________________
જૈન શ્રમણ
33
દિલ્હીદરબારમાં જૈનધર્મે તેજનું ઊંચેરું આસન માંડ્યું. મોગલ સમ્રાટ અકબર આ બને સૂરિવર્ષોથી ખૂબ જ પ્રભાવિત હતા. ૧૯૪૦માં તેમણે હીરવિજયસૂરિજીને “જગદ્ગુરુ બિરુદ આપ્યું અને વિજયસેનસૂરિજીને સવાઈ હીરસૂરિનું બિરુદ આપી શાહી ઠાઠમાઠથી સન્માનિત કર્યા. અકબરે હીરવિજયસૂરિજીને શત્રુંજય તીર્થ ભેટમાં આપ્યું. યાત્રિકોના વેરા માફ કર્યા અને ભારતનાં બધાં જ તીર્થોમાં દેરાસરો, ઉપાશ્રયોને રક્ષણ આપ્યું. જગદ્ગુરુ હીરવિજયસૂરિજી જેવાનાં ત્યાગ, સંયમ, સદાચાર, તપ અને ચારિત્રના પ્રભાવે શહેનશાહ અકબરે બારકોશના તળાવમાં થતી માછીમારી બંધ કરાવી. પિંજરાનાં પક્ષીઓ મુક્ત કર્યા. બાર દિવસ માટે જીવહિંસા બંધ કરાવી. આમ વિધર્મી શાસક પર પ્રભાવ પાથરનારા હીરવિજયસૂરિ જેવા આચાર્ય શાસનના ભૂષણ બન્યા.
જ્ઞાનક્ષેત્રે, દર્શનક્ષેત્રે, ચારિત્રક્ષેત્રે, તીર્થરક્ષા, તીર્થનિર્માણક્ષેત્રે, સંઘપ્રભાવના ક્ષેત્રે, રાજકીયક્ષેત્રે તેમનું યોગદાન મસ્તક ઝુકાવી દે છે. આજે પણ શાસનને જયવંતુ બનાવતા વર્તમાન શ્રમણોનાં યોગદાન દાદ માંગી લ્ય તેવાં છે. દ્વાદશાનિયચક્રનું સંપાદન કરનારા શ્રુતભાસ્કર પૂ. જંબુવિજયજી મ. હોય કે મિની યશોવિજયજી સમા આ. યશોદેવસૂરિ હોય. વ્યસનની બદીમાં ખૂંપેલી પ્રજાને મુક્ત કરાવતા પૂ. પં.શ્રી ચંદ્રશેખરવિજયજી મ. હોય કે યુવાઆલમને શ્રદ્ધાસંપન્ન બનાવતા આચાર્ય રત્નસુંદરસૂરિ હોય કે આચાર્ય હેમરત્નસૂરિજી હોય. ઝેર ઉતારી વૈરાગ્યનાં દાન કરનાર પૂજ્યપાદ રામચંદ્રસૂરિજી મ. હોય કે પછી યુવાનોમાં શિબિરમાધ્યમે ધર્મજાગૃતિ આણનારા પૂજ્યપાદ ભવનભાનુરિજી મ. હોય, કે પછી આગમોના અદ્દભૂત જ્ઞાની પુ. જયઘોષસૂરિજી મ. હોય. ધન્ય આ શ્રમણોના પુરુષાર્થને! નામનાની ખેવના કર્યા વિના કાર્યો કરી રહેલા મુક્તિના મહાફિરસ્તાઓને લાખ લાખ વંદનાઓ.
(શ્રમણસંસ્થાનું કેનશાસનમાં અભુત ચોગદાન) અનંત ઉપકારી અરિહંતદેવનું શાસન અચિંત્ય ઉપકારી છે, જયકારી છે અને મંગલકારી છે. અણમોલ રત્નોના ઝળહળતા તેજપુંજોથી જિનશાસન જગતના જીવો ઉપર ઉપકારધોધ વહાવ્યા જ કરે છે. શાસનના પુનીત પ્રભાવે ઉત્તમ અને અમૂલાં રત્નો આપણને સતત મળતાં રહ્યાં છે.
જૈન શ્રમણપરંપરા દ્વારા સમયે સમયે વિશિષ્ટ પ્રતિભાઓનો પ્રકાશપુંજ આ ધરતી પર રેલાયો. પંચમ ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીની પાટપરંપરાએ અનેક વંદનીય પરમપ્રભાવકો થયા. આ બધા પુણ્યપુરુષોએ ધનની, સત્તાની ક્યારેય લગીરે ઇચ્છા રાખ્યા વગર એક એક ક્ષેત્રમાં પોતાના જીવનનો અનોખો પ્રભાવ બતાવ્યો છે. રાજ્યાશ્રય કે રાજસત્તાની આ શ્રમણ સંસ્થાએ ક્યારેય ઝંખના કરી નથી પણ રાજ્યકર્તાઓને બોધ આપવામાં આ શ્રમણો ક્યારેય શરમાયા નથી. એક કાળે શ્રમણોનો ઉપદેશ બાદશાહ અકબરના દરવાજે આંબી ગયો તે આપણે જાણીએ છીએ.
માતાએ આપેલા સમ્યક જ્ઞાનના અભુત પ્રદાનને કારણે આર્યરક્ષિતસૂરિજીએ આખા પરિવારને સંસારત્યાગ કરાવ્યો. શાસનના આધારસ્તંભ સમા અનેક શ્રમણોએ જીવનભર જ્ઞાન અને શીલધર્મની સુગંધ પ્રસરાવી સમકિત શાસનના મુગટમણિ બનીને આ શ્રમણસંસ્થાએ શ્રમણ સંસ્કૃતિ દ્વારા જીવનનું રસાયણ બનાવી અદભૂત સંજીવની નીપજાવી અનેક તાણાવાણા વચ્ચે માનવજીવનને એક નવોજ આકાર આપ્યો.
સમ્યગુ જ્ઞાન, સમ્યગુ દર્શન, સમ્યગુ ચારિત્રની નિર્મળ આરાધના, પરોપકારની વહેતી ગંગા, ઉન્નતિનાં અનેક શિખરો સર કરતા રહીને શરણાગત જીવોનું અપાર કલ્યાણ કરતા રહે, સન્માર્ગનો રાહ બતાવે, નિજકલ્યાણ તો સાધે જ, પણ જગકલ્યાણ માટે પણ અથાક પરિશ્રમ ઉઠાવે. આવા મહપુરુષોનો દેહભવ ભલે કાળક્રમે વિલીન થઈ જાય પણ તેઓનો ગુણવૈભવ ભવ્યાત્માઓના અંતરપટ પર સદેવ સ્મૃતિવિષય બની ગયો છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org