________________
૩૪
વિશ્વ અજાયબી :
આ ગ્રંથની એક અદ્ભુત લેખમાળા “શ્રમણસંઘની પ્રબુદ્ધ પ્રતિભાઓ’ છે લેખમાળમાં પસંદ કરાયેલાં પાત્રો શીર્ષકની સાર્થકતા સાથે અત્યંત સુસંવાદિતા ધરાવે છે. કેટલીક એવી પ્રતિભાઓનું દર્શન કરાવ્યું છે, જેને નવા યુગના લોકો વિસ્મરી ચૂક્યા છે. વાસ્તવમાં તેમની પ્રતિભા પ્રસ્તુત લેખ કરતાં અનેકગણી ઊંચી છે, પણ
યીઅભાવે ઢંકાઈ ગઈ છે, તો એવા પણ અનેક પ્રતિભાવંત મહાત્માઓ છે, જેમને અન્ને સ્થાન આપી શક્યા નથી તો પણ લોકહદયમાં કાયમ બિરાજિત છે. ક્યાંક કોઈ પરિચયોમાં અતિશયોક્તિપૂર્ણ ચિત્ર રજૂ થયું છે છતાં ગુણાનુરાગ બુદ્ધિથી ઋષિગુણ અનુમોદનારૂપ સુકૃત અનુમોદના કરવા માટે આ લેખમાળામાં લેખાંકિત થયેલા વિવિધ ગુણો જરૂર દીવાદાંડીરૂપ છે.
આપણા પૂર્વજ મહાત્માઓ પરત્વે બહુમાનભાવ ઉત્પન્ન કરાવવા માટે અને વિવિધગુણોને આત્મસાત્ કરવા માટે પદચિહ્નરૂપ આવી પ્રબુદ્ધ પ્રતિભાઓનું વધુ ને વધુ દર્શન સમાજ સન્મુખ પ્રસ્તુતિ પામે તે આવશ્યક છે.
મારા જેવા અનેક અજેનોને જિજ્ઞાસાભાવે પણ લગભગ બધા જ જૈનાચાર્યોના સતત સંપર્ક અને સાંનિધ્યમાં રહેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. આ પ્રભાવકોમાં રહેલાં તપ, ત્યાગ, જ્ઞાન વૈરાગ્ય, આચારશુદ્ધિ, વિચારશુદ્ધિ અને સાદી સરળ નિખાલસ જીવનશૈલીથી પ્રભાવિત થનારો ઘણો મોટો વર્ગ છે.
આત્મભાવમાં સ્થિર રહેનારા, સંયમસાધનાના દિવ્યાકાશમાં વિહરનારા બહુશ્રુત જ્ઞાનીઓને અમારી લાખ લાખ વંદનાઓ.
| સૂચિત જેનશ્રમણ ગ્રંથમાં જે તે વિભાગમાં જે તે લેખમાળામાં આગળના પાને સંપાદકીય નોંધમાં લેખકશ્રીના પરિચય સાથે જે તે લેખનો સારાંશ આપેલ છે એટલે અત્રે આ વિસ્તૃત પુરોવચન નોંધમાં વેરાગ્યકથાઓ સિવાય જે તે લેખ સંબંધે કશોય ઉલ્લેખ નથી કરી શકતા તેની સુજ્ઞ વાચકો નોંધ લ્ય.
( વૈરાગ્યના પ્રબળ કારણો) જૈન શ્રમણપણાની સંપ્રાપ્તિ સંસાર વૈરાગ્ય વિના અશક્ય છે પણ વૈરાગ્યની વરાળ પણ અનેક પ્રકારના ચિત્ર-વિચિત્ર નિમિત્તોથી ઉદ્ભવતી જોવા મળે છે. પૂર્વકાળમાં જૈન મુનિભગવંતોના સંપર્ક-સત્સંગ અને સદુપદેશથી પણ અનેકોને સંયમમાર્ગે સંચરવા ભાવના થતી હતી અને હજારોની સંખ્યામાં સામૂહિક દીક્ષાઓ થતી હતી. તેવા વૈરાગી સંયમીઓમાંથી નિકટભવી આત્માઓ પોતાના ચારિત્રાચાર, નિઃસ્પૃહિતા, નામનાની અકામના, અંતર્મુખતા, ગુણાનુરાગ વગેરે ગુણોથી યુક્ત અને પરસ્પરિવાદ, પ્રભાવકતા પાથરવાની સ્પર્ધકવૃત્તિ, વિરાધનાઓ-આશાતનાઓ વગેરે દૂષણોથી વિમુક્ત રહી આત્મસંયમ અને આરાધકભાવ દ્વારા એવી તો આધ્યાત્મિક પ્રગતિ સાધતાં હતા કે સંસારત્યાગના નિમિત્તાની જેમ ચારા કોઈક નિમિત્ત બળે અંતર્મુહૂત જેવા અલ્પકાળમાં ક્ષપકશ્રેણિએ ચઢી કૈવલ્યજ્ઞાન ઉપાર્જી લેતા હતા.
આધ્યાત્મિક જીવન માટે સંયમ છે. તેને શાસન પ્રભાવનાઓ કરતાંય આત્મારાધનાઓ માટે જે પ્રયોજે છે તેઓ ધામધૂમ અને ધમાધમ કે ફટાટોપ અને પ્રદર્શન જેવા કોલાહલથી પર બની ધ્યાનયોગમાં લીન બની માણી-જાણી શકે છે. બહુ જ સરળ ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે આધ્યાત્મિક ઉત્કર્ષ એટલે ગુણઠાણે અભિરોહણ-પ્રગતિ-વિકાસ. છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનકથી પણ ઉપર જનારાને અધ્યાત્મનો અમૃત ઓડકાર હોય છે, તે માટેની પ્રારંભિક ભૂમિકા છે સંયમ સંચરણ સાથે વિવિધ ગુણોમાં વિચરણ.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org