SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ તમે સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિથી મુકત બનો.' * તેઓ વાર્તાલાપ, પ્રવચન, જ્ઞાનગોષ્ઠિ, સંસ્કારશિબિર આદિ માધ્યમોથી સહુ કોઇને સમ્યક્ જીવન જીવવાનું, ધર્મમય જીવન જીવવાનું માર્ગદર્શન આપે છે. * જૈન સાધુ-સાધ્વીજીનું સમગ્ર જીવન આત્માભિમુખ હોય છે. પોતાના આત્માને ઉન્નત અને ઉજમાળ કરવા, આત્માને શુદ્ધ અને બુદ્ધ કરવા તેઓ સજાગપણે પ્રયત્નશીલ રહે છે. આ માટે રોજની તેમની નિશ્ચિત યિાઓ છે. ૧૩ * પ્રતિક્રમણ [થઇ ગયેલા પાપોનું પ્રાયશ્ચિત્ત] * પડિલેહણ વપરાશમાં આવતા વસ્ત્ર-પાત્રનું ઝીણવટભર્યું અવલોકન] આ બે નિત્ય ક્રિયાઓ ઉપરાંત પરમાત્મ-દર્શન, વંદન, પોતાના ગુરૂજનોની સેવા, સ્વાધ્યાય, ધ્યાન, અધ્યયન-અધ્યાપન વગેરે પણ કરતા હોય છે. ♦ જૈન સાધુ-સાધ્વી બિમારીના પ્રસંગે ન છૂટકે સારવાર કરાવે છે. સહન થાય ત્યાં સુધી તો બિમારીની વેદનાને પ્રસન્ન ચિત્તે સહન કરી લે છે. પરંતુ વેદના અસહ્ય બનતાં મન એકદમ અસ્વસ્થ બની જાય, આત્મસાધના વિચલિત બને તેવા પ્રસંગે અહિંસક દવાઓનો ઉપયોગ કરે છે. કોઇ બિમારીમાં ઓપરેશન કરાવવાની અનિવાર્ય જરૂર ઊભી થાય ત્યારે ઓપરેશન કરાવે છે. પરંતુ સ્વસ્થ થયા બાદ તેનું પ્રાયશ્ચિત કરી લે છે. • જૈન સાધુ-સાધ્વી સ્વાશ્રયી હોય છે. પોતાનાં વસ્ત્રો પોતે જ ધુએ છે. વિહારમાં પોતાનો સામાન મોટે ભાગે પોતે જ ઉચકી લે છે. વસ્ત્રો ધોવામાં ઉકાળેલા પાણીનો જ ઉપયોગ કરે છે. અલબત્ત, સાબુ વગેરેનો ઉપયોગ કરે છે પણ એ માટેય એમના કેટલાક વિશેષ નિયમો હોય છે. એઓ ક્યારેય સ્નાન વગેરે પણ કરતા નથી. કારણ કે એમને નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. શરીરને સજાવવું-શ્રૃંગારવું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy