________________
જૈન શ્રમણ
૩૫
આવી જ કેટલીય વૈરાગ્યકથાઓ નિત્ય ભક્તામરસ્તોત્રપાઠી શાસનપ્રભાવક સ્વ. ૫.પૂ. આ.દેવ વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી મહાત્મા પ.પૂ. વીરસેનસૂરિજી મ.સા. તેમના ઝરિયા નગરની સ્થિરતા દરમ્યાન ઘણાને સુણાવતા હતા સાથે સ્તુતિ-સ્તવન અને સઝાયો શીખડાવતા હતા અને વિવિધ વાર્તાઓ દ્વારા ધર્મસિંચન પણ કરતા હતા. તેઓશ્રી તે સમયે મુનિરાજ પદે હતા, પણ નિર્દોષ બાળવયને કારણે ઘણાની સાથે અનેક બાળકો ધર્મરંગે રંગાઈ સામાયિક-પ્રતિક્રમણ-પૌષધ કરતાં થયા હતા.
તે સમયે જૈન શ્રમણોની વૈરાગ્ય વાર્તાઓ રસપૂર્વક સાંભળતાં પોતાનો વિરાગ પણ વધતો જતો હતો, તેવું વરસો પછી આજે ૫.પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ.સાને સંસ્મરણ થતાં પૂજ્યશ્રીને સ્પષ્ટ અનુભવાય છે. અમે ફરી નવી કલમથી આ નવા ગ્રંથ માટે પુરુષાર્થ માંડ્યો ત્યારે અમારી લેખનીમાં સ્યાહી પૂરવા સમાન અમુક લેખો અમારી ભાવનાનુસાર રચી આપવા ત્યાંથી પણ શ્રુતસહાયતા પ્રદાન કરાણી છે. શ્રુતસેવા અને કર્તવ્યબુદ્ધિથી જિનશાસનની શ્રુતગંગાને વહેતી દેવાના ફક્ત નમ્ર પ્રયાસરૂપે અનેક પ્રકારના લેખો સાથે અનેક વૈરાગીઓની આત્મકથાઓ જેવો વિશિષ્ટ લેખ પણ પૂજયશ્રી દ્વારા સહજમાં સર્જાઈ ગયો છે.
વર્તમાનમાં પણ અનેક સાક્ષરો-વિદ્વાનો અને જ્ઞાની મહાત્માઓ વિચરે છે, જેમણે ખાસ શ્રમ લઈ અમને હાર્દિક સહાય સાથે વધાઈ બક્ષી સુંદર લેખો રચી આપ્યા છે. શાંતિથી કરેલ વાંચન જિનશાસનની ગરિમા સમજાવશે અને આવું દળદાર સાહિત્ય વારંવાર સર્જન પામવું પણ દુષ્કર જણાય છે. લેખકો લાખ્ખો ભલે હોય પણ તે બધાયને ગ્રંથ માધ્યમે ભેગા કરવા અને જિનશાસનનું નજરાણું નક્કરતાથી પ્રસ્તુત કરવું તે પણ સુકાળબળે સંભવિત થવા પામ્યું છે. આવા સંપાદનથી શ્રમણો નિકટ થાય, સ્વસ્થાનથી પારસ્પરિક અનુમોદના દ્વારા શ્રુતજ્ઞાનનો પ્રચાર કરી આત્મલાભ મેળવે તેવી શુભાપેક્ષાઓ અમારી મહત્વકાંક્ષાઓ છે.
વૈરાગ્ય ઘટનાના મુખ્ય સાક્ષીના નામોલ્લેખ સાથે તે તે વૈરાગીઓની મનોભાવનાને સ્પર્શતા આ સાથેના અભિનવ લેખો સત્ય કથાવાર્તાઓને આધારે પ.પુ.મુનિશ્રી જયદર્શવિજયજી મ.સાહેબે સંકલિત કરેલ છે. સંસાર એટલે વિષયકષાયનો સરવાળો અને ગુણાકાર, વનહસ્તિનો પગ ભૂલમાં સરોવરના કાંઠે
ચો અને જયારે ખૂંપેલો પગ કાઢવા ગયો, બીજો પગ બલ્ક વધારે જ ઊડે જતા તે ફસાઈ ગયો. આવા વિશાળકાય હાથીને કેમ બચાવાય, કોણ બચાવે? બસ તે જ પ્રમાણે વિષચક્ર જેવા વિષમ સંસારમ સપડાયેલ જીવ જેમ જેમ સુખ માટે હવાતીયાં લગાવે તેમ તેમ દુઃખ જ હાથમાં આવે, તેવી વિચિત્રતા છે.
કંચન-કામિની, કુટુંબ અને કાયાની મોહમાયા અથવા પૈસા અને પરિવાર પાછળ જાન કુરબાન કરવા તૈયાર અજ્ઞાની જીવ કઈ રીતે અર્થના અનર્થો અથવા રૂપ માટે મૂર્ખ બની વિષાદો-વિડંબનાઓ અને વ્યાધિઓ સહે છે તેનો આછો પરિચય અત્રેના લેખ દ્વારા આપવામાં આવ્યો છે. ભગવંત મહાવીરે આપેલ મધુબિંદુનું દષ્ટાંત તાત્ત્વિક પણ કાલ્પનિક છે, જ્યારે અત્રેના પાત્રો વાસ્તવિક છે. ફક્ત ઉપદેશાત્મક રૂપે કંઈક રજૂ કરતાં પોતપોતાની દાસ્તાનો જણાવી રહ્યા છે. તેમને સાંભળવા એટલે તેમના જીવન અનુભવથી બોધપાઠ લેવો એવો અહીં સંકેત છે. દીર્ઘ ભૂતકાળ વીતી ગયો પણ લાગશે કે તેઓ જાણે નિકટમાં જ જીવી ગયા. જીવ્યા ત્યારે રૂપીયા માટે લડ્યા કે રૂપના કારણે પડ્યા. હાલ તો તેમની જાહોજલાલીના મહેલ પણ ખંડેર દેખાય છે, તેમના ઇતિહાસો પણ નવાનવા પ્રસંગોને કારણે ધીમે-ધીમે ભૂંસાય છે અને કેટલાય તો તેમની કબર ઉપર બાગ-બગીચા બનાવી રમત-ગમત કરતાં જણાય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org