SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ તે ‘અવધિજ્ઞાન’ કહેવાય છે. તે આઠ પ્રકારનું છે. ૪. મન: પર્યવજ્ઞાન : મન અને ઇન્દ્રિયોની મદદ વિના આત્મતિથી અમુક મર્યાદામાં જીવાત્માના મનોભાવને જાણવા તે મન:પર્યવજ્ઞાન છે. તેના બે પ્રકાર છે. ૫. કેવળજ્ઞાન : એકદમ શુદ્ધ, સંપૂર્ણ અને અનંત જ્ઞાન. તેના પર કોઈ આવરણ નથી હોતું. મન અને ઈન્દ્રિયોની મદદ વિના ત્રિલોક અને ત્રિકાળના તમામ મૂર્ત-અમૂર્ત પદાર્થો અને મનોભાવોને જાણી લેતું જ્ઞાન, તે કેવળજ્ઞાન. જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા અને સંપૂર્ણ ક્ષય થઈ જાય ત્યારે આ જ્ઞાન ઉપલબ્ધ થાય છે. ૧૨૩ ઉપર્યુકત પાંચ જ્ઞાનમાંના પ્રથમ બે-મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચે ક્ષીરનીર જેવો ગાઢ સંબંધ છે. જગતના દરેક જીવમાં આ બે જ્ઞાન હોય છે. પરંતુ સમ્યદ્રષ્ટિવાળાના જ્ઞાનને જ્ઞાન કહે છે, અને મિથ્યાદ્રષ્ટિના જ્ઞાનને અજ્ઞાન કહે છે. જેમને ઉત્કૃષ્ટપણે મતિ અને શ્રુતજ્ઞાન હોય છે, તે ‘શ્રુતકેવળી’ કહેવાય છે. નારકી, દેવતા અને તીર્થંકરોને જન્મતાની સાથે જ અવધિજ્ઞાન હોય છે. આ જ્ઞાન ચારે ય ગતિવાળાના જીવાત્માને થાય છે. જયારે મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન મનુષ્યગતિમાં માત્ર સાધુને જ થાય છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન વચ્ચે મુખ્ય તફાવત આ છે ઃ મન:પર્યવજ્ઞાનમાં વિશુદ્ધિ વધુ છે અને જે રૂપી-મૂર્ત સૂક્ષ્મ પર્યાયોને અવધિજ્ઞાની જાણી શકતા નથી તેને મન:પર્યવજ્ઞાની જાણી શકે છે. ધ્યાન મનને કોઇપણ આલંબનમાં એકાગ્ર કરવું તેને ધ્યાન’ કહે છે. આ ધ્યાન શુભ પણ હોઈ શકે અને અશુભ પણ હોઇ શકે. આ શુભ-અશુભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy