________________
(૨૩૧)
પલ્યોપમની સ્થિતિએ દેવપણે ઉત્પન્ન થયા. આયુ પૂર્ણ થયે ત્યાંથી ચવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ રાજાઓ થશે. ત્યાં ચારિત્ર અંગીકાર કરી નિરતિચાર ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામી મેક્ષે જશે.
આ પ્રમાણે સમ્યકત્વ મૂળ બાર વ્રતથી પરંપરાએ મુક્તિ મેળવી શકાય છે, તે પછી આ ઉત્તમ ભવને પામી, તમામ સામગ્રીને પામી, ગુરુ મહારાજને સંગ મેળવી હે આત્મા! સમ્યક્ત્વ મૂળ બાર વ્રત સમજપૂર્વક જરૂર અંગીકાર કરી લેજે. તેની સમજ માટે ઉપાસક દશાંગસૂત્ર, યોગશાસ્ત્ર, ધર્મરત્ન પ્રકરણ, ધર્મસંગ્રહ, ધર્મબિન્દુ વગેરે ઘણાં સૂત્ર તથા ગ્રન્થ વિદ્યમાન છે, તે ગુરુ મહારાજ પાસે વિનયપૂર્વક સમજીને નાંદી મંડાવી વ્રતે ઉચરી લે છે અને બરાબર પાળજે, જેથી આવતાં કર્મો ઘણું અટકશે, દેશવિરતિપણું પ્રાપ્ત થશે, અંત સમયમાં સર્વ વસ્તુને ત્યાગ કરવાની અભિલાષા થશે. અંત સમયે નિઝામણું કરવાથી જીવને બહુ કર્મની નિર્જરા થાય છે. પ્રથમ આયુ ન બંધાયું હોય તે શુભ ગતિનું આયુ બંધાય છે. માટે ઉપરની સમજુતી લક્ષમાં લઈ મુનિ પણું કદાચ ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી આ ભવમાં પ્રાપ્ત ન થઈ શકે તે દેશસંયમી થવા માટે સમ્યક્ત્વ મૂળ શ્રાવકનાં બાર વ્રત તે અવશ્ય અંગીકાર કરજે અને અંગીકાર કર્યા પછી છેવટ પિતાના અંત સમયમાં તે તે વ્રતોમાં લાગેલા અતિચારેને યાદ કરી મિચ્છામિ દુક્કડં આપી, દુષ્કૃત્યેની નિંદા કરવી, સુકૃતની અનુમોદના કરવી, જેથી આત્મા ઉચ્ચ