SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર જૈનધર્મ જૈન પર્વો તહેવાર શબ્દ અતિ પ્રચલિત છે. ધાર્મિક તહેવારને જૈન મહર્ષિઓએ પર્વનું વિશિષ્ટ નામ આપ્યું છે. તહેવારમાં મોજ અને મજા, ધાંધલ-ધમાલ અને ઘોંઘાટ મુખ્ય હોય છે. પર્વમાં હોય છે તપ, ત્યાગ, સંયમ અને આરાધના પર્વમાં તાપૂર્વક વિશિષ્ટ જાપ અને ક્રિયાઓ કરવાની હોય છે. જૈન પર્વ એક દિવસનું પણ છે અને બેથી વધુ દિવસોનું પર્વ પણ છે. વિશિષ્ટ જૈન પર્વ આ પ્રમાણે છે. પર્યુષણ પર્વ જૈનોનું આ મહાનમાં મહાન પર્વ છે. તે આઠ દિવસનું છે. દર વરસે ચાતુર્માસમાં શ્રાવણ વદ ૧૨ કે ૧૩થી તેનો પ્રારંભ થાય છે અને ભાદરવા સુદ ૪ના અથવા પના તેની પૂર્ણાહુતિ થાય છે. પર્વના અંતિમ દિવસને સંવત્સરી કહે છે. સાત દિવસ સાધનાના અને આઠમો છેલ્લો દિવસ સિદ્ધિનો. આઠમા દિવસનું નામ “સંવત્સરી છે. નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો સુધીના લોકોની ભરચક ભીડ આ આઠ દિવસોમાં દરેક ઉપાશ્રયે જામે છે. આ આઠ દિવસ ઘર અને ધંધાની પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને તપ-ત્યાગ કરવાના હોય છે. આ દિવસોમાં જૈનો યથાશક્ય ઉપવાસ કરે છે. પર્વમાં ઉપવાસનું ખાસ મહત્ત્વ અને પ્રવચન છે. નાના બાળકો અને વૃદ્ધો હોંશથી લગાતાર આઠ દિવસના સળંગ ઉપવાસ-અન્નઈ વિધિવત્ કરે છે. સાધુ ભગવંત આઠેય દિવસ “કલ્પસૂત્ર' નામના ગ્રંથનું કમશઃ સચોટ અને સવિસ્તર વાંચન કરે છે. ઘણાં શ્રાવક શ્રાવિકાઓ આઠેય દિવસ પૌષધ કરે છે. પૌષધ એટલે લગભગ સાધુના જેવું જીવન. સામાયિક અને પ્રતિક્રમણ આ આઠ દિવસની નિત્ય ક્રિયાઓ છે. આ દિવસોમાં એક દિવસ સહુ વાજતેગાજતે સ્થાનિક દેરાસરોની યાત્રા કરે છે. તેને ચૈત્યપરિપાટી' કહે છે. સંવત્સરીના દિવસે સાધુ મહારાજ કલ્પસૂત્રના મૂળ ૧૨૫૦ સૂત્રોનું વાંચન કરે છે. આખો સંઘ ભાવવિભોર બનીને સાંભળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy