________________
( ૨૪૨ )
હે નથી; તેવી રીતે વ્રત પચ્ચખ્ખાણ લેવાથી લાંખી ઈચ્છા ન થાય, નવા :નવા મનારથા-તરંગારૂપી ચાર આત્માને દુઃખી ન કરે, તેમ વળી આત્મા પણ તેવી સ્થિતિમાં સમજી શકે કે આ ઉપરાંત મારે પ્રતિજ્ઞા છે. ત્રીજો અધિકાર
खामेसु सव्वसत्ते, खमेसु तेसिं तुमे व गयको हो । परिहरियपुव्ववेरो, सव्वे मित्तित्ति चित्तिसु ॥
કાપ રહિતપણે સર્વાં પ્રાણીમાત્રને "ખમાવા અને તે જીવાના કરેલા અપરાધને ખમે, પૂતુ કાઇ ભવનું પણ વેર તજી દઇને સર્વ મિત્ર છે એમ ચીતવા. ’
શ્રી વાસુપૂજ્યચરિત્રમાં જેવી રીતે વાસુપૂજ્યસ્વામીના જીવ પદ્મોત્તર રાજાએ અણુસણુ કરતાં અવ્યવહાર રાશીના જીવાથી માંડી તમામ જીવાની સાથે ખમત-ખામણાં કર્યાં. છે તેમ હું પણ સર્વ જીવાની સાથે ખમત ખામણાં કરું છું.
ઘણા કાળ સુધી અવ્યવહાર રાશીમાં (નિગોદમાં) રહેલા એવા મારા આત્માએ અનંત ઋતુના સમૂહને જે કાંઇ ખેદ ઉપજાવ્યેા હાય તે સને ખમાવું છું. વ્યવહાર રાશીમાં આવી પૃથ્વીકાયને ધારણ કરતા એવા મારા આત્માએ પાષાણુ, લાલુ, માટીરૂપે થઇ જે જે પ્રાણીઓને ખેદ ઉપજાવ્યા હોય તે સર્વે ખમાવું છું. નદી, સમુદ્ર, તળાવ, કૂવા વિગેરેમાં જળરૂપે થઈ મારા આત્માએ જે કાઈ જીવાની વિરાધના કરી હાય તે સર્વે ખમાવુ છુ, પ્રદીપ, વીજળો, દાવાનળ વગેરેમાં “અગ્નિકાયરૂપે થયેલા મારા આત્માએ જે જીવાના વિનાશ કર્યો હોય તે સર્વે