________________
૨૦.
જૈનધર્મ સ્થૂલ પરિગ્રહપરિમાણ વ્રત ચીજ-વસ્તુઓના સંગ્રહ અને વપરાશની મર્યાદા અને પ્રમાણ બાંધવાનો નિયમ.
૧. ધન અને ધાન્ય નિયમ કરતાં વધુ રાખવા. ૨. ખેતર, મકાન જમીન વગેરે નિયમથી વધુ સખવા. ૩. જર-ઝવેરાત નિયમથી વધુ રાખવા. ૪. ઘરવખરીનો સામાન નિયમથી વધુ રાખવો. ૫. નોકર-ચાકર, પશુપંખીઓ નિયમથી વધુ રાખવાં. પાંચમા અણુવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો.
હવે ત્રણ ગુણવ્રત અને તેના અતિચાર બતાવવામાં આવે છે. કદિપરિમાણ વ્રત
જવા-આવવાના અર્થાત હરવા-ફરવા, પ્રવાસ-પર્યટન વગેરે માટેના વિસ્તાર અને દૂરવની મર્યાદા બાંધવાનો નિયમ.
અતિચાર
૧. વિમાની પ્રવાસની મર્યાદાનું ઉલ્લંઘન.
૨. દરિયાઈ સફર્ની મર્યાદાનું ઉલ્લંઘન, ભેંયરામાં કે કુવામાં જવાની મર્યાદાનું ઉલ્લંઘન.
૩. આગળ-પાછળ, આજુ-બાજુની દિશામાં જવાની મર્યાદાનું ઉલ્લંઘન.
૪. ઉપર-નીચે તેમજ ચારેય દિશામાં જવાની મર્યાદાનું ઉલ્લંઘન કરી વધુ આગળ જવું.
૫. હરફેરની પ્રમાણ-મર્યાદા ભૂલીને આગળ ચાલ્યા જવું. પ્રથમ ગુણવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org