Book Title: Vairagya Bhavna
Author(s): Vijaybhaktisuri
Publisher: Vinodchandra Chandulal Shah
View full book text
________________
૩. ગુરુગુણ ગહુલી (દેશી-ઓધવજી દેશે કહેજે શ્યામને.) ચેતનજી ચિત્ત ચેતી ચાલે ચેપથી, રગે ઉમંગે જઈએ ગુરૂની હજુર જે, ગુરુ ગુણવત્તા જયવન્તા અહીં વિચર્યા, વન્દન કરતાં પ્રગટે પુન્ય અંકુર જે. ચેતનજી ૧ ક્ષમાના સાગર દયાના આગર સદગુણી, શાન્ત દાન્ત ગુણવતા મહન્ત ને સન્ત જે, મુનિ મહારાજ પુન્ય પ્રતાપી પેખતાં નયણ હમારા હરઘડીએ હરખંત જે. ચેતનજી ૨ વીરની વાણી ઉત્તમ જાણી જગતમાં, તપ જપ કરજે હરજે કર્મ આ વાર જે તપને મહિમા માટે આગમમાં કહ્યો, તપથી તરીયા ભવીયા આ સંસાર જે. ચેતન ૩ આજ અમારા માથે સર્વે ફલ્યા, આજ અમને મલ્યા મુનિ સુખકાર જે; આજ અમારે મોતીના મે વરસિયા, આજ અમારા નાઠા દેષ અપાર જે. ચેતનજી ૪ આજ અમારે સેવન સુરજ ઊગિ, આજ અમેને હૈડે હરખ ન માય છે. આજ અમારે ધન્ય દહાડે ને ધન્ય ઘડી, આજ અમારું જીવન સફળ ગણાય જે. ચેતનજી ૫ ધન્ય ધન્ય આવા ગુણવત્તા ગુરુરાજને, જે આપે ઉત્તમ રૂડો ઉપદેશ જે, એ ગુણ ગુરુને કદી અરે ન વિસરે, માટે મનસુખ ગાય ગુરુગુણ હમેશ જે. ચેતનજી ૬

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384