________________
સંભવે છે, તે નવકાર મંત્રનું મનની અંદર સ્મરણ કર.
જે નવકાર મંત્રને પામવાથી ભવરૂપ સમુદ્ર ગાયની ખરી જેટલો થાય છે, અને જે મેક્ષના સુખને સત્ય કરી આપે છે, તે નમસ્કાર મંત્રને મનની અંદર તું સ્મર.
આ પ્રકારની ગુરુએ ઉપદેશેલી પર્યન્તારાધના સાંભળીને સકળ પાપ સરાવીને આ નમસ્કાર મંત્રનું સેવન કર.
પંચપરમેષ્ટીનું સ્મરણ કરવામાં તત્પર એ રાજસિંહ કુમાર મરણ પામીને પાંચમા દેવલોકમાં ઈંદ્રપણું પામ્ય.
તેની સ્ત્રી રત્નાવતી પણ તે જ પ્રકારે આરાધીને જ પાંચમા કલ્પને વિષે સામાનિક દેવપણું પામી, ત્યાંથી ચવીને બને મેક્ષે જશે. ઈતિ મરણ સમયની શુભ ભાવના સમાપ્ત.
શુભ ચિંતવન કરવાની છેલ્લી ભલામણ
“મારે દેહ પડી જાય તે સમયે મારી પછવાડે કે રૂદન કરે, અગર શેક પળેપળાવે, પાણી ઢોળે, છ કાયની વિરાધના કરે, તેમાં મારે લેવાદેવા નથી, મારા શરીરને સંસ્કાર કરે તેમાં પણ મારે લેવાદેવા નથી. વ્યવહારથી જે કઈ કરે તે તેઓ જાણે.”
કુટુંબીઓને રડવા-કૂટવાની ના પાડવી. છેક પાળવાની ના પાડવી. મરણ પછવાડે જે જે આરંભાજિક કાર્યો મેહના પ્રભાવથી કરે તેને નિષેધ કરે. તે છતાં કદાચ પાછલા કુટુંબીઓ કરે તે પછી મરનારને દોષ કે પાપબંધન થાય નહિ અને તેમ ન કહેવામાં આવે તે તેની ક્રિયા મરનારને લાગે. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે અવિરતિપણાને લીધે એકેન્દ્રિય જીને પણ અઢાર પાપસ્થાનક લાગે છે. માટે તમામ