________________
( ૨૦૬)
થયા પછી જે શુદ્ધ પુંજને ઉદય થાય તે અવશ્ય ક્ષ પશમ સમ્યગદષ્ટિ કહેવાય. અર્ધશુદ્ધ પુંજને ઉદય થાય તે મિશ્રદૃષ્ટિ કહેવાય અને અશુદ્ધ પુજને ઉદય થાય તે સાસ્વાદનમાં થઈને મિથ્યાષ્ટિ થાય. આ કર્મગ્રંથને અભિપ્રાય જાણ.
સિદ્ધાંતિક મત પ્રમાણે તે અનાદિ મિથ્યાષ્ટિ ગ્રંથિભેદ કરીને તથાવિધ તીવ્ર પરિણામે કરી અપૂર્વકરણમાં આરૂઢ થયેલે મિથ્યાત્વને ત્રિપુંજવાળું કરે. ત્યારપછી અનિવૃત્તિ કરણના સામર્થ્ય થકી શુદ્ધપુંજને વેદતે થકે ઔપશમિક સમ્યક્ત્વ પામ્યા વિના પ્રથમથી જ પશમ સમ્યક્રવ પ્રાપ્ત કરે.
વળી કેટલાક આચાર્યો કહે છે કે, યથાપ્રવૃત્તિ વગેરે ત્રણ કરણના ક્રમે કરી ઉપશમ સમ્યકત્વથી પડ્યો થક મિથ્યાત્વે જાય છે.
ઉપશમ સમ્યક્ત્વ તથા ક્ષયે પશમ સમ્યક્ત્વને ભેદ નીચે પ્રમાણે જાણ
ઉપશમ સમ્યક્ત્વમાં-ઉદય આવેલમિથ્યાત્વને ક્ષય અને નહિ ઉદયમાં આવેલા મિથ્યાત્વને સર્વથા ઉપશમ હોય, પ્રદેશ ઉદય પણ ન હોય. અને ક્ષાપશમ સમ્યક્ત્વમાં ઉદય આવેલને ક્ષય અને નહિ ઉદયમાં આવેલને ઉપશમ હેય. પરંતુ પ્રદેશ ઉદય હેય-પ્રદેશથી મિથ્યાત્વે વેદાય. ક્ષપશમ સમ્યક્ત્વને જઘન્ય કાળ અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટકાળ છાસઠ સાગરેપમથી કાંઈક અધિક જાણ.