________________
(૨૭૬) નહિ કરતાં તેમાંથી જે કાઢવાનું હોય તે જલદી કાઢી લે,
ઢીલ કરીશ નહિ. ૩૦ મનુષ્યભવ બહુ જ દુર્લભ છે માટે તેને સફળ કર. ૩૧ વિચારને સુધારે થાય તે જ વચન અને કાયાને સુધારે ન થઈ શકે. ૩૨ સદગુરૂની સેવા દુગૅસનેને નાશ કરે છે અને ગુણને
પ્રગટ કરે છે. ૩૩ અભય અને અપેયને ત્યાગ કરીને ભોજન થાય તે જ
ખરું ભજન કહેવાય. ૩૪ પાણી પીવાનું ભાજન જુદું રાખવું, મુખે માંડેલ ભાજન
પાણીના ગળામાં નાખી તમામ પાણી બગાડવું નહિ. તેમ કરવાથી ઘણા ને વિનાશ થાય છે તથા ચેપી
રેગ વળગે છે વગેરે ઘણું હાનિ થાય છે. ૩૫ વિચારમાં અન્યને દુઃખ થાય તેવું ન ચિંતવવું. ૩૬ સર્વની સાથે મંત્રીભાવના કર, વરની ભાવના ભૂલી જા. ૩૭ પિતાના હૃદયને શાંતિનું સ્થાન ધર્મ વિના બીજું કેઈનથી. ૩૮ જે દિવસે અશુભ પ્રવૃત્તિ કરવા તૈયાર થા તે પહેલાં
મૃત્યુના દિવસને યાદ કર. ૩૯ શુભમાર્ગમાં વિવેકથી લક્ષ્મી ખરચવી તે જ લક્ષ્મી
પામ્યાનું ફળ છે. ૪૦ ખરે મિત્ર કે પાપમાગથી બચાવી સન્માર્ગમાં જોડે તે. ૪૧ દીન, દુઃખી અને અનાથ ઉપર અનુકંપા રાખી તેને - ઉદ્ધાર કરે. ૪૨ પરદ્રવ્યને પથ્થર તુલ્ય ગણે, સ્વદ્રવ્યમાં સંતોષ રાખે.