________________
( રર૦) આ પ્રમાણે કહી સંવેગ-વૈરાગ્યના તરંગથી ભવ્ય જીવ સદ્દગુરુ પાસે સ્વવીય ઉલ્લાસથી ચારિત્ર ગ્રહણ કરી, પંચ મહાવ્રત, આઠ પ્રવચન માતા, દશ પ્રકારના યતિ ધર્મ, ચરણસિત્તરી, કરણસિત્તરી, બાવીસ પરિસહને જીતવા ઈત્યાદિ ધર્મરાજાની ફેજને સાથમાં લઈ કર્મરાજાની ફેજને હઠાવી અપ્રમત્તપણે નરતિચાર ચારિત્ર પાળી ગુરુમહારાજની આજ્ઞા શીર પર ચઢાવી. ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈ. ઉજજવળ ભાવના વડે શુકલધ્યાનના આદિના બે પાયાનું ધ્યાન કરી, કેવલજ્ઞાન કેવલદર્શન પામી, છેવટ શેલેશી અવસ્થાને પ્રાપ્ત કરી ચૌદમે ગુણઠાણે તમામ પ્રકારના યોગ રૂંધી, જ્યાં અનંત સિદ્ધ પરમાત્મા બિરાજમાન થયા છે તેવા શાશ્વત સિદ્ધિસ્થાનમાં જઈ આત્માના અખંડ આનંદને અનુભવ કરવા ભાગ્યશાળી બને છે. મોક્ષ પ્રાપ્ત કરવાનાં ત્રણ અંગ મળ્યા પછી પણ જે સંજમમાં વીર્ય ફેરવે તે જ સંપૂર્ણ કાર્યસિદ્ધિ થાય. ત્રણ કારણે મળ્યા છતાં પણ સંજમ હાથ ન આવ્યો તે સંસારનું ભ્રમણ તો ઊભું જ રહેવાનું.
ચાર અંગ નીચે પ્રમાણે છે: મેક્ષનાં ચાર અંગ ઉત્તરોત્તર દુર્લભ છે
હે આત્મા તું બરાબર દી દષ્ટિથી ખૂબ ઊંડો વિચાર કરી લેજે. ઉપર બતાવેલ કમ વિના અર્થાત્ મનુષ્યભવ, ધર્મનું સાંભળવું, ધર્મ ઉપર શ્રદ્ધા અને છેવટ સંયમમાં વીર્ય ફેરવવુંઆ ચાર બાબત ભેગી થયા વિના સંસારમાંથી તરી શકાતું જ નથી. જે આ ચારે વસ્તુ બરાબર ભેગી