________________
( ૨૦૦ )
માંડવગઢ રાજાના પ્રધાન સાપૃથ્વીધરે (પેથડે) તપગચ્છનાયક શ્રી ધર્મઘોષસૂરિજીના ઉપદેશથી શ્રી સિદ્ધાચલજી તથા દેવગઢ અને મંડપાચલ વગેરે શુભ સ્થળે ચોરાસી જિનમંદિર બંધાવ્યાં. તે સંબંધી વિશેષ હકીકત શ્રી સેમતિલકસૂરિકૃત પૃથ્વીધર સાધુકારિત ચૈત્યતેત્રથી જાણવી.
શ્રી કુમારપાળ રાજાના બાહડ મંત્રીએ સં. ૧૨૧૩માં શ્રી શત્રુંજય ઉદ્ધાર કર્યો એ પ્રસંગે બે કરોડ સત્તાણું લાખ સોનામહોરે ખરચી. વળી તેમણે ગિરનાર પર પગથિયાં બંધાવી સુલભ માર્ગ કર્યો. તેમાં ત્રેસઠ લાખ સોનામહોરનું ખર્ચ કર્યું.
પાટણના આભડ નામના શ્રાવકે રોવીસ તીર્થંકરનાં વીસ જિનમંદિરે બંધાવ્યાં તથા ચોરાસી પિષધશાળાઓ બંધાવી, વગેરે સાત ક્ષેત્રોમાં નેવું લાખ સોનામહોર ખચીને લહાવે લીધે છે.
આ સિવાય ઘણું ભાગ્યશાળી જીએ શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે મહાપવિત્ર તીર્થોમાં પિતાની પુષ્કળ લક્ષ્મી ખરચી પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કર્યું છે. સંવત અઢારના સૈકામાં મેતીશા શેઠે શ્રી સિદ્ધાચલજી ઉપર કુંતાસરને ખાડે પૂરાવી નવીન ટૂંક ઊભી કરીને પિતાના યશને જગતમાં ફેલાવી દીધો છે અને મહાન પુણ્ય ઉપાર્જન કરી ગયા છે. આવા ઉત્તમ જીવો જગતમાંથી કાળધર્મ પામી ગયા છતાં નામસ્મરણરૂપે હજી જાણે જીવતા જ હેય નહિ એમ ધર્મિષ્ઠ જીવેને યાદ આવ્યા જ કરે છે. આ કાળમાં પણ ઘણા ઉત્તમ પિતાની લક્ષ્મીને