________________
(૨૬૯) ૧૩ મારે સ્વભાવ શાશ્વત છે અને આ પૌગલિક વસ્તુ જે મને મળી છે તે સર્વ અશાશ્વતી છે. ૧૪ મારું જ્ઞાનાદિ રૂપ છે. આ પુદગલનું પૂર્ણગલન રૂપ છે. ૧૫. મારું કયારે પણ સ્વરૂપ થકી ન ચળવું એ અચલિત સ્વભાવ છે. ૧૬ મારું જ્ઞાન, દર્શન, ચારિત્રમય સ્વરૂપ છે, અને પુદ્દ ગત વર્ણ, ગંધાદિ રૂપ છે. હું વર્ણગંધાદિથી રહિત છુ. ૧૭ હું શુદ્ધ નિર્મળ છું. ૧૮ હું બુદ્ધ છું. જ્ઞાનાનંદી છું. ૧૯ હું નિર્વિકલ્પ એટલે સર્વ વિકલ્પથી રહિત છું. મારું સ્વરૂપ પગલથી ન્યારું છે. ૨૦ હું દેહાતીત એટલે આ દેહરૂપ જે શરીર તેથકી રહિત છુ. ૨૧ અજ્ઞાન રાગ, દ્વેષરૂપ જે આશ્રવ, તે મારું સ્વરૂપ નથી. હું એ થકી જ્યારે છું. ૨૨ અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, અનંત વીર્યમય એવું મારું સ્વરૂપ છે. ૨૩ હું શુદ્ધ છું, કર્મમળથી રહિત છું. ૨૪ હું બુદ્ધ એટલે જ્ઞાનસ્વરૂપી છું. ૨૫ હું અવિનાશી છું, એટલે મારે કેઈ કાળે નાશ નથી. ૨૬ હું જરા થકી રહિત-અજર છું. ૨૭ હું અનાદિ એટલે મારે આદિ નથી. ૨૮ હું અનંત એટલે મારે અંત કે છેડે કેઈ કાળે નથી. ૨૯ હું અક્ષય છું, એટલે મારા કેઈ કાળે ક્ષય નથી. ૩૦ હું કોઈ કાળે ખરું નહિં એ અક્ષર છું. ૩૧ હું કઈ કાળે સ્વરૂપથી ચળું નહિ એ અચળ છું. ૩૨ મારું સ્વરૂપ કેઈથી કળ્યું જાય નહિ, માટે અકળ છું. ૩૩ કર્મરૂપ મળથી રહિતે અમલ છું. કર્મમળથી ન્યારે છું. ૩૪ મારી કોઈને ગમ નથી માટે અગમ્ય છું. ૩૫ હું નામરહિત અનામી છું. ૩૬ હું વિભાવદશાનાં રૂપથી રહિત સ્વભાવિ