SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ર ધર્મ એટલે શું? ન ધર્મને સાચી રીતે, સારી રીતે સમજી લેવાની જરૂર છે. કારણ કે ધર્મની બાબતમાં વધારેમાં વધારે ખોટી ધારણાઓ કે માન્યતાઓના જાળાં વરસોથી રચાઇ ગયા છે. ધર્મ ન તો સંપ્રદાયનું રૂપ છે... ન કોઈ પંથ-પોથી કે પયગંબરની પોતાની મિલ્કત છે... ન કોઈ નાતજાત કે વિશેષ વર્ગ માટે આરક્ષિત વ્યવસ્થા છે. ધર્મ ક્યારેય કોઇ વ્યક્તિવિશેષ કે સમાજ-સમૂહથી અથવા તો સ્થાનવિશેષથી પૂર્ણરૂપેણ આબદ્ધ નથી. ધર્મ તો છે વ્યક્તિ કે વસ્તુનું મૂળભૂત રૂપ! ધર્મના અનેકવિધ અર્થ છે. તેની અનેકાનેક વ્યાખ્યા છે. શ્રમણ ભગવાન મહાવીરે ધર્મની વ્યાખ્યા આ શબ્દોમાં આપી છે : વત્યુ સહાવો ધમ્મો-વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે.' દા.ત., અગ્નિનો સ્વભાવ ઝાડવાનો છે. પાણીનો સ્વભાવ ઠંડક આપવાનો છે. એજ પ્રમાણે આત્માનો મૂળ સ્વભાવ છે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. ઃ ધર્મની સરળમાં સરળ વ્યાખ્યા આ છે : જીવનને ઉન્નત અને ઉજમાળ બનાવે, આત્માને શુદ્ધ અને બુદ્ધ બનાવે, તેવી આચારસંહિતા અને વિચારધારાનું એક નામ એટલે ધર્મ. જૈન ધર્મ એટલે શું? જૈનધર્મ બે શબ્દ છે : જૈન અને ધર્મ. વિષ્ણુના ભક્તો વૈષ્ણવ કહેવાય છે. શિવ-શંકરના ભક્તો શૈવ કહેવાય છે. બુદ્ધના ભક્તો બૌદ્ધ, ઇસુના ભક્તો ઇસાઇ/ખ્રિસ્તી હેવાય છે, તે પ્રમાણે જેઓ શ્રી જિનેશ્વરના ભક્તો છે તેમને જૈન કહેવાય છે. જૈનો જે ધર્મની આરાધના કરે છે, તેને જૈન ધર્મ' કહેવાય છે. શ્રી જિનેશ્વર ભગવંતોએ જીવનને અજવાળવા, આત્માને શુદ્ધ અને બુદ્ધ બનાવવા જે આચાર-વિચારનું નિરૂપણ કર્યું તેને જૈન ધર્મ કહેવાય છે. આ સિવાય તે અન્ય નામોથી પણ ઓળખાય છે. આ પ્રમાણે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy