SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ જૈનધર્મ નવજાત શિશુને સ્તનપાન કરવાનું કોણ શીખવે છે? કોઈ જ નહિ છતાંય ગતજન્મની આહાર સંજ્ઞાના પ્રભાવે શિશુ ધાવણ માટે વલખે છે. નવજાત શિશુ હસે છે, રડે છે, ડરે છે. આ બધું તે કરે છે. એ તેનાં પુર્વજન્મની સંસ્કારજન્ય સ્મૃતિનું પરિણામ છે. તાજા જન્મેલા બાળકને સુખ-દુઃખની અનુભૂતિ થાય છે, તે પણ તેનાં જન્મજન્માંતરના સંસ્કારને આભારી છે. પુનર્જન્મ એ કર્મબદ્ધ જીવાત્માની અવસ્થાનું પરિવર્તન છે. આત્મા કયારેય મરતો નથી. મરે છે તેનો માત્ર દેહ. દેહ મરતા આત્મા એના સૂક્ષ્મ શરીર સાથે, પોતાના કર્માનુસાર બીજો જન્મ લેવા પ્રયત્નશીલ બને છે અને નવો જન્મ ધારણ કરી લે છે. ' એવો એકાંતિક નિયમ નથી કે આ જન્મમાં કરેલા શુભ-અશુભ કર્મના ફળ આ જીવાતા જીવનમાં જ મળે. તેના ફળ તેને બીજા ભવોમાં પણ મળતા હોય છે. કરેલાં કર્મના ફળ ભોગવવા જ પડે છે. તે માટે પુનર્જન્મ થતો જ રહે છે. પરલોક-પુનર્જન્મ આજના વિજ્ઞાનીઓ માટે સજજડ પુરાવાઓ સાથે પડકાર બન્યા છે. આ માટે આધુનિક વિજ્ઞાનીઓ પાસે પરામનોવિજ્ઞાન para psychology નામનું વિશિષ્ટ વિજ્ઞાન છે. ભારતમાં અને વિદેશોમાં આ વિષય પર વિશદ અને મહત્વપૂર્ણ સંશોધન થયા છે, થઈ રહ્યા છે અને ઘણા વિજ્ઞાનીઓ જાહેરમાં પુનર્જન્મનો સ્વીકાર કરી રહ્યા છે. પુનર્જન્મની યાદના અનેક કિસ્સાનો બન્યા છે. પુનર્જન્મની સત્ય ઘટનાઓ નોંધપાત્ર સંખ્યામાં બની છે. વિગત જન્મોની આ જન્મમાં યાદ આવવી તેને જૈન દર્શન “જાતિસ્મરણ જ્ઞાન” કહે છે. આ જ્ઞાનના હજારો પ્રસંગો ધર્મગ્રંથોમાં અને આજનાં અખબારો અને સામયિકોમાં ગ્રંથસ્થ થયાં છે. જયોર્જ બર્નાર્ડ શો પ્રખર બુદ્ધિવાદી હતા. જગવિખ્યાત બ્રિટીશ નાટયકાર હતા એ. તેમણે મહાત્મા ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધીની સાથેના એક વાર્તાલાપમાં કહ્યું હતું કે “મારી ભાવના આવતા ભવે ભારતના કોઈ જૈન પરિવારમાં જન્મ લેવાની છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy