________________
(૧૯૮) સિત્તર લાખ શ્રાવકે હતા. એક કરોડ દસ લાખ ને પાંચ હજાર ગાડાં હતાં. સિદ્ધસેન દિવાકર પ્રમુખ પાંચ હજાર આચાર્યો હતા. અઢાર લાખ ઘોડા હતા. ત્રણ હજાર છસે હાથી હતા.
ઈત્યાદિક બીજી પણ ઘણું સામગ્રી હતી. વળી પ્રથમ એક કરોડ સોનામહેરથી શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજનું ગુરુપૂજન કર્યું હતું અને તે દ્રવ્ય વડે ગુરુ મહારાજના ઉપદેશથી જીર્ણોદ્ધાર કર્યો હતે વગેરે. બીજાં પણ ઘણાં જ સુંદર કાર્યો ગુરુ મહારાજના ઉપદેશથી કર્યા છે તે સંબંધી વિશેષ અધિકાર વિક્રમચરિત્રથી જાણ.
આચાર્ય શ્રી બપ્પભટ્ટી મહારાજના સદુપદેશથી ગેપ ગઢ (ગ્વાલિયરના) આમ નામના રાજાએ ગેપગઢમાં શ્રી મહાવીર સ્વામીનું ૧૦ હાથ ઊંચું ભવ્ય જીનાલય બંધાવી તેમાં અઢાર ભાર પ્રમાણ-સુવર્ણમય પ્રતિમા સ્થાપન કરી. વળી તે જીનાલયના મુખ્ય મંડપ તથા રંગમંડપ કરાવવામાં બાવીસ લાખ પચીસ હજાર સોનામહેરે ખરચી.
વળી વિક્રમ સંવત ૮૧૧માં શ્રી બપ્પભટ્ટજી મહારાજના આચાર્યપદ મહત્સવમાં એક કરોડ ના મહેરનું ખરચ કર્યું.
વળી પિતાના નવલક્ષ નામના સિંહાસન ઉપર બેસાડી સવા કરેડ સોનામહેરથી ગુરુપૂજન કર્યું. તે ગુરુપૂજનના દ્રવ્યથી ગુરુ મહારાજના ઉપદેશથી એક સો જીર્ણ થયેલાં દેરાસરને ઉદ્ધાર કર્યો.