________________
(૨૩)
જડ જેવો પરવશ બન્યો પાંચે ઈન્દ્રિયના ક્ષપશમ રોકાઈ ગયા. જેમ મદિરા પીધેલા માણસને પરવશ થવાથી માર્ગ જડે નહિ; તેમ નિદ્રાને વશ થયેલા પ્રાણુને કઈ વાતનું ભાન રહે નહિ. નિદ્રાના પ્રચંડ ઉદયથી તે પરવશ બની ગયો. નાકનાં નસકેરાં બાલવા લાગ્યાં. બે હાથમાં માથું ઘાલી નીચું જોઈને બેઠે. આ રીતે નિદ્રાને વશ થવાથી ગુરુ મહારાજની વાણી સાંભળવામાં અંતરાય થયો. બેઠે બેઠે ડેલ્યા કરે. કાંઈ સમજે નહિ. નિદ્રા કાઠિયાએ તે પ્રાણીને વશ કરવાથી મેહરાજાના સેવકે એ મહરાજાને ખબર આપ્યા કે “સાહેબ ! તમારા ઉમરાવની જીત થઈ? એવું સાંભળી મહરાજા નિદ્રા ઉપર બહુ ખુશી થયે, અને તેને ચૌદ રાજલોકમાં સર્વત્ર રાજધાની કરવાની બક્ષિશ આપી. “જુઓ! નિદ્રારૂપ પ્રમાદના પ્રભાવથી ચૌદપૂર્વધારી કોડ પૂર્વનું ચારિત્ર હારી જઈ નિગાદમાં ઉત્પન્ન થાય છે. આ હેતુથી વીર પ્રભુએ ઉત્તરાધ્યયન સૂત્રમાં ઉપદેશ કર્યો છે કે –“હે યમ! સમય માત્ર પણ પ્રમાદ કરીશ નહિ, આ મનુષ્યનું આયુ બહુ સ્વ૯૫ છે, માટે પ્રમાદને પરિહરજે.” આવે પરમાત્માને ઉપદેશ દરેક ભવ્યાત્માઓએ હદયમાં ધારી રાખવા લાયક છે.” અહીં ભવ્ય જીવ ગુરુ મહારાજ પાસે જિનવાણી શ્રવણ કરવા બેઠો હતો, તે નિદ્રાના જોરથી ધર્મ સાંભળી શક્યો નહિ. તે દિવસ પણ ગુમાવ્યા.
પછી ચોથે દિવસે વિચારશક્તિ જાગ્રત થઈ કે –“ગુરુ મહારાજ પાસે જઈને ઊંઘવું, અને કાંઈ સાંભળવું નહિ તે તો ભારે નુકસાન છે. લૌકિક કાર્યમાં પણ જે નિદ્રાને વશ થઈ જઈએ છીએ તે ઘણી હાનિ થાય તે આવા શુભ