________________
(૨૪૫) મને શરણ થાઓ. વચનામૃત વડે જગતના જીવોને શાંતિ પમાડતા અને અનેક પ્રકારના ગુણેમાં જીવોને સ્થાપન કરતા તથા જીવલેકને ઉદ્ધાર કરતા અરિહંત પરમાત્માનું મને શરણ થાઓ.
વળી અતિ અદ્દભુત ગુણવાળા અને પોતાના યશરૂપી ચંદ્ર વડે તમામ દિશાઓને પ્રકાશ કરતા અનંત અરિહંતોને શરણપણે મેં અંગીકાર કર્યા છે. વળી જેમણે જન્મ-મરણ તજ્યાં છે તથા તમામ દુઃખથી પીડાયેલા પ્રાણીઓને જે શરણભૂત છે અને ત્રણ જગતના જીને અપૂર્વ સુખ આપનાર છે એવા અરિહંત પરમાત્માઓને મારા નમસ્કાર હો.
બીજું સિદ્ધ શરણ कम्मट्टखयसिद्धा, साहावियनाणदंसणसमिद्धा । सव्वलद्धिसिद्धा, ते सिद्धा हुतु मे सरणं ॥
આઠ કર્મનો ક્ષય કરીને સિદ્ધ થયેલા અને સ્વાભાવિક જ્ઞાનદર્શનની સમૃદ્ધિવાળા તથા સર્વ અર્થની લબ્ધિઓ સિદ્ધ થઈ છે જેમને તેવા સિદ્ધ પરમાત્માનું મને શરણ હા.
तियलोअमत्ययस्था, परमपयत्था अचिंतसामत्था । मंगलसिद्धपयत्था, सिद्धा सरणं सुहपसत्था ॥
ત્રણ ભુવનના અગ્રભાગ ઉપર રહેલા તથા પરમ પદ કહેતાં મોક્ષમાં રહેલા એટલે સકળ કમને ક્ષય કરી સિદ્ધ થયેલા તથા અચિંત્ય સામર્થ્યવાળા અને મંગળભૂત સિદ્ધ સ્થાનમાં રહેનારા, અનંત સુખે કરી પ્રશસ્ત શોભાયમાન એવા સિદ્ધ પરમાત્માનું મને શરણ થાઓ.
તથા રાગાદિ શત્રુઓને તિરસ્કાર કર્યો છે જેમણે, વળ ધ્યાનરૂપ અગ્નિએ કરી બાળ્યું છે ભવબીજ જેમણે એવા