SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ૧૧૩ છે. કાળવાદી દરેક બાબતમાં કાળને જ મુખ્ય ગણે છે. અને અન્ય કારણોનો તે ઈન્કાર કરે છે. જૈન ધર્મ અનેકાન્ત દ્રષ્ટિથી દરેક બાબતની વિચારણા કરે છે. તે પરિણામને, કાર્યને પાંચ સમવાયજન્ય માને છે. ૧. કાળ : કાળ (સમય) સૌનો કર્તા-હર્તા છે. જગતના તમામ પદાર્થો કાળના કજામાં છે. બીજ આજે વાવ્યું. ઘડી પછી તે વૃક્ષ નથી બનતું. એ માટે યોગ્ય સમય લાગે છે. કાળ પાકે ત્યારે જ તેને ક્રમશઃ અંકુર, કળી, પાંદડા, ફૂલ, ફળ વગેરે આવે છે. ઋતુઓનો પણ ચોકકસ કાળ છે. કર્મનું ફળ પણ કાળ પાકે મળે છે. ૨. સ્વભાવ : કાળ જ સર્વોપરિ અને અંતિમ નથી. કાળ પાકવા છતાંય ઘણાં બીજ વિકસતા નથી. સ્ત્રી ઉમર લાયક થાય છે છતાંય તેને દાઢી-મૂછ ઉગતા નથી. તેને સંતાન થતું નથી. તો બધું શી રીતે થાય છે ! કોણ કરે છે! તેનો જવાબ છે, સ્વભાવ, સ્વભાવથી બધું થાય છે. માછલાં આદિ જળચર પ્રાણીઓનો સ્વભાવ પાણીમાં રહેવાનો છે! લુચ્ચાઈ શિયાળનો સ્વભાવ છે. કાનનો સ્વભાવ સાંભળવાનો છે. આમ દરેક પદાર્થને પોતાનો મૂળભૂત સ્વભાવ છે. આમ સ્વભાવથી બધું થાય છે. ૩. નિયતિ નિયતિ એટલે ભાગ્ય, કિસ્મતમાં-લલાટે જેવું લખેલું હોય તેવું થાય. નિયતિનું એકાંતિક સમર્થન કરનાર કાળ અને સ્વભાવનો ઈન્કાર કરે છે. તે માને છે કે જે કંઈ બનવાનું છે તે અગાઉથી નકકી થયેલું છે. માણસ મરવાનો જ હોય તો લાખ ઉપાય કરવા છતાંય બચતો નથી, અને બચવાનો હોય તો લાખ પ્રહાર કરવા છતાંય મરતો નથી. જે કાળે જે બનવાનું હોય છે તે જ બને છે. બધું જ નિશ્ચિત છે. આમ માનવું તે નિયતિવાદ છે, તેને “ભવિતવ્યતા પણ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy