________________
(૨૩) સુશ્રાવક અગર સુસાધુ બની શકે છે, જેથી ઘેર પાપાત્માઓ પણ સદ્દગુરુના યેગે પરમધર્માત્મા બનીને સામાન્ય જીવને આશ્ચર્ય ઉત્પન થાય તેવી રીતિએ અલ્પકાળમાં પરમપદના ભક્તા બની ગયા છે, તે પણ બરાબર લક્ષમાં લેજે. જેથી હે આત્મા! તને બહુ જ ફાયદો થશે.
આ ઠેકાણે નીચેનાં વાક ઉપર અત્યંત ધ્યાન દેવાની જરૂરિયાત છેઃ
શાસ્ત્ર ભણેલ હોય પરંતુ પ્રમાદી થયેલાને ઉપદેશ. यस्यागमाम्भोदरसैन धौतः प्रमादपंकः स कथं शिवेच्छुः। रसायनैर्यस्य गदाः क्षता नो सुदुर्लभं जीवितमस्य नूनम् ॥
જે પ્રાણુને પ્રમાદરૂપી કાદવ સિદ્ધાંતરૂપી જળપ્રવાહથી પણ ધોવાતો નથી તે કેવી રીતે મોક્ષ મેળવવાની ઈચ્છાવાળો થઈ શકે ? જેમકે રસાયણથી પણ જે કઈ પ્રાણીઓના વ્યાધિ નાશ પામે નહિ તે પછી તેનું જીવન રહેવાનું જ નહિ. '
| ભાવાથઃ જ્યારે શાસ્ત્રશ્રવણથી પણ પ્રમાદને નાશ થાય નહિ તે પછી આ જીવને સંસારમાં અનંતકાળ સુધી પરિભ્રમણ કરવાનું જ છે, એમ સમજવું. શાસ્ત્રોમાં આઠ પ્રકારના પ્રમાદ કહેલા છે (૧) સંશય, (૨) વિપર્યયઊલટે બેધ, (૩) રાગ, (૪) શ્રેષ, (૫) મતિબંસ, (૬) મનવચન-કાયાના ગેનું દુરપ્રણીધાન, (૭) ધર્મ ઉપર અનાદર અને (૮) અજ્ઞાન. વળી પ્રમાદના બીજા પાંચ પ્રકારે પણ છે (૧) મદ્ય, (૨) વિષય, (૩) કષાય, (૪) વિકથા અને (૫) નિદ્રા. તેનું સ્વરૂપ પ્રથમ બતાવી ગયા છીએ.