________________
(૨૯).
પટકશે અને બહુ દુઃખી કરશે. માટે ઈન્દ્રિયને કાબૂમાં રાખી તેને તારી ગુલામ બનાવજે. જેથી અભક્ષ્ય, અનંતકાય, રાત્રીભોજન, કંદમૂળ વગેરે પાપના બેજાવાળી ચીજોનું ભક્ષણ કરવાને સમય તને કઈ દિવસ પણ નહિ આવે. માટે ઇન્દ્રિયને વશ કરવા માટે સાવચેતી રાખજે.
પોદુગલિક વસ્તુઓની અનિત્યતા, સંસારમાં રહેલા જીની અશરણતા વગેરે શુભ ભાવનાઓને વેગ જેમ જેમ પ્રબળ વડે જશે તેમ તેમ મમત્વરૂપી અંધકાર તો તે પ્રમાણમાં ક્ષીણ થતો જશે અને સમતાનીંઝળહળતી જ્યોતિ પ્રગટ થશે. સંસારની ગતિ ગહન છે. સંસારમાં સુખી જ કરતાં દુખી જીવેનું ક્ષેત્ર વિશાળ છે. આધિવ્યાધિ, શક સંતાપથી લેક પરિપૂર્ણ છે. સુખનાં સાધનો હજારે હોવા છતાં દુઃખની સત્તા જલદી પ્રગટ થઈ જાય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય વિના દુઃખ કમી થઈ શકતું નથી. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય મેળવવા તેના સાધનની પૂરતી જરૂર છે. જેથી પૂર્વાચાના બનાવેલાં વૈરાગ્યથી ભરપૂર પુસ્તકે વાંચી જેમ બને તેમ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત કરે અને છેવટમાં વહેલા કે મેડા જરૂર સંયમરૂપી સામ્રાજ્યને અંગીકાર કરવું, સંયમ વિના મુક્તિએ પહોંચાશે નહિ. સંયમ દેવલોકમાં દેવતાને નથી, નારકીને નથી, તિર્યંચને નથી, ફક્ત મનુષ્યને જ તેની પ્રાપ્તિ થઈ શકે છે. તેમાં પણ આયે દેશ, ઉત્તમ કુળ, નિરોગી શરીર અને સંપૂર્ણ શ્રદ્ધા થયા પછી જ પ્રાપ્ત થઈ શકે છે, તે ઠેઠ સુધી પહોંચ્યા છતાં મેહના પંજામાંથી નીકળીને સંયમ ન