________________
(૨૦૪)
બીજું અપૂર્વકરણ તે જીવપરિણામ વિશેષ છે. આ જીવે સંસારપરિભ્રમણ કરતાં કેઈવાર પણ અપૂર્વકરણરૂપ પરિણામ વિશેષને પ્રાપ્ત કર્યા નથી, જેથી તેનું નામ અપૂર્વકરણ કહેવાય છે. આ અપૂર્વકરણરૂપ પરિણામ વિશેષથી ઘનનિવિડ રાગ-દ્વેષ પરિણતિમયી જે ગ્રંથિ દુઃખે કરી ભેદવાલાયક છે, તેને ભેદી નાખે છે. તે બીજું કરણ.
- ત્રીજું અનિવૃત્તિકરણ તે જે અધ્યવસાય થયા તે ફળપ્રાપ્તિ વિના નિવ નહિ એટલે પૂર્વે જે અપૂર્વ કરણરૂપ પરિણામ આવેલાં તે પાછાં જાય નહિ તેને અનિવૃત્તિકરણ કહીએ. તે અનિવૃત્તિકરણરૂપ પરિણામે કરી જીવ સમ્યકત્વ પામે તે ત્રીજું કારણ.
આ ઠેકાણે ત્રણ કરણની સાક્ષી આપવા માટે કલ્પભાષ્યની ગાથા લખીએ છીએઃ
अंतिमकोडाकोडी, सचकम्माणं आउवाणं । पलिया असंखिज्जइ-भागे खीणे हवइ गंठीणं ॥१॥ गंठीत्ति सुदुम्भेओ, कख्खडघणगूढमूढगंठीव्व । जीवस्स कम्मजणिओ, घणरागदोसपरिणामो ॥२॥ जा गंठी ता पढमं, गंठीसमइच्छओ भवे बीयं ।। अनियट्टीकरण पुण, सम्मत्तपुरख्कडे जीवे ॥३॥
આયુ વજીને સાતે કમની અંતિમ કહેતાં છેલ્લી કેડાછેડી સ્થિતિ પામને અસંખ્યાતમે ભાગે ન્યૂન રહે, બાકી સર્વ ખપી જાય, એ ગંઠી સ્થાનક છે.