________________
( ૨૮૭ )
મનમાં જાણે મુજ સરિખે, રસિયે નહિ કોઈ રાગી; બહારે તાકી રહી બિલાડી, લેતાં વાર ન લાગી. ૪ આજ કાલમાં હું તું કરતાં, જમડા પકડી જાશેજી; બ્રહ્માનંદ કહે ચેત અજ્ઞાની, અંતે ફજેતી થાશેજી. ૫
દુહા સુખનું સાધન સજજન સાણ સાંભળી, એ શુભ પંથે કરજે નિત્ય પ્રયાણજે, શ્રી વીતરાગની વાણી મનન કરી સદા, દેજે દેજે એ ઉપર બહુ ધ્યાન સુખનું૦ ૧ સુખનું સાધન ધર્મ સદા સમજી જઈ, ધર્મની કરણી કરજો થઈ ઉજમાળ; આ સાંસારિક માયા સ્વપ્ના જેવી છે, આખર એ છે સાવ જુઠી જંજાળ. સુખનું૦ ૨ પુદગલના આ સુખમાં મહાલીને ભલે, સુખ મળે પણ એ તજતાં છે દુઃખજે; જે સુખની પછવાડે દુઃખ રહ્યું અરે, એ નથી સાચું સમજે આત્મિક સુખજે. સુખનું ૩ સુખનું સાધન સંતજનોએ જે કર્યું, તે તે સાચું આત્મિક સુખ ગણાય, ધર્મ સેવનથીએ સુખ સાચું સાંપડે, ધર્મ વગરનું જીવન એળે જાય; સુખનું. ૪ ધર્મનું ફળ છે સુખ એ છે સહુ સદા, પણ ન સેવે ધર્મને જે કઈ કાળ; તે સુખ સાચું સાંપડશે કયાંથી અરે, માટે બાંધે પાણી પહેલાં પાળજે. સુખનું ૫