________________
(૨૦૭)
ક્ષાયિક સમ્યકત્વ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભની ચેકડી ખપાવીને મિથ્યાત્વમેહની ખપાવ્યા બાદમિશ્રમેહની પણ ખપાવી સમ્યક્ત્વમેહની ખપાવતે કઈ જીવ કાળ કરે તે પ્રથમ આયુ બાંધ્યું હોય તે ગતિમાં જાય. જેથી ચાર ગતિમાં ક્ષાયક સમ્યકત્વ પામીએ. આ કારણથી જ પ્રારંભ મનુષ્યગતિમાં કહ્ય છે અને સમાપ્તિ ચારે ગતિમાં થાય છે, જેથી ચારે ગતિમાં ક્ષાયક સમ્યક્ત્વ જીવ પામી શકે એમ કહ્યું છે. તિર્યંચમાં ઉત્પન્ન થતાં અસંખ્યાત વર્ષના યુવાળા જ ક્ષાયક સમ્યકત્વ પામે, સંખ્યાતા વર્ષના આ યુવાળા ઉત્પન્ન થતાં લાયક સમ્યકત્વ ન પામે કદાચ કઈ જીવે પૂર્વે આયુ બાંધ્યું હોય અને ત્યાર પછી લાયક સમ્યકત્વ પામે તો જે ગતિનું આયુ બાંધ્યું હોય તે જ ગતિમાં ક્ષાયક સમ્યક્ત્વ લઈને જાય. કદાચ આયુ ન બાંધ્યું હોય ને ક્ષાયક સમ્યક વ પામે છે તે જ ભવમાં કેવળજ્ઞાન પામી મેલે જાય. આયુ બાંધ્યું હોય તે ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાં છેવટ ચાર ભવમાં મોક્ષે જાય. ક્ષાયક સમ્યકત્વ મનુષ્યભવમાં પામે ત્યારે અનંતાનુબંધીની ચેકડી મિથ્યાત્વમેહની, મિશ્રમેહની ને સચકુત્વમેહની આ સાત પ્રકૃતિને સર્વથા ક્ષય કરીને જ ક્ષાયક સમ્યકત્વ પામે છે.
જીવ જ્યારે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે ત્યારે ગ્રીષ્મતુમાં તપ્ત થએલા જીવને ગશિર્ષ ચંદનના રસ વડે છટકાવ કરવાથી જેવી શીતળતા થાય છે–જે આનંદ થાય છે, તે આનંદ-તેવી શીતળતા ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરનારને થાય છે.