________________
(૨૩૭) ૩ નિવિતિગિચ્છા કહેતાં સાધુસાધ્વીની નિંદા ન કરવી
તથા ધર્મના મૂળમાં સંદેહ નહિ કરે. ૪ અમૂઢદિઠુિં કહેતાં અન્ય મતના ચમત્કાર તથા મંત્ર
દેખી મૂઢદષ્ટિપણું નહિ કરવું. ૫ ઉપખંહણ કહેતાં સમકિતદષ્ટિ ની શુભ કરણી
દેખી તેની અનુમોદના કરવી–પ્રશંસા કરવી. ૬ સ્થિરીકરણ કહેતાં સીદાતા સ્વામી ભાઈઓને હર
કઈ રીતે ટેકે આપી ધર્મમાં સ્થિર કરવા. ૭ સાધમી બંધુઓનું ભાવ સહિત ભક્તિપૂર્વક વાત્સલ્ય
ક૨વું. ૮ પવિત્ર જિનશાસનની ઉન્નતિ થાય-જાહેરજલાલી
વધે તેવાં કાર્યો કરવાં.
આ આઠ દર્શનના આચારમાં મેં જે કાંઈ વિપરીતપણે કર્યું હોય, છતી શક્તિએ કરવા લાયક કાર્ય ન કર્યું હોય તેને આત્મસાક્ષીએ ખમાવું છું.
- ૩ ચારિત્રાચાર जं पंचहिं समिईहिं तीहिं गुत्तिहिं संगयं सययं । परिपालियं न चरणं, मिच्छामिदुक्कडं तस्स ॥
પંચ સમિતિ અને ત્રણ ગુતિ સહિત નિર્મળ ચારિત્ર મેં ન પાળ્યું હોય તે દેષને મારે મિચ્છામિ દુક્કડં થાઓ
૪ તપાચાર છતી શક્તિએ અવશ્ય તપશ્ચર્યા કરવી જોઈએ તે તપાચાર કહેવાય. શક્તિ હોવા છતાં તપશ્ચર્યા ન કરી હોય તે મિચ્છામિ દુક્કડં.