________________
જૈન શ્રમણા
૩૯
તત્ત્વવિશારદ, શાસ્ત્રસર્વજ્ઞ, શ્રુતકેવલી ઉપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી મ. કાશીમાં ૫00 નૈયાયિકો-પંડિતોને પરાજિત કરી ન્યાયાચાર્ય નામે સુખ્યાત થવા છતાં ભારે વિનમ્ર અને રત્નત્રયીના પરમોપાસક હતા. એ બીજા હેમચંદ્રાચાર્ય અને જૈન સંપ્રદાયના શંકરાચાર્ય ગણાયા છે. વિક્રમ સં. ૧૭૪૩માં ડભોઈની પુણ્યભૂમિ ઉપર તેમનું અંતિમ ચોમાસું હતું. ઉ. યશોવિજયજીના પ્રચંડ પુરષાર્થ અંગે પૂ. ગણિશ્રી યશોવિજયજી મ.ના લેખ ખાસ વાંચવા ભલામણ છે.
| વિપુલ અને વૈવિધ્યસભર સાહિત્યસર્જનમાં લાવણ્યસમય, સમયસુંદર, જિનહર્ષ, ઋષભદાસ, ઉદયરત્ન, સહજસુંદર, ગુણવિજય, દીપવિજય અને જયવંતસૂરિ વગેરેનું ભારે યોગદાન નોંધાયેલું છે.
વીસમી સદીના સૂરિચક્રવર્તી આચાર્યપ્રવર વિજયનેમિસૂરિદાદાનું નામ અગ્ર હરોળમાં છે. ગ્રંથસંરક્ષણ, કદંબગિરિ, શેરીસા, રાણકપુર, ખંભાતનાં તીર્થો અને ગામડાંઓનાં જિનાલયોનો ઉદ્ધાર કરાવ્યો.
સાગરાનંદસૂરિજીએ આગમજ્ઞાનના પ્રસાર દ્વારા, મુનિશ્રી પુણ્યવિજયજીએ પ્રાચીન ગ્રંથના સંશોધન દ્વારા, પ્રેમસૂરીશ્વરજીએ અનેક દીક્ષાર્થીઓને ઊભા કર્યા. એ ઘટનાઓ દ્વારા જૈનશાસનનો જયજયકાર પ્રવર્તતો રહ્યો. અર્વાચીન યુગમાં વલ્લભસૂરિજીએ ઠેર ઠેર સરસ્વતી–મંદિરો સ્થાપવાની ઘોષણા કરી.
(શ્રમણોની પાદવિહારયાત્રા ) પ્રાચીન ભારતવર્ષમાં આજના જેવી ઝડપી ધાંધલધમાલ ન હતી. સો–બસો માઈલ દૂરની પ્રજા ધર્મની વાતો કોઈ પણ માધ્યમથી જલદી જાણી શકતી ન હતી. આ પ્રજાને તેઓનાં ગામોમાં જઈ ઉપદેશ અપાતો તે જ સ્થિર અને રૂઢ બનતો. સાધુઓ સંયમનું પાલન કરતાં કરતાં ઉચ્ચ આચાર-વિચારના પ્રચાર દ્વારા જનસામાન્યને ધર્મના નીતિનિયમોથી અવગત કરાવતા. પરિણામે પાદવિહાર દ્વારા ધર્મનો પ્રચાર થતો, ધર્મનો પ્રભાવ રહેતો અને ધર્મની મહત્તા સમજાતી. ધર્મના આગવા સિદ્ધાંતો દઢ થતા અને ધર્મની આગવી વિશેષતાઓ પ્રજાજીવનમાં સ્થિર થતી.
પ્રભુ મહાવીરે શાસનની સ્થાપના કર્યા પછી ૩૦ વર્ષ સુધી જ પ્રભુનિશ્રામાં શાસનનું સંચાલન થવા પામ્યું. પ્રભુના નિર્વાણ પછી આજ સુધી શાસનને ચલાવનારા પૂજ્ય આચાર્યભગવંતો જ છે. સ્વપર ઉપકારના ધ્યેય સાથે સમગ્ર ભારતમાં પદયાત્રા દ્વારા સેંકડો માઈલો સુધી વિચરણ કરીને ધર્મજ્યોતને જલતી રાખવામાં આ સાધુવરોએ જે ભોગ આપ્યો છે તેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. આજે પણ જે જે પ્રદેશમાં જૈન સાધુઓનો વિહાર ચાલુ છે, તે પ્રદેશ અન્ય પ્રદેશોની સરખામણીએ ધર્મસંસ્કારની દૃષ્ટિએ અલગ તરી આવે છે. પાદવિહાર કરવાથી અનેક જીવોના પ્રત્યક્ષ સંપર્કમાં અવાય છે. ગામોગામ લોકોના રીતરિવાજ, ભાષા, માન્યતાઓ જાણીને ઉપદેશ અપાય છે અને પરિણામે, યોગ્ય જીવોમાં ધર્મમાં શ્રદ્ધા દઢમૂલપણે અંકિત કરી શકાય છે. લાખ લાખ વંદન હજો આવા પરમ ત્યાગી મહાત્માઓને!!!
(શ્રમણ ભગવંતોનો ઉત્તમ ધર્મ છે નિર્દોષ આહારની ગવેષણા કરવા માટે આ ધર્મમાં ઉત્તમ વ્યવસ્થા છે. ભમરો જેમ પુષ્પને કલામણા ન થાય તે રીતે રસ લે છે, તેમ મુનિઓ શ્રાવકોને ત્યાંથી આહાર સ્વીકારે છે. તે પણ શરીરને માત્ર ટેકો આપવા માટે આંત–પ્રાંત નીરસ અને નિર્દોષ ભિક્ષા (ગોચરી)-ગાય ચરે તે રીતે સ્વીકારે છે.
જૈન સાધુઓની ત્રણ વિશેષતા : ગોચરી, લોચ અને વિહાર. આ ત્રણથી સાધુસંસ્થા આપમેળે જ જુદી તરી આવે એવી આ પદ્ધતિ છે.
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org