________________
૩૨
વિશ્વ અજાયબી :
( પુચપ્રભાવક શ્રમણોનું પુણ્ય સ્મરણ ચતુર્વિધ શ્રી સંઘના મૌલિમણિ સમા અગિયાર ગણધરોનાં પગલે પગલે નિર્દભ અને નિર્દોષ જીવનસાધનાના દ્વીપસ્તંભ સમાન યુગદિવાકર મૃતોપાસનાની અખંડ જ્યોતથી શોભતા શ્રીમદ્ મલ્લવાદીસૂરિજીએ ન્યાયદર્શનના અપૂર્વકોશ સમા દ્વાદશાર નયચક્રની રચના કરી, ક્ષમાશ્રમણ દેવર્ધિગણિ જેમના મહામેળાવી પુણ્યવાન નેતૃત્વમાં જૈનાગમોની “વલ્લભીવાચના” અંતિમ નિર્ણયના રૂપમાં પરિણમી, તથા દેવવાચક અને ક્ષમાશ્રમણ વાચનાના પાઠાંતરને પણ પરમાદર દ્રષ્ટિથી સ્વીકારી, જે ભગવાન મહાવીરના “દ્રષ્ટિવાદના બારમાં અંગના અંતિમ જાણકાર, મારા નિર્વાણ પછીના હજારમાં વર્ષે થશે.” એવા ભાવિ કથનને સંપૂર્ણ સાર્થક કર્યું. શ્રીમદ્ પૂજ્યચરણ સિદ્ધસેન દિવાકરજીએ એક જ ગુરુવચને લોકમહત્તાને તૃણવત્ માની કલ્યાણ મંદિર સ્તોત્ર, બત્રીસ-બત્રીસી, ન્યાયાવતાર અને સન્મતિતર્ક જેવાં અનેક પ્રકાશપુંજ ગ્રંથરત્નો રચ્યાં.
જૈન સંસ્કૃતિમાં વહેમો, ચમત્કારો, કલ્પિત આડંબરો અને આકર્ષણોને બિલકુલ સ્થાન નથી તેવી આચાર્ય સમન્તભદ્રની વાણીનો ગેબી અવાજ આપણને સાંભળવા મળે છે.
સંયમનિયમની પ્રભાવી સાધનાના બળે પાદલિપ્તસૂરિજી શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, સમેતશિખર અને મથુરા જેવાં તીર્થનાં દર્શન પછી જ આહારપાણી વહોરતા અને જેમણે નાગાર્જુન રસાયણવાદીને શત્રુંજયની જિનસાધના કરવા પ્રેર્યા, તે ખરેખર તો જિનપરંપરાનું આચાર્યરત્ર કહેવાયા.
માનદેવસૂરિજી જેવા સર્વપ્રણમ્યસૂરીશ્વરજીના બને ખભા પર લક્ષ્મી સરસ્વતી ઉભય વિશજતા, આ જોઈ તેમના ગુરુદેવ આચાર્ય પ્રદ્યોતનસૂરિની આચારસંબંધી શંકા એક મહાનિયમનો અંગીકાર કરી પરિહરી અને શાંતિસ્તવસ્તોત્ર રચી મહામારી મટાડી દીધી. એમના ગુણો આજે પણ પૂજાય છે. આચાર્ય માનતુંગસૂરિજીના અગણિત ઉપકારો કોણ વીસરી શકે? જેમના પ્રત્યેક શ્લોક મંત્રગર્ભિત છે, જેમના શ્લોકે શ્લોકે સાધનાવિધિ છે તેવા “ભક્તામર સ્તોત્ર'ના અને ૨૧ પદોના “નમિઉણ” સ્તોત્રના રચનાકાર એ સમસ્ત શ્રી સંઘના સદૈવ વંદનીય રહ્યા છે. ક્ષત્રિય વંશમાં જન્મ લેનાર આચાર્ય બપ્પભટ્ટસૂરિજી જેમણે પોતાના સંયમધર્મની પરીક્ષા કરવા પુરુષવેષમાં આવેલી ગણિકાને તિરસ્કૃત ન કરી પણ વિરાગનો વિજય સમજાવ્યો, ચિત્રકારો અને કલાકારોને જિનધર્મમાં પુરસ્કૃત કર્યા. “ચતુર્વિશતિ જિનસ્તુતિ', “સરસ્વતી સ્તોત્ર' રચ્યાં.
નવ આગમો પર સંસ્કૃત ટીકા રચી આગમોના ગૂઢ સમજાવનાર નવાંગી વૃતિકાર આચાર્ય અભયદેવસરિજીએ શાસનદેવીની આજ્ઞા પાળી સતત આયંબિલવ્રત, શાસ્ત્રટીકા રચવા રાત્રિઓનાં મનોમંથન અને અત્યાધિક શ્રમ લઈ ભવ્ય કાર્ય કર્યું અને જયતિઉહણ નામના બત્રીશ શ્લોકના સ્તોત્રને રચી શ્રી સ્તંભન પાર્શ્વનાથજીને પ્રગટાવ્યા. ધન્ય છે તેમના તપોબળને ખરતરગચ્છના સ્થાપક આચાર્ય જિનદત્તસૂરિજી, આકાશમાંથી પડતી વિજળીને થંભાવી અનેકને રક્ષણ આપ્યું. ગણધરશતક જેવી ૧૫૦ પદ્યરચનાઓમાં તેમની શક્તિનાં દર્શન થયાં. સંદોહ દોહાવલી, ગણધર સમાપ્તિ, ઉપદેશરસાયણ ઉપરાંત અનેક પ્રાકૃત, અપભ્રંશ ભાષામાં ગ્રંથો રચી મૃતોપાસનાનાં સુફળ વિતરિત કર્યા. રાજસ્થાનમાં તો આ. જિનદત્તસૂરિજી કલ્પવૃક્ષ તરીકે ઓળખાતા હતા. આચાર્ય ધર્મઘોષસૂરિ જે વ્યાકરણ, ન્યાય અને આગમોના પારદર્શી વિદ્વાન હોવા ઉપરાંત શાસનરક્ષામાં મંત્રશક્તિના સામર્થ્યવાળા હતા, તેમણે બ્રાહ્મણ, માહેશ્વરી, વૈશ્યો અને ક્ષત્રિયોને ઉપદેશ આપી જૈન બનાવ્યાં. સત્તરમી સદીમાં હીરવિજયસરિજી અને ખરતરગચ્છાધિપતિ જિનચંદ્રસૂરિજીનાં જ્ઞાન. તપ અને ચારિત્રના તેજપ્રભાવથી જૈન સંસ્કૃતિનો ધ્વજ પુનઃ ગગનમાં લહેરાયો. આ બન્ને પ્રભાવક આચાર્યોની જ્ઞાનસંપદાથી પહેલી જ વાર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org