તેની આરાધના કરાય છે. તેની આરાધનામાં નવે દિવસ સુધી સળંગ “આયંબિલ કરવાના હોય છે. અને દરેક દિવસે તે તે પદની પૂજા, જાપ, વંદન વગેરે ક્રિયાઓ કરવાની હોય છે. કે મહાવીર-જન્મદિવસ શ્રમણ ભગવાન મહાવીરનો જન્મ આજના બિહાર રાજ્યના ક્ષત્રિયકુંડ ગામમાં ભારતીય પંચાંગ પ્રમાણે ચૈત્ર સુદ તેરસના થયો હતો. ભગવાનના આ જન્મ દિવસની ઉજવણી સ્નાત્ર મહોત્સવ, રથયાત્રા, પૂજા-ભક્તિ, ભાવના, સાંસ્કૃતિક કાર્યક્રમ, જાહેર પ્રવચનો આદિના આયોજનથી કરવામાં આવે છે. ક દીપોત્સવી પર્વ ભારતીય પંચાંગ પ્રમાણે આસો વદી અમાસની મધરાતે શ્રમણ ભગવાન મહાવીર આજના બિહાર રાજ્યના પાવાપુરી ગામમાં નિર્વાણ પામ્યા. ભગવાન આ દિવસે સકલ કર્મથી મુક્ત અને સિદ્ધ, બુદ્ધ થયા. Page #85 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ નિર્વાણના આગલા દિવસે કાળી ચૌદસે ભગવાને આખો દિવસ ધર્મોપદેશ આપ્યો. તેમનો આ અંતિમ ઉપદેશ ‘ઉત્તરાધ્યયન' નામના સૂત્રમાં આજ ઉપલબ્ધ છે. કાળીચૌદસ અને અમાવસ્યા આ બે દિવસો દરમ્યાન આ ‘સૂત્ર’નું વાંચન-શ્રવણ કરવામાં આવે છે. અમાવાસ્યાની રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો જાપ અને તેમનું ધ્યાન કરવામાં આવે છે. મધ્યરાત્રિએ દેવવંદન (વિશેષ પ્રાર્થના) કરવામાં આવે છે. એવી જ રીતે વહેલી સવારે [કારતક સુદ ૧ ના દિવસે] ગૌતમસ્વામીનો જાપ-આરાધના તથા દેવવંદન કરવામાં આવે છે. ૭૪ નિર્વાણની બીજી સવારે કારતક સુદ એકમના ભગવાનના પ્રથમ શિષ્ય ગણધર ગૌતમસ્વામીને પૂર્ણ જ્ઞાન ઉપલબ્ધ થયું. આમ વરસના અંતિમ ત્રણ દિવસોએ મહત્ત્વની ઘટનાઓ બની હોવાથી તેની સ્મૃતિમાં ભાવિકો ત્રણ દિવસની ઉપવાસ સહ આરાધના કરે છે. નવા વરસના પ્રથમ દિવસે કારતક સુદ એકમની સવારે જૈનો શ્રીગુરુ ભગવંતોના શ્રીમુખેથી માંગલિક સ્તોત્રો (નવસ્મરણ) અને ગૌતમસ્વામીના રાસનું શ્રવણ કરે છે. * ભાઈબીજ શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણથી તેમના મોટાભાઈ રાજા નંદિવર્ધન શોકાકુળ બની ગયા. તેમની બહેન સુદર્શનાએ મોટાભાઇને પોતાના ઘરે લઇ આવીને તેમને હૂંફ અને હામ આપ્યા. એ દિવસ કારતક સુદ બીજનો હતો. આ બીજ આ પ્રસંગથી ભાઇબીજ તરીકે મનાય છે. રક્ષાબંધન’ના તહેવારમાં બહેન ભાઈને ત્યાં જાય છે, તેમ આ ભાઇબીજના દિવસે ભાઇ બહેનને ત્યાં જાય છે. જ્ઞાનપંચમી દર વરસે કારતક સુદ પાંચમનો દિવસ જ્ઞાનપર્વ તરીકે આરાધવામાં આવે છે. જ્ઞાનની ઉપાસના અને આરાધના માટે આ પર્વનું ખાસ આયોજન કરાયું છે. આ દિવસે ભાવિકો ઉપવાસ સહ પૌષધ કરે છે. જાપ, ધ્યાન નૂતન અધ્યયન વગેરે કરે છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ આ દિવસે ઘણે સ્થળે પ્રાચીન-અર્વાચીન ગ્રંથોનું જાહેર પ્રદર્શન કરાય છે. ભાવિકો જ્ઞાનપૂજન કરે છે. જ્ઞાનભંડારોમાં રહેલા ગ્રંથોનું પ્રમાર્જન, સંરક્ષણ, જાળવણી વગેરે પણ કરવામાં આવે છે. ૧૭૫ * આષાઢી ચતુર્દશી આષાઢ સુદ ચૌદશના દિવસે ચાતુર્માસનો પ્રારંભ થાય છે. જૈન સાધુ-સાધ્વીઓ આ દિવસથી ચાર મહિનાનો સ્થિરવાસ કરે છે. આ દિવસથી માંડીને કારતક સુદ ૧૪ સુધી તેઓ ગામ બહાર ક્યાંય ન જતાં એક જ સ્થાનમાં રહે છે. આ દિવસથી સ્થાનિક સંઘોમાં સાધુ-સાધ્વીની પુનિત નિશ્રામાં નિત્ય ધર્મની આરાધના થાય છે. ભાવિકો આ ચાર મહિનામાં વિશેષ તપ-ત્યાગ કરે છે. અને અન્ય ખાસ ચાતુર્માસિક આચારસંહિતાનું પાલન કરે છે. - કારતક પૂર્ણિમા આ દિવસે ચાતુર્માસની પૂર્ણાહુતિ થાય છે. ચોમાસાના ચાર માસ લગાતાર સ્થિરવાસ રહેલા જૈન સાધુ-સાધ્વીઓ આ દિવસથી પોતાની વિહારયાત્રાનો શુભારંભ કરે છે. આ દિવસે સુપ્રસિદ્ધ જૈન તીર્થ શત્રુંજય (પાલીતાણા)ની યાત્રાનું ખૂબજ મહત્ત્વ મનાય છે. આથી હજારો ભાવિકો ત્યાં આ દિવસે યાત્રાએ જાય છે. આ યાત્રાના પ્રતીકરૂપે દરેક ગામમાં શત્રુંજયના પટનું જાહેર દર્શન યોજાય છે. સ્થાનિક ભાવિકો કારતક પૂનમે આ પટના દર્શન કરવા જાય છે. ત્યાં ચૈત્યવંદન, દેવવંદન, સ્તવના, ૨૧ ખમાસમણા વગેરે આરાધના કરે છે. આ દિવસે ગુજરાતના પરમોપકારી, પરમજ્ઞાની અને પ્રભાવક જૈનાચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજીનો જન્મ દિવસ છે. આથી તેમનો પણ ગુણાનુવાદ કરવામાં આવે છે. * મૌન એકાદશી માગસર સુદ ૧૧ની, જૈનો મૌન એકાદશી'ના પર્વ તરીકે Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ આરાધના કરે છે. આ દિવસે દોઢસો જિનેશ્વરના જન્મ, દીક્ષા, પૂર્ણજ્ઞાન, નિર્વાણ આદિ વિશિષ્ટ પ્રસંગો બન્યા છે. આથી તેનો મહિમા અને મહત્ત્વ છે. આ દિવસે ભાવિકો તપ સાથે વ્રત કરે છે. આખા દિવસનું પૂર્ણ મૌન રાખે છે અને જાપ, ધ્યાન આદિ સાધનામાં રત રહે છે. સુવ્રત શ્રેષ્ઠિની સુંદર કથા આ પર્વ સાથે જોડાયેલી છે. • અક્ષય તૃતીયા વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયા' કહેવામાં આવે છે. સુદીર્ધ વરસીતપના પારણાનો આ દિવસ છે. વરસીતપના તપસ્વીઓ આ દિવસે મુખ્યત્વે પાલિતાણા જઇને ગિરિરાજ શ્રી શત્રુંજ્યની પવિત્ર છાયામાં બેસીને શેરડીના રસથી વિધિવત્ પારણું કરે છે. આ કાળચક્રના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવે વૈશાખ સુદ ત્રીજના રોજ લગાતાર એક વરસના ઉપવાસનું પારણું કર્યું હતું. આ તપ તેમનું સમ્યક્ અનુસરણ છે. 96 → પોષ દસમી આ કાળચક્રના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનો જન્મ માગસર વદ ૧૦ના વારાણસી ગામમાં થયો હતો. આ દિવસ પોષ દસમી’ તરીકે જૈનોમાં ખ્યાત અને આરાધ્ય બન્યો છે. હજારો આરાધકો, ખાસ કરીને શંખેશ્વર તીર્થમાં જઇને અઠ્ઠમ તપ સાથે શ્રી પાર્શ્વપ્રભુની આરાધના કરે છે. તેમના નામનો જાપ કરે છે, ધ્યાન ધરે છે. * જૈન ઉત્સવો • સ્નાત્ર મહોત્સવ અંતરના ઉલ્લાસ અને ઉમંગથી પરમાત્માની પ્રતિમાને પંચામૃતથી અભિષેક કરવો, કેસર-ચંદનથી પૂજા કરવી, તેમને નૈવેદ્ય અર્પણ કરવું, તેમની સન્મુખ ગીત-સંગીત-નૃત્યથી ભક્તિ કરવી, આ બધાનું એક નામ ‘સ્નાત્ર પૂજા’ કે ‘સ્નાત્ર મહોત્સવ’ છે. મોટાભાગના જૈન દેરાસરોમાં નિત્ય સ્નાત્ર-પૂજા થાય છે. ખાઈ Page #88 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ મહોત્સવ, શાંતિસ્નાત્ર આદિ વિવિધ જિનભક્તિના મહોત્સવોનો પ્રારંભ આ સ્નાત્ર-પૂજાથી થાય છે. આ પૂજાનું આયોજન વ્યક્તિગત પણ થઇ શકે છે અને સમુહમાં પણ થઇ શકે છે. અઠ્ઠાઇ મહોત્સવ આઠ દિવસની લગાતાર સામૂહિક જિનભક્તિને અાઇ મહોત્સવ કહેવાય છે. પાંચ દિવસની પણ સળંગ અને સામૂહિક જિનભક્તિનું આયોજન થાય છે, તેને પંચાહ્નિકા મહોત્સવ કહે છે. ૭૭ આ મહોત્સવમાં દેરાસરને ધજા-તોરણ અને રોશનીથી શણગારવામાં આવે છે અને સવારથી તે રાત સુધી દેરાસરમાં વિવિધ પ્રકારની પૂજાઓ ભણાવાય છે. આ દિવસોમાં ગીત-સંગીત નૃત્ય આદિથી વાતાવરણ ગુંજતું અને ગાજતું રહે છે. પરમાત્માની પ્રતિમાને પણ મનહર અને મનભર ‘આંગી’ કરવામાં આવે છે. * શાંતિસ્નાત્ર જિનભક્તિનો મહોત્સવ પાંચ દિવસનો હોય કે આઠ દિવસનો કે એથી વધુ દિવસોનો‚ મહોત્સવની પૂર્ણાહુતિના દિવસે આ વિશિષ્ટ પ્રકારનું ‘સ્નાત્ર’ ભણાવાય છે. સંઘમાં શાંતિની સ્થાપના થાય એ તેનો મુખ્ય ઉદ્દેશ્ય હોવાથી તેને ‘શાંતિસ્નાત્ર’ કહે છે. આ સ્નાત્રમાં ઉછળતા હૈયે પરમાત્માની પ્રતિમાને વિવિધ પવિત્ર દ્રવ્યો યુક્ત ૨૭ કે ૧૦૮ વાર અભિષેક કરવામાં આવે છે. એની સાથોસાથ મંગળ કુંભસ્થાપન, અખંડ દીપનું સ્થાપન, નવગ્રહનું પૂજન વગેરે માંગલિક ક્રિયાઓ પણ કરવામાં આવે છે. ‘શાંતિ સ્નાત્ર’ દ્વારા સમસ્ત વિશ્વમાં શાંતિ સ્થપાય, સમસ્ત જીવોનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરાય છે. જે માટે મંત્રગર્ભિત શ્લોકોનું પઠન કરવામાં આવે છે. * સિદ્ધચક્રપૂજન અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જૈનધર્મ અને તપ-આ નવને “સિદ્ધચક્ર કહેવામાં આવે છે. આ સિદ્ધચક્ર' રાકની જેમ ગોળાકાર હોય છે અને ઉત્તમ ધાતુઓનું તે બનાવાય છે. ઘઉં, મગ, અડદ, ચણાની દાળ, ચોખા વગેરે દ્રવ્યોથી શ્રી સિદ્ધચક્ર યંત્રનું, સ્વચ્છ અને પવિત્ર જગા પર આલેખન કરવામાં આવે છે. વિવિધ રંગો તેમાં પૂરવામાં આવે છે અને પછી તેનું વિવિધ વિધિઓથી પૂજન કરાય છે. નવપદોમાં જાપ-ધ્યાન-પૂજનની સાથોસાથ અન્ય દેવ-દેવીઓ, પદો, લબ્ધિઓ, શક્તિઓ આદિનું પણ પૂજન કરવામાં આવે છે. અઢાર અભિષેક કોઇપણ નવીન મૂર્તિ, ચિત્રપટ્ટ કે આરસ પની વિશુદ્ધિ માટે તેનો અભિષેક કરવામાં આવે છે. વિશિષ્ટ દ્રવ્યોવાળા જળનો નિયત મંત્રો દ્વારા અઢાર વખત અભિષેક કરવામાં આવે છે, આથી તેને “અઢાર અભિષેકનું નામ અપાયું છે. અંજનશલાકા તદ્દન નવનિર્મિત જિન પ્રતિમાની આંખોમાં વિશિષ્ટ દ્રવ્યોનું સુવર્ણની શલાકા (સળી) વડે અંજન કરવું ... તેને કહે છે અંજનશલાકા નો ઉત્સવ. આ ઉત્સવ દરમ્યાન તીર્થકરના પાંચ કલ્યાણક [વિશિષ્ટ દિવસો] ની ઉજવણી કરાય છે. ચ્યવન (માના ઉદરમાં ગર્ભરૂપે અવતરિત થવું.) જન્મ (જન્મ લેવું.) દીક્ષા (સાંસારિક જીવન ત્યજીને સાધનામય સંયમજીવન સ્વીકારવું) કેવલ્યજ્ઞાન (તપ-સાધના કરીને વિશુદ્ધ અને શ્રેષ્ઠ આત્મજ્ઞાન મેળવવું) નિર્વાણ (દેહ અને કર્મોના બંધનથી મુક્ત બની જવું આ પાંચે કલ્યાણકોની ઉજવણી ખૂબ જ ઠાઠમાઠથી અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવે છે. કૈવલજ્ઞાન નો ઉત્સવ એજ અંજનશલાકાનો પ્રાણ છે. શુભમુહૂર્ત Page #90 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૭૯ અને પવિત્ર વેળામાં (બહુધા તો મધ્યરાત્રિના સમયે) આ અંજનની ક્રિયા કરવામાં આવે છે. સુવર્ણની શલાકા વડે પ્રતિમાને અંજન કરીને એમાં પ્રાણપ્રતિષ્ઠા કરવાનો અધિકાર એકમાત્ર જિનશાસનના પ્રભાવશાળી આચાર્ય ભગવંત અથવા તો અનુયોગાચાર્યને જ મળે છે. કે પ્રતિષ્ઠા નૂતન જિનમંદિર કે જિર્ણોદ્ધાર કરાયેલ જિનમંદિર દેરાસરમાં પ્રભુજીની પ્રતિમાને પ્રતિષ્ઠાન કરવાની વિધિને પ્રતિષ્ઠા' કહેવાય છે. આ પ્રસંગે મંત્ર, તંત્ર અને યંત્રના અનેક વિધિવિધાનો થાય છે. આ નિમિત્તે મોટા ભાગે આઠ દિવસનો જિનભક્તિ-મહોત્સવ થાય છે. સાધુ ભગવંતો પ્રેરક અને પવિત્ર મંત્રોચ્ચાર કરે છે. એક પુણ્યશાળી વ્યક્તિ પોતાના હાથે પ્રભુજીની પ્રતિમાને પ્રતિષ્ઠિત કરે છે. આ પ્રસંગે મંત્ર-તંત્ર અને યંત્રની આરાધનાના અનેક અનુષ્ઠાન કરવામાં આવે છે. કે ધ્વજારોપણ: પ્રતિષ્ઠાના દિવસે દર વરસે દેરાસરજીના શિખર પર નવી ધજા ચઢાવવામાં આવે છે. આ દિવસે વિશિષ્ટ દ્રવ્યોથી અભિમંત્રિત કરેલી ધજા તૈયાર કરાય છે. સત્તરભેદી પૂજા ભણાવવામાં આવે છે એમાં આવતી ધ્વજપુજા દરમ્યાન ધામધૂમપૂર્વક શિખર પર ધ્વજ ચઢાવાય છે. . + રથયાત્રા પ્રભુજીની પ્રતિમાને રથમાં બિરાજમાન કરીને નગરના મુખ્ય માર્ગો પરથી તેમને વાજતે ગાજતે લઈ જઈને લોકદર્શન કરાવવાના આ આયોજનને રથયાત્રા' કહે છે. ચાલુ રોજિંદી ભાષામાં તેને “વરઘોડો' કહે છે. તેનું યથાર્થ નામ “રથયાત્રા' કે “ચૈત્યયાત્રા” છે. તેમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા અને અન્યો પણ ઉમળકાથી ભાગ લે છે. ચૈત્ર સુદ તેરસના શ્રમણ ભગવાન મહાવીરના જન્મદિવસે, પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદના દિવસે તેમજ પ્રતિષ્ઠા-અંજનશલાકા મહોત્સવ પ્રસંગે આવી રથયાત્રાનું આયોજન સવિશેષ થાય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ८० - સંઘયાત્રા નગર-શહેરના દેરાસરો તેમજ વિવિધ તીર્થોના દર્શને ચતુર્વિધ સંઘ સમૂહમાં પગે ચાલીને જાય તેને સંઘયાત્રા કહે છે. આ યાત્રામાં ભાગ લેનારે છ નિયમોનું પાલન કરવું અનિવાર્ય હોય છે. ૧. એક ટંકનું ભોજન [એકાસણું કે આયંબિલ]. ૨. પદયાત્રા, ૩. ભૂમિ પર શયન. ૪. બ્રહ્મચર્યનું પાલન, ૫. સચિત્ત વસ્તુનો ત્યાગ અને ૬. સાચી શ્રદ્ધા આ છ નિયમના અવિકલ પારિભાષિક શબ્દો છેઃ જેમકે ભોંયપથારી, પાદવિહારી વગેરે. એ દરેક શબ્દનો છેલ્લો અક્ષર રી' હોય છે. આથી તેને દુરી કહે છે. તેની મુખ્યતાના કારણે તેને 'રી પાળતો સંઘ પણ કહે છે. આ યાત્રાસંઘમાં વ્યક્તિગત ધર્મની આરાધના સાથે જૈનધર્મનો પ્રચાર અને પ્રસાર પણ થાય છે. ભાવિક યાત્રિકો સ્થાનિક સંઘોની સમ્યક્ પ્રવૃત્તિ માટે યથાશક્ય દાન પણ કરે છે. તેથી યાત્રાસંઘ જે નગરોમાંથી પસાર થાય છે કે જ્યાં રોકાય છે ત્યાંના સંઘને પણ લાભ થાય છે. → માળારોપણ જૈનધર્મ સુદીર્ઘ ‘ઉપધાન તપ' કરનાર તપસ્વીનું તેમજ સંઘયાત્રાના સંયોજક અને આયોજકનું માળ” પહેરાવીને તેમની ધર્મભાવનાનું બહુમાન કરવાના પ્રસંગને માળારોપણ કહે છે. આ માળ’ નિયત વિધિ અને ક્રિયાપૂર્વક પહેરાવવામાં આવે છે. માળ' એટલે એક પ્રકારની માળા, રેશમ-જરી આદિ વિશિષ્ટ પદાર્થની તે બનેલી હોય છે. જેમ સામાન્યતઃ ફૂલહાર પહેરાવી બહુમાન કરાય છે તે પ્રમાણે તપસ્વીનું અને દાતાનું માળારોપણથી બહુમાન કરાય છે. * ઉઘાપન ઉઘાપન એટલે ઉત્સવ. આને ‘ઉજમણું’ પણ કહે છે. તેમાં પોતાના નિર્મળ આનંદની વહેંચણી કરવામાં આવે છે. વિશેષ તપશ્ચર્યા કે સાધના નિર્વિઘ્ને અને સાનંદ પરિપૂર્ણ થઈ તેની ખુશાલી, તેનો આનંદ અભિવ્યક્ત કરવા ઉદ્યાપન કે ઉજમણું Page #92 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ કરવામાં આવે છે. એમાં જિનભક્તિમાં ઉપયોગમાં આવતાં ચંદન, કળશ, વાટકી, દીપ વગેરે ઉપકરણો, જ્ઞાનસાધનાના પુસ્તકો, સાપડો વગેરે ઉપકરણો તેમજ સાધુની જીવનચર્યા માટેના રજોહરણ, સંથારો, પાતરાં વગેરે ઉપકરણો, આમ મુક્તિમાર્ગરુપ જ્ઞાનદર્શન અને ચારિત્રના ઉપકરણોનું પ્રદર્શન યોજવામાં આવે છે. યથાશક્ય એ ઉપકરણોની પ્રભાવના [નિઃશુલ્ક વહેંચણી] કરાય છે. આ ઉદ્યાપનમાં છોડ' ભરાવવાનું વિશેષ મહત્ત્વ હોય છે. ‘છોડ’ એટલે ચંદરવો, પંઠિયો અને રૂમાલ. આ ચંદરવો મખમલ અને રેશમી વસ્ત્રોનો બનેલો હોય છે. તેમાં સોના-રૂપા-ચાંદીની જરીથી વિવિધ પ્રસંગોની ગૂંથણી કરેલી હોય છે. દેરાસરોમાં ભગવાનની મૂર્તિની પાછળ તથા સાધુ-સાધ્વી જ્યાં વ્યાખ્યાન વાંચવા બેસે છે, તે સ્થાનની પાછળ આ ‘છોડ’ બાંધવાની પદ્ધતિ છે. • સાધર્મિક વાત્સલ્ય ૮૧ શ્રમણ ભગવાન મહાવીરના જીવન અને કવનમાં શ્રદ્ધા રાખનાર તેમજ નવકાર મહામંત્રનું રટણ કરનાર ભાઇ-બહેનોના સામૂહિક જમણને ‘સાધર્મિક વાત્સલ્ય’ કહે છે. કોઇ મહા પુણ્યશાળી સ્વતંત્રપણે અથવા તો બે ત્રણ વ્યક્તિ ભાગમાં આવાં ‘સાધર્મિક વાત્સલ્ય’નું આયોજન કરે છે. શ્રીમંત-ગરીબ સૌ સાધાર્મિકો એકજ પંગતમાં સમાનભાવે બેસીને જમે છે. જમતાં અગાઉ સાધર્મિકોના પગ ધોવામાં આવે છે. હાથ ધોવડાવામાં આવે છે. પછી તેમને કપાળે તિલક કરીને અક્ષત ચોડવામાં આવે છે. આટલો સત્કાર અને સન્માન કર્યા પછી તેમને યથાશક્ય ઉપહાર આપવામાં આવે છે અને છેલ્લે સર્વને પ્રેમથી અને આગ્રહથી જમાડવામાં આવે છે. જે ઉદાર ભાગ્યશાળી તરફ્થી સાધર્મિક વાત્સલ્ય' હોય છે તે વ્યક્તિ તેમજ તેના પરિવારના સભ્યો દરેક સાધર્મિકનું ઉપર્યુક્ત પ્રમાણે સન્માન અને બહુમાન કરે છે. ‘સાધર્મિક વાત્સલ્ય’ને ‘સ્વામીવાત્સલ્ય' તેમજ ‘નવકારશી' ના નામે પણ ઓળખવામાં આવે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ આ બધાં પર્વો અને ઉત્સવો ઉપરાંત અન્ય પણ પર્વો, ઉત્સવો અને અનુષ્ઠનો પણ છે. એ દરેકની નિયત વિધિ હોય છે. તે દરેકનો ચોક્કસ તપ હોય છે. નાનું મોટું ગમે તે પર્વ, પૂજન કે ઉત્સવ હોય તે દરેકમાં તપ, ત્યા, સંયમ, વ્રત, જાપ, ધ્યાન આદિની પ્રધાનતા હોય છે. તે દરેકનું મુખ્ય લક્ષ્ય આત્માની શુદ્ધિનું હોય છે. આ સર્વ નિમિત્તે ગરીબોને દાન, પશુઓને ઘાસચારો, પંખીઓને ચણ, જરૂરતમંદોને યથાશક્ય ઉચિતદાન પણ આપવામાં આવે છે. - એમ જરૂર કહી શકાય કે જૈનોના પર્વો, પૂજનો અને ઉત્સવોમાં દાન, શીલ, તપ અને ભાવનાની ચતુરંગી અચૂક અને અવશ્ય હોય છે. O જૈન તત્ત્વજ્ઞાન [જૈન વિચારધારા ત્રિપદી શ્રમણ ભગવાન મહાવીર વૈશાખ સુદ ૧૧ ના રોજ, આજના બિહાર રાજ્યના મધ્યમાં પાવાપુરી નગરીના ઉપવનમાં ધર્મતીર્થની સ્થાપના કરી. આ સમયે ભગવાને પોતાના મુખ્ય ૧૧ શિષ્યોને ગણતરીના ત્રણ વાક્યોમાં ઉપદેશ આપ્યો. આ ત્રણ વાક્યો જૈન વાંગ્મયમાં ત્રિપદી' નામે જાણીતા છે. આ ત્રિપદીમાં સમગ્ર અને સંપૂર્ણ જૈન તત્ત્વજ્ઞાન સમાહિત છે. ભગવાને કહ્યું: ઉપન્નઈ વા - વસ્તુ ઉત્પન્ન થાય છે. [ઉત્પત્તિ વિગમેઇ વા - વસ્તુ નાશ પામે છે. લિય]. ધુવેઇ વા - વસ્તુ સ્થિર રહે છે. [સ્થિતિ જે સત્ છે તે દ્રવ્ય છે. જુદી જુદી અવસ્થાઓ/પર્યાયો બદલાવા છતાંય જેનું મૌલિક રૂપ અને શક્તિ યથાવ-ધ્રુવ રહે છે, તે દ્રવ્ય છે. આ દ્રવ્ય, ગુણ અને પર્યાય અલગ અલગ અવસ્થા થી યુક્ત હોય છે. દ્રવ્યમાં દ્રવ્યના દરેક અંશમાં પ્રતિપળે પરિવર્તન થતું રહે છે. ઉત્પત્તિ અને લયનાશની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે, પરંતુ તેનાથી Page #94 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને કોઈ જ નુકશાન નથી પહોંચતું. દ્રવ્યરૂપે તો તે સ્થિર જ રહે છે. માત્ર તેના પર્યાયો પેદા થાય છે અને નાશ પામે છે. આથી જૈનધર્મ કોઈપણ પદાર્થ વસ્તુને સર્વથા નિત્ય [સ્થિર કે અનિત્ય [અસ્થિર માનતો નથી. વાસ્તવમાં પદાર્થનો નાશ થતો નથી. દેખીતો નાશ થાય છે, તે તો દ્રવ્યનું રૂપાંતર છે. દા.ત. કોલસો બળીને રાખ થઈ જાય છે. હકીકતમાં કોલસો ખત્મ નથી થતો. ખાખ નથી થતો. પરંતુ હવામાનમાં રહેલા ઓક્સીજનના' અંશ સાથે ભળી જઈને તે “કાર્બોનિકએસિડ' ગેસના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે, જૈન ધર્મ માને છે કે સંસારમાં જેટલાં દ્રવ્યો છે તેટલા જ પૂર્વે હતાં અને ભવિષ્યમાં પણ તેટલા જ રહેશે. તેમાં કશી જ વધઘટ થતી નથી. તમામ પર્યાયો પોતપોતાની સત્તાની મર્યાદામાં ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. છતાંયે દ્રવ્ય તો મૂળરૂપે અખંડ અને અકબંધ રહે છે. વિશ્વવ્યવસ્થા સુષ્ટિના સર્જન અંગે ચોકકસ અને વૈજ્ઞાનિક જૈન વિચારધારા છે. જૈન દર્શન આ વિશ્વને-અનાદિ અનંત માને છે. વિશ્વની ક્યારેય પણ એકડેએકથી શરૂઆત થઈ નથી અને કયારેય તેનો અંત આવવાનો નથી. ઇશ્વરે આ સૃષ્ટિ બનાવી. તેનું સર્જનનિર્માણ કર્યું. આ માન્યતાનો પણ જૈન દર્શન સ્પષ્ટ અસ્વીકાર કરે છે. આ માન્યતાનો સ્વીકાર કરવાથી અનેકવિધ પ્રશ્નો ઊભા થાય છે. જેમકે ઈશ્વરે સૃષ્ટિની રચના કરી તો એ ઇશ્વરને કોણે બનાવ્યો? તેનો જવાબ અપાય તો પ્રશ્ન ઠેઠ સુધી કાયમ જ રહે છે કે “એને કોણે બનાવ્યો? આમ પ્રશ્નોની અનંત હારમાળા ચાલુ જ રહે છે. પહેલાં મરઘી કે પહેલાં ઇંડું? પહેલાં દિવસ કે પહેલાં સત? આ પ્રશ્નોની જેમ સૂષ્ટિસર્જનના પ્રશ્નનો અંત આવતો નથી. અને સાચો જવાબ મળતો નથી. ત્યારે સૃષ્ટિ-વિશ્વ અનાદિ-અનંત છે એમ માનવું એજ ઉત્તમ છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જૈનધર્મ ઈશ્વર એટલે કોણ ? કે ઈશ્ર્વરે શા માટે આ સૃષ્ટિ બનાવી? ઈશ્વર એને જ કહી શકાય કે જે સર્વજ્ઞ હોય, સર્વશકિતમાન હોય, પરિપૂર્ણ હોય. ઈચ્છા, વાસના આદિ તમામ દોષોથી સર્વથા અને સંપૂર્ણ મુકત હોય. સાંગોપાંગ વિમળ અને વિબુધ હોય. - ઈશ્વર આવો ગુણસંપન્ન હોય તો પછી એ આધિ, વ્યાધિ અને ઉપાધિ, જન્મ, જરા અને મરણના દુઃખોથી ભરેલી સુષ્ટિની રચના શા માટે કરે? કેટલાંકને સુખી, સમૃદ્ધ, નિરોગી અને રૂપવાન બનાવે અને કેટલાકને દુઃખી શા માટે બનાવે ? જો એ સર્વશકિતમાન હોય તો પછી શા માટે એણે દુનિયાની આબાદીના માત્ર ૧૨.૫ ટકા લોકોને સુખી બનાવ્યા અને ૮૭.૫ ટકા લોકોને દુખ-ગરીબી સંત્રાસ અને અભાવમાં સબડતા રાખ્યા? “ઈશ્વરે પોતાની મનમોજ માટે દુનિયા બનાવી ” એમ માનીએ તો પાયાનો સવાલ પેદા થાય છે કે જે મનમોજીલો હોય, ઈચ્છાને આધીન હોય તેને ઈશ્વર કેમ કહી શકાય ? પોતાની મનમોજ માટે લાખો-કરોડોને દુઃખી બનાવનારને કરુણાનિધાન કેમ કહી શકાય ? ઈચ્છા એ દોષ છે. દોષિત અવસ્થામાં ભગવત્તા-ઇશ્વરત્વ કેવી રીતે પ્રકટી શકે? “ઈશ્વરે દરેકને પોતપોતાના પાપ, પુણ્ય મુજબ સુખ-દુઃખ આપ્યાં છે” એમ માનીએ તો ઈશ્વરે શા માટે અમુક માણસોને પુણ્ય કરવાની બુદ્ધિ આપી અને અમુકને પાપ કરવાની દુર્બુદ્ધિ શા માટે આપી? પહેલાં ગુનો- અપરાધ કરવાની પ્રેરણા આપવી અથવા તો ગુનો કરતાં રોકવો નહિ અને પછી એને એ ગુના માટે સજા કરવી-આમાં કઈ જાતનો ઇશ્વરી ન્યાય છે? ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું” એમ માનવાથી આવાં અનેક પ્રશ્નોના ગૂંચવાડામાં ગૂંચવાઈ જવાય છે. આથી સર્વોત્તમ આ જ છે કે સૃષ્ટિને અનાદિ માની લઈએ. આખર કોઈને કોઈ તત્ત્વને અનાદિ તો માનવું પડે છે...તો પછી શા માટે વિશ્ર્વને જ અનાદિ નહીં માનવું? જેથી Page #96 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ સવાલોની પરંપરા તો ઉભી ના થાય! આ સાથોસાથ એમ પણ ના માની શકાય કે આ દુનિયાના પ્રાણીઓ ઇશ્વરના જ પ્રતિબિંબ છે. તેનાંજ બધાં અંશો છે.” આ માન્યતા સ્વીકારીએ તો એકજ ઇશ્વરના મુકત થવાની સાથે જ તમામ પ્રાણીઓ પણ મુકત બની જાય. તો તો કોઇને પણ વ્યક્તિગત મુક્તિ માટે કશી સાધના કરવાની જરૂર જ ન રહે. આ સૃષ્ટિમાં જીવતાં નાનાં-મોટાં, સૂક્ષ્મ-સ્થૂળ તમામ પ્રાણીઓ પોતપોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. દરેક પ્રાણી જીવનો આત્મા સ્વતંત્ર છે. દરેકનું પોતાનું આગવું અસ્તિત્વ છે. મુકત બનવા માટે દરેકે પોતપોતાનો વ્યકિતગત પુરુષાર્થ કરવો પડે છે. ધર્મ વ્યકિતગત છે. “ધમ્મો અપ્પકિખઓ' -Religion is always individual.મુકિત અને બંધન દરેકના પોતપોતાના હોય છે. સુખ-દુઃખની અનુભૂતિ અને અનુભવ પણ દરેકના અલગ અલગ અને અંગત હોય છે. આથી જ જૈન ધર્મ સ્પષ્ટ કહે છેઃ ૫ આ વિશ્વને ઇશ્વર બનાવતા નથી પરંતુ તેને માત્ર બતાવતા હોય છે. ઇશ્વર વિશ્વનું સ્વરૂપ-દર્શન સમજાવે છે. એમના દિવ્યજ્ઞાનના આલોકમાં અવલોકન કરીને વિશ્વનું યથાસ્વરૂપ આપણને સમજાવે છે. શ્રી તીર્થંકર પરમાત્માઓ કહે છેઃ સંસાર અનાદિ છે. તેનો આરંભ નથી. તેનો અંત નથી. અલબત્ત, સમયના પ્રવાહમાં તેમાં પરિવર્તન થયા કરે છે. સર્જન અને વિસર્જનની પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે. આ સ્વયંસંચાલિત સંચાલન છે. કોઇ એક વ્યકિત આ સંસારનું સંચાલન નથી કરતી. સંસારનાં સંચાલનમાં કર્મસત્તા જ મહત્વનો અને મુખ્ય ભાગ ભજવે છે. નવતત્ત્વ સમગ્ર સંસાર મુખ્યત્વે બે તત્વનો જ બનેલો છે. બે તત્વનો જ બધો વિસ્તાર છે. આ બે તત્વ છેઃ જીવ અને અજીવ. અથવા અથવા ચેતન અને જડ. આ બેની જ બધી અથડામણ અને અકળામણ છે. જ Page #97 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ જીવને આત્મા કે ચેતન પણ કહે છે. જેનામાં ચેતના નથી, જીવ તત્વ નથી તેને અજીવ કહે છે. જડ કહે છે. સંસારમાં દ્રશ્ય અને અદ્રશ્ય જેટલાં પણ પદાર્થો છે, વસ્તુઓ છે, એ તમામનો આ બે તત્વમાં-જીવ અને અજીવમાં સમાવેશ થઈ જાય છે. સંસારના તમામ પદાર્થોને સમગ્રતયા સમજવા માટે જિનેશ્વર ભગવંતોએ તેનું “નવ તત્ત્વમાં વિભાજન કર્યુ છે. આ પ્રમાણે - આ દરેકની યથોયોગ્ય જરૂરી સમજ આ પ્રમાણે છે: ૧. જીવ ૪. પાપ ૭. બંધ ૨. અજીવ ૫. આશ્રવ ૮. નિર્જરા અને ૩. પુણ્ય ૬. સંવર ૯. મોક્ષ. ૧. જીવ જે વધે છે, ઘટે છે, કે ખાય છે, પીએ છે, જે ઊંઘે છે, જાગે છે, જે કામ કરે છે, આરામ કરે છે, જે ભય પામે છે, આત્મરક્ષા માટે જે પ્રયત્ન કરે છે, જેનામાં પ્રજનન શકિત છે, તે જીવ છે. શરીર સાથે જીવ સંબદ્ધ હોય છે, ત્યારે આ બધાં લક્ષણો જીવમાં જોવા મળે છે. આ બધાં જીવનમાં બાહ્ય લક્ષણો છે. જીવનું અંતગત લક્ષણ છે, ચેતના. જૈન દર્શન માને છે કે આત્મા [જીવ ચૈતન્યસ્વરૂપ છે. પોતાનાં મૂળ અને મૌલિક ચૈતન્ય સ્વરૂપને અખંડ અને અકબંધ રાખીને ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં તેનું પરિવર્તન થાય છે. દા.ત. સોનું અને તેના અલંકારો. સોનું મૂળસ્વરૂપે સોનું જ રહે છે. પરંતુ તેમાંથી વીટી બને છે. બંગડી બને છે. ચેઇન વગેરે પણ બને છે. ઘાટ બદલાય છે. સોનું નથી બદલાતું એ એનું એ જ રહે છે. એજ પ્રમાણે આત્મા મૂળ સ્વરૂપમાં એનો એજ રહે છે. અવસ્થાઓ તેની બદલાય છે. પર્યાયોનું પરિવર્તન થાય છે. શુભ અને અશુભ કર્મો અનુસાર આત્મા ચોરાશી લાખ દેવોમાંથી કોઈપણ એકાદ દેહને અમુક નિયત સમય માટે ધારણ કરે છે. આત્મા સ્વયં શુભ કે અશુભ કર્મ કરે છે. અને તેના સારા કે ખરાબ પરિણામ પણ આત્મા પોતે જ ભોગવે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ દેહના પ્રમાણમાં આત્મા સમાઈ જાય છે. દેશના પરિમાણ મુજબ આત્માનો પણ સંકોચ અને વિસ્તાર થાય છે. સમયનો કોઈ આરંભ કે અંત નથી તેમ આત્મા-જીવ પણ અનાદિ અને અનંત છે. તેમજ આત્મા અવિનાશી છે તેના મૂળ સ્વરૂપનો કયારેય નાશ થતો નથી. કર્માનુસાર માત્ર દેહ બદલાય છે. આત્મા એનો એજ રહે છે. શરીરમાં રહેલાં આત્માની પ્રતીતિ તેના બોલવા ચાલવા, હરવા-ફરવા, ખાવા-પીવા આદિ કિયાઓના વ્યવહારથી થાય છે. આ ચેષ્ટાઓ કરનારું પ્રેરક બળ તો આત્મા જ છે. જૈન દર્શન આત્માને સ્પષ્ટપણે ચેતનામય અરૂપી સત્તા માને છે. ચેતનાનું લક્ષણ છે ઉપયોગ. સુખ અને દુઃખ દ્વારા જ્ઞાન અને દર્શન દ્વારા આ ઉપયોગ અભિવ્યકત થાય છે. આત્મા નિરંજન અને નિરાકાર છે. આત્મા અરૂપ અને અમૂર્ત છે. તે સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી. આત્મા તો જ્ઞાનમય અસંખ્ય પ્રદેશોનો પિંડ-સમુહ છે. - જીવના વિવિધ પ્રકાર સામાન્યતઃ જીવના મુખ્યત્વે બે ભેદ પાડી શકાય. ૧. મુકત આત્મા અને ૨. સંસારી આત્મા. કર્મોના બંધનોથી જેઓ સર્વથા અને સંપૂર્ણ મુકત બની ગયા હોય તેવા શરીરરહિત આત્માને મુક્ત આત્મા કહે છે. કમથી જેઓ બંધાયેલા છે તે શરીરધારી જીવો સંસારી આત્મા છે. સંસારી આત્માના બે ભેદ છેઃ કે સ્થાવર : જેઓ પોતાની ઇચ્છા મુજબ હલન ચલન ન કરી શકે તેવાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવો. આ દરેક સ્થાવર જીવ કહેવાય છે. કે ત્રસ : જેઓ પોતાની ઇચ્છા મુજબ હલન ચલન કરી શકે તેવાં બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો. આ બધાં ત્રણ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૮ જૈનધર્મ જીવો કહેવાય છે. સ્થાવર જીવો પાંચ પ્રકારના છે. એ પાંચેય જીવોને માત્ર એક સ્પર્શ-ઈન્દ્રિય હોવાથી, તેને એકેન્દ્રિય જીવો પણ કહે છે. ૧. પૃથ્વીકાય : પથ્થર, ધાતુ, સુરમા, પરવાળા વગેરે માટીના જીવો ૨. અપકાય: ધુમ્મસ, ઝાકળ વગેરે દરેક જાતના પાણીના જીવો. ૩. તેઉકાય : તણખા, અંગારા,જવાળા, વીજળી, દાવાનળ વગેરે અગ્નિના જીવો ૪. વાયુકાય : પવન, વાવાઝોડું વંટોળિયો વગેરે દરેક જાતના વાયુના જીવો. ૫. વનસ્પતિશય : લીલોતરી, ફળ-ફ્લ, વૃક્ષ વગેરે દરેક જાતની વનસ્પતિના જીવો. વનસ્પતિકાયના જીવો બે પ્રકારના છેઃ કે સાધારણ વનસ્પતિકાય: જેમાં શરીર એક હોય પરંતુ તેમાં અસંખ્ય અને અનંત જીવો રહેતા હોય. દાત. કાંદા-બટાટાં વગેરે કંદમૂળ, લીલ-ફૂગ, ગળો વગેરે આ દરેક ને અનંતકાય પણ કહેવામાં આવે છે. કે પ્રત્યેક વનસ્પતિકાય : એકજ શરીરમાં એક જ જીવ હોય, વૃક્ષમાં, મૂળમાં થડમાં, છાલમાં, ફૂલમાં, ફળમાં, પાંદડામાં, બીજમાં આમ દરેકમાં જાદો જુદો જીવ હોય. ત્રસ જીવો કે બેન્દ્રિય જીવો: સ્પર્શ [ત્વચા અને રસના [જીભ] એમ બે ઇન્દ્રિયવાળા જીવો. જેમ કે શંખ, કોડા, કરમિયા,વાસી અનાજના જીવો, પોરાં, લાકડાંનાં કીડા, અળસિયા વગેરે. કે તેઈન્દ્રિય જીવોઃ સ્પર્શ, રસના અને ઘાણ [નાક] આ ત્રણ Page #100 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ઈન્દ્રિયવાળા જીવો. જેમકે માંકડ, જા, લીખ, ઉધઇ, કીડી, મંકોડા, ઇયળ, કાનખજૂરા વગેરે. * ચરિન્દ્રિય જીવો : સ્પર્શ, રસના, પ્રાણ અને ચક્ષુ-આ ચાર ઇન્દ્રિયવાળા જીવો, જેમકે વીંછી, ભમરો-ભમરી, તીડ, માખી, ડાંસ, મચ્છર,કંસારી, કરોળિયા વગેરે. • પંચેન્દ્રિય જીવો : સ્પર્શ, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રવણ [કાન]-- આ પાંચ ઇન્દ્રિવાળા જીવો. જેમકે ૧. નારકી [સાત નરકના જીવો ૨. તિર્યંચ [જલચર, સ્થળચર, ખેચર વગેરે પ્રાણીઓ ૩. દેવ [વિવિધ દેવલોકના દેવો] ૪. મનુષ્ય [માણસ તરીકે જીવતા જીવો] આ પંચેન્દ્રિય જીવો મનવાળા અને મન વગરના એમ બે પ્રકારના હોય છે. મન એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી વિચારણા કરવાની ક્ષમતા આવે છે, જેના દ્વારા શબ્દ, રૂપ આદિ વિષયોને ગ્રહણ કરવામાં આવે છે, તેને મન કહે છે. જેમને આવું મન હોય છે, તેને ‘સમનસ્ક' અથવા ‘સંશી' જીવો કહે છે. અને જેમને મન નથી તેમને ‘અમનસ્ક’ અથવા ‘અસંજ્ઞી’ કહે છે. ૮૯ નારકી, દેવતા, ગર્ભોત્પન્ન તિર્યંચ અને ગર્ભોત્પન્ન મનુષ્ય- આ બધાં સમનસ્ક સંક્ષી પંચેન્દ્રિય જીવો છે. આ સિવાયના સંમૂર્ચ્છિમ તિર્યંચ અને સંમૂર્ચ્છિમ મનુષ્ય અમનસ્ક-અસંશી પંચેન્દ્રિય જીવો છે. જન્મના પ્રકાર જન્મ કહો, ઉત્પત્તિ કહો, ભવ હો, આ ત્રણેય એકાર્થી શબ્દ છે. તેમાં ગર્ભ, ઉપપાત અને સંમૂર્છિમ એમ ત્રણ પ્રકાર છે. ૧. ગર્ભજ જીવો ઃ જરાયુજ, અંડજ અને પોતજ આ ત્રણ ગર્ભથી ઉત્પન્ન થાય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯o જૈનધર્મ જરાયુજ : જન્મ સમયે જે એક પ્રકારની ઓળ- નાળથી વીટળાયેલા હોય છે તેને જરાયુજ કહે છે. જેમકે માણસ, ગાય, બકરી વગેરે. અંડજ : ઈંડામાંથી ઉત્પન્ન થતાં જીવો. જેમકે મરઘી, કબૂતર વગેરે પક્ષીઓ. પોતજ : ખૂલ્લા અંગથી ઉત્પન્ન થતાં જીવો અથવા કોથળીથી ઉત્પન્ન થતાં જીવો જેમકે હાથી, ઉદર, સસલું, કાંગારૂ વગેરે. દેવતાઓ અને નારકી જીવોનો જન્મ શયામાં કે કુંભમાં થાય છે, તેને ઉપપાત કહે છે. જે જીવો ન ઉપપાતથી જન્મે છે, ન તો ગર્ભાશયમાંથી જન્મે છે, તેને સંમૂર્છાિમ જીવો કહે છે. આવા જીવો ઝાડો, પેશાબ, બળખા, લીંટ, ઉલ્ટી વગેરેમાં ઉત્પન્ન થાય છે. જીવના મુખ્ય ભેદ-મુખ્ય પ્રકાર ઉપર્યુકત મુજબ છે. વિસ્તારથી જીવના પ૬૩ પ્રકાર છે. આ પ્રમાણે માણસના ૩૩ પ્રકાર દેવના ૧૯૮ પ્રકાર તિર્યંચના ૪૮ પ્રકાર નરકના ૧૪ પ્રકાર કુલ પ૬૩ પ્રકાર પર્યાપ્તિ જન્મના પ્રારંભમાં આહાર વગેરે મુદ્દગલ દ્રવ્યોને ગ્રહણ કરીને, તેને જાદા જાદા રૂપે પરિણમન કરવાની વિશેષ પ્રકારની શકિતને પર્યાપ્તિ કહે છે. તે જ પ્રકારની છે: ૧. આહાર, ૨. શરીર, ૩. ઇન્દ્રિય, ૪. શ્વાસોશ્વાસ, ૫. ભાષા અને ૬. મન, - આ છ ને યોગ્ય પુદગલોનું ગ્રહણ, પરિણમન અને ઉત્સર્જન કરનારી પૌદ્ગલિક શકિતના નિર્માણને ક્રમશઃ આહાર પર્યાપ્તિ, Page #102 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૯૧ શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્લાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મનઃ પર્યાપ્તિ કહે છે. આ છ, એનું નિર્માણ જન્મના સમયે એક સાથે શરૂ થાય છે. પ્રાણ જીવનશકિતને પ્રાણ કહે છે. પ્રાણ દસ છેઃ ૧. સ્પર્શેન્દ્રિય પ્રાણ : સ્પર્શ કરવાની શકિત. ૨. રસનેન્દ્રિય પ્રાણ : સ્વાદ લેવાની શકિત. ૩. ધ્રાણેન્દ્રિય પ્રાણા : સુંઘવાની શકિત. ૪. ચક્ષુરિન્દ્રિય પ્રાણ : જોવાની શકિત. ૫. શ્રવણેન્દ્રિય પ્રાણઃ સાંભળવાની શકિત. ૬. મનોબળ : વિચારવાની ક્ષમતા. ૭. વચનબળ : વાણીની ક્ષમતા. ૮. કાયબળ : શારીરિક ક્ષમતા. ૯, સ્વાસોશ્તાસ : શ્વાસ લેવા-મૂકવાની ક્ષમતા. ૧૦. આયુષ્ય : જીવન મર્યાદા. જીવોની પર્યાપ્તિ અને પ્રાણ પર્યાપ્તિ પ્રાણ. એકેન્દ્રિય બેઇન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય અસંજ્ઞી પંચેન્દ્રિય સંજ્ઞી પંચેન્દ્રિય yw guya Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ૨. અજીવ જીવનું પ્રતિપક્ષી તત્ત્વ તે અજીવ તત્ત્વ છે. મતલબ કે જેનામાં ચેતના નથી. જેનો ન જન્મ છે, ન મૃત્યુ છે, જે નથી કર્તા, નથી ભોકતા. જેનામાં જ્ઞાન-દર્શન, ઉપયોગ કશું જ નથી તે અજીવ છે, જડ છે, અચેતન છે. જૈનધર્મ જૈન દર્શન સૃષ્ટિના તમામ અજીવ પદાર્થોને પાંચ પ્રકારમાં વિભકત કરે છેઃ ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩, આકાશાસ્તિકાય, ૪. પુદ્ગલાસ્તિકાય અને ૫. કાળ. અજીવ તત્ત્વને સુપેરે સમજવા માટે પ્રથમ મુખ્ય ચાર શબ્દો સમજવા જરૂરી છેઃ ૧. સ્કંધ : વસ્તુનો અખંડ ભાગ. ૨. દેશ : સ્કંધ સાથે સંલગ્ન કેટલોક ભાગ. ૩. પ્રદેશ : સ્કંધ સાથે સંલગ્ન કેટલોક પરંતુ તોડવાથી છૂટો ન પડે તે ભાગ. ૪. પરમાણુ : સ્કંધમાંથી છૂટો પડેલો પણ જેને જોઈ ન શકાય તેવો સૂક્ષ્મ પુદ્ગલ. આ અવિભાજય અને સૂક્ષ્માતિ-સૂક્ષ્મ હોય છે. અજીવ તત્ત્વના પાંચ પ્રકારના ચાર અસ્તિકાય છે. બે શબ્દ છે: અસ્તિ અને કાય, અસ્તિ એટલે પ્રદેશ અને કાય એટલે સમૂહ. પ્રદેશોનો સમૂહ એટલે અસ્તિકાય. સ્કંધ, દેશ અને પ્રદેશ આ ત્રણે હિસ્સાઓ પાંચેયમાં સમાન છે. પરંતુ પુદ્ગલાસ્તિકાયમાં એક પરમાણુ વિશેષ હોય છે. બીજા અસ્તિકાયમાં પરમાણુ અલગ નથી કરી શકાતો. ધર્મ, અધર્મ, આકાશ અને આત્માના પ્રદેશો અવિભાજય છે. આ બધાં દ્રવ્યો અખંડ દ્રવ્યાત્મક મનાયા છે. કાળને પ્રદેશોનો સમૂહ નથી હોતો. કાળ ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં વિભકત છે. ભૂતકાળનું કોઇ અસ્તિત્વ નથી. ભવિષ્યકાળ હજી હવે આવનાર છે. વર્તમાન કાળ એક ક્ષણ કે ક્ષણાર્ધ સમયરૂપ છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ આમ તેને કોઇ પ્રદેશનો સમૂહ નથી, તેથી અસ્તિકાયમાં તેની ગણના નથી થતી. જીવ પણ અસ્તિકાય છે. તે અસંખ્યાતા પ્રદેશોના સમુહુરૂપ છે. આમ જીવાસ્તિકાય સહિત ઉપરના પાંચ અસ્તિકાય અને ‘કાળ’ – આ છ ને દ્રવ્ય કહે છે. જૈન દર્શનમાં આ છ ષદ્રવ્ય તરીકે ખ્યાત છે. અને આ છ દ્રવ્યનું વિશ્વ બનેલું છે. ૯૩ છ દ્રવ્યમાંથી જીવાસ્તિકાય અંગે જીવ તત્ત્વમાં વિચારણા કરી. હવે બાકીના પાંચ દ્રવ્યની વિચારણા કરીએ. તમામ દર્શનોમાં માત્ર જૈનદર્શને ધર્મ અને અધર્મની ગણના દ્રવ્યમાં કરી છે. આમ તો ધર્મ એટલે શુભ પ્રવૃત્તિ અને અધર્મ એટલે અશુભ પ્રવૃત્તિ- આવો અર્થ સાર્વત્રિક સ્વીકારાયો છે. જૈન દર્શન પણ આ અર્થને સ્વીકારે છે. સાથોસાથ જૈન દર્શન વૈજ્ઞાનિક અર્થથી ધર્મ અને અધર્મને અલગ અસ્મિતા પણ આપે છે. પ્રસિદ્ધ વિજ્ઞાની ન્યુટને સર્વ પ્રથમ ગતિ-તત્ત્વ medium of motion નો સ્વીકાર કર્યો. ત્યાર બાદ વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને ગતિ-તત્ત્વને સાબિત ને સ્થાપિત કર્યું. વિજ્ઞાનનો દરેક વિદ્યાર્થી ‘ઇથર’ શબ્દથી સુપરિચિત છે.આ ‘ઇથર’ ગતિતત્ત્વ છે. વિજ્ઞાનના આવિષ્કાર અગાઉ, વિના પ્રયોગશાળાએ જિનેશ્વર પરમાત્માઓએ પોતાના વિશિષ્ટ જ્ઞાનથી હજારો વરસ પહેલાં ગતિ-તત્ત્વની ઘોષણા કરી. શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું: જેટલા પણ ચલ ભાવ છે, સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્પંદન માત્ર છે તે બધાં ધર્મની સહાયતાથી પ્રવૃત્ત થાય છે.' આમ કહીને ભગવાને બતાવ્યું-સમજાવ્યું કે ધર્મ ગતિ-સહાયક છે અને અધર્મ સ્થિતિ-સહાયક છે. ગતિ અને સ્થિતિ બંને સાપેક્ષ છે. એકના અસ્તિત્વથી બીજાનું અસ્તિત્વ અત્યન્ત અપેક્ષિત છે. ૧. ધર્માસ્તિકાય ગતિક્રિયામાં પ્રવૃત્ત થતા જીવ અને પુદ્ગલોની ગતિમાં સહાયક થતા દ્રવ્યને ધર્માસ્તિકાય' કહે છે. વિજ્ઞાનસંમત ‘ઈથર' જૈન દર્શન માન્ય Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જૈનધર્મ ધર્માસ્તિકાય છે. ગતિનું તત્ત્વ સમગ્ર લોકમાં વ્યાપ્ત છે. ધમસ્તિકાયની મદદથી જ જડ અને ચેતન પદાર્થોમાં ગતિ થાય છે. સૂક્ષ્માતિસૂમ સ્પંદન પણ આ ધર્માસ્તિકાયથી થાય છે. જે કંઈ ચલ છે, તે બધાનું સહાયક ધર્માસ્તિકાય છે. ગૌતમસ્વામીએ પૂછયું, હે ભગવં! ધર્માસ્તિકાય [ગતિ સહાયક તત્ત્વ થી જીવોને શું લાભ થાય છે? ભગવાન મહાવીરે કહ્યું: હે ગૌતમ! ગતિની સહાય ન હોય તો કોણ આવે અને કોણ જાય ? શબ્દના તરંગો કેવી રીતે ફેલાય ? આંખ કેવી રીતે ખુલે ? કોણ મનન કરે ? કોણ બોલે ? કોણ હાલ-ચાલે ? તો તો આ વિશ્ર્વ અચલ જ હોત. જે ચલ છે તે દરેકનું આલંબન ધર્માસ્તિકાય જ છે.” ૨. અધર્માસ્તિકાય સ્થાનમાં [ગતિ-નિવૃત્તિમાં જીવ અને પુદગલોની સ્થિતિમાં સહાયક બનતા દ્રવ્યને અધર્માસ્તિકાય કહે છે. સ્થિર થવામાં મદદગાર બનતા દ્રવ્યને અધર્માસ્તિકાય કહે છે. ગૌતમસ્વામીએ પૂછયું : હે ભગવન્! અધર્માસ્તિકાયથી જીવોને શું લાભ થાય છે ?” ભગવાન મહાવીરે કહ્યું: “હે ગૌતમ ! સ્થિતિને સહારો ન હોત તો કોણ ઉભું રહી શકત ? કોણ બેસત ? કોણ સૂવત ? કોણ મનને એકાગ્ર કરી શકત ? મૌન કોણ કરત? કોણ નિસ્પન્દ બનત ? તો તો આ વિશ્ર્વ ચલ જ હોત. જે સ્થિર છે તે દરેકનું આલંબન અધર્માસ્તિકાય [સ્થિતિસહાયક તત્ત્વ જ છે.' ૩. આકાશાસ્તિકાય રહેવા માટેની જગ્યા-અવકાશ આપનાર દ્રવ્યને આકાશાસ્તિકાય કહે છે. આકાશના બે ભેદ છેઃ લોકાકાશ અને અલોકાકાશ. જયાં Page #106 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે, જયાં ગતિ અને સ્થિતિ છે. તેને ‘લોકાકાશ’ કહે છે. જયાં આ બન્નેનું અસ્તિત્વ નથી, તેને ‘અલોકાકાશ’ કહે છે. ત્યાં કોઈ પુદ્ગલ કે પરમાણુ નથી. ત્યાં છેઃ માત્ર અવકાશ જ અવકાશ. ૪. પુદ્ગલાસ્તિકાય જે દ્રવ્ય સ્પર્શ, રસ, ગંધ અને વર્ણથી યુક્ત છે, તે પુદ્ગલ છે. તે અખંડ દ્રવ્ય નથી. તેનું સૌથી નાનું રૂપ પરમાણુ છે અને સૌથી મોટું રૂપ વિશ્વવ્યાપી અચિત મહાસ્કન્ધ. બનવું [પૂરણ અને બગડવું [ગલન] એ તેનો સ્વભાવ છે. ૯૫ આજનું વિજ્ઞાન જેને matter-મેટર કહે છે, અન્ય દર્શનો તેને ભૌતિક તત્ત્વ કહે છે, તેને જૈન દર્શને ‘પુદ્ગલ’ નામ આપ્યું છે. પુદ્ગલના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાગને પરમાણુ’ કહે છે. જૈન પરિભાષા અનુસાર અછેદ, અભેદ્ય, અગ્રાહ્ય અને નિર્વિભાગી પુદ્ગલને પરમાણુ” કહેવામાં આવે છે. વિવિધ દર્શનો અને આજના ભૌતિક વિજ્ઞાનનો સમગ્રતયા અભ્યાસ કરતાં જરૂર કહી શકાય કે જૈન દર્શને સર્વ પ્રથમ પરમાણુવાદના સિદ્ધાન્તને જન્મ આપ્યો છે. પુદગલ અને પરમાણુ અંગે જૈન દર્શને તલસ્પર્શી ચિંતન કર્યુ છે, જૈન દર્શને સર્વ પ્રથમ શબ્દને પુદ્ગલ કહ્યો. એટલું જ નહિ તેની ગતિ, વ્યાપ, ઉત્પત્તિ આદિ વિવિધ બાબતોની પણ સમજ આપી. રેડીયો, ટેલીવીઝન, ટેલીફોન, વાયરલેસ વગેરે શબ્દનો જન્મ પણ નહતો થયો તે અગાઉ યુગો પહેલાં જૈન દર્શને કહ્યું કે સુધોષા ઘંટાનો શબ્દ-અવાજ અસંખ્ય માઇલ દૂર રહેલ ઘંટોમાં પ્રતિધ્વનિત થાય છે. શબ્દ ક્ષણાર્ધમાં લોકમાં વ્યાપી જાય છે, આ વાત પણ હજારો વરસ પહેલાં જૈન દર્શને કહી/કરી હતી. જૈન દર્શનના મતાનુસાર આ સમગ્ર દ્રશ્ય સંસાર પૌદ્ગલિક છે. તાત્પર્ય-દ્રષ્ટિએ વિચારીએ તો આ જગત જીવ અને પરમાણુઓના વિભિન્ન સંયોગોનું જ પરિણામ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૫. કાળી સમય [Time] આદિને કાળ કહે છે. કાળના ચાર પ્રકાર છેઃ ૧. પ્રમાણ-કાળ, ૨, યથાય-નિવૃત્તિ કાળ, ૩. મરણ-કાળ અને ૪. અદ્ધા કાળ. ૧. કાળ દ્વારા પદાર્થ માપી શકાય છે આથી તેને પ્રમાણ કાળ . કહે છે. ૨. જીવન અને મૃત્યુ કાળ સાપેક્ષ છે. આથી જીવનની અવસ્થાને યથાય નિવૃત્તિકાળ કહે છે. ૩. જીવનના અંતને મરણકાળ કહે છે. ૪. સૂર્ય-ચંદ્ર આદિની ગતિ સાથે સંબંધ રાખનારને અદ્ધાકાળ કહે છે. દા.ત.સવાર, બપોર, સાંજ, કલાક, મિનિટ વગેરે. આ અદ્ધા-કાળ વ્યવહારિક છે અને તેનો ઉપયોગ મનુષ્ય લોકમાં જ થાય છે. જૈન દર્શનની કાળ-ગણના અનોખી અને આગવી છે. સૂક્ષ્યકાળ -એક આવલિકા ૧,૬૭,૭૭,૨૧૬,આવલિકા -એક મુહૂર્ત ૩૦ મુહૂર્ત -એક દિવસ-રાત [આખો દિવસ) ૧૫ દિવસ -એક પખવાડિયું-એક પક્ષ ૨ પક્ષ -એક મહિનો ર મહિના -એક ઋતુ ૩ ઋતુ -એક અયન ર અયન -એક વરસ અસંખ્ય વર્ષ -એક પલ્યોપમ ૧૦ ક્રોડાકોડ પલ્યોપમ -એક સાગરોપમ ૧૦ ક્રોડાકોડ સાગરોપમ -એક અવસર્પિણી કે એક ઉત્સર્પિણી ૧ અવસર્પિણી ૧ ઉત્સર્પિણી અનન્ત કાળચક્ર -એક પુદગલ પરાવર્તન [કોડાકોડી : કરોડનો કરોડથી ગુણાકાર કરવો.] -કાળચક Page #108 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૭ કાળના આ બધા વિભાગોને ટૂંકમાં ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ કહેવામાં આવે છે. ૩. પુણ્યતત્ત્વ સવૃત્તિ, સવિચાર અને સદાચારને પુરય કહે છે. “શુભકમને પણ પુણ્ય કહે છે. જે નિમિત્તથી પુણ્ય ઉપાર્જન થાય તેને પણ પુણ્ય કહે છે. આવું નિમિત્ત પુણ્ય નવ પ્રકારનું છે. સુપાત્રને-સુયોગ્યને અન્નદાન દેવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. તેને અન્ન પુણ્ય કહે છે. એ પ્રમાણે પાણી, સ્થાન (ધર), શયન સૂવાં-પાથરવાનાં સાધનો), વસ્ત્ર, મન, વચન, કાયા અને નમસ્કાર-આ નવ પુણ્ય છે. વિસ્તારથી તેનાં ૪૨ પ્રકાર છે. પુણ્ય-કર્મની અસર આત્મા પર પડે છે. તેનાં ફળ સ્વરૂપે જીવાત્માને સુખ, સંપત્તિ, યશ, પ્રતિષ્ઠા, રૂપ, આરોગ્ય, સત્તા વગેરે મળે પુણ્યની પ્રાપ્તિ માત્ર ધર્મ કર્મથી-શુભ કર્મથી સત્રવૃત્તિથી જ થાય છે. અર્થાત્ ધર્મની આરાધના વિના પુણ્ય નથી થતું. ૪. પાપતત્ત્વ અસવૃતિ,અસદ્દવિચાર અને અનાચારને પાપ કહે છે. અશુભ કર્મને પણ પાપ કહે છે. જેના કારણે પાપ કર્મ બંધાય તે પાપના કારણો પણ પાપ કહેવાય છે. પાપના કારણ, પાપના સ્થાન-ઘર ૧૮ છે. હિંસા, જાઠ, ચોરી, મૈથુન, સંગ્રહ, બેધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કકળાટ, જુઠો આરોપ, ચાડીયુગલી, રાતિઅરતિ, (પાપ કર્મમાં રૂચિ અને પુર્ણય કર્મમાં અરૂચિ) ભપૂર્વક જુઠ અને મિથ્યાત્વશલ્ય (આત્મા, મોલ, ધર્મમાં શંકા) વિસ્તારથી પાપના ૮૨ પ્રકાર છે. પાપની પણ આત્મા પર ચોકકસ અસર પડે છે. પાપના સેવનથી તેના ફળ સ્વરૂપે દુઃખ, ગરીબી, બિમારી, બદનામી, કુરૂપતા, ગુલામી વગેરે મળે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૫. આશ્રવ તત્ત્વ આશ્રવ એટલે ખેંચાઈ આવવું, વહી આવવું. જયાંથી અને જેના વડે પાપ કર્મો ઢસડાઈ આવીને આત્માને દૂષિત અને દોષિત કરે-બનાવે, તેને આશ્રવ કહે છે. મન, વચન અને કાયાની અસવૃત્તિ અને પ્રવૃત્તિઓને મુખ્યત્વે આશ્રવ કહેવાય છે. મલિન અને હિંસક વિચારને પણ આશ્રવ કહેવાય છે. તેના ૪૨ પ્રકાર છે. ૬. સંવર તત્વ આશ્રવના નિરોધને “સંવર' કહે છે. આશ્રવ એટલે કર્મોના આગમનનું દ્વાર, આ ધારને બંધ રાખવાની ક્રિયાને સંવર કહે છે. સંવર એટલે અટકાવવું, રોકવું. તપ, જપ, ધ્યાન, વ્રત આદિ ધર્મઆરાધનાથી અશુભ કર્મોનો પ્રવાહ આવતો અટકે છે અને આત્મા દૂષિત બનતો બચી જાય છે. ૫૭ પ્રકારના સંવરથી કર્મોના પ્રવાહને ખાળી શકાય છે. ૭. બંધ તત્ત્વ આત્મા અને કર્મનો આશ્લેષ તેને બંધ' કહે છે. જીવાત્મા કર્મોના પુદગલોને ગ્રહણ કરે છે. પછી તે બંને આત્મા અને કર્મ, દૂધ અને પાણી જેમ એકાકાર થઈ જાય તેને બંધ” કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને કર્મ-બંધ' કહે છે. કર્મ કરતી વખતે જયાં અને જેટલાં મનોભાવ હોય છે તે પ્રમાણે તેવો કર્મ-બંધ થાય છે. તેનું ફળ પણ તે જ પ્રમાણે મળે છે. કર્મબંધ ચાર પ્રકારથી થાય છે. (૧) પ્રતિબંધ (૨) સ્થિતિબંધ (૩) રસબંધ (૪) પ્રદેશબંધ. Page #110 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૮. નિર્જરા તત્ત્વ નિર્જરા એટલે ખરવું. અગાઉ આત્માએ બાંધેલા કર્મોનો અંશે અંશે ક્ષય થાય છે તેને નિર્જરા કહે છે. ચીકણા અને ક્ષણિક કર્મોને ઉખેડવાની વૃત્તિ અને પ્રવૃત્તિને નિર્જરા કહે છે. ઉપવાસ, સ્વાધ્યાય, ધ્યાન, આદિ ૧૨ પ્રકારના તપથી કર્મોની શીધ્ર નિર્જરા થાય છે. ૯. મોક્ષ તત્ત્વ આત્મા પર લાગેલાં તમામ કર્મોનો સર્વથા અને સંપૂર્ણ ક્ષય થઈ જાય અને આત્મા ફરી કર્મથી કદી બંધાય નહિ તેને “મોક્ષ' કહે છે. કર્મનો સર્વથા ક્ષય થતાં આત્મા પોતાના જ્ઞાન-દર્શનમય સ્વરૂપમાં રહે છે. તેનું નામ “મોક્ષ' છે. આત્મા આ અવસ્થા પ્રાપ્ત કરે છે. ત્યારે તે પરમાત્મા બની જાય છે. પરમાત્મા, સિદ્ધ, બુદ્ધ, મુકત આ બધાં એકાર્યવાચી શબ્દો છે. સંખ્યાની દ્રષ્ટિએ મુકતાત્મા અનંત છે. મુક્તાત્માનો પુર્નજન્મ નથી હોતો આથી તે અપુનરાવૃત્તિ હોય છે. મોક્ષ એ આત્માની સહજ અવસ્થા છે. મોક્ષ થતાં દેહ છૂટી જાય છે. રહે છે માત્ર આત્મા અને તેનો સત, ચિત્, આનંદમય સહજ સ્વભાવ. મોક્ષનું સુખ શબ્દાતીત છે. એ માત્ર અનુભૂતિ છે. ગૂંગે કેરી સરકરા જેવું જ કર્મ આત્મા પોતે જ પોતાના સુખ-દુખનો કર્તા અને ભોકતા છે. આ સુખ-દુઃખ તેને તેનાં કર્મ અનુસાર મળે છે. આ કર્મને જૈનદર્શન સ્વતંત્ર તત્વ માને છે. તેની ગણના તે પુલમાં કરે છે. દારૂ પીવાથી માણસ ગાંડો બને છે. કલોરોફોર્મ સૂંઘાડવાથી તે બેભાન બને છે. બેડીથી તે બંધાય છે. દારૂ, કલોરોફોર્મ, બેડી વગેરે પૌદ્ગલિક વસ્તુઓ છે એ જ પ્રમાણે કર્મના સંયોગથી જીવાત્મા Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જૈનધર્મ અનેકવિધ સુખ-દુઃખના સંવેદનો અનુભવે છે. આમ કર્મ પૌગલિક છે કર્મના પરમાણુઓનો આત્મા ઉપર ઉડો અને આંતરિક પ્રભાવ પડે છે. શરીર પૌગલિક છે. તેનું કારણ કર્મ છે. મનભાવતા ભોજનથી સુખાનુભૂતિ થાય છે. લાકડી આદિ શસ્ત્રોની મારપીટથી દુઃખાનુભૂતિ થાય છે. ભોજન અને શસ્ત્રો પૌગલિક છે. એ પ્રમાણે સુખ-દુઃખનું કારણ કર્મ પણ પૌગલિક છે. આત્મા અને કર્મોનો સંબંધ અનાદિ છે, પણ અનંત નથી. કર્મનો ક્ષય કરી શકાય છે. સંપૂર્ણ અને સર્વથા કર્મક્ષય થવાથી આત્મા પરમાત્મા બને છે. દાત. સોનું, ખાણમાં રહેલું સોનું માટીથી આવૃત્ત હોય છે. તેને વિવિધ પ્રક્યિાઓથી શુદ્ધ અને સ્વચ્છ કરી શકાય છે. એમ કર્માવૃત્ત આત્માને પણ વિવિધ ધર્મારાધનાથી વિમળ અને વિબુધ બનાવી શકાય જૈન દર્શને કર્મની ફિલસૂફી અંગે તલસ્પર્શી અને સમગ્રતયા વિચારણા કરી છે. કાર્ય-ભેદ/ફળ-ભેદ અનુસાર કર્મના મુખ્યત્વે આઠ પ્રકાર બતાવાયા છે. આ પ્રમાણે : ૧. જ્ઞાનાવરણીય કર્મ આ કર્મ આંખ પર બાંધેલા પાટા જેવું છે. તે આત્માના મૂળ અનંત ગુણીને ઢાંકે છે-આવૃત્ત કરે છે. જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા જાણવા યોગ્ય વિષયને જાણતો નથી, જિજ્ઞાસા હોવા છતાંય નથી જાણતો. જાણવા છતાંય નથી જાણતો. વધુ સરળપણે કહીએ તો આ કર્મના લીધે માણસ મૂર્ખ, બુદ્ધ, મંદબુદ્ધિ બને છે--હે છે. મન-મગજ નબળા રહે છે. યાદશકિત અલ્પ હોય છે. ભણવામાં રસ-રૂચિ નથી રહેતાં. આ કર્મના પાંચ પ્રકાર છે. ૨. દર્શનાવરણીય કર્મ આ કર્મ ગુરખા ચોકીદાર જેવું હોય છે. તે આત્માના મૂળ “અનંત Page #112 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૧૦૧ દર્શન’ ગુણને ઢાંકે છે-આવૃત્ત કરે છે. | દર્શનાવરણ કર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા જોવા યોગ્ય વિષયને જોતો નથી. જોવાની ઈચ્છા છતાં પણ નથી જોઈ શકતો. તેની દષ્ટિ આડે પડદો પડી જાય છે. વધુ સરળપણે કહીએ તો આ કર્મના લીધે માણસને અંધાપો આવે છે. નજર નબળી પડે છે, આંખના રોગ થાય છે, ઊંઘણશી બને છે, ઊંઘમાં ચાલે છે. ઊંઘમાં ન કરવાનું કરી બેસે આ કર્મના ૯ પ્રકાર છે. ૩. મોહનીય કર્મ આ કર્મ દારૂ જેવું હોય છે. તે આત્માના મૂળ અનન્ત ચારિત્ર' ગુણને આવૃત્ત કરે છે. મોહનીય કર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા ચારિત્રહીન બને છે. રાગાંધ બને છે. ઈર્ષાળુ બને છે. વસ્તુ અને વ્યકિતમાં આસકત રહે છે. તેનાં જીવનમાં એકથી વધુ દુર્ગુણ હોય છે. આ કર્મના ૨૮ પ્રકાર છે. ૪. અંતરાય કર્મ આ કર્મ ભંડારી (કોષાધ્યક્ષ) જેવું છે. જે આત્માના મૂળ “અનન્ત વીર્ય ગુણને આવૃત્ત કરે છે. અંતરાય કર્મ ઉદયમાં આવવાથી પોતાની પાસે જે હોય છે તે ચાલ્યુ જાય છે. અને મેળવવાની જે ઈચ્છા હોય છે તેની પ્રાપ્તિમાં અવરોધ ઉભો થાય છે. વધુ સરળપણે કહીએ તો આ કર્મના લીધે જીવાત્મા દાન દઈ શકતો નથી. લાભ મેળવી શકતો નથી. એક વખત ભોગવી શકાય તેવી ભોગ સામગ્રી ભોગવી શકતો નથી. વારંવાર ભોગવી શકાય તેવી સામગ્રીનો ઉપભોગ કરી શકતો નથી. ધર્મ સાધના-તપ-ત્યાગ-સંયમ-જપ કશું કરી શકતો નથી. તે માટે તેને ઉત્સાહ નથી જાગતો. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જૈનધર્મ આ કર્મના પાંચ પ્રકાર છે. ૫. વેદનીય કર્મ આ કર્મ તલવારની ધાર જેવું હોય છે. તે આત્માના મૂળ “અક્ષય સુખ” ગુણને આવૃત્ત કરે છે. વેદનીય કર્મના મુખ્યત્વે બે ભેદ છે. ૧. શાતા વેદનીય અને ર. અશાતા વેદનીય. શાતા વેદનીય કર્મ ઉદયમાં આવવાથી જીવાત્માને મનપસન્દ સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે. જયારે અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા અનેકવિધ દુઃખોથી રીબાય છે. રડે છે. અશાતા વેદનીય કર્મના લીધે જીવાત્માના હૈયે અજંપો અને અશાંતિ, બેચેની અને બેદિલી રહે છે. અકારણ પણ ઉદાસ રહે છે. શાતા વેદનીય કર્મથી જીવાત્મા શાંત, પ્રસન, સુખી અને નિરોગી રહે છે. ૬. આયુષ્ય કર્મ આ કર્મ કેદખાના જેવું હોય છે. તે આત્માના મૂળ ‘અક્ષય સ્થિતિ ગુણને આવૃત્ત કરે છે. આયુષ્ય કર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. આયુષ્ય કર્મ પ્રમાણે જીવાત્મા અમુક સમય માટે અમુક પ્રકારનું જીવન જીવે છે. આ જીવન ૮૪ લાખ જીવનમાંથી કોઈપણ પ્રકારનું હોઇ શકે. આ કર્મના ચાર પ્રકાર છે. ૭. ગોત્રકર્મ આ કર્મ કુંભારે ઘડેલાં ઘડાં જેવું છે. તે આત્માના મૂળ “અગુરુલઘુ ગુણને આવૃત્ત કરે છે. ( ઉચ્ચ ગોત્ર કર્મ અને નીચ ગોત્ર-કર્મ એમ ગોત્ર કર્મના બે મુખ્ય ભેદ છે. ઉચ્ચ ગોત્રકર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા ઊંચી નાત-જાત અને કુળમાં જન્મ પામે છે. સુંદર રૂપ, તીવ્ર બુદ્ધિ મળે છે. ધર્મશૂરો બને Page #114 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ છે. પ્રતિષ્ઠા પામે છે. જયારે નીચ ગોત્ર-કર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા નીચ અને હલકી નાત-જાત અને કૂળમાં જન્મ પામે છે. તેનાં જીવનમાં બધાં પ્રકારની ઉણપ અધૂરપ હોય છે. ૮. નામકર્મ આ કર્મ ચિતારા જેવું છે. તે આત્માના મૂળ ‘અરુપીપણું’ ગુણને આવૃત્ત કરે છે. નામ કર્મના મુખ્યત્વે બે ભેદ છે. ૧. શુભ નામ-કર્મ અને ૨. અશુભ નામ-કર્મ. શુભ નામ-કર્મ ઉદયમાં આવવાથી જીવાત્માને સુંદર શરીર, સંપૂર્ણ આયુષ્ય અને ઉત્તમ આરોગ્ય તેમજ મનગમતાં સુખ મળે છે. બીજાઓને સહજ માન આપવાનું મન થાય તેવું સૌભાગી જીવન તેને મળે છે. જયારે અશુભ નામ કર્મના ઉદયથી જીવાત્માને બેડોળ અને બેઢંગું શરીર મળે છે. તેનું જીવન તમામ દુર્ભાગ્યનો સરવાળો હોય છે. નામ કર્મના ૧૦૩ પ્રકાર છે. ૧૦૩ આ આઠેય કર્મોની ભીંસમાંથી આત્મા સર્વથા અને સંપૂર્ણ છૂટી જાય છે મુકત બને છે ત્યારે તેના સહજ અને મૌલિક ગુણોનું શતદલ કમળ વિકસે છે. બસ, આ જ મુકિત છે. અહી જ મોક્ષ છે. દરેક જીવાત્માએ પોતાની જીવનયાત્રા અહીં જ મુક્તિધામે પૂર્ણ કરવાની છે. * કર્મ-બંધ અને કર્મમુક્તિ આઠ કર્મનું સ્વરૂપ જોયું. તેનાં ફ્ળની પણ વિચારણા કરી. હવે થોડુંક વિચારીએ કે શું કરવાથી કયું કર્મ બંધાય છે. અને શું કરવાથી કર્મ-બંધનમાંથી મુકિત મળે છે. ૧. જીવાત્મા જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે છેઃ ૧. જ્ઞાન તેમજ જ્ઞાનીની નિંદા કરવાથી, ૨. જ્ઞાનીનો ઉપકાર ભૂલી જવાથી, ૩. જ્ઞાન તેમજ જ્ઞાનીનું અપમાન કરવાથી. ૪. જ્ઞાનાભ્યાસમાં અવરોધ ઊભો Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈનધર્મ કરવાથી. ૫. જ્ઞાનીની ઇર્ષા અને તેમનો દેષ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જ્ઞાનાવરણીય કર્મના બંધનમાંથી મુકત થવા માટે જીવાત્માએ જ્ઞાન અને જ્ઞાનીનો આદર કરવો જોઈએ, તેમનો ઉપકાર માનવો જોઈએ. જાતે જ્ઞાનાભ્યાસ કરવો જોઈએ, જ્ઞાનાભ્યાસ કરનારને જ્ઞાનના સાધનો આપી તેમને પ્રોત્સાહન આપવું જોઈએ. જ્ઞાન અને જ્ઞાનીની પૂજા કરવાથી આ કર્મનો ક્ષય થાય છે. ૨. જીવાત્મા દર્શનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે છેઃ સદ્દગુણ અને ગુણીજનોની નિંદા કરવાથી, તે બંનેનો તિરસ્કાર અને અપમાન કરવાથી, ગુણીજનોનો ઉપકાર ભૂલી જવાથી, ગુણીજનોની ઈર્ષ્યા અને કેષ કરવાથી, વીતરાગની વાણીમાં શંકા કરવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. | દર્શનાવરણીય કર્મના બંધનમાંથી મુકત થવા માટે જીવાત્માએ સગુણ અને ગુણીજનોનો આદર કરવો જોઈએ. ગુણીજનોના ગુણ પ્રત્યે અનુરાગ રાખવો જોઈએ. ગુણાનુરાગી બનવું જોઈએ. ગુણીજનોની સેવા, ભકિત કરવી જોઈએ. જિનેશ્વરની આજ્ઞા પાળવી જોઇએ, પરમાત્માની ભકિત કરવી જોઈએ. આમ કરવાથી આ કર્મનો ક્ષય થાય છે. - ૩. જીવાત્મા મોહનીય કર્મ છ પ્રકારે બાંધે છેઃ લાયઝાળ ગુસ્સો (ક્રોધ) કરવાથી, ખૂબ જ અભિમાન ઘમંડ રાખવાથી, કૂડકપટ-માયા કરવાથી, તેમજ વ્યભિચાર કરવાથી જીવાત્મા મોહનીય કર્મ બાંધે છે. મોહનીય કર્મના બંધનમાંથી મુકત થવા માટે જીવાત્માએ તીવ્ર ક્રોધ, તીવ્ર માન, તીવ્ર માયા, તીવ્ર લોભ, ન કરવા જોઈએ ધર્મના બહાના હેઠળ અધર્મનું સેવન ન કરવું જોઈએ. દરેક બાબતમાં સંયમ રાખવો જોઈએ. સદાચારી બનવું જોઇએ. - ૪. જીવાત્મા અંતરાય કર્મ પાંચ પ્રકારે બાંધે છે દાન આપવામાં વિનો ઉભાં કરવાથી, કોઈને મળતો લાભ ન લેવા દેવાથી, ખાવા-પીવામાં હરકતો ઉભી કરવાથી, વસ્ત્રો વગેરે વસ્તુઓનો ઉપભોગ કરતા અટકાવવાથી, ધર્મ ધ્યાન કે ધર્મની આરાધના કરવામાં આડખીલી બનવાથી અંતરય કર્મ બંધાય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ અંતરાય કર્મના બંધનમાંથી મુક્ત થવા માટે જીવાત્માએ ઉમળકાથી દાન આપવું જોઇએ, સાર્ધામક ભકિત કરવી જોઇએ, બીજા માટે ઘસાઈ છુટવું જોઈએ, તપશ્ચર્યા કરવી જોઇએ, ધર્મની આરાધના કરવી જોઈએ. આમ કરવાથી આ કર્મનો ક્ષય થાય છે. ૫. જીવાત્મા શાતા વેદનીય કર્મ ૧૦ પ્રકારે અને અશાતા વેદનીય કર્મ ૧૨ પ્રકારે બાંધે છેઃ તમામ પ્રકારના જીવો પર દયા લાવવાથી કરવાથી, તેમજ કોઇપણ પ્રકારનું દુ:ખ ન આપવાથી જીવાત્મા શાતા વેદનીય કર્મ બાંધે છે અને કોઈપણ જીવ ઉપર ત્રાસ ગુજારવાથી, તેને રડાવવાથી, તેની આંતરડી કકળાવવાથી જીવાત્મા અશાતા વેદનીય કર્મ બાંધે છે. ૧૦૫ બંને પ્રકારના વેદનીય કર્મના બંધનમાંથી મુકત થવા માટે જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવ રાખવો જોઇએ. કોઇ પણ પ્રત્યે વૈરભાવ ન રાખવો જોઈએ. જીવમાત્રનું સુખ અને કલ્યાણ થાય તેવાં હૈયે ભાવ રાખવા જોઇએ. અને તે માટે નિષ્ઠાપૂર્વક નિઃસ્વાર્થ પ્રયત્નો કરવા જોઇએ. આમ કરવાથી આ કર્મનો ક્ષય થાય છે. ૬. જીવાત્મા આયુષ્ય કર્મ ૧૬ પ્રકારે બાંધે છેઃ જીવાત્મા છએ કાયના જીવોની સદા હિંસા થાય તેવા કામ કરે, બિનજરુરી મોટા પાયા પર સંઘરાખોરી કરે, માંસાહાર કરે, પંચેન્દ્રિય જીવોની હિંસા કરે તો નરકનું આયુષ્ય બાંધે છે. જીવાત્મા કપટ સહિત જૂઠું બોલે, વિશ્વાસઘાત કરે, હડહડતું જૂઠ બોલે, ખોટાં તોલ-માપ રાખે તો તિર્યંચ [પશુ-પંખી નું આયુષ્ય બાંધે છે. જે જીવાત્મા સ્વાભાવે નિષ્કપટી હોય, વિનયી-વિનમ્ર હોય, દયાળુ હોય, ઇર્ષા રહિત હોય તે મનુષ્યનું આયુષ્ય બાંધે છે. અને જે જીવાત્મા સંયમ પાળે-સાધુ થાય, શ્રાવકનાં વ્રતોનું પાલન કરે, જ્ઞાનરહિત તપ કરે, પરવશપણે દુઃખ સહન કરે પણ સમભાવ રાખે તો દેવતાનું આયુષ્ય બાંધે છે. આયુષ્ય કર્મના બંધનમાંથી મુકત થવા માટે જીવાત્માએ તપ, Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જૈનધર્મ જપ, વ્રત, ધ્યાન વગેરે ધર્મસાધના ઉગ્રપણે અને ઉત્કૃષ્ટ કરવી જોઈએ. વધુને વધુ આત્મધ્યાન ધરવું જોઈએ. ૭. જીવાત્મા ઊંચ ગોત્ર કર્મ અને નીચ ગોત્ર કર્મ બંનેય આઠ-આઠ પ્રકારે બાંધે છે. : જીવાત્મા જાતિ, મૂળ, બળ, રૂપ, તપ, જ્ઞાન, લાભ નો અને ઐશ્વર્યનો મદ ન કરે, તેનું અભિમાન ન રાખે તો ઉચ ગોત્ર કર્મનો બંધ કરે છે અને આ આઠનું અભિમાન કરે તો નીચ ગોત્ર કર્મનો બંધ કરે છે. * ગોત્રકર્મના બંધનમાંથી મુકત થવા માટે વિનમ્ર બનવું જોઈએ. પ્રેમાળ અને મિલનસાર થવું જોઈએ. કોઈનાય પ્રત્યે કશોજ ભેદભાવ રાખ્યા વિના સહુ સાથે સમાન ભાવ રાખવો જોઈએ. ૮. જીવાત્મા નામ કર્મ પછી તે શુભ નામકર્મ હોય કે અશુભ નામકર્મ હોય, તે બંને ય કર્મ ચાર ચાર પ્રકારે બાંધે છેઃ જીવાત્મા મન, વચન અને કાયાની સરળતા રાખવાથી તેમજ કલેશ-કંકાસ ન કરવાથી શુભ નામકર્મ બાંધે છે અને મન-વચન-કાયાની કઠોરતા અને વક્રતા રાખવાથી તેમજ કદાગ્રહ રાખવાથી અશુભ નામકર્મ બાંધે છે. જીવાત્માએ નામ કર્મના બંધનમાંથી મુક્ત થવા માટે વૃત્તિ, વિચાર અને પ્રવૃત્તિ, ત્રણેય નિર્મળ અને નિર્મમ રાખવા જોઇએ. લેશ્યા સ્ફટિક રત્ન વિશુદ્ધને વિમળ, સ્વચ્છ અને પારદર્શી છે. આત્મા પણ તેના મૂળભૂત રૂપમાં એકદમ વિશુદ્ધ અને વિમળ છે. અને સ્ફટિક રત્ન સામે જે રંગ ધરવામાં આવે છે તેવા રંગનું તે દેખાય છે. એ જ પ્રમાણે આત્મા ઉપર જયારે પુદ્ગલ દ્રવ્યો આધિપત્ય જમાવે છે. ત્યારે આત્મા જાદા જાદા રૂપો ધારણ કરે છે. પુદગલ દ્રવ્યોના સંસર્ગથી આત્મા વિભિન્ન વિધવિવિધ પરિણામી દેખાય છે. જૈન દર્શને આ પરિણામોનું એક નામ આપ્યું. લેહ્યા, Page #118 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ લેશ્યા એટલે મનોવૃત્તિ. વૃત્તિ અને વિચાર એટલે લેશ્યા. વિચારની, વાતાવરણની, તેમજ આહાર-વિહારની તન અને મન ઉપર તીવ્ર કે મંદ અસર અચૂક પડે છે. એ અસર અનુસાર શરીરનો રંગ બદલાય છે. દા.ત. ગુસ્સામાં માણસનો ચહેરો લાલ રંગનો થઇ જાય છે. નિરાશા અને હતાશામાં ડૂબેલાનો ચહેરો રાખ જેવો ફિકકો હોય છે. આ બધા રંગપલ્ટા લેશ્યાને આભારી છે. વૃત્તિ અને વિચારથી બદલાતા રંગોના આધારે લેશ્યાનું વૈજ્ઞાનિક વર્ગીકરણ કરવામાં આવ્યું છે. લેશ્યા છ પ્રકારની છે. : ૧. કૃષ્ણ લેશ્યા : જે સમયે માણસની મનની વૃત્તિ અને વિચાર કાજળ જેવાં કાળા હોય છે, તે સમયના ભાવને કૃષ્ણ લેશ્યા કહે છે. ૧૦૭ આ અવસ્થામાં માણસ પોતે પાપ કરે, બીજા પાસે કરાવરાવે, બીજો પાપ કરતો હોય તેનું સમર્થન કરે, પાંચેય ઇન્દ્રિયનો બેફામ ઉપયોગ કરે. આલોક અને પરલોકના દુઃખથી ડરે નહિ. તે ધર્મહીન, નિર્દય, ઇર્ષ્યાળુ, અત્યંત ક્રોધી, ખારીલો અને ખૂન્નસવાળો હોય છે. કૃષ્ણ લેશ્યાવાળો જીવાત્મા મરીને પાંચમી, કે છઠ્ઠી કે સાતમી નરકે જાય છે. ૨. નીલલેશ્યા : જે સમયે માણસના મનની વૃત્તિ અને વિચાર નીલમ મણિ જેવા નીલા (વાદળી કે લીલા) થાય છે, તે સમયના ભાવને નીલ વેશ્યા કહે છે. આ અવસ્થામાં માણસ અસહિષ્ણુ બને છે, બીજાના ગુણને તે સહી શકતો નથી, પોતે જ્ઞાનાભ્યાસ કરતો નથી અને બીજાને કરવા દેતો નથી. તે રસલોલુપ, વિષય લંપટ, આળસું, એદી, અભિમાની અને બીકણ હોય છે. નીલ લેશ્યાવાળો જીવ મરીને ત્રીજી, ચોથી કે પાંચમી નરકે જાય છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈનધર્મ ૩. કાપોત લેશ્યા : જે સમય માણસના મનની વૃત્તિ અને વિચાર કબૂતરની ડોક જેવો ભૂખરો થાય છે, તે સમયના ભાવને કાપોત લેશ્યા કહે છે. આ અવસ્થામાં માણસ વધું વાંકું બોલે, વાંકો ચાલે, પોતાના દોષ છુપાવે, બીજાના દોષો પ્રકટ કરે કઠોર વચન બોલે, ચોરી કરે, પરસ્ત્રીની ઈચ્છા કરે, તે ઉદાસ, ઉદ્વિગ્ન, હતાશ, રોલ ને ચંચલ હોય છે. આપ બડાઈ કરવામાંથી તે ઊંચો નથી આવતો. કાપોત લેશ્યાવાળો માણસ મરીને પહેલી, બીજી કે ત્રીજી નરકે જાય છે. ૪. તેજો લેગ્યા : જે સમયે માણસના મનની વૃત્તિ અને વિચાર ઉગતા સૂરજના રંગ જેવો લાલ થાય છે. તે સમયના ભાવને તેજલેશ્યા કહે છે. તેજો લેશ્યાવાળો માણસ સરળ, સ્થિરચિત્ત, ન્યાયી, કુતૂહલરહિત, વિનીત, સંયમી, દ્રઢધર્મી પ્રિયધર્મી પાપભીરુ અને કાર્ય-અકાર્યનો વિવેકી હોય છે. આ વેશ્યાવાળો માણસ મરીને પહેલાં કે બીજા સ્વર્ગલોકમાં જન્મે ૫. પઘલેશ્યા: જે સમયે માણસના મનની વૃત્તિ અને વિચાર ચંપાના ક્લ કે હળદરના રંગના જેવા પીળા થાય છે તે સમયના ભાવને પદ્મશ્યા કહે છે. પઘલેશ્યાવાળો માણસ શકય તમામ પ્રયત્નોથી કષાયોને (ક્રોધ-માન-માયા-લોભ) પાતળા પાડે, મન, વચન અને કાયાને વશમાં રાખે છે. તે મિત-હિત-પ્રિયભાષી, ક્ષમાવાન, ત્યાગપરાયણ, વ્રતપાલક તેમજ હરહાલમાં ખુશહાલ રહે છે. પવલેશ્યાવાળો મરીને પાંચમાં સ્વર્ગલોકમાં જાય છે. ૬. શુકલ લેયા : જે સમયે માણસના મનની વૃત્તિ અને વિચારો શંખ કે ગાયના દૂધ જેવાં શ્વેત થાય છે, તે સમયના ભાવને Page #120 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ શુક્લલેશ્યા કહે છે. શુકલ લેશ્યાવાળો માણસ રાગ-દ્વેષથી સર્વાર્થ અને સંપૂર્ણ મુક્ત વીતરાગ હોય છે. એ આત્મજ્ઞાની, આત્મધ્યાની અને આત્માનુભાવી હોય છે. આ લેશ્યામાં સ્થિર થયેલો માણસ મરીને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જન્મ પામે છે. અથવા તો એ સિદ્ધ બુદ્ધ અને મુકત બને છે. છલેશ્યામાંથી પ્રથમની ત્રણ કૃષ્ણ-નીલ, અને કાપોત-લેશ્યાઓ સ્મશઃ અશુભતમ, અશુભતર અને અશુભ છે. માણસને તે ત્રણેય દુર્ગતિમાં ઢસડી જાય છે. આ છેલ્લી ત્રણ તેજો, પદ્મ અને શુકલ-લેશ્યાઓ સ્મશઃ શુભ, શુભતર અને શુભતમ છે. માણસને આ ત્રણેય સદ્ગતિમાં લઇ જાય છે. લેશ્યા એ માણસની મનોદશાનું સજીવ રેખાચિત્ર છે. જૈનેતર દાર્શનિકોએ પણ મનોદશાના આધાર પર માણસના વિવિધ રૂપ-સ્વરૂપનું રેખાચિત્ર દોરી આપ્યું છે. તેમણે ‘રજોગુણ’ ને લોહિત લેખાવ્યો છે. કારણ રજોગુણ મનને મોહજિત કરે છે. ‘તમોગુણ’ને કૃષ્ણ કહ્યો છે. કારણ એ જ્ઞાનને આવૃત કરે છે. ‘સત્ત્વગુણ’ને શુકલ કહ્યો છે. કારણ તે મનને નિર્મળ અને નિર્મમ કરે છે. ૧૦૯ રંગ વિજ્ઞાન colour science નો તો હમણાં વિકાસ થયો. રંગ ચિકિત્સા chromotherapy પણ આજકાલની છે. આ બેનો અભ્યાસ કરતા નિઃશંક કહી શકાય કે રંગ વિજ્ઞાન અને રંગ ચિકિત્સાની આખી ઇમારત આ ‘લેશ્યા' વિજ્ઞાન ઉપર ઊભી છે. * પુનર્જન્મ જૈનધર્મ આત્મવાદી ધર્મ છે. આત્માને તે શાશ્ર્વત માને છે, આથી પુર્નજન્મમાં તેને દ્રઢ વિશ્વાસ છે. પુનર્જન્મ એટલે આત્મા સાથે જયાં સુધી કર્મો સંલગ્ન છે ત્યાં સુધી આત્માનું પુનઃ પુનઃ દેહધારણ. મતલબ ફરી જનમ, ફરી મરણ. વારંવારના જન્મ-મરણ એટલે પુનર્જન્મ, ભવભ્રમણ. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈનધર્મ નવજાત શિશુને સ્તનપાન કરવાનું કોણ શીખવે છે? કોઈ જ નહિ છતાંય ગતજન્મની આહાર સંજ્ઞાના પ્રભાવે શિશુ ધાવણ માટે વલખે છે. નવજાત શિશુ હસે છે, રડે છે, ડરે છે. આ બધું તે કરે છે. એ તેનાં પુર્વજન્મની સંસ્કારજન્ય સ્મૃતિનું પરિણામ છે. તાજા જન્મેલા બાળકને સુખ-દુઃખની અનુભૂતિ થાય છે, તે પણ તેનાં જન્મજન્માંતરના સંસ્કારને આભારી છે. પુનર્જન્મ એ કર્મબદ્ધ જીવાત્માની અવસ્થાનું પરિવર્તન છે. આત્મા કયારેય મરતો નથી. મરે છે તેનો માત્ર દેહ. દેહ મરતા આત્મા એના સૂક્ષ્મ શરીર સાથે, પોતાના કર્માનુસાર બીજો જન્મ લેવા પ્રયત્નશીલ બને છે અને નવો જન્મ ધારણ કરી લે છે. ' એવો એકાંતિક નિયમ નથી કે આ જન્મમાં કરેલા શુભ-અશુભ કર્મના ફળ આ જીવાતા જીવનમાં જ મળે. તેના ફળ તેને બીજા ભવોમાં પણ મળતા હોય છે. કરેલાં કર્મના ફળ ભોગવવા જ પડે છે. તે માટે પુનર્જન્મ થતો જ રહે છે. પરલોક-પુનર્જન્મ આજના વિજ્ઞાનીઓ માટે સજજડ પુરાવાઓ સાથે પડકાર બન્યા છે. આ માટે આધુનિક વિજ્ઞાનીઓ પાસે પરામનોવિજ્ઞાન para psychology નામનું વિશિષ્ટ વિજ્ઞાન છે. ભારતમાં અને વિદેશોમાં આ વિષય પર વિશદ અને મહત્વપૂર્ણ સંશોધન થયા છે, થઈ રહ્યા છે અને ઘણા વિજ્ઞાનીઓ જાહેરમાં પુનર્જન્મનો સ્વીકાર કરી રહ્યા છે. પુનર્જન્મની યાદના અનેક કિસ્સાનો બન્યા છે. પુનર્જન્મની સત્ય ઘટનાઓ નોંધપાત્ર સંખ્યામાં બની છે. વિગત જન્મોની આ જન્મમાં યાદ આવવી તેને જૈન દર્શન “જાતિસ્મરણ જ્ઞાન” કહે છે. આ જ્ઞાનના હજારો પ્રસંગો ધર્મગ્રંથોમાં અને આજનાં અખબારો અને સામયિકોમાં ગ્રંથસ્થ થયાં છે. જયોર્જ બર્નાર્ડ શો પ્રખર બુદ્ધિવાદી હતા. જગવિખ્યાત બ્રિટીશ નાટયકાર હતા એ. તેમણે મહાત્મા ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધીની સાથેના એક વાર્તાલાપમાં કહ્યું હતું કે “મારી ભાવના આવતા ભવે ભારતના કોઈ જૈન પરિવારમાં જન્મ લેવાની છે.' Page #122 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ આ વાર્તાલાપ પુનર્જન્મના સિદ્ધાંતની સુવર્ણ સાખ પૂરે છે. સંજ્ઞા આઠ કર્મોમાં મોહનીય કર્મ' સૌથી વધુ પ્રબળ છે. આત્મા પર તેની જબરજસ્ત પકડ છે. સાત કર્મો તો આત્માના મૂળ ગુણો અને મૂળ સ્વરૂપને માત્ર આવૃત્ત જ કરે છે, જયારે આ મોહનીય કર્મ આત્માના મૂળ ગુણસ્વરૂપને વિકૃત કરે છે. આ કર્મના કારણે જીવાત્મામાં વિધવિવિધ મનોવૃત્તિઓ બને છે, જન્મે છે, તેને જૈન પરિભાષામાં ‘સંજ્ઞા” કહે છે. સંજ્ઞા એટલે વૃત્તિ. સંજ્ઞા એટલે મૂર્છા. સંજ્ઞા એટલે આસિત. આજનું મનોવિજ્ઞાન જેને સહજ સ્વાભાવિક મનોવૃત્તિઓના નામે ઓળખે છે, તેને જૈન દર્શને ‘સંજ્ઞા’નું નામ આપ્યું છે. આવી ૧૦ સંજ્ઞાઓ છેઃ ૧. આાર સંજ્ઞા ૨. ભય સંજ્ઞા ૩. મૈથુન સંજ્ઞા ૪. પરિગ્રહ સંજ્ઞા ૫. ક્રોધ સંજ્ઞા ૬. માન સંજ્ઞા ૭. માયા સંશા ૮. લોભ સંજ્ઞા ૯. ઓઘ સંજ્ઞા ૧૦. લોક સંજ્ઞા ૧૧૧ ઃ ખાવાની વૃત્તિ અને વિચાર • ડરની લાગણી અને વિચાર : જાતીય વૃત્તિ અને વિચાર : મારાપણાની વૃત્તિ અને વિચાર [મમતા-આસકિત] • ગુસ્સાની વૃત્તિ અને વિચાર : અહંકારની વૃત્તિ અને વિચાર : કપટની વૃત્તિ અને વિચાર : ભેગું કરવાની વૃત્તિ અને વિચાર [લાલચ-લુબ્ધતા] • ગતાનુગતિક અનુકરણની વૃત્તિ અને વિચાર [ગાડરિયો પ્રવાહ : લૌકિક માન્યતાને વળગી રહેવાની વૃત્તિ અને વિચાર [રૂઢિવાદિતા] Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ * કષાય આ દસ સંજ્ઞાઓમાંથી ૫ થી ૮ ની ચાર સંજ્ઞાઓને ‘કષાય-સંજ્ઞા’ પણ કહે છે. ક્રોધ, માન, માયા અને લોભ-આ ચારનું એક સંયુકત નામ એટલે કષાય'. તેમાં બે શબ્દ છે. કર્ષ અને આય. કષ એટલે સંસાર. ‘આય’ એટલે કરાવનાર, વધારનાર, આ ચાર કષાય જીવાત્માને અનંત સંસારમાં ભટકાવે છે. જીવાત્માને ભવભ્રમણ કરાવનાર આ મુખ્ય વૃત્તિઓ છે. કષાય એ મનનો આવેગ છે. તે ભય, શોક, ઘૃણા આદિ ૯ મુખ્ય નિમિત્તોથી ઉત્તેજિત થાય છે. એ નવ નિમિત્તોને ‘નો-કષાય' કહે છેઃ આ પ્રમાણે : ૧. હાસ્ય ૨. રતિ ૩. અરિત અકારણ હસવું – ક્ષુલ્લક બાબતમાં ખુશ-રાજી થવું. - - નારાજ થવું. જૈનધર્મ ૪, ભય - ડરવું. ૫. શોક – રડવું, કકળવું. ૬. જુગુપ્સા - નાક-મોં મચકોડવા-તિરસ્કાર કરવો- ઘૃણા કરવી. ૭. પુરુષવેદ – સ્ત્રીનો સંસર્ગ કરવાની વાસના ૮. સ્ત્રીવેદ – પુરુષનો સંસર્ગ કરવાની વાસના – ૯. નપુંસકવેદ – સ્ત્રી-પુરુષ બંનેનો સંસર્ગ કરવાની વાસના → પાંચ સમવાય કાર્ય અને કારણ બંનેનો ગાઢ સંબંધ છે. કારણ વિના કાર્ય થતું નથી. કાર્ય-કારણના સંબંધને સમવાય કહે છે. તે પાંચ છે. વિશ્વની તમામ લીલા આ પાંચ સમવાયને આભારી છે. કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ, અને પુરુષાર્થ- આ પાંચ સમવાય છે. પાંચેય એકમેક સાથે સંબંધિત છે. આ પાંચ વાદ તરીકે પણ વિખ્યાત છે. તેનો હિમાયતી તેનો વાદી Page #124 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૧૧૩ છે. કાળવાદી દરેક બાબતમાં કાળને જ મુખ્ય ગણે છે. અને અન્ય કારણોનો તે ઈન્કાર કરે છે. જૈન ધર્મ અનેકાન્ત દ્રષ્ટિથી દરેક બાબતની વિચારણા કરે છે. તે પરિણામને, કાર્યને પાંચ સમવાયજન્ય માને છે. ૧. કાળ : કાળ (સમય) સૌનો કર્તા-હર્તા છે. જગતના તમામ પદાર્થો કાળના કજામાં છે. બીજ આજે વાવ્યું. ઘડી પછી તે વૃક્ષ નથી બનતું. એ માટે યોગ્ય સમય લાગે છે. કાળ પાકે ત્યારે જ તેને ક્રમશઃ અંકુર, કળી, પાંદડા, ફૂલ, ફળ વગેરે આવે છે. ઋતુઓનો પણ ચોકકસ કાળ છે. કર્મનું ફળ પણ કાળ પાકે મળે છે. ૨. સ્વભાવ : કાળ જ સર્વોપરિ અને અંતિમ નથી. કાળ પાકવા છતાંય ઘણાં બીજ વિકસતા નથી. સ્ત્રી ઉમર લાયક થાય છે છતાંય તેને દાઢી-મૂછ ઉગતા નથી. તેને સંતાન થતું નથી. તો બધું શી રીતે થાય છે ! કોણ કરે છે! તેનો જવાબ છે, સ્વભાવ, સ્વભાવથી બધું થાય છે. માછલાં આદિ જળચર પ્રાણીઓનો સ્વભાવ પાણીમાં રહેવાનો છે! લુચ્ચાઈ શિયાળનો સ્વભાવ છે. કાનનો સ્વભાવ સાંભળવાનો છે. આમ દરેક પદાર્થને પોતાનો મૂળભૂત સ્વભાવ છે. આમ સ્વભાવથી બધું થાય છે. ૩. નિયતિ નિયતિ એટલે ભાગ્ય, કિસ્મતમાં-લલાટે જેવું લખેલું હોય તેવું થાય. નિયતિનું એકાંતિક સમર્થન કરનાર કાળ અને સ્વભાવનો ઈન્કાર કરે છે. તે માને છે કે જે કંઈ બનવાનું છે તે અગાઉથી નકકી થયેલું છે. માણસ મરવાનો જ હોય તો લાખ ઉપાય કરવા છતાંય બચતો નથી, અને બચવાનો હોય તો લાખ પ્રહાર કરવા છતાંય મરતો નથી. જે કાળે જે બનવાનું હોય છે તે જ બને છે. બધું જ નિશ્ચિત છે. આમ માનવું તે નિયતિવાદ છે, તેને “ભવિતવ્યતા પણ કહે છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈનધર્મ ૪. કર્મ કર્મવાદી કાળ, સ્વભાવ અને નિયતિનો ઇન્કાર કરે છે. તે ભારપૂર્વક કહે છે કે જેવાં જેવાં કર્મ કર્યા હોય તેવું જ ફળ આવે છે. જેવી કરણી તેવી ભરણી.” “વાવો તેવું લણો,' “ કરો તેવું પામો. આ તેનાં પ્રચાર સૂત્રો હોય છે. જગતમાં જે કંઈ વિચિત્રતા અને વિષમતા છે તે આ કર્મને જ આભારી છે. ૫. પુરુષાર્થ પુરુષાર્થવાદી મુઠ્ઠી પછાડીને કહે છે: પુરુષાર્થથી, ઉદ્યમથી જ બધું થાય છે. કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ જેવું કંઈ છે નહિ. જીવાત્માઓ પુરુષાર્થ કરે તો ભૂખે મરે. કંઈ પણ મેળવવા માટે પુરુષાર્થ કરવો અનિવાર્ય છે. આ પાંચમાંથી કોનું મુખ્ય મહત્વ તેનો વિવાદ અનાદિકાળથી ચાલ્યો આવે છે. દરેક વાદી પોતાના જ પક્ષને પ્રાધાન્ય આપે છે અને બીજા પક્ષોને ઉતારી પાડે છે, જાઠાં કહે છે. દર્શન આ પાંચેયને એકાંતિક અને આત્યંતિક વિચારતાં અટકાવે છે અને તે દરેકનો સમૂહમાં વિચાર કરવાનું કહે છે. આ પાંચેય અન્યોન્ય છે. કોઈ મુખ્ય નથી. પાંચેયનો સમન્વય કરવાનું તે કહે છે. આ માટે એક હાથી અને પાંચ અંધજનોનું દ્રશ્ચંત પ્રચલિત છે. પાંચ સમવાયને એકરૂપે જોવાથી સત્ય હાથ લાગે છે. પ્રમાણ નય’ અને ‘પ્રમાણ” બંને જ્ઞાન જ છે. વસ્તુના અનેક ધર્મોમાંથી કોઈ એક ધર્મ અપેક્ષા દ્વારા વસ્તુનો નિર્ણય કરવો તે “નય’ કહેવાય છે. જયારે અનેક ધર્મ દ્વારા વસ્તુનો અનેક રૂપથી નિશ્ચય કરવો તે પ્રમાણ નય વસ્તુને એક અપેક્ષાએ સ્વીકારે છે. પ્રમાણ તેને અનેક દ્રષ્ટિઓથી સ્વીકારે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૧૧૫ જેનાથી વસ્તુ યથાર્થ જણાય તેને પ્રમાણ કહે છે. પ્રમાણના આધારે વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. જીવાત્મા એ વસ્તુને સ્વીકારવા યોગ્ય હોય તો સ્વીકારે છે, નહિ તો તેનો અસ્વીકાર કરે છે. પ્રમાણ મુખ્યત્વે ચાર છે ઃ ૧. પ્રત્યક્ષ પ્રમાણ, ૨. અનુમાન પ્રમાણ, ૩. આગમ પ્રમાણ અને ૪. ઉપમા પ્રમાણ. આ દરેક પ્રમાણના પણ અનેક પ્રકાર છે. ૧. પ્રત્યક્ષ પ્રમાણ : વસ્તુનું પ્રત્યક્ષપણે નજર સમક્ષ જ્ઞાન થાય તે પ્રત્યક્ષ પ્રમાણ. ૨. અનુમાન પ્રમાણ : અનુમાનથી વસ્તુનું જ્ઞાન થાય તે અનુમાન પ્રમાણ. દા.ત. ભસવાના અવાજથી કયાંક કૂતરો છે તે નકકી કરવું, દાણો દબાવીને રસોઇનો નિર્ણય કરવો વગેરે. ૩. આગમ પ્રમાણ : આપ્ત પુરુષો દ્વારા કથિત અને રચિત શાસ્ત્રોથી વસ્તુનું જ્ઞાન થાય તે આગમ પ્રમાણ. જે પ્રત્યક્ષ અને અનુમાન આદિ પ્રમાણોથી વિરુદ્ધ ન હોય, આત્મસાધનામાં માર્ગદર્શક અને સહાયક શુદ્ધ તત્ત્વપ્રરૂપક વચન તેને આગમ' કહેવાય છે. આગમમાં આત્માનુભવી વીતરાગ ભગવંતનું જીવનભરનું દર્શન અને જ્ઞાન છે. પ્રત્યક્ષ અને અનુમાનથી જે ન સમજાય તે આગમની સહાયથી સમજવું. ૪. ઉપમા પ્રમાણ : ઉપમાથી વસ્તુનું જ્ઞાન થાય તે ઉપમા પ્રમાણ. દા.ત. આ માણસ સંત જેવો છે... આ ઘર સ્વર્ગ જેવું છે....વગેરે... આ ચાર પ્રમાણથી ‘જીવ’ તત્ત્વ વિચારીએ : ૧. પ્રત્યક્ષ પ્રમાણથી જીવ ચેતના લક્ષણવાળો. ૨. અનુમાન પ્રમાણથી જીવ બાળક, યુવાન, વૃદ્ધ. ૩. ઉપમા પ્રમાણથી અરૂપી, અનાદિ-અનંત. ૪. આગમ પ્રમાણથી શુભાશુભ કર્મોનો કર્તા, ભોકતા. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ નય પ્રમાણનો અંશ તે નય. - અનંત ધર્માત્મક વસ્તુઓમાંથી કોઇ એક વિશેષ ધર્મને ગ્રહણ કરીને અન્ય ધર્મો તરફ ઉદાસીન ભાવ રાખીને એ પદાર્થનું જે વર્ણન કરવું તેનું નામ નય છે. સરળતાથી કહીએ તો કોઇપણ વિષયનું નિરપેક્ષ નિરૂપણ કે તેની એકાન્તિક વિચારણા એટલે નય. સામાન્યપણે નયના બે પ્રકાર છે. : જૈનધર્મ ૧. વ્યવહાર નય : જેનાથી વસ્તુનું બાહ્ય સ્વરૂપ જાણવામાં આવે અને જે અપવાદ માર્ગમાં લાગુ પડે તે વ્યવહાર નય. ૨. નિશ્ચય નય : જેનાથી વસ્તુનું ભીતરી સ્વરૂપ જાણવામાં આવે અને જે અપવાદ માર્ગમાં લાગુ ન પડે તે નિશ્ચય નય. વિશેષપણે નયના સાત પ્રકાર છે. ૧. નૈગમ નય : કોઇપણ વસ્તુનું નામ હોય તો તેને પૂર્ણ માને. અંશ માત્ર ગુણ હોય તો પણ તેને પૂર્ણ માને. તેમજ નામ પ્રમાણે ગુણ હોય તો પણ તેને પૂર્ણ માને દા.ત. કપડાંને તણખો લાગ્યો. આ નયવાળો તરત કહેશે : “મારું કપડું બળી ગયું.’ ૨. સંગ્રહ નય : વિશેષ પદાર્થોને સામાન્યપણે ગ્રહણ કરી લેવું તે સંગ્રહ નય છે. થોડામાં ઘણું સમજવું તે સંગ્રહ નય છે. દા. ત. શેઠ કહે: પાન લઇ આવ.' આ નયવાદી માત્ર પાન-પાંદડું નથી લાવતો. સોપારી, ચૂનો, મસાલો વગેરે સાધનો લઇને આવે છે અથવા એ બધાનું બનાવેલું તૈયાર પાન લઇને આવે છે. ૩. વ્યવહાર નય : સામાન્યને વિશેષતયા ગ્રહણ કરવું તે વ્યવહાર નય. સંગ્રહનયથી ગ્રહણ કરેલા પદાર્થોનું પૃથકકરણ કરવું તે વ્યવહાર નય. દા. ત. બાહ્ય આચાર વિચારથી માણસને સજજન માને અને તેના વિવિધ સદ્ગુણો બતાવે. Page #128 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૪. શુસૂત્ર નય : મુખ્યત્વે વર્તમાન કાળનો જ સ્વીકાર કરે તે સૂત્ર નય. ઋજુ એટલે સરળ. સૂત્ર એટલે ચિંતન. સરળતાથી વિચારવું. દા. ત. આજે ને અત્યારે જ જે કામ થયું તે થયું. ૧૧૭ ૫. શબ્દ નય : આ નયમાં શબ્દનું વિશેષત્વ છે. અર્થાત્ કોઇ વસ્તુનું જે નામ હોય તે નામના શબ્દના અર્થનો જ સ્વીકાર કરે. એનેકાર્થી શબ્દોને એકાર્થવાચી માને. દા.ત. ઇન્દ્રનાં શકેન્દ્ર દેવેન્દ્ર વગેરે ઘણાં નામ છે. પણ આ નયવાળો એ બધાં શબ્દોનો એક ઇન્દ્ર’ નામનો જ અર્થ કરે છે. ૬. સમભિરૂઢ નય : શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે તેનાં ભિન્ન ભિન્ન અર્થ વિચારવા તે સમભિરૂઢ નય. દા.ત. રાજા, ભૂપતિ, નૃપ એકાર્થવાચી શબ્દો છે. આ નયવાળો રાજા તેનેજ માને કે જે રાજચિહ્નોથી શોભતો હોય. ૭. એવંભૂત નય : વસ્તુનું જેવું નામ, તેવું જ તેનું કામ અને પરિણામ પણ તેવું જ. એમ ત્રણેય બાબતો સંપૂર્ણ હોય તેને જ માનવી તે એવંભૂત નય. દા.ત. ભકત પ્રભુભક્તિ કરી રહ્યો હોય ત્યારે જ આ નયવાળો તેને ભકત' કહે. આ સાતેય નયથી સર્વ વસ્તુઓનો સ્વીકાર કરે તે સમકિતી મનાય છે. એક વસ્તુથી પૂર્ણ કાર્ય થતું નથી. દરેક કાર્ય કરવા માટે જેટજેટલા સંયોગોની જરૂર છે. તેટતેટલા સંયોગ મળે ત્યારે જ કાર્ય બને છે. દા. ત. રસોઈ, તે એકલા પાણીથી કે એકલી સગડીથી નથી બનતી. અનાજ, પાણી, આગ વગેરે બધાં ભેગાં થાય ત્યારે ભાવતાં ભોજન તૈયાર થાય છે. આ દ્રષ્ટાંતસહ સાતેય નયોનો વિચાર કરીને નયની અપેક્ષાથી નિષ્પક્ષપાતી હોય તે જ સત્ય માનવું. સ્યાદ્વાદ [અનેકાન્તવાદ] એક જ વસ્તુને, વિચારને કે વ્યકિતને અનેકવિધ અભિગમ અને દ્રષ્ટિકોણથી જોવા, વિચારવા અને મૂલવવાની પદ્ધતિનું એક નામ એટલે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈનધર્મ સ્યાદ્વાદ. તેનું બીજું નામ અનેકાન્તવાદ' પણ છે. વિસંવાદમાં સંવાદ સ્થાપિત કરવાની, તીવ્ર અને તીખા વિરોધમાં પણ સત્ય શોધી આપવાની આ વિલક્ષણ વિચારધારા છે. જૈનદર્શનની વિશ્વને આ અનુપમ ભેટ છે. સ્વાવાદમાં “સ્મા’ શબ્દ પ્રાણ છે. યાત્ એટલે કંઇક. સ્યાત્ એટલે અંશ. સત્ય સદાય બહુઆયામી હોય છે. સત્ય કયારેય પણ એકાન્તિક અને આત્યંતિક નથી હોતું. સત્ય હરહંમેશા સાપેક્ષ હોય છે. આ સંસારમાં દરેક પદાર્થ અનેક ગુણધર્મવાળો હોય છે. તે દરેકના એકથી વધુ ગુણ અને અવસ્થાઓ હોય છે તે દરેકેનું એક સાથે અને એક સમયે વર્ણન કરવું કોઈ માટે શકય નથી. સર્વજ્ઞ માટે પણ તે શકય નથી. એકી સમયે એકજ ગુણ કે અવસ્થા કહી શકાય છે. અમુક અપેક્ષાથી જ વસ્તુ, વિચાર અને વ્યકિતને જોઈ શકાય છે, જાણી શકાય છે, કહી શકાય છે. આમ સાપેક્ષ વિચારણાને “સ્યાદ્વાદ કે “અનેકાન્તવાદ કહેવાય છે. પ્રસિદ્ધ વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા સ્થાપિત “સાપેક્ષવાદ' એ “સ્યાદવાદનું જ બીજું વિજ્ઞાન-સંમત નામ છે. - ઉદાહરણથી વિચારીએ : આ એક જ વ્યકિત છે. પરંતુ વિવિધ દ્રષ્ટિકોણથી, ભિન્ન ભિન્ન અપેક્ષાએ તે અનેકવિધ કહેવાય છે. જેમ કે એક વ્યકિત તેના પિતાનો પુત્ર છે. અને પોતાના પુત્રનો પિતા પણ છે. તેમજ તેની પત્નીનો એ પતિ પણ છે. એક વ્યકિત પુત્ર જ છે એમ એકાંતિક કહેવાથી તેને અન્યાય થાય છે. ઝઘડો પણ થઈ જાય. પરંતુ એક વ્યકિત પિતા છે, પુત્ર છે, પતિ પણ છે. આ દરેક ઓળખમાં સત્યનો અંશ ચોકકસ છે. આમ વિવિધ દ્રષ્ટિકોણથી આત્મા એક છે. તત્વની અપેક્ષાએ, આત્મા અનેક છે દેહની અપેક્ષાએ, આત્મા નિત્ય છે. [શાશ્વતતાની દ્રષ્ટિએ વગેરે તત્ત્વો-પદાર્થોની વિચારણા કરવી તેને “સ્યાદવાદ કહે છે. સુપ્રસિદ્ધ વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ Theory of Relativityનો સિદ્ધાંત આ સ્યાદ્વાદની વિચારધારાને મહોર મારે છે. તે કહે છે: Page #130 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ "We can only know the relative Truth. The absolute truth is known only to the universal observer." સંલેખના ૧૧૯ ‘સંલેખના' એક પ્રકારનું વિશિષ્ટ તપ છે. તેનો મુખ્ય સંબંધ જીવનની અંતિમ અવસ્થા-મરણ સાથે છે, આથી તેની અલગ અહીં વિચારણા કરી છે. આયુષ્યના અંત સમીપે જ આ તપ કરવાનું વિધાન છે અને તેની નિયત વિધિ પણ છે. સંલેખના એટલે શરીર અને કષાયોને કૃશ કરી નાંખે, પાતળા પાડી નાંખે તેવી તપક્રિયા. જૈન દર્શને જન્મ અને જન્મ સંબંધી બાબતોની વિશદ વિચારણા કરી છે. તે જ પ્રમાણે તેણે મૃત્યુ સંબંધી પણ બહુમૂલ્ય વિચારણા કરી છે. જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ અનેક પ્રકારે થાય છે. બિમારીથી મૃત્યુ થાય છે. ઝેર પીવાથી મૃત્યુ થાય છે. બળી મરવાથી મૃત્યુ થાય છે. અત્યંત વેદનાથી મૃત્યુ થાય છે, પ્રસન્નતાથી પણ મૃત્યુ થાય છે. મૃત્યુના કારણ-ભેદે તેના વિવિધ પ્રકાર બતાવાયા છે. જૈન દર્શને આ વિવિધ મૃત્યુને બે વિભાગમાં આવરી લીધા છે. ૧. અકામ મરણ અને સકામ મરણ. જે જીવો અકામ મરણ મરે છે તેમને વારંવાર મરવું પડે છે અને જેઓ સકામ મરણ મરે છે તેમને ઉત્કૃષ્ટ એકજ વખત મરવું પડે છે. મૃત્યુની ઇચ્છા વિના હાયવોય કરતાં મરવું તેને અકામ મરણ’ કહે છે. મૃત્યુને મહોત્સવ માની જે તેને વિવિધ ફર્મ સાધનાથી વધાવે છે તે ‘સકામ મરણ’ છે. ‘સકામ મરણ’ ના ગુણનિષ્પન્ન પાંચ નામ છે. સકામ મરણ : મુમુક્ષના ભાવ અને પ્રયત્ન મોક્ષ માટેના હોય છે. પુનઃ મરવું ન પડે તેવી ભાવનાથી મરે તે સકામ મરણ. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જૈનધર્મ - ૨. સમાધિ મરણ : અંત સમયે સર્વ પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી પોતાના ચિત્તને વાળી લઈને સમભાવપૂર્વક મરે તે સમાધિ મરણ. ૩. અનશન : મરણ ન આવે ત્યાં સુધી આહારવિહાર-ભોગ-ઉપભોગના ત્યાગના નિયમ લેવા તે અનશન. ૪. સંથારો : મૃત્યુના બિછાને અંતિમ શયન માટે સુસજજ બને, સૌને ખમાવે-ખમે અને દેહાંત સુધી નવકારનું રટણ કરે તે સંથારો. ૫. સંલેખના : સાંજે દુકાન વધાવતો હોય તેમ સાંસારિક તમામ કામોથી મન-વચન અને કાયાથી નિવૃત્ત થઈને કષાયોને અને શરીરને પાતળા પાડવાની ક્રિયા. સંખના તપની ચોકકસ વિધિ છે, તે વિધિ મુજબ જ આ તપ કરવાનું હોય છે. આ તપની સમય મર્યાદા જઘન્ય [ઓછામાં ઓછી છ માસની, મધ્યમ બાર માસની અને ઉત્કૃષ્ટ બાર વરસની છે. આ તપમાં છ8, અટ્ટમ, એકાંતર ઉપવાસ અને આયંબિલ કરવાના હોય છે. શકિત મુજબ તિવિહાર કે ચઉવિહાર ઉપવાસ પણ કરાય છે. આ તપનો તપસ્વી જો એમ વિચારે કે, ૧. મરીને હું મનુષ્યલોકમાં જ જન્મ પામું. ૨. મરીને હું દેવલોકમાં જઉં. ૩. આ તપમાં હું વધુ જીવુ જેથી મારી નામના થાય. ૪. આ તપમાં તો મારો કોઇ ભાવે ય પૂછતો નથી, તેથી હવે જીવ જલ્દી છૂટે તો સારું. ૫. મરીને દેવ થાઉં કે મનુષ્ય પણ બીજા ભવમાં ભરચકક ભોગોપભોગ મળે. Page #132 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૧૨૧ તો આ તપ દૂષિત બને છે. તપ માત્રનો ઉદ્દેશ્ય ભાવ-વિશુદ્ધિનો છે. અને ભાવવિશુદ્ધિ મોક્ષનું મૂળ છે. આથી સંખના તપમાં ભાવને સવિશેષ વિશુદ્ધ અને વિમળ રાખવાના છે. તપ દરમિયાન સ્વાધ્યાય અને ધ્યાન સતત રાખવાના હોય [mયો સમ્યક સમ્યકત્વ જૈન ધર્મની આરાધના-સાધનાની આધારશિલા છે. સમ્યક, સમ્યકત્વ, સમકિત, સમ્યગ્દષ્ટિ આ બધા એક જ અર્થને અભિવ્યકત કરે છે. સમ્યકત્વ એટલે યથાર્થ. જે જેવું છે તેને તેવા જ રૂપ-સ્વરૂપે જોવું-જાણવું અને માનવું. જે જાણવા યોગ્ય છે તે જાણવું જે છોડવા યોગ્ય છે તે છોડવું જે સ્વીકારવા યોગ્ય છે તે સ્વીકારવું [ઉપાદેય] સમ્યકત્વનો સીધો ને સરળ અર્થ વિવેકદ્રષ્ટિ પણ કરી શકાય. જિનેશ્વરોએ દેવ, ગુરુ અને ધર્મનું જે સ્વરૂપ બતાવ્યું છે તે મુજબ તેમને માનવા અને તેમનામાં અતૂટ અને અખૂટ શ્રદ્ધા રાખવી તેનું નામ “સમ્યકત્ત્વ છે. જિનેશ્ર્વરોએ પ્રરૂપેલ નવ તત્ત્વોમાં રસ, રૂચિ, શ્રદ્ધા રાખવા, તેને જાણવા, માનવા અને સ્વીકારવા, આને પણ “સમ્યકત્વ' કહે છે. તેનું બીજું નામ ‘સમ્યગ્દર્શન' છે. આ સમ્યગ્દર્શન મોક્ષમાર્ગનું પ્રથમ ચરણ છે. સમ્યગ્દર્શનના મુખ્યત્વે પાંચ પ્રકાર છે. સમ્યકત્વના વિસ્તારથી ૭ પ્રકાર છે. સમ્યકત્વના પાંચ અતિચાર છે અને આઠ આચાર છે. આત્માની ક્ષિતિજે સમ્યકત્વનો સૂર્યોદય થાય છે ત્યારે આરાધકના જીવનમાં નિખ્ખાંકિત ગુણોનો ઉઘાડ થાય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧ર જૈનધર્મ ૧. શમઃ ચિત્તની શાંતિ અને સમતા. ૨. સંવેગ : મોક્ષમાર્ગની આરાધનામાં સહજ ઉલ્લાસ અને ઉમંગ. ૩. નિર્વેદઃ સાંસારિક ભોગપભોગ પ્રત્યે અરૂચિ, વિરકિત. ૪. અનુકંપા : કરુણા અને દયા. સમ્યકત્વનો વિરોધી શબ્દ છે, મિથ્યાત્વ. - મિથ્યાત્વ એટલે સાવ ઊલ્ટી અને ઊંધી સમજ. વસ્તુની યથાર્થતાનો ઈન્કાર કરીને અયથાર્થતામાં રાચવું. ૫. આસિક્ય : આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, ભોકતા છે, કર્મનો બંધ છે અને મોક્ષ છે- જૈન દર્શનના આ શાશ્વત સત્યોમાં અડગ શ્રદ્ધા. જ્ઞાન - જૈન દર્શન જ્ઞાનને આત્માનો મૂળભૂત ગુણ માને છે. આત્મા અનન્ત જ્ઞાનમય છે. જ્ઞાન અને જ્ઞાની ભિન્ન પણ છે અને અભિન્ન પણ, જ્ઞાન મુખ્યત્વે પાંચ પ્રકારનું છે. ૧. મતિજ્ઞાન : પાંચ ઈન્દ્રિયો અને મન, એમ છ વડે જાણવું તે મતિજ્ઞાન કહેવાય છે. મુખ્યત્વે તે ૨૮ અને વિસ્તારથી ૩૪૦ પ્રકારનું છે. ૨. શ્રુતજ્ઞાન : સાંભળવાથી અને જોવાથી જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન છે. વિચારવું, વ્યાખ્યા કરવી, સમજાવવું, ભણવું-ભણાવવું તે શ્રુતજ્ઞાન છે. શાસ્ત્રોનો સમાવેશ શ્રુતજ્ઞાનમાં થાય છે. આ જ્ઞાન ૧૪ પ્રકારનું છે. ૩. અવધિજ્ઞાન : મન અને ઇન્દ્રિયોની મદદ વિના માત્ર આત્મશક્તિથી મર્યાદિત સીમામાં રહેલાં મૂર્ત-રૂપી પદાર્થોને જાણી શકાય Page #134 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ તે ‘અવધિજ્ઞાન’ કહેવાય છે. તે આઠ પ્રકારનું છે. ૪. મન: પર્યવજ્ઞાન : મન અને ઇન્દ્રિયોની મદદ વિના આત્મતિથી અમુક મર્યાદામાં જીવાત્માના મનોભાવને જાણવા તે મન:પર્યવજ્ઞાન છે. તેના બે પ્રકાર છે. ૫. કેવળજ્ઞાન : એકદમ શુદ્ધ, સંપૂર્ણ અને અનંત જ્ઞાન. તેના પર કોઈ આવરણ નથી હોતું. મન અને ઈન્દ્રિયોની મદદ વિના ત્રિલોક અને ત્રિકાળના તમામ મૂર્ત-અમૂર્ત પદાર્થો અને મનોભાવોને જાણી લેતું જ્ઞાન, તે કેવળજ્ઞાન. જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા અને સંપૂર્ણ ક્ષય થઈ જાય ત્યારે આ જ્ઞાન ઉપલબ્ધ થાય છે. ૧૨૩ ઉપર્યુકત પાંચ જ્ઞાનમાંના પ્રથમ બે-મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચે ક્ષીરનીર જેવો ગાઢ સંબંધ છે. જગતના દરેક જીવમાં આ બે જ્ઞાન હોય છે. પરંતુ સમ્યદ્રષ્ટિવાળાના જ્ઞાનને જ્ઞાન કહે છે, અને મિથ્યાદ્રષ્ટિના જ્ઞાનને અજ્ઞાન કહે છે. જેમને ઉત્કૃષ્ટપણે મતિ અને શ્રુતજ્ઞાન હોય છે, તે ‘શ્રુતકેવળી’ કહેવાય છે. નારકી, દેવતા અને તીર્થંકરોને જન્મતાની સાથે જ અવધિજ્ઞાન હોય છે. આ જ્ઞાન ચારે ય ગતિવાળાના જીવાત્માને થાય છે. જયારે મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન મનુષ્યગતિમાં માત્ર સાધુને જ થાય છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન વચ્ચે મુખ્ય તફાવત આ છે ઃ મન:પર્યવજ્ઞાનમાં વિશુદ્ધિ વધુ છે અને જે રૂપી-મૂર્ત સૂક્ષ્મ પર્યાયોને અવધિજ્ઞાની જાણી શકતા નથી તેને મન:પર્યવજ્ઞાની જાણી શકે છે. ધ્યાન મનને કોઇપણ આલંબનમાં એકાગ્ર કરવું તેને ધ્યાન’ કહે છે. આ ધ્યાન શુભ પણ હોઈ શકે અને અશુભ પણ હોઇ શકે. આ શુભ-અશુભ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જૈનધર્મ ધ્યાન મુખ્યત્વે ચાર પ્રકાર છે. ૧. આર્તધ્યાન : મનગમતી વસ્તુનો વિયોગ થતાં તેને મેળવવા માટે તેમજ અણગમતી વસ્તુનો સંયોગ થતાં તેનાથી છૂટકારો મેળવવા માટે ચિંતાતુર બનવું, રડવું, કકળવું માથું કૂટવું, શોકાકુળ બનવું, તેને આધ્યાન કહે છે. ચિંતામાં પણ મન એકાગ્ર બને છે, આથી શાબ્દિક દ્રષ્ટિએ તેને ધ્યાન કહ્યું છે પરંતુ આ ધ્યાન આત્મવિકાસમાં સહાયક અને પ્રેરક ન બનતાં આત્માને દૂષિત અને દોષિત બનાવે છે, તેથી આર્તધ્યાનથી દૂર રહેવું જોઈએ. ૨. રૌદ્રધ્યાન: હિંસા, જૂઠ, ચોરી અને વ્યભિચાર વગેરે પાપો કરવા માટે સતત વિચાર અને યોજનાઓ કરવી તેમજ તેનો અમલ કરવો-કરાવવો તે “રૌદ્રધ્યાન' છે. આત્મવિકાસમાં આ ધ્યાન બાધક હોવાથી તે ત્યાજય છે. - ૩. ધર્મધ્યાન જે વૃત્તિ અને પ્રવૃત્તિની એકાગ્રતાથી આત્માની શુદ્ધિ થાય, જીવન પવિત્ર અને પાવન બને, તેને “ધર્મધ્યાન' કહે છે. આ ધ્યાન વારંવાર કરવા યોગ્ય છે. ૪. શુક્લધ્યાન : આત્માના વિમળ અને વિશુદ્ધ સ્વરૂપની અનુભૂતિ થવી, આત્મસાક્ષાત્કાર થવો, તેને “શુકલધ્યાન' કહે છે. તમામ પ્રકારના મોહ અને દોષો નષ્ટ થતાં આ ધ્યાન સિદ્ધ થાય છે, તે કરણીય ક્યિા-ભેદથી આ ચારેય ધ્યાનના વિવિધ પ્રકાર બતાવાયા છે. કે નવપદ આત્માના ગુણોની શુદ્ધિ અને વૃદ્ધિ માટે મનને શુભ ધ્યાનમાં રાખવું. અનિવાર્ય છે. મનને એકાગ્ર કરવા શુભ આલંબન આવશ્યક છે. જૈન ધર્મમાં ધ્યાન માટે “નવપદ'નું સુરેખ અને સુરમ્ય નિરૂપણ કરવામાં આવ્યું છે. નવપદ દુનિયાના સર્વશ્રેષ્ઠ તત્ત્વો છે, તે દરેકનું તેમનાં Page #136 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ રંગ અનુસાર ધ્યાન ધરવાથી ચિત્ત શાંત, પ્રસન્ન, સ્થિર તેમજ નિર્મળ અને નિર્મમ બને છે. ૧૨૫ ૧. અરિહંત : રાગ-દ્વેષ અને મોહ અદિ અંતરંગ શત્રુઓ પર જેમણે પરિપૂર્ણ વિજય મેળવ્યો છે અને જે પૂજયોના પણ પૂજય છે, તેને ‘અરિહંત’ કહે છે. અરિહંત પરમાત્માના ૧૨ ગુણ છે. તેમનું ધ્યાન ધરવા માટેનો રંગ સ્ફટિક જેવો સફેદ છે. ૨. સિદ્ધ : તમામે તમામ કર્મોનો ક્ષય કરીને જેમનો આત્મા શુદ્ધ, બુદ્ધ, મુકત, નિરંજન અને નિરાકાર બની પરમાત્મ સ્વરૂપને પામ્યો છે, તે ‘સિદ્ધ’ કહેવાય છે, સિદ્ધ પરમાત્માના ૮ ગુણ છે. તેમનું ધ્યાન ધરવા માટેનો રંગ ઉગતા સૂરજના રંગ જેવો લાલ છે. ૩. આચાર્ય : પાંચ મહાવ્રત આદિ ૩૬ ગુણોના ધારક સાધુ ‘આચાર્ય' કહેવાય છે. જૈન સાધુઓને અપાતી આ સર્વોચ્ચ પદવી છે. આચાર્ય ભગવંત જૈન સાધુ સમુદાયના નાયક હોય છે. સંઘ-શાસનની જવાબદારીઓનું તે વહન કરે છે. આચાર્યના ૩૬ ગુણ છે. તેમનું ધ્યાન ધરવા માટેનો રંગ શુદ્ધ સુવર્ણ જેવો પીળો છે. ૪. ઉપાધ્યાય :: પાંચ મહાવ્રતાદિનું પાલન કરનાર, સાધુ-સાધ્વીગણને અધ્યયન કરાવનાર તેમજ સાધુ-સમુદાયની આંતરિક વ્યવસ્થાને સંભાળનાર ઉપાધ્યાય’ કહેવાય છે. આ પણ એક પદવી છે. ઉપાધ્યાયના ૨૫ ગુણ છે અને તેમનું ધ્યાન ધરવા માટેનો રંગ લીલો છે. ૫. સાધુ : જેમનામાં ક્ષમાદિ દસ ગુણો છે અને પંચમહાવ્રતોનું પાલન કરે છે, તેને ‘સાધુ’ કહે છે. સાધુના ૨૭ ગુણો છે તેમનું ધ્યાન ધરવા માટેનો રંગ કાળો છે. ૬. દર્શન શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપિત અને પ્રસ્થાપિત કરેલા તત્ત્વોમાં રસ, રૂચિ અને શ્રદ્ધા રાખવી તેને ‘દર્શન” કહે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જૈનધર્મ દર્શનના ૬૭ ગુણો છે. તેનું ધ્યાન ધરવા માટેનો રંગ ગાયના દૂધ જેવો સફેદ છે. ૭. જ્ઞાન: મોહ અને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને આત્માની ઓળખ અને અનુભૂતિ કરાવે છે, તેને “જ્ઞાન” કહે છે. જ્ઞાનના પ૧ ગુણો છે, તેનું ધ્યાન ધરવા માટેનો રંગ ગાયના દૂધ જેવો ધ્વંત સફેદ છે. ૮. ચારિત્ર : જાગૃત પ્રહરીની જેમ સજાગતા અને સાવધતાથી આત્મભાવમાં વૃત્તિ અને પ્રવૃત્તિ રાખવી, તેને “ચાસ્ત્રિ' કહે છે. ચારિત્રના ૭૦ ગુણ છે. તેનું ધ્યાન ધરવા માટેનો રંગ શ્વેત છે. ૯. તપ : તન-મનના વૃત્તિ, વિચાર અને આચારને સંયમિત કરવાના વિવિધ ક્વિાયોગ કે અનુષ્ઠનને “તપ” કહે છે. તપના પ૦ ગુણ છે. તેનું ધ્યાન ધરવા માટેનો રંગ પણ ગાયના દૂધ જેવો સફેદ છે. નવપદને “સિદ્ધચક્ર પણ કહે છે. : રત્નત્રયી નેવપદમાં નિર્દિષ્ટ દર્શન, જ્ઞાન અને ચારિત્ર - આ ત્રણને રત્નત્રયી કહે છે. આ ત્રણની સમ્યક અને સંયુકત આરાધના એ જ સાચો મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રાણિ મોક્ષમાર્ગ: જીવનની સર્વાંગીણ ઉન્નતિ કરવા માટે મોક્ષમાર્ગની આરાધના માટે યથાર્થ દ્રષ્ટિ (દર્શન), યથાર્થ જ્ઞાન અને યથાર્થ આચરણ અનિવાર્ય અને આવશ્યક છે. આ ત્રણેયની સાધનાથી આરાધક-સાઘક મુકિતને પ્રાપ્ત કરે છે. જો માણસે જિંદગીમાં કંઈક મેળવવું હોય, કંઇક બનવું હોય તો એની પાસે વસ્તુસ્થિતિને સમજવાની-ઓળખવાની સૂક્ષ્મબુદ્ધિ અથવા તો Page #138 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૧૨૭ દીર્ધદશિતા હોવી જરૂરી છે. સત્યનો સ્વીકાર કરીને પૂરી કઢતા સાથે એ સત્યને વળગી રહેવું.... એના પ્રત્યે વફાદારી નિભાવવી. આક્ષમતા જો. ના હોય કે ઓછી હોય તો અને તમે જે સત્યને સ્વીકાર્યું એ મુજબ જીવન જીવવાની તૈયારી ના હોય. આંતર-બાહ્ય વિકાસ ના હોય તો સંસારના રસ્તે પણ સફળતા નથી સાંપડી શકતી. તો પછી પરમપંથ મોક્ષમાર્ગની આરાધના-સાધનામાં તો બધી વાતો આત્યંતિકપણે આવશ્યક-અનિવાર્ય બને છે. સમિતિ અને ગુપ્તિ આ બે શબ્દોનો કોઈ બંધારણીય કમિટિ સાથે કે ગુપ્તિ નામના કોઈ શસ્ત્ર સાથે મુદ્દલ સંબંધ નથી. જિનેશ્વર ભગવંતોએ આ બેનું નિરૂપણ કરીને માણસે કેમ ચાલવું કેમ બોલવું, કેમ ખાવું ચીજ-વસ્તુઓ કેવી રીતે લેવી-મૂકવી વગેરે રોજિંદા વ્યવહારનું સમુચિત શિક્ષણ આપ્યું સમિતિ એટલે જીવન જીવવા માટેની અનિવાર્ય અને આવશ્યક પ્રવૃત્તિઓને સંયમમય અને સંયમપૂર્વક રાખવી. આવી સમિતિ પાંચ છે: ૧. ઇર્ષા સમિતિ : એવી રીતે ચાલવું, હરવું-ફરવું બેસવું-ઊઠવું, સૂવું કે જેથી કોઈપણ જીવને દુઃખ ન પહોંચે, તેમની હત્યા ન થઈ જાય. ટૂંકમાં કાળજીપૂર્વક સંભાળીને આ બધી ક્રિયાઓ કરવી. ૨. ભાષા સમિતિ : એવી રીતે બોલવું કે જેનાથી કોઈનું અહિત ન થાય, કોઈનું પણ દિલ ન દુભાય, કોઈનું પણ અપમાન કે અવહેલના ન થાય. મતલબ કે હિતકારી અને પ્રિય બોલવું. ૩. એષણા સમિતિ : બેંતાળીસ પ્રકારના દોષોથી બચીને અન્ન, વસ્ત્ર, પત્ર આદિ લેવાં. અર્થાત્ નિર્દોષ અને વિધિપૂર્વક ભિક્ષા લેવી. [ખાસ કરીને મુનિઓએ. ૪. આદાન-નિક્ષેપણ સમિતિ : રોજબરોજના વપરાશની ચીજ-વસ્તુઓ કાળજીપૂર્વક લેવી અને મૂકવી કે જેથી કોઈ જીવને દુઃખ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ . જૈનધર્મ ન પહોંચે કે ન તો તેમની હિંસા થઇ જાય. પપારિષ્ઠાપાનિક સમિતિ : વૅક, લીટ, મળ-મૂત્ર, એંઠવાડ વગેરે જે કંઈ બહાર ફેંકવાનું હોય તે કાળજીપૂર્વક ફેંકવું કે જેથી કોઈના ઉપર પડે નહિ તેમજ જીવહિંસા થાય નહિ. આ પાંચેય સમિતિનો મૂળ અને મુખ્ય ઉદ્દેશ્ય હિંસાથી બચવાનો ગુપ્તિ ગુપ્તિ એટલે રોકવું. મન, વાણી અને કાયાને અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિમાં જતાં રોકવા અને એ ત્રણેયને શુભ વૃત્તિ-પ્રવૃત્તિમાં રત રાખવા, તેને ગુપ્તિ કહે છે. તે ત્રણ છેઃ ૧. મનોગુપ્તિ : ખરાબ અને દુષ્ટ વિચારો ન કરવા અને મનને આત્માના ધ્યાનમાં એકાગ્ર રાખવું. ૨. વચનગુપ્તિ : અપશબ્દો ન બોલવા, કઠોર, કર્કશ અને તિરસ્કારયુક્ત ન બોલવું બિનજરૂરી ન બોલવું. અને મૌન રાખીને આત્મધ્યાનમાં રહેવું. ૩. કાયવુતિ : શરીરથી થતાં તમામ પ્રકારના સ્વચ્છેદનો ત્યાગ કરીને, કાયાને-શરીરને સુસ્થિર રાખીને આત્મલીન બનવું. 3 ભાવના ભાવના એટલે ચિંતન-મનન કરવું વિચારોનું વિસ્તરીકરણ એટલે ભાવના. સંસારની વિવિધ ઘટનાઓમાં આત્મા-મન ગૂંચવાય અને ગુંગળાય નહિ આ માટે ૧૬ પ્રકારની ભાવનાઓનું ચિંતન કરવાનું જૈન દર્શને સૂચવ્યું છે. ઘટનાઓથી ખળભળતા દુનિયાના દરિયામાં હાલકડોલક થતી જીવનની નૌકાને જો આપણે ભાવનાઓના હલેસા આપીને આત્મચિંતનના કિનારે લઈ જઈએ તો કોઈ ઘટના દુર્ઘટનાનું Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ જૈનધર્મ રૂપ નહીં લે. મન શાંત-સ્વસ્થ અને સંતુલિત રહેશે. આ ભાવનાઓને અપેક્ષા પણ કહેવાય છે. ૧. અનિત્ય ભાવના : આ સંસારમાં કશું જ શાશ્વત અને અજર-અમર નથી. શરીર, ધન, ધાન્ય, પ્રતિષ્ઠા, પરિવાર આદિ સંસારનાં તમામ પદાર્થો અનિત્ય છે, ક્ષણભંગુર છે. જેનો વિયોગ નિશ્ચિત છે. તો પછી એ બધાની શું મમતા રાખવી ? એ બધાનો મોહ શા માટે કરવો ? -આવું વિશદ ચિંતન કરવું તે “અનિત્ય ભાવના છે. આ માટે ભરત ચક્રવર્તીનું દ્રશ્ચંત પ્રેરક અને પ્રોત્સાહક છે. ૨. અશરણ ભાવના : જયારે કોઈ વસ્તુ કે વ્યકિતનો વિયોગ થાય-છૂટા પડવું પડે ત્યારે વિચારવું. આ સંસારમાં કોઈ કોઈનું સગું સાચું નથી, આધિ, વ્યાધિ અને ઉપાધિમાં કોઈ જ સહભાગી બનતું નથી. અહી કોઈ કોઈનું શરણ નથી. આ સંસારમાં માત્ર ધર્મ જ એક સાચું શરણ છે. ધર્મ જ જીવાત્માને સહાયક છે. - આમ વિચારવું તે “અશરણ ભાવના આ માટે અનાથિ મુનિનું દ્રષ્ટાંત પ્રેરક અને પ્રોત્સાહક છે. ૩. સંસાર ભાવનાઃ જયારે કોઈનું મૃત્યુ થઇ જાય... સંબંધોમાં તિરાડ પડે ત્યારે વિચારવું, અનાદિ અનંત સંસારમાં સંબંધોનું કોઈ જ સાતત્ય નથી. ભવભ્રમણમાં આ જીવાત્માએ અનેક સગપણો કર્યા છે. માતા મરીને બીજા જન્મ પત્ની થાય છે. પુત્ર મરીને બીજા ભવે પતિ થાય છે. કયારે કોઈ રિતો તો કયારે કોઈ સંબંધ. કયારે વળી કોઈ સગપણ જન્મ બદલશે, જીવન બદલશે અને સંબંધો બદલાઈ જશેદુશ્મન દોસ્ત બની જશે.... દોસ્ત દુશ્મની દાખવશે. કોઈ જ સંબંધ અને સગપણ સ્થાયી નથી રહેતા. વિચિત્ર છે આ સંસાર ! આવી વિચારણા કરવી તે “સંસાર ભાવના છે. આ માટે રાજકુમારી મલ્લિનું દ્રષ્ટાંત બોધક અને બળપ્રદ છે. ૪. એવી ભાવના : જયારે એકલતાની આગ દઝાડવા માંડે. કોઈ આપણું ના રહે. ત્યારે વિચારવું કે સંસારમાં જીવ એકલો જન્મે છે, એકલો મરે છે. તે એકલો જ શુભ-અશુભ કર્મ બાંધે છે અને તે મુજબ Page #141 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ તેનાં ફળ પણ જીવાત્મા એક્લો જ ભોગવે છે. ભરચકક ભીડમાં પણ જીવાત્મા એકલો અને અટૂલો છે. કારવાં અને કાફલાંમાં જીવતો માણસ પણ એકાકી છે... આમ મનન કરવું તે ‘એકત્વ ભાવના' છે. સુગ્રીવનગરના મૃગાપુત્રનું દ્રષ્ટાંત આ ભાવનાનું પોષક અને સંવર્ધક છે. ૫. અન્યત્વ ભાવના : જયારે શારીરિક પીડા કે માનસિક પીડાથી વલવલવું પડે ત્યારે વિચારવું. શરીર અને આત્મા અલગ છે. દેહ તો જડ છે, મારો આત્મા ચૈતન્યમય છે, આત્મા અવિનાશી છે.... એનો નાશ નથી. દેહ તો એક દિવસે બળીને રાખ થઇ જ જશે ! પીડા શરીરને થાય છે... આત્મા તો અળગો છે. અલિપ્ત છે. શરીર મારૂં નથી. હું કાંઇ આ શરીર નથી... આમ વારંવાર વિચાર્યા કરવું. આ માટે નમિરાજનું દ્રષ્ટાંત માર્ગદર્શક છે. ૬. અશુચિ ભાવના : જયારે પણ અન્ય શરીરનું આકર્ષણ જાગે કે... વાસનાનો જુવાળ મનને ભરડો લે અથવા તો પોતાની ખુબસૂરતી માટે અભિમાન હૂંફાડા મારે ત્યારે વિચારવું કે લાખ પ્રયત્ન કરવા છતાં શરીર સર્વથા અને સંપૂર્ણ શુદ્ધ થતું નથી. કારણ શરીર સ્વયં આખું અનેક ગંદા તત્ત્વોનું બનેલું છે અને શરીરમાં લોહી છે, માંસ છે, શ્લેષ્મ છે, થૂંક છે, મળ-મૂત્ર છે. ઉપર ઉપર કાળી, ગોરી કે ગુલાબી ચામડીનું આવરણ છે. આવા ગંદા ને ગંધાતા શરીરમાં શું મોહવું ? તેની શી માયા-મમતા રાખવી.- આવું વિચારવું તે ‘અશુચિત્વ ભાવના’ છે. સનતકુમાર ચક્વર્તીનું દ્રષ્ટાંત આ ભાવના માટે પ્રેરક અને બોક છે. ૭. આશ્રવ ભાવના : વિચારવું કે હે જીવ! તું અનંત સંસારમાં× અનંતી વાર ભટકયો એ બધાનું મૂળભૂત કારણ આશ્રવ છે. કર્મોને આવતાં રોકયા નહિ, આથી તું હજી પણ ભવભવમાં ભટકી રહ્યો છે. આ જાણી-સમજીને હે જીવ! તું આશ્રવને છોડ. યથાશકય તપ-ત્યાગ અને વ્રત કર. ચંપાનગરીનો શ્રાવકપુત્ર સમુદ્રપાળ આ ભાવના ઉત્કટપણે ૧૩૦ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ જૈનધર્મ ભાવીને મોક્ષે ગયો હતો. ૮. સંવર ભાવના: મન, વચન અને કાયાને અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિમાંથી વાળીને તેને શુભ વૃત્તિ અને પ્રવૃત્તિમાં રત રાખવાથી જ કર્મ-બંધ થતો અટકે છે, એમ વિચારી-માની તે માટે પ્રવૃત્ત થવું તે “સંવર ભાવના છે. આ ભાવનાનું સચોટ ઉદાહરણ હરિકેશ મુનિ છે. ૯. નિર્જરા ભાવના: “તપ કરવાથી જ કર્મોનો ક્ષય થાય છે, એમ માનીને તપ કરવું, તે નિર્જરા ભાવના છે. અનમાળીએ આ ભાવના ભાવીને પોતાનો ભવાન્સ કર્યો હતો. ૧૦. લોક-સ્વભાવ ભાવના : ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના સ્વભાવવાળા ૧૪ રાજલોકના સ્વરૂપનું વારંવાર ચિંતન-મનન કરવું તે લોક-સ્વભાવ ભાવના છે. આ ભાવના ભાવતાં ભાવતાં શિવરાજર્ષિ સિદ્ધિગતિ પામ્યા હતા. ૧૧. બોધિદુર્લભ ભાવના : મનુષ્યજન્મ, ઊંચું કૂળ, નિરોગી કાયા, ધર્મશ્રવણ આદિ મળવા હજી સરળ છે પરંતુ સદ્દધર્મ પર શ્રદ્ધા થવી અતિ દુર્લભ છે, આમ ચિંતવવું તે બોધિદુર્લભ ભાવના છે. શ્રદ્ધાના ભાવને સુદઢ બનાવવો... એ માટેના ઉપાયો ચિંતવવા જોઈએ ભગવાનશ્રી ઋષભદેવના ૯૮ પુત્રોએ આ ભાવના ભાવીને પોતાનો ભવોદ્ધાર કર્યો હતો. ૧૨. ધર્મ ભાવના : માનવજન્મનું ચરમ અને પરમ લક્ષ્ય મોક્ષ જ છે. માનવભવ સિવાય મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી અને ધર્મની સાધના વિના માનવભવ મળતો નથી. આમ વિચારવું તે ધર્મધ્યાન” છે. ધર્મના ભાવાત્મક અને ક્રિયાત્મક બંને સ્વરૂપને ઓળખવા. ધર્મનું મૂળ દયા છે. ધર્મરૂચિ અણગારે આ દયામૂલક ધર્મભાવના' ભાવી હતી. ૧૩. મૈત્રી ભાવના : સકલ સૃષ્ટિના નાનાં-મોટાં તમામ જીવો પ્રત્યે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો. કોઈની પણ સાથે વૈરવૃત્તિ કે વૈરભાવ રાખવા નહિ. કેટલું નાનું અમથું જીવન ? શા માટે કોઇની સાથે દુશમની Page #143 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૧૩ર કે દુર્ભાવ રાખવા? મૈત્રીથી કેમ ના જીવવું? ૧૪. પ્રમોદ ભાવના ગુણીજનોના ગુણ જોઈ-સાંભળી વાંચીને, તેમજ બીજાઓનો વિવિધ વિકાસ અને પ્રગતિ જોઈને રાજી થવું, તેઓ પ્રત્યે આદર રાખવો, તેમનું બહુમાન કરવું, ગુણાનુરાગી બનવું. . ૧૫. કરુણા ભાવના : દુઃખી જીવો પર દયા-અનુકંપા રાખવી, કરુણા ચિંતવવી, દુઃખીઓના દુઃખ હળવા કરવા, તેમના આંસુ લૂછવા, જરૂરતમંદોને યથા યોગ્ય સહાયભૂત થવું. ૧૬. માધ્યસ્થ ભાવના : સમજાવવા છતાં સન્માર્ગે ન વળે તેવાં જિદ્દી, મૂઢ અને અહંકારી જીવાત્માઓ પર ગુસ્સો ન કરવો, તેમનો તિરસ્કાર ન કરવો. તેમની ઉપેક્ષા કરવી. એવા પ્રસંગે સામી વ્યકિતને સુધારી દેવાની જિદ્દ ન કરતાં, સ્વચિંતા અને સ્વચિંતન કરવું. x x x Page #144 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ - અધ્યાત્મરોહણ : બે શબ્દ છે ઃ સાધના અને સિદ્ધિ. સાધનાથી સિદ્ધિ સુધી પહોંચતા સાધકે ઉન્નત, ઉન્નતતર અને ઉન્નતતમ ભૂમિકાઓને પાર કરવી પડે છે. પ્રયત્ન અને પરિણામ વચ્ચે કેટલીક પ્રક્રિયાઓ હોય છે. આથી દરેક દર્શન આત્માના વિકાસની કેટલીક નિયત ભૂમિકાઓ અને અવસ્થાઓનું નિરૂપણ કરે છે. એ ભૂમિકાઓ કે અવસ્થાઓને પાર કરતો સાધક છેવટે મુકિતના સર્વોન્નત્ત શિખરે પદારોહણ કરે છે. જૈન દર્શને આત્મિક વિકાસ માટે ૧૪ ભૂમિકાઓ નિયત કરી છે. આ ભૂમિકા એટલે આત્મવિશુદ્ધિની તરતમતાની અપેક્ષાએ જીવોના સ્થાન. તેને ‘ગુણસ્થાનક' કહે છે. ૧૩૩ ગુણસ્થાનક એટલે આત્મિક-ચારિત્રિક વિકાસના સોપાન. આત્માની વિશુદ્ધિ ગુણોના ઉઘાડ અને કર્મમળ દૂર થવાથી જ થાય છે, આથી તેને ‘ગુણસ્થાનક' કહે છે. આત્મિક વિકાસ આત્મગત ગુણ-દોષોના આધારે થાય છે. આત્મા મુખ્યત્વે ત્રણથી-રાગ, દ્વેષ અને મોહથી દૂષિત અને દોષિત થાય છે. આ ત્રણની તીવ્રતા અને મંદતાથી સાધનાના સ્તર બને છે. પ્રગાઢ રાગ-દ્વેષ અને મોહ હોવા એ આત્માની હીન અને નિકૃષ્ટ અવસ્થા છે અને આ ત્રણેય દોષોની સંપૂર્ણ અને સર્વથા નાબૂદી એટલે આત્માની સર્વોન્નત અને સર્વોત્તમ અવસ્થા. આ બે અંતિમ અવસ્થાઓની વચ્ચે આત્માની જે મધ્યમ દશાઓ છે, તેના જે સ્તર છે તે જ આ ‘ગુણસ્થાનક’. ૧. મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનક : યથાર્થને અયથાર્થ માને અને અયથાર્થને યથાર્થ માને. મતલબ કે જેની તત્ત્વ-શ્રદ્ધા સાવ ઊલ્ટી જ છે, તે મિથ્યાદ્રષ્ટિ છે. તેનું બીજું નામ છે મિથ્યાત્વી. એવો એક પણ જીવ નથી કે જેનામાં કર્મક્ષયજન્ય ઓછેવત્તે અંશે વિશુદ્ધિ ન હોય. મિથ્યાદ્રષ્ટિનું જે વિશુદ્ધિસ્થાન છે, તેને મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનક કહે છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ૨. સાસ્વાદન-સમ્પષ્ટિ ગુણસ્થાનક ઃ સમકિત [તત્ત્વશ્રદ્ધા] તો પ્રાપ્ત થયું. પુનઃ તે ચાલી ગયું. પરંતુ તેનો સ્વાદ રહી જાય. ઝાડ પરથી ફળ પડયું પણ જમીનને ન અડયુંઆવી સ્થિતિ જે જીવની છે તેને સાસ્વાદન-સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનક કહે છે. ૩. મિશ્ર ગુણસ્થાનક : આ સ્થાનકે જીવની સ્થિતિ ધોબીના કૂતરા જેવી હોય છે. આ સ્થાને જીવાત્મા ન સમ્યગ્દર્શી હોય છે, ન મિથ્યાત્વી. તેનું ચિત્ત ડામાડોળ હોય છે. જૈનધર્મ ૪. અવિરત સમ્યષ્ટિ ગુણસ્થાનક : નવ તત્ત્વોમાં શ્રદ્ધા હોવાથી જીવ સભ્યષ્ટિ થાય છે. પરંતુ વ્રત-નિયમ આદિ સાધના નહિ કરી શકતો હોવાથી એ અવસ્થાને અવિરત સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનક કહે છે. આ અવસ્થામાં જીવાત્માને સત્યનું જ્ઞાન અને શ્રદ્ધા બધું હોય છે પરંતુ સત્યાચરણ તે કરી શકતો નથી. આત્મચિંતન કરે છે પરંતુ આત્મસ્વરૂપ પામવા માટે પ્રયત્ન નથી કરતો. અવિરત એટલે સંયમસાધના માટે નિષ્ક્રિય અને ઉદાસ. ધર્મનું જાણું છું પણ ધર્મ કરી શકતો નથી. અધર્મને જાણું છું પણ તેનો ત્યાગ કરી શકતો નથી.’ આવી નિર્બળ મનોદશા મોટા ભાગના જીવાત્માઓની હોય છે. ૫. દેશવિરત-ગુણસ્થાનક : દેશ એટલે આંશિક, વિરત એટલે ત્યાગ. આ અવસ્થાએ જીવાત્મા મર્યાદિત ત્યાગ કરે છે. યથાશય શ્રાવકના વ્રતોનું પાલન કરે છે. એમ પણ કહ્યું છે કે જેના જીવનમાં સંયમ અને અસંયમ બંને હોય છે તેને દેશવિરત' કહે છે. આ અવસ્થાવાળા ઓછામાં ઓછા ત્રીજે અને વધુમાં વધુ ૧૫મા ભવે મોક્ષે જાય છે. ૬. પ્રમત્ત-સંયત ગુણસ્થાનક : સાધનામાં અસાવધને પ્રમત્ત કહે છે. સંયત એટલે સાધુ, સાધુ જીવનની નિયત આચારસંહિતામાં જે મનપસંદ છુટછાટ લે છે. આચારોમાં જે સાધુ અતિચાર લગાડે છે. તેને પ્રમત્ત સંયત કહે છે. તેની અવસ્થાનું સ્થાન એટલે પ્રમત્તસંયતિ ગુણસ્થાનક. આ અવસ્થા પ્રાપ્ત જીવાત્મા ત્રીજા અથવા ૧૫મા ભવે મોક્ષે જાય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ જૈનધર્મ ૭. અપ્રમત્ત-સંયતિ ગુણસ્થાનક : જે સાધુ મોક્ષના ધ્યેયને પ્રતિપળ નજર સમક્ષ રાખીને વિશુદ્ધ સંયમનું પાલન કરે છે, કોઈપણ પ્રકારની પાપપ્રવૃત્તિ કરતો નથી તે અપ્રમત્ત-સંયતિ છે. આ અવસ્થાએ પહોંચેલ જીવાત્મા મદ, વિષય, કષાય, નિદ્ધ અને વિકથા આ પાંચ પ્રમાદથી તમામ પ્રયત્નોથી દૂર રહીને સાધુની આચારસંહિતાનું કડક ને કઠોર પાલન કરે છે. આ સ્થાને આવેલો જીવાત્મા ઓછામાં ઓછા તે જ ભવે મોક્ષે જાય છે. અથવા વધુમાં વધુ ત્રીજા ભવે મોક્ષે જાય છે. ૮. નિવૃત્તિ-બાદર ગુણસ્થાનક: આ સ્થાનને “અપૂર્વકરણ પણ કહે છે. આ અવસ્થામાં જીવાત્મા સ્થૂળ કષાયથી નિવૃત્ત થાય છે. તેના આત્માની વિશુદ્ધિ વિપુલ માત્રામાં થાય છે. રસ, દ્વેષ અને મોહને તે વધુને વધુ ઉપશાંત કરે છે. આ અવસ્થા પ્રાપ્ત જીવાત્મા તે જ ભવે અથવા ત્રીજા ભવે મોક્ષે જાય છે. ૯. અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક : આ અવસ્થામાં જીવાત્માના કષાય ખૂબ જ મોળા અને પાતળા પડી જાય છે. આ ઊંચાઈએ આવતા જીવાત્મા કષાયની પ્રવૃત્તિઓથી નિવૃત્ત બની જાય છે. આ અવસ્થાપ્રાપ્ત જીવાત્મા તે જ ભવે અથવા ત્રીજે ભવે મોક્ષ પામે છે. ૧૦. સૂમસંહરાય ગુણસ્થાનક : આ અવસ્થાએ પદારોપણ કરતા જીવાત્મામાં માત્ર લોભ કષાય સિવાયના બાકીના બધા જ કષાય ઉપશાંત થઈ જાય છે. લોભ-કષાયના સૂક્ષ્મ અંશો જ તેનામાં હોય છે. આવો જીવાત્મા તે જ ભવે કે ત્રીજે ભવે મોક્ષે જાય છે. ૧૧. ઉપશાન્ત-મોહ ગુણસ્થાનક જેનો મોહ અત્તર મુહૂર્ત સુધી ઉપશાંત થયો છે તે વ્યવસ્થાને ઉપશાન્ત-મોહ ગુણસ્થાનક કહે છે. આ અવસ્થા પ્રાપ્ત જીવાત્મા તેજ ભાવે અથવા ત્રીજે ભવે મોક્ષે જાય છે. ૧૨. ક્ષીણ-મોહ ગુણસ્થાનક જેનો મોહ સર્વથા ક્ષીણ થાય છે, તે અવસ્થાને ક્ષીણમોહ- ગુણ -સ્થાનક કહે છે. આ અવસ્થાએ પહોંચતા જીવાત્મા નિર્મોહી અને વીતરાગ થઈ જાય છે. તે જ ભવે મોક્ષે જાય છે. ૧૩. સયોગી-કેવળી ગુણસ્થાનક : આ અવસ્થાએ આત્મા સર્વથા ઘાતી કર્મોથી અનાવૃત્ત થઈ જાય છે. જ્ઞાનાવરણીય, Page #147 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૧૩૬ દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય કર્મોનો સર્વથા ક્ષય થઈ જાય છે. આત્મા અહી સર્વજ્ઞ અને સર્વદર્શી બને છે. ૧૪. અયોગી-કેવળી ગુણસ્થાનક : આત્માની ઉપલબ્ધિનું અંતિમ ચરણ અયોગ અવસ્થા છે. અહી આત્માના મૂળગુણો અને સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. બાકીના બધાં જ કર્મોનો ક્ષય થાય છે. આત્મા વિમળ અને વિશુદ્ધ બને છે અને તમામ કર્મોનો સર્વથા ક્ષય થતાં તે પરમાત્મા બને છે. તે જીવનમુકત બને છે. ક જૈન સાહિત્ય જેન સાહિત્યનું ક્વક વિશાળ અને અગાધ છે. સમગ્ર જૈન સાહિત્યનો પરિચય આપવા માટે ગ્રંથોના ગ્રંથ લખવા પડે. જૈન સાહિત્ય વૈવિધ્યપૂર્ણ છે, જીવનના તમામ ક્ષેત્રે સર્જકોએ પોતાની યશસ્વી કલમ ચલાવી છે. સંક્ષેપમાં વિચારીએ તો જૈન સાહિત્ય આગમ અને આગેમતર એમ મુખ્ય બે વિભાગમાં વિભકત છે. જૈન સાહિત્યમાં આગમ પ્રાચીનતમ છે. શ્રી તીર્થંકર પરમાત્માએ ચતુર્વિધ સંઘ-તીર્થની સ્થાપના કરી હતી. તેમની સમક્ષ તેમણે સત્યનું નિરૂપણ કર્યું કર્મ, આત્મા અને મોક્ષનું સ્વરૂપ સમજાવ્યું. વીતરાગ ભગવંતની આ વાણી “આગમ' બની ગઈ. શ્રમણ ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમસ્વામી આદિ ૧૧ ગણધર ભગવંતોએ ભગવાનની આ વાણીને સૂત્રબદ્ધ કરી. તેમાં મુખ્ય બાર ભાગ થયા. આથી તેનું નામ દ્વાદશાંગી' પડયું. જૈનાગમોની સંખ્યા મુખ્યત્વે ૪પ છે. તેની ભાષા અર્ધમાગધી છે. ભગવાન મહાવીરના સમયમાં લેખનની પરંપરા ન હતી. આ પરંપરા વીરનિર્વાણના ૯૦૦ થી વધુ વર્ષ બાદ શરુ થઈ. એ અગાઉ સમગ્ર જૈન વાંગ્મય સ્મૃતિ પર આધારિત હતું. આ આગમ-સાહિત્ય ચાર અનુયોગમાં પથરાયેલું છે. અનુયોગ એટલે સૂત્ર અને અર્થનો યથોચિત સંબંધ. આર્ય શ્રી વજસ્વામીના Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જૈનધર્મ [નિર્વાણ : વીર સં. ૧૮૪] સમય સુધી દરેક સૂત્રમાં ચારેય અનુયોગ [તત્ત્વજ્ઞાન, ગણિત-ભૂગોળ, આચાર અને કથા - વાર્તા નું પ્રતિપાદન કરાતું. વિક્રમની પ્રથમ સદીમાં શ્રી આર્યરક્ષિતસૂરિએ જન્મ : વી.સં. પરર, નિર્વાણ : વી.સં. પ૯૭] આ પદ્ધતિમાં શકવર્તી પરિવર્તન કર્યું. તેમણે આગમોને ચાર વિભાગોમાં વિભકત કર્યા ૧. દ્રવ્યાનુયોગ: દાર્શનિક ચર્ચાઓ, તત્ત્વજ્ઞાન વગેરેના વિષયો ૨. ગણિતાનુયોગ: ગણિત, ખગોળ-ભૂગોળને લગતા વિષયો. ૩. ચરણકરણાનુયોગ : આચારસંહિતા, જીવનવ્યવહાર અંગે માર્ગદર્શન આપતા ગ્રંથો. ૪. ધર્મકથાનુયોગ : કથા, વાર્તા, દ્રષ્ટાંતો દ્વારા આત્મબોધ આપતા ગ્રંથો. આગમો પર મબલખ વ્યાખ્યાત્મક સાહિત્ય પણ રચાયું છે. વિક્રમની પાંચમી, છઠ્ઠી શતાબ્દીમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ વિવિધ નિર્યુકિતઓ' દ્વારા અને વિકમની છઠી-સાતમી સદીમાં ધર્મસેનગણિ અને જિનભદ્ર ક્ષમાશ્રમણે વિવિધ “ભાષ્ય” દ્વારા આગમોની પધાત્મક વ્યાખ્યાઓ સમજાવી. તેઓએ પ્રાકૃત ભાષામાં લખ્યું, ત્યાર પછી જિનદાસ ગણિ આદિ સમર્થ ચિંતક શ્રમણોએ પ્રાકૃત અને સંસ્કૃત-પ્રાકૃત મિશ્ર ભાષામાં ગદ્યાત્મક વ્યાખ્યાઓ આપી. તેને “ચૂણિ' કહે છે. આગમોની સૌ પ્રથમ સંસ્કૃત ટીકા શ્રીહરિભદ્રસૂરિએ લખી. નિર્યુકિત, ભાષ્ય, ચૂણિ અને ટીકા એટલે આજની ભાષામાં વિવેચન, વિશદ્ વ્યાખ્યા અને વિચારણા. આગમ અને આગમ-વ્યાખ્યા સાહિત્ય ઉપરાંત જૈન સર્જક શ્રમણોએ અને ગૃહસ્થોએ સંસ્કૃત, જૈન, મહારાષ્ટ્રી, ગુજરાતી, કન્નડ, મૈથેલી, વ્રજ, હિંદી ભાષામાં વિપુલ સર્જન કર્યું છે. ઈતિહાસ, જીવવિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન વગેરે પર લખ્યું છે. તેમણે વ્યાકરણ બનાવ્યા છે. કાવ્ય, નાટક, ચરિત્રો, કથાઓ પર કલમ ચલાવી છે. જયોતિષ, શિલ્પ, અલંકાર, છંદ, આયુર્વેદ વગેરેના શાસ્ત્રો બનાવ્યા છે. જીવનને સ્પર્શતા એક એક વિષય પર જેન સાહિત્ય સમૃદ્ધ છે, સ્તુતિ, સ્તોત્રો, સજઝાયો, સ્તવનો પણ જૈન સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૧૩૮ પ્રતિનિધિ જૈન ગ્રંથઃ શ્રી તત્વાર્થ સૂત્ર વિક્રમની પહેલી કે પાંચમી-છઠ્ઠી સદીમાં શ્રી ઉમાસ્વાતિએ “શ્રી તત્વાર્થ સૂત્ર” કે “તત્ત્વાર્થાધિગમ' નામના ગ્રંથની રચના કરી. આજના બિહારના રાજયની રાજધાની પટણામાં તેનું સર્જન થયું. આજનું પટણા ત્યારે કુસુમપુર હતું. આ ગ્રંથ માટે સાહિત્યિક ભાષા અને શૈલીમાં નિશંક કહી શકાય કે “શ્રી તત્ત્વાર્થ સૂત્ર' જૈનોની ગીતા છે. જૈનોનું બાઇબલ' છે. જૈનોનું કુરાન છે. જૈનોના તમામ સંપ્રદાય અને ફિરકાઓનો આ પ્રતિનિધિ ગ્રંથ છે. સંપૂર્ણ જૈન આલમનો માન્ય આ ગ્રંથ છે. શ્રમણ ભગવાન મહાવીરની આગમઅંક્તિ તત્ત્વજ્ઞાન મીમાંસાનું સંપૂર્ણ અને સુરેખ, સચોટ અને સ્પષ્ટ સંકલન આ ગ્રંથમાં સંસ્કૃત ભાષામાં સૂત્રાત્મક શૈલીમાં કરવામાં આવ્યું છે. જૈન આગમોમાં સમાવિષ્ટ તમામ વિષયોનો નીચોડ તેમાં ઉપલબ્ધ છે. શ્રી ઉમાસ્વાતીએ આ ગ્રંથમાં દસ અધ્યાય પ્રિકરણ માં કુલ ૩૪૫ સૂત્રો આપીને સમગ્ર જૈન તત્ત્વજ્ઞાનનું સફળ નિરૂપણ કર્યું છે. વિષયની દ્રષ્ટિએ કહીએ તો પ્રથમ અધ્યાયમાં જ્ઞાનની, બીજાથી પાંચમા સુધીના ચાર અધ્યાયોમાં ય જાણવા યોગ્ય તત્ત્વોની અને છઠ્ઠથી દસમા સુધીના પાંચ અધ્યાયોમાં ચારિત્રની વિચારણા કરી છે. પહેલાં અધ્યાયમાં જ્ઞાન સંબંધિત મતિ આદિ પાંચ જ્ઞાન, તેની ઉત્પત્તિ, તેના વિવિધ પ્રકાર તેમજ નયના ભેદ-પ્રભેદોનું સંકલન છે. ૩૫ સૂત્રો દ્વારા તેનું નિરૂપણ કરાયું છે. જૈન દર્શનમાં નવ તત્ત્વોનું વિશિષ્ટ મહત્ત્વ છે. તે દરેકનું ચિંતન મૌલિક અને વૈજ્ઞાનિક છે. જીવ-અજીવ આદિ નવ તત્ત્વો છે, આ તત્ત્વો દરેકે જાણવા યોગ્ય (ય) છે. બેથી પાંચમાં અધ્યાય સુધી આ નવ તત્ત્વોનું સંકલન છે. બીજા અધ્યાયમાં પર સૂત્રો દ્વારા જીવ અને તત્સંબંધી તત્ત્વોની, ૩જા અધ્યાયમાં ૧૮ સૂત્રો દ્વારા નરકના જીવો અને તેમની વિવિધ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ જૈનધર્મ દશાની તેમજ જૈન ભૂગોળની, ચોથા અધ્યાયમાં ૫૩ સૂત્રો દ્વારા વિવિધ પ્રકારના દેવો તેમજ તેમનાં જીવનલક્ષી બાબતોની અને જૈન ખગોળનું વર્ણન છે. પાંચમાં અધ્યાયમાં ૪૪ સૂત્રો દ્વારા દ્રવ્યના પ્રકારો અને તે દરેકનું કાર્યક્ષેત્ર, પુદ્ગલ અને પરમાણુ અને તત્સંબંધી તત્ત્વોનું અને કાળના સ્વરૂપનું નિરૂપણ છે. છઠ્ઠા અધ્યાયમાં ર૬ સૂત્રો દ્વારા આલ્બવા કર્મ-ગમનના માર્ગો] નું સ્વરૂપ, પ્રકારો, અને કયા કર્મસેવનથી કયું કર્મ બંધાય છે, તેનું નિરૂપણ કરાયું છે. - સાતમા અધ્યાયમાં ૩૪ સૂત્રો છે, તેમાં શ્રાવકના વ્રતોનું સ્વરૂપ, વ્રત લેનાર અધિકારીઓના પ્રકાર, વ્રતના દોષો તેમજ દાનના સ્વરૂપનું વર્ણન છે. આઠમા અધ્યાયમાં ર૭ સૂત્રો છે. તેમાં કર્મબંધનના મૂળ હેતુઓ અને કર્મબંધના પ્રકારોનું નિરૂપણ છે. નવમા અધ્યાયમાં ૪૯ સૂત્રો છે. તેમાં કર્મોને અટકાવવાના (સંવર) વિવિધ ઉપાયો અને વિવિધ પ્રકારો, નિર્જરા (કર્મ ક્ષય) અને તેના ઉપાયસ્વરૂપ તપનું નિરૂપણ છે. દસમાં અધ્યાયમાં કેવળજ્ઞાનના હેતુઓ, મોક્ષ-સ્વરૂપનું નિરૂપણ ૭ સૂત્રો દ્વારા કરવામાં આવ્યું છે. જૈન યોતિર્ધરો: જૈન સંસ્કૃતિના ઘડતરમાં, તેના પ્રચાર અને પ્રસારમાં નાનાં-મોટાં, નામી-અનામી હજારો સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓએ પોતાનું પ્રદાન કર્યું છે. ઘણાં બધાએ તેમાં આગવું અને અનોખું પ્રદાન કર્યું છે, એ બધાં ઘણાં મોટાં નામ છે. જૈન ધર્મના એ બધાં પ્રભાવકો છે. પોતાની વિશિષ્ટ શકિતથી તે સૌએ જૈન સંસ્કૃતિને દિગૃદિગંતમાં વધુ ગૌરવવંતી બનાવી છે. એ સૌમાંથી કેટલાંક અતિ પ્રભાવકોના નામ: સાધુઓ : ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, જંબુસ્વામી, શયંભવસૂરિ Page #151 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ભદ્રબાહુસ્વામી, સ્થૂલિભદ્રસ્વામી, કાલકાચાર્ય, સિદ્ધસેન દિવાકર, માનતુંગસૂરિ હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, આનંદઘનજી, યશોવિજયજી, સમયસુંદરજી, હીરવિજયસૂરિ, આત્મારામજી આદિ સાધ્વીઓ : આર્યા ચંદનબાળા, સાધ્વી ધારિણી, સાધ્વી મૃગાવતી, સાધ્વી પ્રિયદર્શના, યક્ષા આદિ સાત સાધ્વી બહેનો, યાકિની મહત્તરા આદિ શ્રાવકો : સમ્રાટ શ્રેણિક, સમ્રાટ સંપ્રતિ, સમ્રાટ વિક્રમાદિત્ય, રાજા આમ, રાજા કુમારપાળ, મંત્રી વિમળશાહ, બાંધવ-બેલડી વસ્તુપાળ-તેજપાળ, કવિ ઋષભદાસ, શેઠ શાંતિદાસ આદિ. શ્રાવિકાઓ : સુલસા, રેવતી, જયંતી, ૧૬ સતીઓ, અનોપમાદેવી, પ્રથમિણી આદિ. → જૈન સંપ્રદાયો દરેક ધર્મ વિવિધ સંપ્રદાયોમાં વિભક્ત છે. વિશેષ કરીને ક્રિયા-ભેદથી તેમજ તત્ત્વોના થોડાક વિચાર-ભેદથી સંપ્રદાયો, પેટા સંપ્રદાયો બન્યા છે. અને બનતા જાય છે. જૈન ધર્મના મુખ્ય અને મોટા સંપ્રદાય બે છે ઃ ૧. શ્વેતામ્બર અને ૨. દિગમ્બર, આ બંનેના પણ પેટા સંપ્રદાયો છે. * શ્વેતામ્બર જૈન ધર્મનો આ મૂળ સંપ્રદાય છે. તેના અનુયાયી સાધુ-સાધ્વીઓ શ્વેત વસ્ત્રો પહેરે છે, તે ૪૫ આગમોને શ્રમણ ભગવાન મહાવીરની પ્રમાણભૂત વાણી માને છે. અને તેમાં દ્રઢ શ્રદ્ધા ધરાવે છે. આ સંપ્રદાય માને છે કે સ્ત્રી અને પુરુષ બંને સમુચિત ધર્મસાધના કરીને મોક્ષ પામી શકે છે. કેવળજ્ઞાનીઓ પણ આહાર-પાણી લે છે. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાના ચતુષ્ટય-ચતુર્વિધ સંઘ-તીર્થને માન્ય કરે છે. આ સંપ્રદાયના અનુયાયીઓ મૂર્તિપૂજક છે. તેઓ જિનેશ્વર પરમાત્માની ઉમંગ અને ઉલ્લાસથી વિવિધ પ્રકારે પૂજા-ભકિત કરે છે. ૧૪૦ Page #152 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૧૪૧ શક સ્થાનક્વાસી મૂર્તિપૂજાના વિરોધમાં આ સંપ્રદાયનો જન્મ થયો. વિક્રમની ૧૬મી સદીમાં લોકાશાહ નામના સજજને મૂર્તિપૂજાનો વિરોધ કર્યો અને કડક અને કઠોર આચાર સંહિતાની હિમાયત કરી. આ સંપ્રદાયના અનુયાયીઓ મંદિર અને મૂર્તિમાં માનતા નથી. તેઓ ૪૫ ના બદલે માત્ર ૩ર આગમોને જ સ્વીકારે છે. ઈ.સ. ૧૯૩૬માં શ્રી લવજી ઋષિએ સાધુ-સાધ્વીને મુખ પર મુહપત્તિ બાંધવાની સફળ હિમાયત કરી. આ સંપ્રદાયના સાધુ-સાધ્વીઓ આજે પણ મોં પર મુહપત્તિ બાંધે છે. ‘આનાથી તેઓ સ્વેતામ્બરના સાધુ-સાધ્વીઓથી અલગ તરી આવે છે. જ તેમપંથ સ્થાનકવાસી સંપ્રદાયના આચાર્ય શ્રી. રૂઘનાથજીના શિષ્ય સંત ભિખણજી [આચાર્ય ભિક્ષુ એ વિ.સં. ૧૮૧૭માં તેરાપંથનો પ્રાંરભ કર્યો. તેમણે આચારશુદ્ધિ અને સંગઠન પર જોર આપ્યું. આ સંપ્રદાય એક આચાર્ય, એક આચાર અને એક વિચાર માટે જાણીતો છે. દાન-દયાની ધાર્મિક માન્યતાઓનો તેમજ તેની આધ્યાત્મિકતાનો આ સંપ્રદાયે સપ્ત ઈન્કાર કર્યો. સ્થાનકવાસી અને તેરાપંથ બંને મૂર્તિપૂજાનો અસ્વીકાર કરે છે. આમ છતાંય પોતાના સંઘનાયકોની તસવીરો છાપવી, તેમના સિકકા બનાવવાની પ્રથા આજે પ્રચલિત બની છે. જ દિગમ્બર વિક્રમની બીજી સદીમાં સવસ્ત્ર અને નિર્વસ્ત્ર-સાધનાના પ્રશ્ન પ્રચંડ વિવાદ થયો અને આજ સુધીની ચાલી આવતી જૈન એકતામાં ઊભી તિરાડ પડી. વીર નિર્વાણ સં. ૬૦૯માં આ વિવાદનું નિર્ણાયાત્મક પરિણામ આવ્યું. જૈન ધર્મ બે સંપ્રદાયમાં વિભકત બન્યો. બીજો સંપ્રદાય તે દિગમ્બર સંપ્રદાય બન્યો. આર્ય શિવભૂતિએ તેને વ્યવહારિક રૂપ આપ્યું. આ સંપ્રદાયની કેટલીક માન્યતાઓ આ પ્રમાણે છે : મુકિતની Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જૈનધર્મ સાધના માટે નગ્નત્વ અનિવાર્ય છે. તેઓ સ્ત્રી મોક્ષ મેળવી શકતી નથી.કેવળજ્ઞાની આહાર-પાણી ગ્રહણ કરતા નથી. શ્વેતામ્બર સંમત ૪૫ આગમોનો તેઓ અસ્વીકાર કરે છે. શ્રી કુંદકુંદાચાર્ય રચિત ગ્રંથોને તેઓ પરમાગમ માને છે. તેમના સાધુઓ નગ્ન રહીને આત્મસાધના કરે છે. તેઓ હાથમાં લાકડાનું કમંડળું અને મોરપીછ રાખે છે. હાથના ખોબામાં જ આહાર લે છે. મંદિર અને મૂર્તિમાં તેઓ શ્રદ્ધા ધરાવે છે, પરંતુ મૂર્તિની વિવિધ દ્રવ્યોથી પૂજા-આંગી કરતા નથી. થોડાક વિચાર અને આચાર ભેદથી આ સંપ્રદાય પણ તારણપંથી, તેરાપંથી, વીસપંથી જેવા ઉપ-સંપ્રદાયોમાં વિસ્તરીત છે. વ્યાવહારિક, વૈચારિક અને આચાર વિષયક પાયાના મતભેદો હોવા છતાંય આ બધાંજ જૈન સંપ્રદયો સત્ય, અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અનેકાન્તવાદ, આત્મવાદ, કર્મવાદ તેમજ વિશ્વવ્યવસ્થા વગેરે મૂળભૂત સિદ્ધાંતોમાં એકમત છે. જે માહિતી પ્રસ્તુત પુસ્તકમાં જૈન ધર્મના આચાર, વિચાર અને વ્યવહારની તેમજ તેની સંઘવ્યવસ્થા અને તેના ઇતિહાસની માત્ર આછેરી સમજ આપવામાં આવી છે. જિજ્ઞાસુઓને તે દરેકના વિશદ્ અધ્યયન માટેના નિમ્નાંકિત ગ્રંથો ઉપયોગી બનશે. ક તત્ત્વજ્ઞાન ૧. નવતત્વ માટે જીવવિચાર, નવતત્ત્વ, તત્ત્વાર્થસૂત્ર, પ્રશમરતિ વગેરે. ૨. કર્મવાદ માટે કર્મગ્રંથ, કમ્મપયડી, પંચસંગ્રહ, તત્ત્વાર્થસૂત્ર વગેરે. ૩. લેણ્યા માટે ભગવતીસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, વેશ્યા કોષ વગેરે. ૪. જ્ઞાન માટે નંદીસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર વગેરે. ૫. સમ્યકત્વ માટે સમ્યકત્વ સપ્તતિકા, ભગવતીસૂત્ર, તત્ત્વાર્થસૂત્ર વગેરે. ૬. પુનર્જન્મ માટે વિશેષાવશ્યકભાષ્ય વગેરે. Page #154 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૧૪૩ જ સાધના-સંહિતા: ૧. વ્રતો માટે શ્રાવક પ્રાપ્તિ, ધર્મસંગ્રહ, ઘર્મબિન્દુ શ્રાદ્ધવિધિ પ્રકરણ, પંચાશક, ધર્મરત્ન પ્રકરણ વગેરે. ૨. નવપદ માટે શ્રીપાળ રાજાનો રાસ, સિરિસિરિવાલ કહા વગેરે. ૩. ભાવના માટે શાંતસુધારસ, ષોડશક વગેરે. ૪. ધ્યાન માટે ધ્યાનશતક, યોગશાસ્ત્ર, યોગબિન્દુ યોગદ્રષ્ટિ સમુચ્ચય, જ્ઞાનસાર વગેરે. પ. પૂજા-ભક્તિ માટે શાસ્તવ, લલિતવિસ્તરા, ભગવતીસૂત્ર વગેરે. આ પ્રકીર્ણ ૧. સંઘવ્યવસ્થા માટે દ્રવ્યસપ્તતિકા વગેરે. ૨. વિશ્વવ્યવસ્થા માટે લોકપ્રકાશ, ક્ષેત્રસમાસ, બૃહત્સંગ્રહણી વગેરે. ૩. અસ્તિાય માટે પંચાસ્તિકાય, લોકપ્રકાશ વગેરે. ૪. જૈન સાહિત્ય માટે જૈન ગુર્જર કવિઓ ભાગ ૧ થી ૩, જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ ૧ થી ૭. ૫. જૈન ઇતિહાસ માટે જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ ૧ થી ૪, પટ્ટાવલીઓ, પ્રબંધો, પ્રશસ્તિઓ વગેરે. ૬.જૈન તીથો માટે જૈન તીર્થ દર્શન વગેરે. ૭. જૈન જયોતિર્ધરો માટે ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર, ચઉપન્ન મહાપુરુષ ચરિત વગેરે. ૮. ક્રિયા-સૂત્રો માટે શ્રાદ્ધ પંચપ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા વગેરે. ૯. સ્યાદ્વાદ માટે અનેકાન્તજયપતાકા, સ્યાદવાદમંજરી, સ્યાદ્વાદ રત્નાકર વગેરે ૧૦. સ્તુતિ સ્તોત્રો માટે સજજન સન્મિત્ર વગેરે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈનધર્મ ભગવાન મહાવીર ત્રિશષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર, મહાવીર ચરિયું, કલ્પસૂત્ર ટીકા, શ્રમણ ભગવાન મહાવીર, તીર્થક્ર મહાવીર ભાગ ૧-૨, મહાવીર આલ્બમ વગેરે. જૈનધર્મ વિષે વિશદ્ અધ્યયન કરવા માટેના ઉપર્યુક્ત તેમજ અન્ય પણ ઉપયોગી ગ્રંથો નીચેના ગ્રંથાલયોમાંથી વાંચવા મળી શકશે. ૧. એલ. ડી. ઈન્સ્ટીટયુટ, ગુજરાત યુનિવર્સિટી પાસે, અમદાવાદ ૩૮000૯. ૨. મહાવીર જૈન વિદ્યાલય, ઓગસ્ટ ક્રાંતિ મેદાન, મુંબઈ-૪૦૦૦૩૬. ૩. જૈન સાહિત્ય વિકાસ મંડળ, એસ. વી. રોડ, ઈરલા બ્રીજ, હીરક સોસાયટી, પાર્લા (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦પ૬. પ્રાચીન અર્વાચીન જૈન સાહિત્યના વિવિધ પુસ્તકો નીચેના પુસ્તક વિક્રેતા પાસેથી ઉપલબ્ધ થઈ શકે છે. સરસ્વતી પુસ્તક ભંડાર, - હાથીખાના, રતનપોળ, અમદાવાદ, ૩૮૦૦૦૧. Page #156 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ પ્રમુખ આહારોમાં મળતા પૌષ્ટિક તત્ત્વોની માત્રા (ભારત સરકાર દ્વારા પ્રચારિત હેલ્થ બુલેટિન નં. ૨૩) NUTRITIOUS VALUE OF VARIOUS FOOD શાકાહારી પદાર્થ VEGETARIAN FOOD નામ પદાર્થ Name of Food ઘઉંનો લોટ Wheat Flour બાજરી Cambu જીવાર Cholam જવ Barley મકાઇ Maize Dry ચોખા Rice મમા Rice Puffed Hot Green Gram SE Black Gram તુવેર Red Gram મસૂર Lentil વટાણા Peas 4gu Bengal Gram ચોળા Cow Gram સોયાબીન Soya Beans ફૂદીનો Mint સરગવાની શિંગ Rape Seed Leaves પાલખ Spinach કારેલા Bitter Gourd ગુવાર ફળી Cluster Beans A Leady's Finger સિંગોડા Singara ટામેટા Tomato બદામ Almond પ્રોટીન Protein Content% 12.1 11.6 10.4 11.5 11.1 8.5 7.5 24.0 24.0 22.3 25.1 22.9 22.5 24.6 43.2 4.8 5.1 1.9 2.9 3.7 2.2 4.7 1.9 20.8 ચરબી Fat% 1.7 5.0 1.9 1.3 3.6 0.6 0.1 1.3 1.4 1.7 0.7 1.4 5.2 0.7 19.5 0.6 0.4 0.9 0.1 0.2 0.2 0.3 0.1 58.9 ખનિજ લવણ Mineral Matter% 1.8 2.7 1.8 1.5 1.5 0.9 3.4 3.6 3.4 3.6 2.1 2.3 2.2 3.2 4.6 1.6 2.5 1.5 1.4 1.4 0.7 1.1 0.7 2.9 Page #157 -------------------------------------------------------------------------- ________________ જેનધર્મ પ્રમુખ આહારોંમાં મળતા પૌષ્ટિક તત્ત્વોની માત્રા (ભારત સરકાર દ્વારા પ્રસારિત હેલ્થ બુલેટિન નં ૨૩) NUTRITIOUS VALUE OF VARIOUS FOOD શાકાહારી પદાર્થ VEGETARIAN FOOD કાર્બોહાઈડ્રેટ્સ નામ પણ છrbo... hydrates% ફસોસ કેલ્શિયમ PhosCalcium% phorous લૌહ Lron Units કેલોરી પ્રતિ 100 ગ્રામ Calories Per% Grs. 1.3 8.8 6.2 37 353 360 355 355 342 349 328 2.1 0.32 0.35 0.28 0.23 0.33 0.28 0.16 0.28 0.37 026 28 14.3 6.2 0.4 0.05 0.03 0.03 001 001 0.02 014 020 0.14 0.13 003 0.00 0 334 350 ઘઉનો લોટ 72.2 બાજરી 61.1 140 જુવાર 69.3 જવ મકાઈ 66.2 ચોખા 77.4 મમસ મગ 56.6 અડદ 60.3 તુવેર 57.2 મસૂર 59.7 વટાણા 63.5 ચણા 58.9 ચોળા 55.7 સોયાબીન 22.9 ફુદીનો 08 .1 સરગવાની શિંગ પાલખ 4.0 કારેલા 98 ગુવાર ફળી 99 ભીંડી 7.7 23.9 સિંગોડા 4.5 ટામેટા 10.5 બંધમ 0.25 0.36 8.4 98 8.8 2.0 50 8.9 3.8 11.5 15.6 12.5 353 346 358 372 327 432 0.2 SO 0.20 0.37 0.06 005 50 3) 0.31 0.49 0.69 0.08 0.11 001 0.14 005 0.08 05 0.04 0.49 9.4 60 0.13 5.8 56 in 09. 002 41 II7 2.4 27. 002 0.23 3.5 655 Page #158 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ NUTRITIOUS VALUE OF VARIOUS FOOD શાકાહારી પદાર્થ VEGETARIAN FOOD. - - - - પ્રોટીન નામ પદાર્થ Name of Food Potein Content% ચરબી Fat% ખનિજ લવણ Mineral Matter% ૩98 2.4 1.0 5.2 2.3 4.2 2.8 1.8 44 58 6.4 કાજુ Cashew nut 21.2 469 નાળિયેર Coconut 4.5 41.6 HG Sesame Seeds 18.3 43.3 Holfull Peanut 31.5 210 Mustard Seeds 220. 397 (2274 Pistochio nut 19.8 53.5 અખરોટ Walnut 15.6 64.5 કોથમીર-ધાણા Dhania 14.1 16.1 જીરૂ cumin 18.0 150 Hell Fenugreek Seeds 26.2 5.8. પીપરKandanthippli 2.3 જાવંત્રી Mace 6.5 24.4 994544 Nutmeg 1.5 36.4 અજમો Omum 15.4 18.4 મરચું Pepper 11.5 68 SUEZ Tumeric 6.3 5.1 Blog? Dates (Persian) 3.0 0.2 પનીર Cheese 24.1 25.1 માવો Khoya 146 ઘી Ghee 98.0 WA EA 4952 Skimmed Milk 38.0 0.1 Powder Hizusid vald NON-VEGETARIAN FOOD SSI Egg 13.3. 13.3 માછલી Fish 22.6 0.6 ઘેટા બકરાનું માંસ Mutton 18.5 13.3 ભુંડનું માંસ Work 18. 30 48 1.6 1.7 1.1 4.4 3.5 31.2 . 3.1 1.0 0.8 1.3 4.4 1.0 Page #159 -------------------------------------------------------------------------- ________________ નામ પદાર્થ કાજુ નાળિયેર 22.3 13.0 25.2 19.3 23.8 16.2 11.0 કોથમીર-ધાણા 21.6 36.6 44.1 65.8 47.8 28.5 38.6 49.5 69.4 67.3 6.3 20.5 તલ મગફ્ળી રાઈ પિસ્તા અખરોટ જીરૂં મેથી પીપર જાવંત્રી જાયફળ અજમો મરચું હળદર ખજુર પનીર માવો ઘી NUTRITIOUS VALUE OF VARIOUS FOOD શાકાહારી પદાર્થ VEGETARIAN FOOD પેટા દૂધ પાવડર કાર્બોહાઈડ્રેટ્સ Corbo |hydrates 15.0 ફૉસફોરસ કેલ્શિયમ Phos Calcium‰ phorus ઈંડા 0.00 માછલાં 0.00 ઘેટા બકરામાંસ 0.00 ભૂંડનું માંસ 0.00 0.05 0.01 1.44 0.05 0.49 0.14 0.10 0.63 1.08 0.16 1.23 0.18 0.12 1.42 0.46 0.15 0.07 0.79 0.65 1 37 0.45 0.24 0.57 0.39 0.70 0.43 0.38 0.37 0.49 0.37 0.19 0.10 0.24 0.30 0.20 0.28 0.08 0.52 0.42 0.06 0.02 0.15 0.03 1.00 માંસાહારી પદાર્થ NON-VEGETARIAN FOOD 2.1 0.9 2.5 2.3 0.22 0.19 0.15 0.20 લૌહ Iron Units 5.4 1.7 10.5 1.6 17.9 13.7 4.8 17.9 31.0 14.1 62.1 12.6 4.6 14.6 16.8 18.6 10.6 2.1 5.8 1.4 જૈનધર્મ કેલોરી પ્રતિ 100 ગ્રામ Calories Per% Grs. 596 444 564 549 541 626 687 288 356 333 310 437 472 379 305 349 283 348 421 900 357 173 91 194 114 Page #160 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના સ્થાયી સહયોગી મુંબઈ સાયન (૧) શ્રી પ્રાણલાલ કે. દોશી. ગોવાલિયા ટેક (૨)” માણેકલાલ વી. સવાણી. સાયન (૩)” મહાસુખલાલ લક્ષ્મીચંદ શેઠ પાર્લા-વેસ્ટ ()” ચેતનભાઈ એમ. ઝવેરી અંધેરી (૫)” મુગટલાલ સી. શાહ ઘાટકોપર (૬)” લીલાધરભાઈ પાસુ શાહ માટુંગા (૭)” ભરતકુમાર પાનાચંદ શાહ સાયન (૮)” નટવરલાલ મનસુખભાઈ શાહ ડાંગરવાવાળા (૧૦) ” અરવિંદભાઈ ભોગીલાલ શાહ પાર્લા-ઈસ્ટ (૧૧)” નાગરદાસ કાનજીભાઈ શાહ ભાયખલા (૧૨)” જયંતિલાલ મોતીલાલ લાપસીયા મુલુંડ (૧૩)” એક સગૃહસ્થ (સાયન) (૧૩) શ્રી જૈન છે. મૂર્તિ સંઘ એન્ડ ચેરીટીઝ (પાલ-ઇસ્ટ) (૧૪) શ્રીમતી સવિતાબહેન રમણલાલ શાહ (પાર્લા-ઇસ્ટ) (૧૫) શ્રી ગિરીશભાઈ સી. શાહ (પાર્લા-ઇસ્ટ) (૧૬) શ્રીમતી નયનાબેન ગિરીશભાઈ શાહ (પાર્લા-ઇસ્ટ) (૧૭) શ્રી જયંતિલાલ ધરમચંદ શાહ (પાર્લા-વેસ્ટ) (૧૮)” મીઠુભાઈ માવજીભાઈ શાહ (પાર્લા (૧૯)” પોપટલાલ બાદરચંદ પરિવાર (૨૦) ” શાંતિલાલ ચત્રભુજ બાબરીયા પાટણ-મુંબઈ મુંબઈ Page #161 -------------------------------------------------------------------------- ________________ (૨૧) શ્રી રતિલાલ જેઠાલાલ સલોત જુહુ (૨૨) અ.સૌ. પદ્માબેન વસંતભાઇ શાહ (૨૩) શ્રીમતી નિર્મળાબેન પ્રવિણચંદ્ર ઝવેરી સાયન (૨૪) શ્રી ઉમરશી ખીયશી પોલડીયા જુહુ (૨૫) ” રાજેશભાઈ પી. મોતા (૨૬) ” અંધેરી ગુજરાતી જૈન સંઘ (૨૭) શ્રી અમિતભાઇ સારાભાઈ મહેતા (૨૮) ” મયાભાઇ મણીલાલ કાપડીયા (૨૯) ” અશોકભાઇ રતિલાલ કાપડીયા (30) ” ધીરજભાઇ હાલાણી (૩૧) ” રાજેન્દ્રભાઇ કે. શાહ (૩૨) ગંગાબહેન બાલાભાઇ ઝવેરી (૩૩) શ્રીમતિ રાઇબહેન શાંતિલાલ વકીલ (૩૪) શ્રી બાબુલાલ મણીલાલ શ્રોફ. (૩૫) ” આણંદજીભાઇ નાનજીભાઇ દેઢીયા (૩૬) શ્રીમતિ રતનબાઇ આણંદજી દેઢીયા (૩૭) શ્રી ચંદુલાલ અંબાલાલ શાહ. (૩૮) ” મણીલાલ મગનલાલ શાહ. (શાંતાક્રુઝ) ઘાટકોપર (૩૯) ” રામચંદ સવરાજભાઈ (૪૦) શ્રીમતિ મંજુલાબહેન રમણીકલાલ જોગાણી. કોંઢવાળા (૪૧) શ્રી અરવિંદભાઇ રતિલાલ શાહ (૪૨) શ્રીમતિ કલાવતીબહેન રસિકલાલ વોરા. જૈનધર્મ મુંબઈ 11 99 99 " " અમદાવાદ 19 19 99 99 19 મહેસાણા મહેસાણા બિદડા-કચ્છ બિદડા-કચ્છ વડાવલી ચવેલી ધાનેરા ડીસા સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા Page #162 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વાપી વાપી ચાણસ્મા સુરત સૂરત મદ્રાસ સોલાપુર (૪૩) શ્રી હર્ષદભાઈ અમૃતલાલ શાહ. (૪૪) અ.સૌ. વિદ્યાબેન સરદારમલજી નાહર ઘદસવાળા (૪૫) પ્રવીણચંદ્ર પોપટલાલ શાહ (૪૬) શાહ રસિકલાલ વિઠ્ઠલદાસ ચાણસ્માવાળા (૪૭) શ્રી શકરચંદભાઈ નાથાલાલ શાહ સૂરજવાળા (૪૮) શ્રીમતી હંસાબહેન મૂળજીભાઈ શાહ (૪૯) શ્રી પુનમચંદ શિવલાલ શાહ. (૫૦) શ્રીમતી રમાબેન વસંતલાલ દેસાઈ (૫૧) શ્રી પોપટલાલ ચત્રભૂજ બાબરીયા. (પર) શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ (ગાંધીનગર) (૫૩)” મહાવીર સ્વામી જૈન સંઘ (દાસપ્પા લેન). (૫૪)” શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર (આર.એસ.પુરમ) (૫૫)” સુવિધિનાથ જૈન સંઘ. (૫૬) શ્રીમતી ઝવેરબેન જેઠુભાઈ ગોવિન્દજી (૫૭) શ્રી ભરતભાઈ હીરાલાલ શાહ (૫૮) શાહ વૃજલાલ રતનચંદ ચાવાળા (૫૯) અ.સૌ. પાબેન શશીકાંતભાઈ પારેખ (O) શ્રી સંઘવી જે. વીરચંદ એન્ડ સન્સ (૬૧) શાહ જગજીવનદાસ નહાલચંદ (૬૨) દિલીપ વ્રજલાલ શાહ ચાણસ્માવાળા સોલાપુર શ્રીરામપુર બેંગલોર બેંગલોર કોયમ્બતૂર તિરુપુર તિરુપુર દાદરા પૂના પૂના પૂના ભીવંડી ભીવંડી Page #163 -------------------------------------------------------------------------- ________________ Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન ને '' હતા,