________________
જૈન શ્રમણ
ધરબાયેલું હોય છે. જગતના અનેક ધર્મોમાં જૈનધર્મશાસન એક વિશિષ્ટ છાપ ધરાવે છે. જમાનાઓથી એકધારો પ્રબળ પ્રભાવ પાડી રહ્યો છે તેના કારણોમાં એક કારણ તપસ્યા છે. જૈનધર્મ જેવી કઠિન તપશ્ચર્યાઓ જગતની બીજી કોઈ સંસ્કૃતિમાં મળતી નથી. જેમ દિવસ ઉગે અને આથમે, સુદનો ચંદ્ર વિકાસમાન થાય અને વદના અંધારા ગાઢા બનતા જાય, મહિનાઓ પ્રમાણે ઋતુચક્ર બદલાયા કરે પણ જૈનધર્મમાં આહારવિહારથી માંડીને અનેક પ્રકારની તપસ્યાઓ અખંડ ગંગાના પ્રવાહની માફક નિરંતર વહેતી રહી છે. સાધથી માંડીને મોટા આચાર્યો આ તપશ્ચર્યાને નિયમિતપણે આચરતા હોય છે. જેનાથી તન મનની તંદુરસ્તી સુંદર રીતે જળવાઈ રહેતી હોય છે.
કહે છે કે આ તપસ્વી સંયમીઓના સાચા નિર્મળભાવો શેતાનને પણ સંત બનાવે છે, આ સંયમયાત્રીઓ પૃથ્વી કરતાયે વધુ સહનશીલ બની પૃથ્વીને પણ શરમાવનારા માલુમ પડ્યા છે. આ તપસ્વીઓના મનન ચિંતનથી જ જૈનધર્મ શોભાયમાન બન્યો છે. તપ અને વૈયાવચ્ચનો સુંદર સમન્વય પણ અત્રે જોવા મળે છે. આ તપસ્વીઓની નજર સામે સંસાર નહીં પણ ધર્મ હોય છે. જૈનશાસનમાં આવા તેજસ્વી તારલિયાઓ કોણ હશે? ક્યાં હશે?
તલાશની રોશની જ્યારે આર્યસંસ્કૃતિના વિરાટ ક્ષેત્ર પર પથરાય છે ત્યારે આવી પ્રવૃત્તિમાં આજીવન રત રહેનારી શ્રમણ સંસ્થા જ નજર સમક્ષ દૃશ્યમાન થાય છે. શ્વેત આવરણમાં સજ્જ રહેનારી આ સંસ્થાની આચાર મર્યાદા જ કાંઈક એવા પ્રકારની છે ભલે અદકેરી સંખ્યા હોય પણ એનું ગૌરવ અને ગરિમા વિરાટ બ્રહ્માંડને આવરી લેવા માટે પર્યાપ્ત બની રહે છે.
આ ગરવી શ્રમણસંસ્થાને ભવિષ્યની ભીતરમાં લઈ જનાર વર્તમાનકાળે શું કોઈ તત્ત્વ જ વિદ્યમાન નથી? એનો સજ્જડ જવાબ આપવા માટે હમણાં જ એક ગ્રંથરાજનો સફળ પ્રયાસ અનુભવાયો. પૂ. શ્રી ભુવનભાનુસૂરિ સમુદાયના પ્રભાવક પંન્યાસશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજશ્રીના શિષ્યરત્ન પૂ. ગુણવંતવિજયજી મહારાજશ્રીએ મૂર્તિપૂજક સંપ્રદાયના આશરે ૧૫ થી ૧૭ વર્તમાનગોના સાધુ સાધ્વીજીઓની આશ્ચર્યજનક આરાધનાઓ અને પ્રેરક પ્રસંગોનું સંકલિત કરેલું એક સુંદર પુસ્તક પ્રગટ કર્યું છે જે વાંચ્યા પછી એમ લાગે છે કે ઇતિહાસના સુવર્ણાક્ષરો પણ ઝાંખા પડે છે. આ ગ્રંથનું નામ અપાયું છે વિશ્વની આધ્યાત્મિક અજાયબીઆપણા સાધુ સાધ્વી ભગવંતો ભાગ-૧
આ ગ્રંથમાં આપવામાં આવેલા સંખ્યાબંધ પ્રસંગો વર્તમાનકાળના અને નજીકના ભૂતકાળના છે. સંચય કરનાર મુનિશ્રી નોંધે છે કે આટલા પ્રસંગો તો ગાળી ચાળીને મૂકાયા છે. આનાથી અનેકગણા પ્રસંગો સમાવી શકાયા નથી. કલ્પના કરી શકાય તેમ છે કે કેટકેટલા સાધુ સાધ્વીઓએ આવા પ્રકારની કઠીન તપસ્યાથી જૈનધર્મને કેવો ઓજસવંતો બનાવ્યો છે?
એક સાધ્વીજી મહારાજ પારણા વિનાના લગાતાર ૯૦૦ આયંબિલ કે, ૯૦૧મા દિવસે ૪૫ ઉપવાસ શરૂ કરે, ૪પમા ઉપવાસે ૨૫ આયંબિલ શરૂ કરે આને ઘોર તપસ્યા જ સમજવીને?
એવા ત્રણ સાધ્વીજી વિદ્યમાન છે જેઓએ ૨૦૦ ઓળીઓ પૂર્ણ કરી છે અને ૩૦૦ પૂર્ણ કરવાની ભાવનાથી આગળ વધી રહ્યા છે. એક તપસ્વીરત્ન આચાર્ય ભગવંતે દીક્ષા પર્યાય દરમ્યાન ૩૦૦૧ ઉપવાસ કર્યા એને ચમત્કાર જ સમજવોનેબે સાધુ ભગવંતો લીંમડીથી અમદાવાદનો વિહાર ચોથા દિવસે પૂરો કર્યો. ધન અણગાર અને માષતુષ મુનિ હજુ આજે પણ વર્તમાનમાં વિદ્યમાન છે. એક મહાત્માએ દીક્ષા પૂર્વે ૩૨ ઓળી કરી અને જીવન દરમ્યાન 100 + ૭૫ ઓળી કરી. આખા જીવનમાં ૧૦,000 આયંબિલ કર્યા. એક સાધ્વીજી ભગવંત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org