________________
૮૫ કાચી કેરી, કાચાં ચીભડાં આદિના કકડા કરેલ હોય '
તે પ્રબળ અગ્નિ અથશ પ્રબળ લુણના સંસ્કાર વિના
બે ઘડી પછી પ્રાસુક ન થાય, એમ સેનપક્ષમાં કહ્યું છે. ૮૯ સાધુ-સાવી અને શ્રાવક-શ્રાવિકાઓએ રજોહરણ અને
મુખવચિકા અવશ્ય રાખવાં જોઈએ, એવું અનુગદ્વાર
સૂત્રમાં લકત્તર ભાવ આવશ્યકના અધિકારમાં છે. ૮૭ દેરાસરમાં પરમાત્માના દર્શન કરતાં શ્રાવકોએ
માથેથી પાઘડી ઉતારવી નહીં, એમ વિચાર શતક
નામના ગ્રંથમાં સમયસુંદરસૂરી મહારાજે કહ્યું છે. ૮૮ ધના, શાલિભદ્ર બંને મહાપુરુષે ચારિત્રધર્મનું આરાધન
કરી સવર્થસિદ્ધ વિમાનમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા છે, એ ચોગશાસ્ત્રના ત્રીજા
પ્રકાશમાં સ્પષ્ટ ઉલલેખ છે. ૮૯ શેરડીના રસને તથા કાંજીના પાણીને કાળ બે પહેરને
લઘુપ્રવચન સારોદ્ધારમાં કહ્યો છે. ૦ ગોળ, ખાંડ, સાકર વગેરેને કાચું પાણી પડવાથી
વર્ણ, ગંધ, રસ બદલાવાથી પાણીને કાળ જે અતુમાં હોય તેટલે સમજ એમ લઘુપ્રવચન સારોદ્વારમાં કહ્યું છે. વર્ધમાન તપની ઓળીની આરાધના કરનારા ઉત્તમ શ્રાવક-શ્રાવિકાઓને સાઠ, સિત્તેર કે તેથી પણ વધારે શાળી થઈ હેય, તેમણે છાસની બનેલી વસ્તુઓને ઉપયોગ કરે નહિ.