________________
કરી કેવલજ્ઞાન ઉપાર્જન કરી મેક્ષે જશે. આ પ્રમાણે માનવાથી જ સર્વ શાસ્ત્રીય પાઠનું સમાધાન થાય; બીજી રીતે ઘટી શકતું નથી. માટે ઉપર પ્રમાણે ઠીક જણાય છે. ૮૧ અતિમુક્ત કુમારે છ વર્ષની વયમાં તક્ષા અંગિકાર
કરી હતી, એમ ભગવતી સૂત્રના પાંચમા શતકના ચેથા ઉદેશાની ટીકામાં કહેલ છે, એ આશ્ચર્ય ગણાય; કારણ કે આઠ વર્ષ પહેલાં દીક્ષા ન લેવાય તેવું
ટીકામાં છે. ૮૨ રાત્રે સંથાર કરતી વખત સાધુ-સાધ્વીઓએ રૂનું
પૂમડું અવશ્ય રાખવું જોઈએ તેમ મહાનિશિથ સૂત્રના સાતમા અધ્યયનમાં કહ્યું છે, (ન રાખે તે દંડ ભાવે.) સિદ્ધશિલા અને આલોકની વચ્ચે ઉત્સવ આગળથી એક જનનું આંતરું જાણવું એમ ભગવતી સૂત્રના ચૌદમા શતકના આઠમા અધ્યયનની ટીકામાં કહેલું છે. છાત્રત ધારણ કરનાર મહાત્મા પુરુષ સ્ત્રીનું આસન તથા શીલવ્રતધારી સ્ત્રીએ પુરુષનું આસન કેટલા સમય સુધી તજવું જોઈએ, તે બાબતમાં સંબંધ પ્રકરણમાં હરિભદ્રસૂરિજી મહારાજે કહેલું છે, કે પુરુષોએ જે આસન પર સ્ત્રી બેઠેલ હોય તે આસન પર, સ્ત્રી ઊઠ્યા પછી, બે ઘડી (અંતમુહૂર્ત સુધી) બેસવું નહીં. સ્ત્રીઓએ જે આસન પર પુરૂષ બેઠેલ હોય તે આસન પર, પુરુષ ઊડ્યા પછી, ત્રણ પહેર સુધી બેસવું નહીં.