________________
( રર૧ ) થઈ તે તું પણ શીવ્ર સિદ્ધિસુખને અખંડ આનંદ પ્રાપ્ત કરી શકીશ. એક એક વસ્તુ ઉત્તરોત્તર બહુ જ દુર્લભ છે. ઉત્તરાધ્યયન સૂત્રકાર મૂળસૂત્રમાં તેની દુલભતા બતાવતા છતાં કહે છે?
चत्तारि परमंगाणि, दुल्लहाणि, य जंतुणी। माणुसत्तं सुइ सद्धा, संजमंमि अ वीरिअं ॥१॥
જીવને મોક્ષગમન કરવા માટે આ ચાર અંગ બહુ જ દુર્લભ છે. મનુષ્યપણું દશ દષ્ટાંત કરી દુર્લભ તે પ્રથમ બતાવી ગયા છીએ. મનુષ્યપણું પ્રાપ્ત થયા પછી ધર્મશ્રવણ કરવું બહુ દુર્લભ છે, તેરકાઠિયા વગેરેનું સ્વરૂપ પ્રથમ કહી ગયા છીએ. તે તમામને હઠાવી ધર્મશ્રવણ કદાચ કર્યું તે પણ શ્રદ્ધા થવી બહુ દુર્લભ છે. શ્રદ્ધા થયા પછી પણ સંયમમાં વીય ફેરવવું તે તે અત્યંત દુર્લભ છે. આ તમામ સામગ્રી ભેગી થાય ત્યારે સિદ્ધિપુરીમાં જઈ શકાય. તે હે ચેતન! હે આત્મા! તારે સિદ્ધિસ્થાનના અનંત સુખની જે ચાહના હોય અને તે સંસારના ભયંકર દુખેથી કંટાળી ગયો હોય તે મનુષ્યપણું પામ્યો છે તેને સફળ કરવા હંમેશાં સદૂગુરુને સમાગમ કરી ધર્મનું શ્રવણ કરજે. ધર્મના શ્રવણ વિના તારે ઉદ્ધાર કદી નહિ થાય તે ચોક્કસ યાદ રાખજે. ધમનું શ્રવણ કરી તેના ઉપર સટ શ્રદ્ધા કરજે જેથી સમકિત જેવી અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થશે. સમ્યકત્વ પામ્યા પછી સર્વ વિરતિ સામાયિક અથવા દેશવિરતિ સામાયિકને મેળવવા
માટે દુર્ગતિને આપવાવાળી હિંસાને ત્યાગ કરજે. પ્રાણીમાત્રને પિતાના સમાન ગણી જેમ બને તેમ તેને બચાવવા ઉદ્યમ